________________
આ વાત કુન્તલાદેવીથી ન ખાઇ. તે પણ વધુ ને વધુ વિશિષ્ટતાપૂર્વક જિનભક્તિ કરવા લાગી. ભક્તિ ખરી...પણ તેના મૂળમાં શોક્યો પ્રત્યેની ભારોભાર ઇર્ષ્યા ભરેલી હતી. અત્યંત ધન વાપરવા પૂર્વક જિનભક્તિ કરાતી હોવા છતાં તે કુન્તલાદેવીની દુર્ગતિને ટાળી ન શકી. " કુન્તલાદેવી મૃત્યુ પામીને એ જ નગરીમાં એ જ શેરીમાં કૂતરી થઈ. હાય ! કેવી દુર્દશા ! શેરીમાં રહેલા રાણીવાસની સામે પોતાની જ પૂર્વજન્મની શોક્યોની સામે ઇર્ષ્યાથી સતત ભસ-ભસ કરવા સિવાય એની પાસે અત્યારે બીજું કોઇ શસ્ત્ર ન હતું.
- જ્યારે એક દિવસ કોઇ જ્ઞાની પુરુષ નગરમાં પધાર્યા ત્યારે તે શોક્યોએ પૂછ્યું “ભગવંત ! આ કૂતરી સાથે અમારે કેવો સંબંધ છે ? શા માટે હવે તે અમારી સામે સતત ભસ્યા કરે છે ?”
- ત્યારે જ્ઞાની ભગવંતે જણાવ્યું કે, “તમારી જિનભક્તિ જોતાં તમારા પ્રત્યેની ઘોર ઇર્ષાના કારણે જ કુન્તલા કૂતરી થઇ છે. જે પૂર્વજન્મના ઈર્ષાના સંસ્કારના કારણે આજે પણ તમને જોતાં ભસ્યા કરે છે.'
નિન્દાની જન્મદાત્રી ઈર્ષ્યા કેટલી ખતરનાક છે ? આત્મપ્રશંસા કદી ન કરો :
નિન્દા કરવાના સ્વભાવવાળો જેમ બીજાની નિન્દા કરતો હોય છે તેમ પોતાની પ્રશંસા-આપ બડાઈ-કરવામાં પણ તે પ્રાય: હંમેશા તત્પર જ રહેતો હોય છે.
ધર્મદત્ત નામના કુમારે પોતાના પિતાની સંમતિપૂર્વક દીક્ષા લીધી હતી દીક્ષા લીધા બાદ મુનિ ધર્મદત્ત મોટા તપસ્વી બન્યા. તપની સાથે બહુ વિરલ જોવા મળતી ચિત્તશાંતિ, સમતા અને શાંત-સ્વભાવિતાને પણ તેમણે હાંસલ કરી લીધી હતી. | મુનિ ધર્મદત્તના આ ગુણોના કારણે તેમનો એવો તો પ્રભાવ ફેલાયો કે જે નિત્ય-નૈરી ગણાય તેવા જીવો-વાઘ અને બકરી, સાપ અને નોળિયો વગેરે પણ તેમનાં ચરણોમાં આવીને પ્રશાંત બની જતાં અને પરસ્પર મિત્રો બની જતાં.
ધર્મદત્ત મુનિના સત્સંગથી હજારો ભીલો, શિકારીઓ, ખૂનીઓ અને
૧૦૬]