________________
જે સમયે, જે કાળે જે વ્યક્તિ માટે જે કાર્ય ઉચિત હોય તે વ્યક્તિએ તે સમયે તે કાર્ય આચરવું જોઇએ. આ જ કર્તવ્યરુપ છે.
તીર્થકર ભગવંતો પણ ગૃહસ્થાવસ્થામાં પોતાનાં માતા-પિતા વગેરે બહુમાનનીય વ્યક્તિઓની સેવા-ભક્તિ અને બહુમાન કરે છે...વળી, દીક્ષા લેતાં પહેલાં એક વર્ષ સુધી તમામ નગરજનોને વર્ષીદાન આપે છે. તેના દ્વારા “તમારે પણ દીન-દુ:ખિતો પ્રત્યે દયા અને દાન આચરવાં જોઇએ” એમ પણ સૂચિત કરે છે.
આમ અતિથિના ત્રણ વિભાગ-મુનિઓ, સાધુ અને દીન, આ ત્રણેયનો યથોચિત રીતે સત્કાર કરવો જોઇએ. યથોચિત એટલે જેનો જે રીતે સત્કાર કરવો ઉચિત હોય તે રીતે સત્કાર કરવો.
| મુનિનો ભક્તિભાવે જ સત્કાર થાય, દયા ભાવે નહિ...સાધુનો (સાધર્મિકોનો તથા સજ્જનોનો) સદ્ભાવપૂર્વક અથવા પ્રેમપૂર્વક સત્કાર થાય...અને દીનવાચકોનો દયાભાવે સત્કાર થાય...આનાથી વિપરીતતા આચરનાર વ્યક્તિને લાભ થતો નથી.
સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ બની ગયેલી એ અમરકૃતિ ! શિશુપાલવધ ! જેણે તેના રચયિતાને વિશ્વવ્યાપી કીર્તિનો સ્વામી બનાવ્યો હતો.
મહાકવિ માઘ ! એ અમરકૃતિના કર્તા ! પણ મારે એ કહેવું છે કે એ અમરકૃતિના કર્તુત્વે માઘને સંસ્કૃત-સાહિત્યમાં અમર બનાવ્યો...અને...ઔદાર્યભરી એની અજબ મનોવૃત્તિએ માઘ વિશ્વ-જગતમાં “આદર્શ દાનવીર' તરીકે સુપ્રસિદ્ધ બન્યો...
માઘને સંઘરવામાં આનંદ ન હતો. પણ બીજાને દેવામાં જ દિવ્ય હર્ષની અનુભૂતિ થતી હતી. બીજાના સુખમાં સુખી થનાર દુનિયામાં મળતા વિરલા માનવીઓમાંનો તે એક હતો. કોઇ પણ દીન, દુઃખી અને નિરાધારને માઘ જોતો અને એનું દિલ દ્રવી ઊઠતું...એ પોતાની પાસે જે કાંઇ હોય તે ઉદારહાથે આપી દેતો...આંગણે આવેલા યાચક નિરાશવદને પાછો ફરે એ માઘને કદી પરવડતું નહિ.
શ્રીમાળ...એટલે આજનું ભીનમાલ...રાજસ્થાનમાં આવેલી આ ગૌરવવંતી નગરી માઘની જન્મભોમ હતી. માઘ કવિના પિતા એક રાજમાન્ય પુરુષ હતા. એટલું જ નહિ...વિદ્વાન અને નગરજનોમાંય આદરણીય વ્યક્તિ હતા.
૩૨૬