________________
આંતરરાષ્ટ્રીય શાકાહાર સસ્તાઓની ભીતરમાં
માત્ર આ દેશના માનવો જ નહીં, પરંતુ વિશ્વના તમામ માનવો ઓછામાં ઓછી હિંસાથી જીવન જીવી શકે તેવી નીતિ, અને તેના અમલ માટેની જીવનવ્યવસ્થા આ દેશના નિ:સ્વાર્થી, દીર્ઘદ્રષ્ટા, વિદ્વાન અને પ્રાણીમાત્રનું કલ્યાણ કરવાની ભાવના ધરાવનારા આર્ય સંતોએ ઘડી આપી છે.
આ વ્યવસ્થાને જેટલા અંશમાં માનવો સ્વીકારે તેટલા અંશમાં તે તે દેશમાં હિંસા નિયંત્રણમાં રહી શકે. હિંસાને નિયંત્રણમાં રાખવાનું અમોઘ સાધન ભારતના ઋષિમુનિઓ પ્રણીત આ જીવન વ્યવસ્થામાં હતું.
પરંતુ વિશ્વના તમામ માનવોનાં જીવનનાં તમામ ક્ષેત્રો ઉપર-ધાર્મિક, આર્થિક, સામાજીક, રાજકીય, આધ્યાત્મિક વિગેરે ક્ષેત્રો ઉપર શ્વેતોની સત્તા સ્થાપવાના ઉદ્દેશને સફળ કરવાના ઇરાદાથી શ્વેત પ્રજા છેલ્લાં ૫૦૦ વર્ષોથી વિશ્વભરમાં ફરી વળી છે, અને આર્યસંતોએ બનાવેલી જીવન વ્યવસ્થાને તોડી નાખવાના અનેક પ્રયાસો આદર્યા છે. જે જે દેશોમાં એ જીવનવ્યવસ્થાનાં મૂળ ઊંડા નહોતાં ગયાં, તે તે દેશોમાં તો ટૂંક સમયમાં જ એ જીવન વ્યવસ્થામાં મોટાં ગાબડાં પાડી શકાયાં, અને તેટલા પ્રમાણમાં તે તે દેશોમાં હિંસાનાં પૂર ફરી વળ્યાં છે.
ભારતમાં આ જીવન વ્યવસ્થાનાં મૂળ ખૂબ ઊંડે સુધી ગયેલાં છે. તેથી એ વ્યવસ્થાને તોડવા ભારતમાં અસાધારણ પ્રયાસો ઘણા વખત સુધી અને ઘણી યુક્તિઓથી કરવા પડે તેમ હતા. કેમ કે આ જીવન વ્યવસ્થા જ્યાં સુધી તૂટે નહીં, ત્યાં સુધી હિંસાનાં પૂર ભારતમાં ફરી વળી શકે નહીં, અને ત્યાં સુધી અહિંસાના ક્ષેત્રમાં શ્વેત પ્રજાજનોની સંસ્થાઓ પ્રવેશી શકે નહીં, અને ભારતના માનવોને શ્વેત રાજ્યદ્વારી આગેવાનો પ્રણીત અને નિયંત્રિત નવા પ્રકારની અહિંસાના પાલનમાં જોડી શકાય નહીં.
બ્રિટિશ રાજ્યસત્તા દ્વારા એ વ્યવસ્થા તોડવાનાં ચક્રો ગતિમાન કરાયાં, અને તેમાં ઝડપ લાવવા માટે સ્વરાજ્ય આપવાના બહાના નીચે, શ્વેત આગેવાનો દ્વારા નિયંત્રિત યુનો અને તેની શાખાઓ દ્વારા નક્કી થયેલી નવી જીવનનીતિ આ દેશમાં ઝડપથી લાગુ કરી શકાય તે માટે, પશ્ચિમી શિક્ષણની કોલેજોમાંથી બહાર નીકળેલા આ દેશના મુઠ્ઠીભર માણસોને આગળ કરીને નવા જ પ્રકારનું બંધારણ
૧૫૧