________________
છે ?”
આવું ને આવું ત્રીજીવાર પણ બન્યું.
યુવાનો પણ અકળાયા-મુનિરાજને ખોટા પાડવા બદલ, મુનિવરે ચોથી વાર શેઠને જોરથી પૂછયું “શેઠ ! જીવો છો ?”
ફરી ઝબકી ઊઠેલા શેઠે એ જ જવાબ આપી દીધો : “ના...ના..કોણ કહે છે ?"
અને સઘળાય શ્રોતાજનો ખડખડાટ હસી પડ્યા.
કાંઇક બફાઇ ગયાનો શેઠને ખ્યાલ આવી ગયો અને પછી એકદમ સ્વસ્થ થઇને વ્યાખ્યાન શ્રવણ કરવા લાગ્યા.
શેઠનું આ રીતનું વ્યાખ્યાન-શ્રવણ તેમના અંતરમાં કોઈ તત્ત્વનું ગ્રહણ થવા ન દે તે સાવ સમજી શકાય તેવી વાત છે. શ્રવણ પણ વિધિથી કરો :
શ્રવણ પણ કેવી રીતે કરવાનું ? તેની વિધિ શાસ્ત્ર બતાવે છે. હાથ જોડીને, નયનોને વક્તાની સન્મુખ રાખીને...નમ્રતાપૂર્વક અને વિનય-સહિત જે સંતવાણીનું શ્રવણ કરે છે, તેને શ્રવણ પછીના “ગ્રહણ' નામના ગુણનો આત્મલાભ અવશ્ય પ્રાપ્ત થાય છે.
. સર્વચનોને સાંભળતી વખતે વિધિપૂર્વક અને ઉપયોગપૂર્વક સાંભળો. તેનાથી “ગ્રહણ” (તત્ત્વનું અંતરમાં ગ્રહણ) અવશ્ય થશે,
(૪) ધારણા : ધારણા એટલે સાંભળીને ગ્રહણ કર્યું તેને મનમાં બરોબર ધારી રાખવું. પકડી લેવું.
મનમાં કરેલી ધારણાને કારણે શ્રવણ દ્વારા જે ગ્રહણ કર્યું છે તે ચિત્તમાં સ્થિર થાય છે. તેની સદા યાદ રહે છે. આ રીતે તત્ત્વનું ધારણ કરી રાખવાથી પાપના પ્રસંગોમાં તથા વિકારાદિના અવસરોમાં મનમાં સંઘરી રાખેલી તત્ત્વવિચારણા જીવને પાપથી બચાવે છે. અશુભથી સંરક્ષે છે શુભ ધારણ :
સંસારી જીવાત્માને પાપનાં આક્રમણો અને અશુભ તરફ ખેંચી જનારા
૨૩૦