SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ આ દેશની પ્રજા ઉપર ઠોકી બેસાડવામાં આવ્યું. અત્રે પ્રશ્ન એ થાય છે કે આર્ય દેશના સંતોએ પ્રરૂપેલી જીવન વ્યવસ્થાના પાલનમાં જે બાધાઓ બ્રિટિશ સામ્રાજ્ય મૂકી હતી. તેમાંથી મુક્ત થવા ભારતની પ્રજાએ સ્વરાજ્યની માગણી મૂકી હતી, કે ઋષિમુનિઓની જીવન-વ્યવસ્થાના સ્થાન ઉપર નવા જ પ્રકારની પશ્ચિમી જીવન વ્યવસ્થાની માગણી કરી હતી ? સ્વરાજ્ય આપવાના બહાના હેઠળ દેશની પ્રજા ઉપર નવી જ જીવન વ્યવસ્થા ઝીંકી દેવામાં આવી. | ઋષિમુનિ પ્રણીત ખેતીના બદલે પશ્ચિમી ઢબની ખેતી, ઋષિમુનિ પ્રણીત પશુઉછેરના બદલે પશ્ચિમી ઢબનો પશુઉછેર, આર્ય સંતો પ્રણીત અંર્થિક-સામાજિકરાજકીય વ્યવસ્થાના સ્થાને પશ્ચિમના સ્વાર્થી અને સત્તાલોલુપી રાજ્યદ્વારી માણસોએ ઘડેલી આર્થિક-સામાજિક-રાજકીય વ્યવસ્થાને લાગુ કરી દેવામાં આવી. જેમ જેમ પશ્ચિમી ઢબની વ્યવસ્થા પ્રજાના જીવનમાં દાખલ થતી ગઇ, અને પ્રજા ઋષિમુનિઓની જીવન-વ્યવસ્થાથી દૂર થતી ગઇ, તેમ તેમ આ દેશમાં પણ હિંસાએ માઝા મૂકવા માંડી. કેમકે આર્ય જીવન વ્યવસ્થાના કેન્દ્રમાં અહિંસા છે, પશ્ચિમી જીવન વ્યવસ્થાના કેન્દ્રમાં હિંસા છે. સાધના ક્ષેમે ચા૨ તવ અવરોધક • વ્યર્થ દર્શન • વ્યર્થ ચિંતન • વ્યર્થ ભાષણ • વ્યર્થ ભ્રમણ ૧૫૨ ક
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy