SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ધનના આ સર્વોત્તમ સદુપયોગને નિહાળીને દંગ થઇ જાય..પણ તે ધનને લૂંટવા - ચાહે તોય લૂંટી ના શકે.” અને અનુપમાદેવીની એ અનુપમ સલાહના પ્રતાપે જ આબુ પર્વત ઉપર દેલવાડાનાં અતિ ભવ્ય અને રમણીય કલાકૃતિઓથી શોભતાં જિનમંદિરોનું નિર્માણ થયું, જેને જોતાં આજેય હજારો આંખો ઠરી જાય છે. આબુનાં ભવ્ય જિનાલયોના નિર્માણનું કારણ કોણ ! અનુપમાદેવી જેવી ઉત્તમ લોહી અને ખાનદાની ધરાવતી વ્યક્તિ સાથેનો તેજપાળનો સંબંધ. ઉત્તમ કોટિની પત્ની સાથેના સંબંધે તેજપાળના જીવનને પણ ઉત્તમ ધર્મમાર્ગનો મહાન પ્રવાસી બનાવ્યો ! પુણિયાની મહાનતામાં ધર્મપત્નીનો ફાળો : ભગવાન મહાવીરદેવના શ્રીમુખે વખણાયેલો મહાન શ્રાવક પુણિયો ! પરમાત્માના શ્રીમુખે સાધર્મિક ભક્તિનો મહિમા સાંભળીને પોતાનેય સાધર્મિકની ભક્તિ કરવાનો મનોરથ જાગ્યો. અતિ અલ્પ કમાણી ધરાવતો પુણિયો રોજ માત્ર બે જ જણ ભોજન કરી શકે તેટલું કમાતો. બાકીનો બધો જ સમયને સામાયિકાદિ ધર્મસાધનામાં જ પસાર કરતો. હવે શું થાય ? રોજ એક સાધર્મિકને જમાડવો હોય તો ત્રણ જણાનું ભોજન થાય એટલું કમાવવું પડે. એ પોતે, પોતાની પત્ની અને ત્રીજો સાધર્મિક. આમ ત્રણ જણાને થાય એટલું કમાવવા જાય તો ધર્મકાર્યમાં એટલો સમય ઓછો મળે, જે પુણિયાને મંજૂર ન હતું. પુણિયાએ પોતાની ધર્મપત્નીને વાત કરી. અને બંને પતિ-પત્નીએ ભેગા મળીને નિર્ણય કર્યો: “કમાવવું તો બે જ માણસ પૂરતું. જેથી ધર્મસાધનાનો સમય ઓછો ન થાય. પરંતુ એક દિવસ પતિ ઉપવાસ કરે અને એના બદલામાં એક સાધર્મિકની ભક્તિ કરે. બીજે દિવસ પત્ની ઉપવાસ કરે અને એક સાધર્મિકને જમાડે.” કેવો અદભુત નિર્ણય ! ધર્મની જીવંતતાના પ્રતીક સમાન આવો નિર્ણય જો ધર્મપત્ની ઊંચા ખાનદાનની અને ઉત્તમ સંસ્કાર ધરાવતી ન હોય તો શું શક્ય બને ખરો ? કદી નહિ. આથી જ પુણિયાના મહાન શ્રાવકપણામાં તેને સદા સહાયક થનારી
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy