SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ નરસાં તમામ કાર્યો કહેવાં જોઇએ. ત્યાર પછી સ્વર્ગના દેવતાઇ સુખોને ભોગવવાં.” રોહિણેય વિચારવા લાગ્યો “આ શું ખરેખર દેવલોક છે ? આ બધાં દેવદેવીઓ છે ? કે પછી મંત્રી અભયકુમારે મારા જ મોંએથી મારા ચોરી વગેરે ધંધાને બોલાવવા જ આ નાટક માંડ્યું હશે ?” આમ વિચારતાં રોહિણેયને તે જ વખતે ભગવાન મહાવીરનાં વચનો યાદ આવ્યા. “ભગવાન મહાવીરે કહેલું કે દેવો અને દેવીઓ જમીનથી ચાર આંગળ અદ્ધર ચાલે છે. તેમને પરસેવો વગેરે મેલ જામતો નથી. તેમના ગળામાં રહેલી પુષ્પ-માળા કરમાતી નથી. અને તેમની આંખો પટપટ થતી નથી.” ભગવાન મહાવીર ગમે તે હોય પરંતુ તેઓ સત્યવાદી જ છે. તેથી તેઓ ખોટું તો બોલે જ નહિ. “અને...આ નર અને નારીઓ તો જમીનને સ્પર્શીને ચાલે છે. તેમને પરસેવો વગેરે થાય છે. તેમના ગળામાં રહેલી પુષ્પમાળા પણ કરમાયેલી જણાય છે. અને તેમની આંખો તો પટ-પટ થાય છે. તો નક્કી આ અભયકુમારનું પડ્યત્ર જ છે.” આ રીતે નિશ્ચય કરીને રોહિણેયે પણ જબરી ચાલાકી વાપરી. તેણે કહ્યું : હે દેવો અને દેવીઓ ! મેં પૂર્વભવમાં અનેક જિનમન્દિરો બંધાવ્યાં છે. અનેક જિન-બિમ્બોની પ્રતિષ્ઠા કરાવી છે. સુપાત્રદાન દીધાં છે. અનેકવાર તીર્થયાત્રાઓ કરી છે. સગુરુઓની ભક્તિ પણ ઘણી કરી છે.” વચ્ચે જ પેલો પુરુષ બોલ્યો: “હે સ્વામી ! હવે તમે શાં શાં ખરાબ કામો કર્યાં હતાં તે કહો.” ત્યારે રોહિણેય બોલ્યો: “હું સદા સદ્ગુરુઓના સત્સંગમાં જ રહેતો હતો તેથી ખરાબ કામ કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. મેં કદી કોઇ ખરાબ કામ કર્યું જ નથી.” પેલા દેવ-દેવીઓ વારંવાર રોહિણેયને તેનાં દુષ્કૃત્યો વિષે પૂછતા રહ્યા પણ તેણે કદાપિ એ વાતનો સ્વીકાર ન કર્યો, પોતે ચોરી કરી છે. અભયકુમારની બધી ચાલ ઊંધી પડી ગઇ. તેણે પોતાના પિતા શ્રેણિક રાજાને કહ્યું “પિતાજી ! આ ખરેખર ચોર હોય તો પણ જ્યાં સુધી “સબૂત ન મળે ત્યાં સુધી તેને આપણાથી શિક્ષા ન થાય. નીતિ આ પ્રકારની છે.” કરેજ
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy