SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ બસ, આ જ વાત લાગુ પડે છે. માણસની બાબતમાં ! જો એ ગુણાનુરાગી હશે તો તેની નજરમાં હંમેશા સારી વાતો જ રહેવાની અને જો એ દોષદ્રષ્ટિવાળો હશે તો તેની નજર હંમેશા ખરાબ તત્ત્વો તરફ જ હોવાની ! ગુણાનુરાગનો ગુણ કેળવવામાં મોટામાં મોટો લાભ એ છે કે એનાથી આપણને સર્વત્ર સારું જ જોવા મળે છે...સારું જોવા તરફ જ આપણી દ્રષ્ટિ રહે છે..અને એવી દ્રષ્ટિ બનવાથી ગમે તેવા વિપરીત પ્રસંગમાં પણ ચિત્તની સ્વસ્થતા એવી ને એવી જ જળવાયેલી રહે છે !...અરે ! અજ્ઞાન જીવો જે પ્રસંગમાં ભારેમાં ભારે કર્મબંધ કરતા હોય એ જ પ્રસંગમાં આ આત્મા લખલૂટ પુણ્યબંધ કરતો હોય ! ઝવેરાતના રાગી માણસને જેમ ઝવેરાત સિવાયની બીજી બાબતોમાં રસ નથી હોતો તેમ ગુણાનુરાગી માણસને ગુણ સિવાયની બીજી કોઇ બાબતોમાં રસ નથી હોતો. એટલે જ એક અપેક્ષાએ એમ કહેવું હોય તો કહી શકાય કે ગુણાનુરાગી બીજાના દોષો જોતો નથી એમ નહિ પણ એને બીજાના દોષો દિખાતા જ નથી ! આ મજા ! એક સંન્યાસીને કોઇપણ અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગ આવે તોય પરમાત્માનો ઉપકાર માનવાની ટેવ ! તેમના શિષ્યોને ભારે આશ્ચર્ય થતું હતું ! અનુકૂળ પ્રસંગોમાં ઉપકાર માનવાની વાત તો બરાબર, પરંતુ પ્રતિકૂળ પ્રસંગોમાં ભગવાનનો શાનો ઉપકાર ? અને તેમાં એક વખત... રસ્તા પરથી પસાર થતાં સંન્યાસીનો પગ ખાડામાં લપસ્યો અને તે પડ્યો. શિષ્યોએ દોડીને પોતાના ગુરુને બહાર કાઢ્યા..પગમાંથી લોહી નીકળતું હતું...માથામાં પણ વાગ્યું હતું...પણ આશ્ચર્ય ! સંન્યાસીએ આકાશ સામે હાથ ઊંચા કર્યા અને ભગવાનનો ઉપકાર માન્યો...શિષ્યો તો આ જોઇને સ્તબ્ધ જ થઇ ગયા. - ગુરુદેવ ! પગમાંથી લોહી નીકળી રહ્યું છે. માથામાં જખમ પણ થયો છે...અને છતાં ભગવાનનો ઉપકાર માનો છો ?' ૩૪૬
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy