________________
જ મનની શુભ કે અશુભ દશામાં અન્નનો બહુ મહત્ત્વનો ભાગ છે. પેલી કહેવત તમે સાંભળી જ હશેઃ જેવું અન્ન તેવું મન. જેવું અન્ન તેવું મને સમજાવતો ભીષ્મનો પ્રસંગ :
અજૈન મહાભારતના એક પ્રસંગને અહીં યાદ કરીએ.
કૌરવો અને પાંડવો વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. એમાં કોરવપક્ષે મહાબળવાન અને મહાબ્રહ્મચારી ભીષ્મ પિતામહ સેનાધિપતિ તરીકે લડતા હતા. છતાં એઓ જોરદાર લડત પાંડવોની સામે આપતા ન હતા. ગમે તે કારણે ભીખ લડતા હતા કૌરવોના પક્ષે, પરંતું જાણે પાંડવો પ્રત્યે તેમનું વર્તન કુણાશભર્યું હોય તેવું દુર્યોધનને લાગતું હતું.
સાંજે જ્યારે યુદ્ધવિરામ થયો ત્યારે દુર્યોધને આમ બનવાનું કારણ યુધિષ્ઠિરને પૂછવાનું નક્કી કર્યું. યુધિષ્ઠિર પાંડવપક્ષના હતા. છતાં તેમની સત્યવાદિતાની શાન એવી હતી કે શત્રુને પણ તેઓ અવળું માર્ગદર્શન ન જ આપે... | દુર્યોધન યુધિષ્ઠિર પાસે ગયા. ને તેમને પૂછ્યું “અમારા સેનાધિપતિ ભીષ્મ પિતામહ પાંડવોની સામે જોરદાર લડતા કેમ નથી ?'
ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે, “એનું કારણ એ છે કે તેમના પેટમાં જતું અન્ન અતિ પવિત્ર છે. પવિત્ર અન્ન જમવાથી એમનું મન પણ પવિત્ર રહે છે. આથી જ તેઓ જાણે છે કે સત્યનો પક્ષ પાંડવોનો છે. આથી તેઓ અસત્ય એવા તમારા પક્ષમાં રહેવા છતાં સત્યના પક્ષે રહેલી અમારી સેનાનો જોરદાર ખાત્મો બોલાવતા નથી.'
અકળાયેલા દુર્યોધને પૂછ્યું “યુધિષ્ઠિરજી ! એવો કોઇ ઉપાય હોય તો બતાવો કે જેથી ભીષ્મને પાંડવ સેનાનો કચ્ચરઘાણ કાઢી નાંખવાનું મન થાય...”
યુધિષ્ઠિર બોલ્યા: “હા...કોઇ અતિદુષ્ટ માણસનું અન્ન જો ભીષ્મ પિતામહને ખવડાવી દેવામાં આવે તો ચોક્કસ તેમની બુદ્ધિ બગડે. અને તેઓ પાંડવોની સેનાનો કચ્ચરઘાણ કાઢી નાંખે.”
ત્યારે દુર્યોધને પૂછ્યું “એવો અતિ દુષ્ટ માણસ આ સંસારમાં કોણ છે કે જેનું અન્ન ખાવાથી ભીષ્મ પિતામહની બુદ્ધિ બગડે ?”
૨૮૩