________________
જીવનસાથીની અયોગ્યતા આપણને રોકી શકતી નથી.
જવાબ : આ વાત સવશે સાચી નથી. હા...બહુ ઊંચી કક્ષાના જીવોની વાત જુદી છે. જેમને નિમિત્તની અસર ન થતી હોય...અવળું નિમિત્ત પણ એમને વિપરીતરુપે ન પરિણમે.
બાકી...સામાન્ય રીતે જીવો નિમિત્તવાસી હોય છે. જેવું તેમને નિમિત્ત મળે તેવા પ્રકારનું તેમનું જીવન બને.
આથી જ જીવનસાથી રુપી નિમિત્ત જેટલું ઉત્તમ હોય તેટલું પોતાનું જીવન પણ ઉત્તમ બનવાની શક્યતા ઘણી વધારે છે. એથી ઊલટું જીવનસાથી હલકી કક્ષાની વ્યક્તિ હોય તો તે ધર્મમાં અંતરાયભૂત બને. જીવનને અધોગામી બનાવવામાં મોટું કારણ બને. '
નિમિત્તની કેવી પ્રબળ અસર હોય છે ! એ વાત સમજવા માટે એક સત્ય-ઘટનાને આપણે જાણીએ.
યુરોપના કોઇ દેશનાં પતિ અને પત્ની હતાં. તેઓ બંને દેખાવે ખૂબ ગોરા હતાં. સુખ અને શાંતિથી ભર્યું-ભર્યું એમનું જીવન હતું. પરંતુ એક ઘટનાએ એમના પ્રશાંત-જીવનમાં અશાંતિનું વાવાઝોડું ફેલાવી દીધું. એમનું જીવતર ઝેર જેવું બની ગયું.
ઘટના આ પ્રમાણે બની: સ્ત્રીએ પ્રથમ બાળકને જન્મ આપ્યો ત્યારે તે બાળક સંપૂર્ણપણે હબસી જેવું કાળું લાગતું હતું. આથી એના ગોરા પતિના મનમાં શંકા જાગી કે પોતાની પત્ની ચોક્કસ ચારિત્ર્યથી હીન હોવી જોઇએ અને કોઇ હબસી સાથેના સંબંધમાં હોવી જોઇએ નહિ તો બાળક હબસી જેવું થાય જ શી રીતે ?
પણ...ખરેખર બાઈ સંપૂર્ણપણે નિર્દોષ હતી. આથી પતિએ જ્યારે તેની સામે પોતાની શંકા રજૂ કરી ત્યારે બાઇએ તેનો સખત વિરોધ કર્યો અને પોતે સંપૂર્ણ નિર્દોષ હોવાની જોરદાર રજૂઆત કરી. ,
પતિ ન માન્યો. તેણે વાત કોર્ટ સુધી ઘસડી. કોર્ટમાં કેસ ચાલ્યો. ઘણી ઊલટ-સૂલટ તપાસ થઈ. પણ ન્યાયાધીશને પણ કોઈ સત્ય હાથ લાગતું ન હતું. આથી તેઓ ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.
અંતે ન્યાયાધીશે તે પતિ-પત્નીના શયનખંડને જોવાની ઇચ્છા દર્શાવી. તેઓ તેમના ઘરે આવ્યા. શયનખંડને જોતાં જ આ કેસ અંગે એક મહત્ત્વની બાબત