SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ-દેહના ગુણગાન શા માટે ? માનવનો દેહ દેવોને પણ દુર્લભ ગણાયો છે. માનવ-દેહની મહાનતાના ગુણગાન તમામ ધર્મોના તમામ શાસ્ત્રકારોએ એકીઅવાજે ગાયા છે. દેવોને મળેલા વૈક્રિય-દેહ કરતાંય માનવને મળેલા ઔદારિક-દેહને શા માટે મૂલ્યવાન ગણવામાં આવ્યો ? દેવોના દેહની વિશેષતાઓ અનેક પ્રકારની છે. દેવોના દેહ મળ-મૂત્રની ગંદકી વગરના હોય છે. દેખાવે દેદીપ્યમાન અને કાંતિમાન હોય છે. દેવોના દેહ અતિ સુન્દર અને અનેક રૂપ ધારણ કરવાની શક્તિવાળા હોય છે. આની સામે માનવ-દેહની તુલના કરીએ તો તેને સાવ તુચ્છ ગણવો પડે. દેવોના દેહ કરતાં સુન્દરતામાં અને કાંતિમાં હજાર ગુણહીન માનવનો દેહ છે. માનવનો દેહ મળ-મૂત્રની ગંદકીનો ગાડવો ! માનવનો દેહ અનેક જાતના રોગોનો ભંડાર ! માનવનો દેહ અસૌન્દર્ય અને કુરુપતાનો દરિયો ! માનવનો દેહ શક્તિમાં હીન ! અને કાંતિમાંય હીન ! આમ છતાં શાસ્ત્રકાર ભગવંતો આવા માનવ-દેહના આટલા બધા ગુણગાન શા માટે ગાય છે ? આનો જવાબ જાણતા પહેલાં એક નાનકડું રૂપક વિચારીએ.. સહરાનું રણ પસાર કરવા ઉપયોગી કોણ ? હાથી કેવો લાગે ? અર્થાત્ જ્યારે રોડ ઉપરથી પસાર થતો હોય ત્યારે તે કેવો લાગે ? મન ભરીને નીરખવાનું મન થાય તેવો લાગે. હાથીને જોવા બાળકો દોડ્યાં દોડ્યાં આવે. મોટાં અને નાનાં, બાલ અને વૃદ્ધ સહુને હાથી જોવો ગમે, સૂંઢ વડે અનેક જાતના ખાદ્ય-પદાર્થોને ખાતો અને પાણી પીતો હાથી જોવો કોને ન ગમે ? બધાય ને ગમે...કોઈ રુપિયો-બે રૂપિયા આપે ત્યારે તે સૂંઢ વડે તે રુપિયાને પોતાના માલિકને આપતો હાથી જોવાનું સહુને ગમે. પરંતુ જો કદાચ સહરાનું રણ પસાર કરવાનું હોય તો દેહથી સુન્દર આ હાથી કામ લાગે ખરો ? આનો જવાબ છે ના...
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy