SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ અપાર સમૃદ્ધિ અને અઢળક ઋદ્ધિ એમનાં ચરણોમાં આળોટતી હતી. માઘની જન્મકુંડળીને જોઇને જોષીઓએ જોષ ભાખ્યાં કે, “આ બાળક અંત-સમયે નિધન બની જશે.' સમૃદ્ધિમાન પિતાએ વિચાર્યું...આ ભાવિના લેખ ઉપર મેખ મારું...જોષીઓના જોષને સંપત્તિના જોશ ઉપર મિથ્યા ઠેરવું... પિતા વિચારે છે: માઘનું વધુમાં વધુ આયુષ્ય કેટલું ? સો વર્ષનું !! સો વર્ષના દિવસ કેટલો ? છત્રીસ હજાર. બસ..પિતાએ છત્રીસ હજાર ચરુઓ તૈયાર કર્યા અને તે દરેકમાં અઢળક હીરા-માણેક અને સુવર્ણમુદ્રાઓ ભર્યા. આ સિવાય પણ અતિવિપુલ ભોગ સાધનોનો ભંડાર પિતાએ માઘને અર્પિત કર્યો...અને પિતા પરલોકવાસી થયા. પણ...માઘનું અંતર ઉદાર હતું...એની પ્રકૃતિ ખુશમિજાજી અને પ્રવૃત્તિ દાનશૂર હતી...પ્રાપ્ત-સંપત્તિને પોતે યોગ્ય રીતે ભોગવતો અને ગરીબ-યાચકોને છૂટે હાથે વિપુલ ધન દાન આપતો... થોડાંક વર્ષો વીત્યાં અને માધનો વિપુલ ધનભંડાર પણ ખૂટી ગયો...છત્રીશ હજાર ચરુઓ સાફ થઇ ગયા...એક સમયનો ધનાઢય માઘ આજ દરિદ્ર થઇ ગયો... માઘને દારિદ્રયની ચિંતા ન હતી...ચિંતા હતી તો એ કે, કાલે સવારે યાચકો-દીન દુ:ખીઓ આવશે તો હું તેમને આપીશ શું ? શું મારા આંગણે આવેલો અતિથિ નિરાશહૃદયે પાછો ફરશે ? માધના માટે આ વાત અસહ્ય હતી. તેણે નિર્ણય લઈ લીધો...હવે શ્રીમાળનગરમાં રહેવું નથી. માદરેવતનને છોડીને બીજા કોઇક નગરમાં જઇને હવે વસવું છે.” માલવદેશ...તેની રમણીય રાજધાની ઉજ્જયિની...મહારાજા ભોજ તે જમાનામાં વિધાવ્યાસંગી, વિદ્વાન અને પંડિતજન પ્રેમી પોતાના પરિવાર સાથે અવંતીમાં આવી વસ્યો. પણ કરુણતા એ બની કે અવંતીમાં આવતાની સાથે જ માઘ બીમાર પડ્યો. બીમારીમાં ઉપચાર કરવા સંપત્તિ નથી...છતાં બીજા પાસે માંગીને લેવાની જેની જરાય મનોવૃત્તિ નથી...એવો આ પરમ સત્ત્વશીલ અને ખુદ્દાર કવિપતિ છે. દીન દુ:ખીઓને અઢળક સંપત્તિનું દાન કરનાર મહાકવિ માઘ અવંતીમાં ૩૨૭
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy