________________
યાદ આવ્યો ને ? અને ત્યાં જ તેમને પરિણામની ધારા બદલાઇ. ‘અરે ! હું તો સાધુ ! મારે અને રાજ્યને શી લેવાદેવા...?'' આ રીતે અશુભ વિચારધારાને ‘બ્રેક’ આપવામાં અને શુભ તરફ લઇ જવામાં બાહ્યવેશ કેટલું જોરદાર નિમિત્ત બન્યો !!
આ પ્રસંગ બાહ્યવેશની પહેરવેશની આપણાં મન સાથે...આંતર-પરિણામો સાથે કેટલી જોરદાર સાંકળ જોડાયેલી છે તેનો સુસ્પષ્ટ નિર્દેશ કરી જાય છે.
જે યુવાનો અને યુવતીઓ કામોત્તેજક વસ્ત્રોનું પરિધાન કરે છે તેઓ આ ભારત દેશની ધરતી માટે ભારભૂત છે તેમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. તેઓ જાતે તો વાસનાના પનારે પડીને જાતની બરબાદી નોંતરતા હોય છે. પરંતુ તેમને જોનારાઓની મનઃસ્થિતિને વિકારગ્રસ્ત બનાવી દેવાનું પાપ પણ તેઓ આચરતા હોય છે. કહ્યું છે કે, ‘સૌન્દર્યનો દારુ પીનાર અને જોનાર બન્નેને નશો કરાવે છે. આ દૃષ્ટિએ તે પેલા દારુ કરતાંય ભયંકર છે.’’
દોસ્તી ખરાબ, દૃષ્ટિ ખરાબ અને અંતે દાનત પણ ખરાબ. વસ્ત્રપરિધાનની આંતરવૃત્તિ પરની અસર સમજાવતો રાવણનો પ્રસંગ :
અજૈન રામાયણમાં એક પ્રસંગ આવે છે, જે વસ્ત્ર-પરિધાન માત્રની આંતર-પરિણામ ઉપરની જબરજસ્ત અસરને સમજાવવા વધુ પ્રેરક બને તેવો છે.
રાવણે રામચન્દ્રજીના ધર્મપત્ની સીતાને ઉપાડી લાવીને લંકામાં અશોકવાટિકામાં રાખી હતી. રાવણ સીતા પાસે હરહંમેશ જતો અને તેના દેહસુખની યાચના વિનવણીના સ્વરે કરતો. આમ છતાં રાવણની વાસનાની પૂર્તિ સીતાજી દ્વારા ન થતાં તે અત્યંત વ્યથિત રહેતો હતો. રાવણ પથારીમાં પડખાં ઘસ્યા કરે છે, એને ઊંઘ આવતી નથી.
એક સમયની વાત છે. રાવણનો નાનો ભાઇ કુંભકર્ણ રાવણ પાસે જાય છે અને તેને પૂછે છે “મોટાભાઇ ! આપ ખૂબ વ્યથિત જણાઓ છો. આપને ઊંઘ આવતી હોય તેમ જણાતું નથી. આપની વેદનાનું શું કારણ છે તે તો કહો.'' રાવણની પારાવાર વેદના ઃ
ત્યારે રાવણ વ્યથિત વદને કહે છે : ‘કુમ્ભકર્ણ ! તને ખબર તો હશે જ કે હું પેલા વનવાસી રામની પત્ની સીતાને ઉપાડીને લાવ્યો છું. અને એને મારી પટ્ટરાણી બનાવવા માટે અત્યન્ત કાકલૂદીભર્યા સ્વરે વિનવી રહ્યો છું. પરંતુ તે કેમે
૨૨૦