________________
છે. હા.. તેના માટેના ચોક્કસ વિધાનો અને નીતિ-નિયમોથી તે યુક્ત હોય તો જ.
માર્ગાનુસારી એટલે સાચો-સારો ગૃહસ્થ, સગૃહસ્થ. તે જીવન-નિર્વાહ વગેરે માટે ધન કમાય પરંતુ તેનો તે ધનોપાર્જનનો પુરુષાર્થ પણ નીતિ-પ્રામાણિકતા નામના ધર્મથી યુક્ત-નિયત્રિત હોય. જેમ વેપારી નીતિમાન હોવો જોઈએ તેમ વધુ પડતો સંઘરાખોર પણ ન હોવો જોઇએ. ભવિષ્યમાં વધુ ઊંચા ભાવ આવે એ દૃષ્ટિએ જીવન-જરૂરિયાતની ચીજો (અનાજ વગેરે)નો વધુ પડતો સંગ્રહ કરીને સામાન્ય લોકોને ભીંસમાં મૂકવાનું કાર્ય કરનાર વેપારી એક રીતે અપ્રમાણિક જ કહેવાય. " જે સદગૃહસ્થ ધન કમાવવાના અર્થ પુરુષાર્થને નીતિ-પ્રામાણિકતાના ધર્મથી નિયત્રિત કરે છે, તેનો જ અર્થ-પુરુષાર્થ ખરેખર પુરુષાર્થ ગણાય છે.
આ જ રીતે જે માણસ કામ-વાસના સંબંધમાં પણ પરસ્ત્રીત્યાગ” અને “સ્વસ્ત્રીસંતોષ” નામના બે ધર્મોથી યુક્ત હોય તેનો જ કામ-પુરુષાર્થ હકીકતમાં પુરુષાર્થ બને છે.
જો અર્થ-પુરુષાર્થમાં નીતિ અને પ્રામાણિકતાના ધર્મનું નિયંત્રણ નહીં હોય, તો તે અર્થપુરુષાર્થ નહીં રહે...પરંતુ કેવળ ધનવાસના રુપ જ બની રહેશે. જે મહાન અનર્થોનું કારણ છે...એ જ રીતે કામ-પુરુષાર્થમાં પણ જો “પરસ્ત્રીત્યાગ” અને “સ્વસ્ત્રીસંતોષ” નામના ધર્મોનું નિયંત્રણ નહીં હોય, તો તે કામપુરુષાર્થ નહીં રહે...પરંતુ કેવળ કામવાસના રુપ જ બની રહેશે. જે માનવને દાનવ બનાવશે.
ધ્યાનમાં રહે અર્થોપાર્જનની પ્રવૃત્તિને પુરુષાર્થનું સુન્દર સ્વરૂપ મળ્યું હોય તો તે નીતિ-પ્રામાણિકતા રૂપી ધર્મના પ્રતાપે જ અને કામ-સેવનની પ્રવૃત્તિને પણ પુરુષાર્થનું (લૌકિક દૃષ્ટિએ) નામ પ્રાપ્ત થયું હોય તો તે સદાચાર (સ્વસ્ત્રીસંતોષપરસ્ત્રીત્યાગ) રુપી ધર્મના પ્રભાવે જ.
જે માણસોના જીવનમાં ઉપર્યુક્ત ધર્મોથી યુક્ત અર્થ અને કામ નથી, તેમના જીવન અનેક ખાનાખરાબીઓથી ખરડાઇ ચૂક્યા હોય છે...જે માણસો ધન'ને અત્યંત ઉપાદેય માને છે. તેમના મનમાં ધન એ સાધનરૂપ હોવાના બદલે સાધ્ય રૂપ બની ગયું છે અને આથી જ ધન મેળવવા તેઓ અનીતિ, અપ્રામાણિકતા, વિશ્વાસઘાત, જૂઠ, ચોરી ઇત્યાદિ તમામ અધર્મોનો આશ્રય લેવામાં પણ