SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અને વજબાહુ, મનોરમા અને ઉદયસુંદરે પણ તે મહાત્માની પાસે દીક્ષા લઇ લીધી. સાથે બીજા પચીશ રાજકુમારોએ પણ દીક્ષા લીધી એટલું જ નહીં, વજબાહુના દીક્ષાના સમાચાર સાંભળીને વિજયરાજાએ પણ સંયમ સ્વીકાર્યો. આ છે ઊંચા લોહી ધરાવતા અને ઊંચાં ખાનદાન કુળમાં જન્મ પામેલા આત્માઓની અદભુત કથા. ઊંચુ કુળ અને ઊંચુ લોહી ધરાવતો આત્મા પોતાના જીવનસાથીને તથા આશ્રિતોને પણ ધર્મના ઉત્તમ માર્ગે જોડનારો બને. જો પતિ અગર પત્ની ધાર્મિક મનોવૃત્તિને ધારણ કરનારા ન હોય... સદાચારાદિના પાલક ન હોય...તો તેમનાં સંતાનોમાં પણ તે ઉત્તમ સંસ્કારોનું બીજાધાન કરી શકવા સમર્થ ન બને. આથી જ માત્ર પોતાના વ્યક્તિગત સુખ કે પસંદગીને પ્રધાનતા ન આપતાં, “મારા જીવનમાં પ્રવેશતું પાત્ર પતિ કે પત્ની) મારાં ભાવિ બાળકોમાં ઉત્તમ સંસ્કારોને રેડનારું બનશે કે નહીં ?” તેનો બહુ ચોકસાઇપૂર્વક ખ્યાલ કરવો જોઇએ અને તેને જ પાત્રની પસંદગી કરતી વખતે પ્રધાનતા આપવી જોઇએ. * આપણી મૂળ વાત છેઃ સમાન શીલ અને કુળવાળા સાથે વિવાહ કરવો જોઇએ. સમાન આચાર અને વિચારવાળી જીવનસાથી વ્યક્તિ જીવનમાં ઉત્તમ ધર્મ અને સંસ્કારોને રેડવામાં અને મજબૂત કરવામાં ઘણીવાર ખૂબ સહાયક બનતી હોય છે. અનુપમાદેવીની અનુપમ સલાહ: વસ્તુપાળ અને તેજપાળ પોતાનું પુષ્કળ ધન જમીનમાં દાટવા ગયા. તેમનું પુણ્યબળ એટલું જોરદાર હતું કે ધન દાટવા જમીન ખોદી તો તેમાંથી ચરુ નીકળ્યો. જેમાં અતિશય ધન ભરેલું હતું. હવે શું કરવું ? આટલું બધું ધન ક્યાં નાખવું? બંને ભાઇઓ મુંઝાયા. ત્યારે તેજપાળની પત્ની અનુપમાદેવીએ સલાહ આપી : “આ ધનને એવી જગ્યાએ વાપરો કે જેના દ્વારા હજારો-લાખો જીવો સન્માર્ગને પામે. પરમાત્મપદને સ્પર્શવાની સાધના સાધે. જિનભક્તિમાં જોડાઇને સિદ્ધપણું પ્રાપ્ત કરે. ધનનો શ્રેષ્ઠ સદુપયોગ જિનમંદિરનું નિર્માણ કરવામાં છે. દેવાધિદેવ ભગવાન શ્રી જિનેશ્વર પરમાત્માનું એવું ભવ્ય નયનરમ્ય મંદિર બંધાવો કે દુનિયા
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy