SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ તે તે દેશના આચારોના જ્ઞાનના અભાવે ભારે મુશ્કેલી : ઇન્ડોનેશિયા નામના દેશમાં એવો રિવાજ છે કે જ્યારે બે પ્રજાજનો ભેગા થાય ત્યારે અરસપરસ એકબીજાના હાથ ઉપર ચુંબન કરે. આ પ્રકારની મિલનવિધિ તે દેશનો શિષ્ટાચાર ગણવામાં આવે છે. - હવે બન્યું એવું કે ઇન્ડોનેશિયાના બે પ્રજાજન-એક સ્ત્રી અને બીજો પુરુષ મક્કા હજ કરવા ગયાં હતાં. બંને પોત-પોતાના દેશમાંથી નીકળ્યાં ત્યારે જુદાં જુદાં નીકળ્યાં હતાં. મક્કામાં બેયનું મિલન થયું. ' તે બંનેએ પોતાના દેશના આચાર પ્રમાણે મળતાંની સાથે અરસપરસ એક-બીજાના હાથ ઉપર ચુંબન કર્યું. આ દૃશ્યને દૂર ઊભેલા એક પોલીસે જોઈ લીધું. તેણે તરત તે બે જણને પકડી લીધાં. કેમકે આ રીતે પરસ્પર જાહેરમાં ચુંબન કરવું તે આ દેશમાં વ્યભિચાર ગણાતો હતો. સરકાર દ્વારા કોર્ટમાં કેસ ચાલ્યો. પેલા બે ઇન્ડોનેશિયનોએ પણ પોતાનો એક વકીલ રોક્યો હતો. તેમના પોતાના વકીલે કોર્ટમાં દલીલ કરતાં જણાવ્યું કે, “મારા બંને અસીલો ઇન્ડોનેશિયાના છે. અને તેમના દેશમાં આ વિધિને શિષ્ટાચાર ગણવામાં આવે છે. “આ દેશમાં આ વિધિને ભલે વ્યભિચાર ગણાવામાં આવે પરંતુ તેમને તે વાતની ખબર ન હોવાથી તેમને માફ કરવામાં આવે.” ત્યારે ત્યાંની કોર્ટ આ દલીલને અમાન્ય ગણતાં જણાવ્યું કે, “કાયદાનું અજ્ઞાન હોવું તે કાંઈ બચાવ નથી. "Ignorance of law is no excuse" આ દેશમાં આવનાર માણસોને આ દેશના શિષ્ટાચારોનું જ્ઞાન અવશ્ય હોવું જોઇએ. તેમણે તેની માહિતી પહેલેથી મેળવી લેવી જોઈએ.” કોર્ટ દ્વારા તેમને મામૂલી સજા પણ કરવામાં આવી. જ્યારે તે બંને ઇન્ડોનેશિયને હાઇકોર્ટમાં અપીલ કરી ત્યારે તેમની અપીલ જ કાઢી નાંખવામાં આવી અને એ સજાને મંજૂર રાખવામાં આવી. આ પ્રસંગ એ સૂચવે છે કે તે તે દેશના પ્રસિદ્ધ આચારોનું જ્ઞાન આપણને અવશ્ય હોવું જોઇએ. જો તેવું જ્ઞાન જ ન હોય તો તે તે આચારોનું પાલન કરવાનું
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy