________________
જગતમાં ધર્મતત્ત્વની નિંદા થાય. તેવી નિંદામાં તે પુરુષ કે તેવી સ્ત્રી, પણ ચોક્કસ કારણભૂત હોવાથી દોષની ભાગીદાર બને છે.
માત્ર ધર્મ કર્યા કરીને જેમ અર્થ અને કામની સંપૂર્ણ ઉપેક્ષા ન કરાય, તેમ ધર્મ અને કામની સંપૂર્ણ ઉપેક્ષા કરીને માત્ર અર્થ-પ્રવૃત્તિમાં જ મશગૂલ રહેવું તે પણ અત્યંત અયોગ્ય છે.
જો જીવનમાંથી ધર્મ જશે, ને અર્થ-પુરુષાર્થ જ પ્રધાન બની જશે તો, અનીતિ, જૂઠ, પ્રપંચ, વિશ્વાસઘાત આદિ પાપોનો જીવનમાં પ્રવેશ સરળ બની જશે. ધનની પાછળ પાગલપણું પેદા થયું હશે તો ધનને ખાતર કુટુમ્બ સાથે પણ નાતો-સમ્બન્ધ ઓછો થતો જશે. ધન કમાવવામાં દિવસનો મોટો ભાગ બરબાદ. થઇ જતો હોય તો કુટુમ્બ સાથે શાંતિથી વાતચીત કરવાનો સમય પણ ન મળતાં કુટુંબીજનોમાં અસંતોષ ફેલાતો જશે.
ધનને ખાતર દેશ-દેશાવરમાં ભટકવાનું પણ બનશે. ત્યાં જતાં ધર્મ ચૂકવાનું સંભવિત બનશે. અભક્ષ્ય-ભક્ષણ, માંસ-મદિરા-ભક્ષણ ઇત્યાદિ દૂષણો ઘૂસવાની શક્યતા રહે છે. અન્ય ધનવાનો આગળ દીનતા, કાકલૂદી અને તેમની ગુલામી સુદ્ધાં ક૨વાનો અવસર આવશે. વધુ ધનલોભમાં કર્માદાન વગેરે પાપના ધંધાઓ ક૨વાનું મન થશે. સટ્ટો, શેરબજાર, જુગાર, લોટરી વગેરેં અનેક દુ :સાહસોમાં જીવનની કિંમતી પળો અને શક્તિઓ બરબાદ થઇ જશે.
મુંબઇ જેવા ક્ષેત્રોમાં તો ઘણા લોકોની જિંદગી એવી પણ હોય છે કે જેમના દીકરાઓ પિતાનું મોં માત્ર રવિવારના દિવસે જ જોવા પામતા હોય છે. અથવા પિતાને ધંધાર્થે બહારગામ જ રખડવું પડતું હોય ત્યારે ૨૦-૨૫ દિવસે પિતા બાળકોને જોવા પામે છે. અઢળક ધન મળતું હોય તો પણ આવી જિંદગી શા કામની ? ધનવાન તરીકેની પ્રતિષ્ઠા જગતમાં મળતી હોય તો ય આવા ‘ધનવાન’ બનવાનો શો અર્થ ? કે જ ધન પોતાના જ ભોગ-વૈભવમાં કામ લાગતું ના હોય !!!
જે ધન ભોગમાં ખપ ન લાગે, બીજાને દાનમાં પણ આપી ન શકો તે ધનની અંતે ત્રીજી ગતિ નાશ જ થાય છે. કાં તો ધનનો નાશ થાય અને કાં તો ધનના ઢગ ઉપર બેઠેલો ધનવાન પરલોકમાં ચાલ્યો જાય છે.
૨૯૮