________________
- “અરે વાહ ! આ ઘોડો છે, ધોબીનો ગધેડો નથી.' એમ કહીને ઘોડેસવારે ચાલતી પકડી. આગળ ગયા પછી એના મનમાં વિચાર આવ્યો કે મેં મૂર્ખાઇનું પ્રદર્શન કર્યું છે. બની શકે કે આ પોટલમાં કીમતી કપડાં હોય, કીમતી સાડી હોય, કદાચ ડોશીમાએ પોટલામાં કીમતી ઘરેણાંની પોટલી સંતાડી હોય, પાછા વળીને પોટલું લઇ ભાગી જવું જોઇએ. ડોશલી મને ક્યાં પકડી શકવાની છે. તે પાછો ફર્યો.
એક બાજુ ઘોડેસવારના મનમાં આ વિચાર આવ્યો. બીજી બાજુ ડોશીમાએ વિચાર્યું, સારું થયું કે ઘોડેસવારે પોટલું ઊંચકી લીધું નહિ. આમાં મેં ઘરેણાની પોટલી સંતાડી છે. જો ઘોડેસવાર પોટલું લઇને ભાગી છૂટે તો હું શું કરી શકવાની
હતી ?
પાછા ફરી ઘોડે સવારે કહ્યું, “માજી લાવો પોટલું હું ઘોડા ઉપર મૂકી દઉ છું.” ડોશીમાએ જવાબ આપ્યો. “ના, બેટા, રહેવા દે. હું જ લઇને ચાલું છું.”
ઘોડે સવારે નવાઇ પામતાં પૂછ્યું, “માજી પહેલાં તો તમે મને પોટલું આપી રહ્યાં હતાં. હવે કેમ વિચાર બદલાઇ ગયો ?'
આજકાલ લોકો જમાનાને દોષ દઇ રહ્યા છે. અપ્રામાણિકતા ખૂબ વધી રહી છે. પ્રામાણિકતાના દિવસો રહ્યા નથી. લોકો પોતાને જ રાજા હરિશ્ચંદ્રના અવતાર માને છે. ખરેખર તો આપણે જેવો વ્યવહાર બીજા સાથે કરીએ છીએ તેવો જ વ્યવહાર આપણને બીજા તરફથી મળે છે. આપણે બીજા સાથે પ્રેમ અને નિખાલસતાથી વર્તીશું. તો આપણને સામેથી તેવું જ વર્તન જોવા મળશે.
કૂવામાં આપણે જેવો અવાજ કરીશું તેવો જ પ્રતિધ્વનિ સાંભળવા મળશે. હંમેશાં હરેક ક્રિયાની પ્રતિક્રિયા થતી હોય છે.
જ્યારે આપણે તુચ્છ વિચારથી સ્વાર્થ પૂરતાં એકબીજાને છેતરીએ છીએ ત્યારે જાતે જ છેતરાઇ જઇએ છીએ. જેમાં કોઇને લાભ થતો નથી. જ્યારે આપણે મદદ અને સહયોગની ભાવનાથી વ્યવહાર કરીએ છીએ. ત્યારે બધાને લાભ થાય છે. જેમ એક નાનો કાંકરો સ્વચ્છ અને શાંત પાણીના તળાવમાં નાંખવામાં આવે તો તે પૂરાં તળાવમાં નાના મોટા તરંગોના કૂંડાળા પેદા કરે છે. તેવી જ રીતે આપણો નાનામાં નાનો વિચાર પણ સમગ્ર ચેતના શક્તિને પ્રભાવિત કરે છે.