________________
સુધી ફીટોફીટ પેન્ટ-શર્ટ પહેરવાની ફેશન હતી અને આજે સાવ ખુલ્લાં પેન્ટશર્ટની ફેશન નીકળી...આથી જૂનાં કપડાં નકામાં બની જાય છે અને નવાં કપડાંઓના જાલિમ ખર્ચાઓ ઊભા થઈ જાય છે.
' બેન્જામીન ફ્રેન્કલિને એક સરસ વાત કહી છે કે, “માણસ કરતાં ફેશન વધારે કપડાં કાઢી નાંખે છે.” આવકનો ઘણો બધો હિસ્સો આ ફેશન ખાઇ જાય છે. ફેશન પાછળ કરાતો ખર્ચ સાવ જ અનુચિત છે.
ફેશનેબલ કપડાંથી મનડું મલકાતું હશે, પણ આત્મા તો કોચવાઇ જ જાય છે. મન કદી ખુશ થતું નથી કારણ કે મન તો ચંચળ છે. ખુશ અને પ્રસન્ન તો આત્માને કરવાનો છે. જો આવક પ્રમાણે જ ખર્ચ કરવામાં આવે તો ચિત્ત શાંત રહે અને તો આત્મા પ્રસન્ન રહે.
ખોટા દેખાવો કરવા...વ્યસનોના ગુલામ થવું...ફેશનોના પનારે પડવું...આ બધા દુ:ખી થવાના માર્ગો છે. સુખી થવું હોય તો જેવા હો તેવા જ દેખાવાની કોશિશ કરો.
વૈભવ અને વિલાસમાં તમારી ધનસંપત્તિને બરબાદ ન કરો...એને સન્માન...માનવજાતના ઉદ્ધારમાં વહેવા દો...ક્રાઉને કહ્યું છે કે... “યુદ્ધથી તો માણસો નાશ પામે છે પરંતુ ભોગવિલાસથી તો માનવજાત નાશ પામે છે. માનવતા નાશ પામે છે. યુદ્ધથી તો કદાચ માણસોના શરીર નાશ પામે પરંતુ ભોગોના અતિરેકથી તો માનવીના તન અને મન બંને વિનાશ પામે છે.” ...માટે જ...સોડ પ્રમાણે સેજ તાણીએ...
માણસે પોતાની સંપત્તિનો શી રીતે ઉપયોગ કરવો... અંગે “ઉચિત-વ્યય નામના આ ગુણની આટલા વિસ્તારથી વિવેચના કરવાનું કારણ એ જ કે માનવ આવક ઉપરાંત ખર્ચ કરતો રહે તો બધી મૂડી સાફ થઈ જાય...અને જો મૂડી સાફ થઈ જાય તો ગૃહસ્થ જીવન-નિર્વાહ શી રીતે કરવો તે મોટો પ્રશ્ન થાય...
અને તેથી મન...સતત આર્તધ્યાનમાં ડૂળ્યા કરે...જો મનમાં આર્તધ્યાન રહે તો તે આત્મા ધર્મધ્યાન શી રીતે કરે ? અને ધર્મધ્યાન ચૂકી જવાય તો આખો માનવભવ હારી જવાય. દુર્ગતિના દ્વારે ટકોરા દેવાય...સદગતિના દરવાજા બંધ થાય...
૨૦૭|