________________
ધર્મપત્નીનો ફાળો ઓછો મહત્ત્વનો નથી. સ્ત્રી ઘરમાં પૂર્ણ સ્વતંત્ર :
વર્તમાન કાળમાં તો “સ્ત્રીઓને સ્વતંત્રતા આપવી જોઇએ” એવા નારા હેઠળ સ્ત્રીઓના શીલ અને સદાચારને ગૌણતા આપવામાં આવી છે. સ્ત્રીઓને ઘરની ચાર દીવાલોમાંથી બહાર કાઢીને દુનિયાભરમાં ઘૂમતી કરવી જોઇએ, જેથી તેનું “નોલેજ' અત્યન્ત વ્યાપક બને.” આવી વિચારધારાના કારણે સ્ત્રીને આઝાદી તો મળી. વિશ્વભરનું જ્ઞાન પણ મળ્યું. પરંતુ સાથોસાથ એણે (અર્થાત્ જે નારીઓ સ્વતંત્રતાના નાદે ચઢી તેણે) શીલ ખોયું, સદાચારને અભરાઇએ ચઢાવ્યો. આથી જ ઉત્તમ ધર્મસંસ્કારો અને સાંસ્કૃતિક મર્યાદાઓનો લોપ કર્યો. ' હવે આવી જ નારી જો “જીવનસાથી બનીને તમારા ઘરમાં પ્રવેશ પામે તો તેના હાથે તમારા ભાવિ બાળકોનો ઉછેર ધાર્મિક, સંસ્કારી અને સગુણોથી ભર્યો થવાની આશા શી રીતે રાખી શકાય ?
આર્ય સંસ્કૃતિએ “ન સ્ત્રી સ્વાતંત્ર્યમઈતિ' (સ્ત્રી એ સ્વતંત્રતાને યોગ્ય નથી) એવું જે ઋષિપ્રણીત સૂત્ર સ્વીકાર્યું છે તે સ્ત્રીને ઘરની બહારના ક્ષેત્રમાં સ્વતંત્રતા આપવાનો નિષેધ સૂચવનારું છે. બાકી પોતાના ઘરમાં તો સ્ત્રી સંપૂર્ણપણે સ્વતંત્ર જ છે.
‘કેવી રીતે બાળકોનો ઉછેર કરવો ?' ' ' કેવી રીતે પતિની સેવામાં પરાયણ રહેવું?” કેવું ભોજન તૈયાર કરવું ?' અને કેવા પ્રકારનું ઘરકામ કરવું ?'
વગેરે બાબતોમાં સ્ત્રી સંપૂર્ણ રીતે મુક્ત છે. આ દષ્ટિ સ્ત્રીને જ ઘરની ઉપમા આપતાં આર્ષવાક્યો પણ આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે ને ? “ગૃહિણી ગૃહમુચ્યતે” (અર્થાત્ ગૃહિણી (સ્ત્રી) એ જ ઘર છે.)
જે સ્ત્રી પોતાના ઘરને સંભાળવા સમર્થ નથી, તે બહારની દુનિયાનું ગમે એટલું જ્ઞાન મેળવી લે કે ગમે એટલી આઝાદી-એ બધાયનો કોઇ જ અર્થ નથી. ઊલટું એ વિશ્વ-જ્ઞાન અને આઝાદી અને એનાં કુટુંબીજનોનું અત્યંત અહિત કરવા સમર્થ બની રહે, તોય નવાઈ નહીં.