________________
કામ સંપૂર્ણ હેય (ત્યાજ્ય) ન લાગે એવું બને...પરંતુ ધર્મકાર્યની પ્રવૃત્તિના પ્રસંગે તે અર્થ-કામની પ્રવૃત્તિને ગૌણ ગણે. અને અર્થ અને કામની સમકાલીન પ્રવૃત્તિમાં અર્થને મુખ્ય કરે અને કામને ગૌણ કરે.
જે અસગૃહસ્થ છે તે તો ધર્મના ભોગે પણ અર્થની અગર કામની પ્રવૃત્તિમાં રચ્યોપચ્યો રહે છે. અને અર્થ અને કામની સમકાલીન પ્રવૃત્તિમાં અર્થને ગૌણ અને કામને મુખ્ય કરે છે. આ - પરંતુ માર્ગાનુસારી સગૃહસ્થ આત્મા તેમ નથી કરતો. એ ધર્મ-પ્રસંગે અર્થ-કામને ગૌણ કરે. અને અર્થ-કામના પ્રસંગે કામને ગૌણ કરે. આ અપેક્ષાએ એ સદ્ગણ થયો. પરંતુ આ આત્મા પણ અર્થ અને કામને માનસિક રીતે જે “ઉપાદેય માને છે એ તો અત્યંત અયોગ્ય જ છે. આથી જ આ આત્મા સમ્યગ્દષ્ટિ કરતાં નીચેની કક્ષાનો ગણાય છે.
જેવી જેની કક્ષા તેવો તેનો ધર્મ. અથવા તે રીતે જ તેને ઉપદેશ વગેરે અપાય.
| મુનિનો ધર્મ અર્થ અને કામના સંપૂર્ણ ત્યાગનો છે. તો તેમણે અર્થ અને કામના સંપૂર્ણ ત્યાગી તરીકેનું જ જીવન જીવવું જોઇએ. જો મુનિ અર્થ કે કામના સેવનની કોઇપણ પ્રકારની પ્રવૃત્તિમાં રસ લે તો તે સંપૂર્ણ અનુચિત કહેવાય.
હવે બીજી વાત એ જ રીતે સંસારી માણસ (સમ્યગ્દષ્ટિ કે સગૃહસ્થ) અર્થ-કામને સંપૂર્ણ ત્યાગીને જો માત્ર ધર્મ-પ્રવૃત્તિમાં જ રક્ત રહ્યા કરે, તો પણ અનર્થ મચી જાય... - શી રીતે ? તે સમજવું જરુરી છે.
જે આત્મા સંસારમાં રહેલો છે, સંસાર ત્યાગીને સાધુ બન્યો નથી. પોતાના કુટુમ્બ વગેરેને લઇને બેઠેલો છે તેને માથે કુટુ-પાલન વગેરેની જવાબદારીઓ છે, આવો આત્મા જો માત્ર ધર્મ જે કર્યા કરે. અને અર્થ-પ્રાપ્તિની પ્રવૃત્તિ સદંતર છોડી દે..આખો દિવસ સામાયિક, પૂજા, પ્રતિક્રમણ ઇત્યાદિ ધર્મમાં જ પૂરો કરે તો તેના કુટુમ્બ વગેરેને ભૂખે મરવાનો અવસર આવે. અથવા બીજા લોકોની પાસે ધનની યાચના (ભીખ) કરવાનો સમય આવે. આમ થવાથી તેની અને તેના ધર્મની જગતમાં નિન્દા થાય. લોકોમાં ધર્મની વગોવણી થાય.