________________
હલકી વસતિવાળા સ્થાનમાં ઘર લેવાથી કેવાં ભયંકર પરિણામ આવે છે તેનો એક વધુ પ્રસંગ જોઇએ. સંસ્કારોની સુરક્ષા કાજે પતિનું ખૂન?
એક રજપૂતાણી એક રજપૂતને પરણીને સાસરે આવી. સાસરિયાના ઘરની આસપાસ દારુડિયા અને મવાલીઓ રહેતા હતા. રજપૂતાણીએ વિચારી લીધું કે આવા દુષ્ટ લોકોના પડોસમાં રહેવાથી તો ક્યારેક આખા કુટુંબનું નિકંદન નીકળી જશે. એણે આ ઘર છોડીને બીજી સારી જગ્યાએ ઘર લેવા માટે પતિને ઘણો સમજાવ્યો, પરંતુ મૂર્ખ પતિ ન માન્યો.
. અને આ દુષ્ટ-સંગનું પરિણામ થોડા જ દિવસોમાં જોવા મળ્યું. પેલો રજપૂત પણ દારૂડિયાઓના સંગે દારુ ઢીંચતો થઇ ગયો. દારૂ ઢીંચીને આવે અને પત્ની અને પોતાનાં બેય બાળકોને મારકૂટ કરે.
જ્યારે ભાનમાં હોય ત્યારે પતિને ફરી ફરીને ઘર બદલવાની વાત રજપૂતાણી સમજાવે, પણ પેલો માને જ નહીં. એક દિવસ દારૂ પીધેલી હાલતમાં હતો અને પત્નીએ કરગરીને વિનંતી કરી: “આપણાં બાળકોની ખાતર પણ તમે દારૂની લત છોડો. તમે તો ઘરના આધાર છો. તમે જ આ રીતે જીવન બરબાદ કરશો તો આ બાળકોનું શું થશે ?
કહેતાં કહેતાં પત્ની ધૂસકે ધ્રુસકે રોવા લાગી. આવી લાગણીભરી વિનંતીથી સારી અસર થવાની વાત તો દૂર રહી, પરંતુ પતિ ખૂબ ક્રોધિત થયો. એનો ગુસ્સો બેકાબૂ બની ગયો.
એણે પત્નીને સખત માર મારીને લોહીલુહાણ કરી નાંખી. ત્યાર બાદ દારુના પીઠે જઇને પુષ્કળ દારુ પીધો. નશામાં ને નશામાં બહાર આવીને કોઇ શેઠના દીકરાનું ખૂન કરી નાખ્યું.
જોયું ને ! પતનની કેવી કારમી પરંપરા ! આ બધાનું મૂળ કારણ દુષ્ટ દારૂડિયા માણસોનો પાડોસ ! આવા પાડોસની ઉપેક્ષા કરવાથી રજપૂતના જીવનનો સર્વનાશ થવા લાગ્યો !
હજી વિનાશ આગળ વધ્યો. દારુડિયો રજપૂત પોલીસના હાથે પકડાઈ ગયો. શેઠે એને જેલમાં મોકલી આપ્યો. આ બાજુ રજપૂતાણી પતિનાં અપકૃત્યોથી