________________
રાઓ મળશે જ્યારે કાંટાઓને કોઇ સતાવશેય નહિ ! સજ્જનોને મોતને ઘાટ ઉતારી દેનારા મળશે જ્યારે દુર્જનોને કદાચ ઊંચે બેસાડનારાય મળશે ! પળવારનો પણ પ્રમાદ લાંબા સમયની સાધનાને નિષ્ફળ બનાવી દેશે, જ્યારે લાંબી સાધના પછીય આત્મા પરથી દોષોની પકડ ઓછી થશે કે કેમ એ પ્રશ્ન છે !
આ સનાતન સત્યને અસ્થિમજજા બનાવીને ચાલ્યા આવો સાધનાના માર્ગે ! દુર્જનો દ્વારા પુષ્પો ભલે કચડાઇ રહ્યાં પણ કચડાતાં કચડાતાંયે એ પુષ્પો દુર્જનોના પગમાં પોતાની સુગંધને સંક્રમિત કર્યા વિના રહેતા નથી...પુષ્પોની આ આગવી વિશેષતાને સદાય નજર સામે રાખજો...
ગુણોના સર્જન માટેની મહેનત કરતાં કરતાં વચ્ચે કોઇ હેરાન કરનારો કદાચ મળી જાય તોય એ હેરાન કરનાર પ્રત્યે તમે એવું સર્તન દાખવજો કે એ તમારા સર્તનની સુગંધને જિંદગીભર ભૂલે નહિ..જો આટલું થશે તો જિંદગી સફળતાના માર્ગે છે તેમાં કોઇ શંકા નથી...
હા...ગુણપ્રાપ્તિ માટેના પ્રયત્નો કરતા પહેલાં એક વાત તો નિશ્ચિત જ રાખજો કે આજની દુનિયા જેને ‘સુખ’ કહે છે એવા ‘સુખ’ વાતાવરણને તરછોડવાની તમારામાં હિંમત જોઇશે...તમારી તૈયારી જોઇશે...
નીતિના માર્ગને અપનાવવો હશે તો પૈસાને ગૌણ કરવા પડશે...સદાચા૨ના માર્ગને સ્વીકારવો હશે તો વાસનાને ગૌણ કરવી પડશે...ક્ષમાના માર્ગનું આકર્ષણ ઊભું રાખવું હશે તો અહંકારને ગૌણ કરવો પડશે...તપના માર્ગ પર ઊભા રહેવું હશે તો મસાલેદાર વાનગીઓ છોડવી પડશે...જિનાજ્ઞાને મુખ્ય બનાવવી હશે તો અજ્ઞાનીઓની વાતોને ગૌણ બનાવવી પડશે...હા...ગુણવાન બનવા માટે...ગુણો પ્રત્યેના સદ્ભાવને ટકાવી રાખવા માટે આના સિવાય બીજો કોઇ સરળ રસ્તો જ નથી ! છેક મોત સુધીના કષ્ટોને વધાવવાની તૈયારી હશે તો જ આ ગુણો તમારા જીવન સાથે એકમેક થશે !
એમ છે ?
એક યુવાન સંન્યાસી ગામ બહાર મસ્તીથી પોતાની સાધના કરતો હતો...બ્રહ્મચર્યનું તેજ તેના કપાળ ઉપર ચમકતું હતું...ગામના લોકોને પણ તેના પર ભારે સદ્ભાવ હતો...
૩૫૨