SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ જો તમે તમારા જીવનને મંગળમય બનાવવા ઝંખતા હો તો, કુમિત્રો, કુદૃશ્યો અને કુવાંચન આ ત્રણેયના સંગથી સદા દૂર જ રહેજો. કુસંગના ત્યાગરુપી પથ્ય-સેવન સાથે સત્સંગરુપી ઔષધ આત્મકલ્યાણ માટેનો રામબાણ ઇલાજ છે. પેલો ભીલ ! પૂરો નાસ્તિક...મુનિઓને ધૂતારા માનતો અને ધર્મને ઢીંગ કહેતો. એક દિવસ વિહાર કરતાં જ્ઞાની મુનિરાજ એના ઘરે આવી ચઢ્યા...સૂર્યાસ્ત થઇ જતાં મુનિ આગળ વિહાર કરી શકે તેમ ન હોવાથી તેમણે ભીલના ઘરમાં એક ઓરડામાં રાત્રિનિવાસ કરવાની અનુજ્ઞા માગી. ભીલે માનવતાની દૃષ્ટિએ રહેવાની રજા તો આપી પણ એના મનમાં એમ કે આ સાધુડાઓ કેવા જૂઠા હોય છે તે એમને આજે બતાવી આપીશ. મુનિરાજની પ્રતિક્રમણાદિ ક્રિયાઓ પૂરી થતાં ભીલ ત્યાં આવ્યો અને મુનિને કહે : 'મહારાજ ! તમે જો મોટા જ્ઞાની હો તો તમે કહી આપો કે : આવતીકાલે હું શું ખાઇશ ?'' ભીલના મનમાં એમ હતું કે મહારાજ જે વસ્તુનું નામ આપશે તે હું ખાઇશ જ નહીં ને ! પછી મહારાજ જૂઠ્ઠા જ પડી જશે ને ? મુનિરાજ ખરેખર વિશિષ્ટ જ્ઞાની હતા. ભીલને ધર્મ પમાડવાનું આ નિમિત્ત હોવાથી તેમણે આ તક ઝડપી લીધી. જ્ઞાનના બળે મુનિરાજે કહ્યું ‘‘તું આવતી કાલે મગનું પાણી જ પીવાનો છે. બીજું કશું નહિં.’’ ‘મગનું પાણી તો નહિ જ પીઉં.'' એમ મનમાં વિચારતો ભીલ ઘરે ગયો. રાત્રિના સમયે તેને અચાનક સખત તાવ આવ્યો. આખી રાત પત્ની વગેરે પરિવારે તેની સેવા કરી. સવારે વેઘરાજને બોલાવ્યા. ભયંક૨ તાવથી ભીલનું શરીર ધખી રહ્યું હતું. વૈદ્યરાજે નાડી તપાસીને કહ્યું ‘કોઇ પણ સંજોગોમાં આને કશું જ ખાવાનું આપશો નહીં અને આ દવાની પડીકી...મગનાં પાણી સાથે આપશો.’’ ‘મગનું પાણી’ નામ સાંભળીને ભીલ ચમક્યો અને બેઠો થઇ ગયો. હાથ ૧૪૮
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy