________________
સુખશીલતાનો અતિરેક સરવાળે વિનાશ સર્જે છે તે બરાબર ધ્યાનમાં રહેવું ઘટે.
કેટલાંક વર્ષો પહેલાં જર્મનીમાં હીટેલીઅસ નામનો એક રાજા થઇ ગયો. અતિ વૈભવ ને વિલાસમાં તેનો ઉછેર થયો હતો. પાણી માગે ત્યાં દૂધ હાજર થતું અને દૂધ માગે ત્યાં દૂધપાક મળતો. અતિ સમૃદ્ધિ અતિવિલાસને આણે છે અને અતિ વિલાસ વિનાશને આમંત્રે છે.
હીટેલિઅસનું જીવન વિલાસી તો હતું જ, પણ તેને ખાવાનો જબરજસ્ત શોખ હતો. જ્યારે તે જમવા બેસતો ત્યારે ૫૦-૧૦૦ પ્રકારની જુદી જુદી વાનગીઓ આરોગવા લાગતો. રસભરપૂર અને મનપસંદ ભોજનને તે પ્રેમથી આરોગતો. ખૂબ ખાતો. પેટ ભરીને તે જમતો. પણ અફસોસ ! પેટ ભરાઈ જતું પણ મન ન ભરાતું. '
' મન કહેતું કે હજી ખાવું છે. હજી રસમધુર વાનગીઓનો રસાસ્વાદ આસ્વાદિત કરવા છે. પણ તે શી રીતે બને ? પેટ ચિક્કર ભરાઇ જાય તેટલું તો ખવાઈ ગયું છે. હવે શું થાય ? બીજું ભોજન ક્યા પેટમાં નાંખવું? વ્હીટેલિઅસનું મન અફસોસ અનુભવતાં બોલી ઊઠતું “હાય ! હજી તો પુષ્કળ ભોજન બાકી પડ્યું છે. પણ હવે ક્યા પેટમાં પધરાવવું ?”
- રાજા હીટેલિઅસે રાજવૈદ્યને બોલાવ્યા. અને જણાવ્યું કે, “હું એક સાથે ચાર-પાંચ ટંકનું ખાઇ શકું તેવો કોઇ ઉપાય હોય તો બતાવો ! એવું કોઈ ઔષધ તૈયાર કરો.”
થોડા દિવસ બાદ રાજવૈદ્ય પુન: રાજાને મળ્યા. અને અમુક ગોળીઓ આપતાં કહ્યું “રાજાજી ! આ ગોળીઓમાં એવી શક્તિ છે કે તેની એક જ ગોળી લેતાં ધડાક દઇને ઊલટી થાય અને એકદમ પેટ ખાલી થઇ જાય..પેટ ભરીને જમ્યા પછી તો તમે એક જ ગોળી લેશો તો તરત ઊલટી થઇને પેટ ખાલી થઈ જશે. અને તમે ફરીને નવા ટંકનું ભોજન લઈ શકશો. આ રીતે આ ગોળી દ્વારા ત્રણ-ચાર ટંકનું ભોજન તમે એક સાથે લઇ શકશો.”
બસ...ત્યાર બાદ આ ક્રમ ચાલુ થઇ ગયો. એક જ ટંકમાં ત્રણ-ચાર ગોળીઓ લઇને ત્રણ-ચારવાર જમવાનું વ્હીટેલિઅસ માટે કાયમનું બની ગયું. વારંવાર ઊલટીઓ અને વારંવાર રસમધુર વાનગીઓનું ભોજન !!