________________
બીજા દિવસે પણ સાધર્મિકોની વણઝાર ચાલુ જ રહી. તે પણ ઠેઠ સાંજ સુધી... સૂર્યાસ્ત થઈ ગયો. રાજાને પહેલા દિવસનો ઉપવાસ તો હતો જ. આજે બીજો ર્યો.
આ જ રીતે લગાતાર આઠ દિવસ સુધી સાધર્મિકો આવતા જ રહ્યા, પણ દંડવીર્યે જરાય કંટાળ્યા વગર પૂરા સભાવ સહિત સઘળા સાધર્મિકોને જમાડવાનું ચાલુ જ રાખ્યું. એટલું જ નહિ, પૂરા આઠ દિવસના ઉપવાસ રાજાએ કર્યા પરંતુ પોતે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ ન કર્યો.
' રાજાની પ્રતિજ્ઞાદઢતા જોઇને પ્રસન્ન બનેલા ઇન્દ્ર રાજાને દિવ્યધનુષ્ય અને દિવ્યકુંડળ ભેટ આપ્યાં.
અલબત્ત, અતિથિનો કે સાધર્મિકનો આવો સત્કાર કરવામાં ધનનો વ્યય અગર બીજી તકલીફો જરુર સહેવી પડે છે પરંતુ એની સામે જે લાભ છે તે અપાર છે. તેના દ્વારા પરલોકમાં તો સુખાદિ પ્રાપ્ત થાય છે પરંતુ આલોકમાં પણ માનસન્માન, કીર્તિ, લોકપ્રિયતા વગેરે અનેક લાભો પણ જરુર મળતા હોય છે. આ દૃષ્ટિએ પણ અતિથિસત્કાર કે સાધર્મિક ભક્તિ વગેરે આચાર અવશ્ય પાળવા જોઇએ.
દયા અને કરુણા પણ આ દેશમાં સર્વમાન્ય સદાચાર છે. “
એ હતા ભારતના એક પ્રસિદ્ધ સંત. એમને સાચું કહેવાની ભારે આદત, અને ઘણીવાર કડવી વાત ઘણાને આકરી લાગતી હોય છે.
આ સંન્યાસીજીનો જેમ ભક્ત-વર્ગ હતો તેમ કેટલોક વિરોધી-વર્ગ પણ હતો, પરંતુ સંન્યાસીજી કદી કોઇની પરવા ન કરતા. - એક દિવસ સંન્યાસીજીના કેટલાક વિરોધીઓએ તેમનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યું. સંન્યાસીજી જેમના હાથની રસોઇ જમતા હતા તે તેમના વિશ્વાસુ - રસોઇઆને જ અઢળક રૂપિયા આપીને ફોડી નાંખવામાં આવ્યો.
રસોઇઆએ સંન્યાસીજીના ભોજનમાં ઝેર ભેળવી દીધું. ઝેર ખૂબ કાતીલ હતું. સંન્યાસીજીને તો રસોઇઆ ઉપર કદી અવિશ્વાસ કરવાનું કારણ જ ન હતું. આથી તેમણે તે ઝેરવાળું ભોજન કરી લીધું.
થોડી જ વારમાં સંન્યાસીજીને ઝેરની અસર વર્તાવા લાગી. એટલે તેમણે રસોઇને બોલાવીને “સાચું” જણાવી દેવા કહ્યું અને સાચું જણાવે તો અભયદાનની