________________
પાત્રની પસંદગીમાં નીચેની વાતો ધ્યાનમાં રાખો
આથી જ લગ્ન કરવા માટે પાત્રની પસંદગીમાં માર્ગાનુસારી આત્માએ નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી. ૧) પાત્ર સાંસ્કૃતિક મર્યાદાઓને સ્વીકારવામાં માનતું હોય. જમાનાવાદનું મિથ્યા
તરફદાર ન હોય. ૨) પાત્ર ઉદ્ધત ઉશૃંખલ અને સ્વચ્છંદતાવાળું ન હોય. ધાર્મિક અને સાંસ્કૃતિક
નીતિ-નિયમોને સ્વીકારનારું હોય. ૩) પાત્ર નીરોગી હોય. રોગી પાત્ર સાથે લગ્ન ન થાય. અપંગ અને પાગલ સાથે
પણ લગ્ન ન થાય. તેવા લગ્ન અનુચિત લગ્ન છે. ૪) યોગ્ય ઉંમરે લગ્ન કરવાં જોઇએ. સામું પાત્ર પણ પોતાની સાથે યોગ્ય વય
ધરાવતું હોવું જોઇએ. ૫) સારા પ્રતિષ્ઠિત, ધાર્મિક અને સમાનભાષી વ્યક્તિ સાથે લગ્ન કરવાં જોઇએ. ૬) કુળ અને આચાર-વિચાર વગેરે સરખા હોય તેવું પાત્ર લગ્ન માટે પસંદ કરવું.
ઉપર જણાવ્યા પ્રમાણેના પાત્ર સાથેનો લગ્નસંબંધ ઉચિત-વિવાહ' કહેવાય, તે સિવાયનાં લગ્ન અનુચિત ગણાય.
રૂપ અને રંગ એટલે પિત્તળ ઉપર ઢોળ ચડાવેલું સોનું
એ ઉડી જાય પછી કોણ અહીંયા કોનું ?'
લવમેરેજમાં હાઇટ, વેઇટ અને લાઇટ જોવાતી હોય છે. એ પ્રેમ શરીરજીવી છે. માટે ક્ષણજીવી છે. શાસ્ત્રમાં પાંચ સમાનતા જોઇને લગ્ન કરવાની વાત કહી છે. ૧) કુળની સમાનતા ૨) શીલની સમાનતા ૩) ભાષાની સમાનતા ૪) વયની સમાનતા ૫) ધનની સમાનતા.
બે ચાર મહિના ચાલનારા ઘડાને પણ ટકોરા મારીને લાવવામાં આવે છે તો જેની સાથે જિંદગી કાઢવાની છે એમાં શાસ્ત્ર બતાવેલા લક્ષણો ન જોવાય તે કેમ ચાલે ?