SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ એમ કહીને તે પત્નીનું બાવડું ઝાલીને તેને બેડરુમમાં ખેંચી ગયો. અને પોતાની પાસે રાખેલી વ્હીસ્કીની બાટલી ખોલી. પત્ની કહે: “આ શું કરો છો ?'' પતિ કહે: “આજે તારી પૂનમ છે ને ? એટલે તને વ્હીસ્કીની સ્વાદ ચખાડું છું...” પત્ની કહે: “પણ મારે તો આજે ઉપવાસ છે...અને તમે રાતના સમયે અને તે પણ મને દારુ પાવાની વાત કરો છો...? જરા તો લાજો.” પણ..પેલા નફ્ફટ પતિના મન ઉપર આની કોઇ અસર ન થઇ. અને તેણે પોતાની પત્નીના બેઉ હાથ જકડી લઇને, તેના મોંમા દારુની બાટલી ખોસી દીધી. પ્રસંગના મૂળમાં જરા ઊતરીશું, તો જણાશે કે આ અતિ ધનના મદમાં છકી ગયેલા માનસનું એક વિકૃત આચરણ છે. પ્રાય : ઘોર પાપો અને તે પાપોની પાછળ પણ જે પાશવિતાઓ અને ક્રૂરતાઓ જોવા મળશે, તે અતિશય ધનવાન માણસોનાં કુટુંબોમાં જ જોવા મળશે. જે ગરીબ કે મધ્યમ કક્ષાના માણસો હશે, તેઓ બીચારાં કેટલાં અને કેવાં પાપ આચરી શકવાના છે ? બે ટંક પેટ પૂરતું પામવામાં જ એમનો દિવસ ટૂંકો થઈ. જતો હોય ત્યાં તેઓને ઉગ્ર કક્ષાનાં પાપો કરવાનો સમય જ ક્યાં મળતો હોય છે ? થ્રી સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટલોમાં, મુંબના લીલા-પેન્ટા હાઉસ જેવી હોટલોમાં કોણ જાય? ત્યાં જઇને એક એક રાતમાં પંદર-વીસ હજાર રૂપિયાના ધુમાડા કોણ કરી શકે ? અતિ શ્રીમંત માણસો જ ને ? ધન ખરાબ નથી. પણ અતિ ધન બહુ ખરાબ છે. માટે જ જૈન શાસ્ત્રકારો સંસારી ગૃહસ્થોને નીતિ-ન્યાયોપાર્જન દ્વારા ધન કમાવાનો નિષેધ નથી કરતા. ગૃહસ્થ માટે “ધન” આજીવિકાનો આધાર છે. જીવનના નિર્વાહ માટેનું અનિવાર્ય સાધન છે. ગુણ વિહોણા ગંધાતા જીવનનો સર્જનહાર લોભ છે. પણ...એ સાધન સાધ્ય બની ન જાય તેનું ધ્યાન રાખો ધન મેળવવાની વૃત્તિના બદલે, “મારે કરોડપતિ થવું છે.” આવી દુવૃત્તિ જો મનમાં ઘર કરી જતી હોય તો તે લોભવૃત્તિ છે. અને આ લોભવૃત્તિ અનેક દુર્ગુણોનું પ્રવેશદ્વાર છે. (૨૯૧
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy