________________
‘ગર્ભપાત’ માંય કેવી ક્રૂરતા ! .
અહીં યાદ આવે છે પેલી પલ્લવી ! જેના પેટમાં સાત મહિનાનો ગર્ભ થઇ ગયો હતો અને એને ગર્ભપાત કરાવવાનું મન થયું. ડોકટરોએ તથા કુટુંબીજનોએ ના પાડી કે, ‘હવે ગર્ભપાત ન કરાવાય કેમકે ગર્ભ ઘણો મોટો થઇ ગયો છે.’’ પણ...પલ્લવી ન જ માની. પૈસાના જોરે તેણે એક ડોકટરને સાધીને ગર્ભપાતની જલદ દવાઓ લેવા માંડી.
દવાના ભારે ઉગ્ર ડોઝો લેવા છતાં બાળક મૃત્યુ તો ન જ પામ્યું પરંતુ અંદ૨ અત્યંત પરેશાન થવા લાગ્યું.
અને...એક દિવસ માંસના લોચા જેવું તે બાળક બહાર નીકળી ગયું. તેના મોંમાથી અતિ કરુણ તીણી રુદનની ચીસો સ્પષ્ટ સંભળાતી હતી.
છેવટે કામવાળી બાઇએ છેલ્લાં ડચકાં લેતા તે માંસપિડને બારીમાંથી બહાર ગટરમાં ફેંકી દીધો.
કેવી ભયંક૨ છે આ સત્ય-ઘટના ! પોતાના સ્વાર્થને ખાતર સગા બાળકનું આવી કરપીણ રીતે ખૂન કરી નાંખનાર માનવી આજની સરકારની નજરમાં ગુનેગાર ગણાતો નથી. ઊંચા ઘરના ગણાતા ઘણાં શ્રીમંત કુટુંબોની આવી નીચતાભરી છે જીવન-કથા !
પાપને પાપરુપે સ્વીકારો :
દુ:ખદાયી બાબત તો એ છે કે ગર્ભપાત, છૂટાછેડા, સંતતિનિયમનનાં સાધનોનો દુરુપયોગ વગેરેને તો આજના સમાજે ‘પાપ' માનવાનો જ ઇન્કાર કરી દીધો છે.
એક કરે એટલે બીજો કરે...બીજો કરે...એટલે ત્રીજો કરે...આમ આખા સમાજમાં આવાં પાપો ફેલાતાં ચાલ્યાં અને પરિણામે ‘બધા કરે છે, માટે તે કાંઇ પાપ થોડું કહેવાય ?' આવી વૃત્તિ વ્યાપક થવા લાગી. આ વિશેષ આઘાત જનક બીના છે.
પાપને કદાચ જીવનમાંથી સંપૂર્ણ ત્યાગી ન શકાય તોય છેવટે પાપનો પાપ સ્વરુપે સ્વીકાર તો કરો. જો પાપનો પાપરુપે સ્વીકાર કર્યો હશે તો તેનાથી ડર
૭૪