________________
તેમનામાં દીર્ધદર્શિતા ન હતી.
પરંતુ તેમની પુત્રી સુબુદ્ધિ ખરેખર બુદ્ધિશાળી હતી. નામ પ્રમાણે તેનામાં નાની વયમાં પણ સુંદર બુદ્ધિમત્તા હતી.
એકવાર પદમશીભાઇ-જેઓ રામજીભાઇના ખાસ મિત્ર થતા હતારામજીભાઈના ઘરે આવ્યા. તેમણે સુબુદ્ધિને પૂછયું “બેટા તારા પિતા ક્યાં ગયા છે ?”
- ત્યારે સુબુદ્ધિએ જવાબ આપ્યો: “પિતાજી મૂર્ખાઇ કરવા ગયા છે.” સુબુદ્ધિનો આવો જવાબ સાંભળીને પદમશીભાઇ વિચારમાં પડી ગયા.
તેમણે સુબુદ્ધિને કહ્યું “આવું કેમ બોલે છે ? મને કાંઇ સમજાયું નહિ.”
ત્યારે સુબુદ્ધિએ કહ્યું “વાત એમ છે કે મારા પિતાજી હમણાં ગયા વર્ષે સરપંચ થયા છે, ત્યારથી તેમના મનમાં ગામમાં કોઈ ને કાંઈ નવું કરી દેખાડવાની ધૂન સવાર થયેલી રહે છે. '!
“અમારા ગામના પાદરે એક ધોરી ચીલો વર્ષોથી પડેલો છે. લોકોને જવા માટે એ ટૂંકો રસ્તો ઘણો ફાવી ગયેલ છે. પણ મારા પિતાજી નવું કરવાની બુદ્ધિ વગરની ધૂનમાં એવા ચડેલા છે કે તે ચીલો પૂરાવી દઇને નવો ચીલો પાડવા ગયા છે. પરંતુ મને વિશ્વાસ છે કે જૂનો ચીલો બંધ કરાવવાની કોશિશથી લોકોને ભારે તકલીફ થશે અને નવો ચીલો પડી શકવાનો નથી. કેમકે ચીલો પાડતાં પાડતાં વર્ષોનાં વર્ષો નીકળી જતાં હોય છે. આ પિતાજીની મૂર્ખાઇ નહિ તો બીજું શું કહેવાય ?'
પદમશીભાઇ તો સુબુદ્ધિની દીર્ઘદર્શિતા જોઇને પ્રસન્ન થઇ ગયા. જૂનું હોવા માત્રથી તે તોડી ન નખાય :
વર્તમાન કાળના ઘણા ડીગ્રીધારીઓ અને બુદ્ધિજીવીઓને જૂની પરંપરાનાં મૂલ્યો પ્રત્યે ભારે તિરસ્કાર હોય છે. જૂની રુઢિઓને તેઓ હંમેશાં વખોડતા જ હોય છે. ન જાણે એમને પાશ્ચાત્ય પદ્ધતિના શિક્ષણનાં કેવાં ઝેર પાયાં હશે !! કાંઇ સમજાતું નથી.
પાર-વગરની મુશ્કેલીઓની વચ્ચે, ઝંઝાવાતો અને આંધીઓની વચ્ચે પણ જે પરંપરાઓ, જે મૂલ્યો અને જે રુઢિઓ અવિચ્છિન્ન રહી...છે જે અખંડપણે ટકી ગઇ છે તે પ્રજાનું કલ્યાણ ચોક્કસપણે કરી શકે તેમ છે. તેવાં મૂલ્યોને...રુઢિઓને