________________
તેમણે તે આપી દીધો. અઠ્ઠાઈ-તપના પારણે જ તે ભાઈ ચૂરમાનો આખો લાડુ ખાઈ ગયા.
- પરિણામ એ આવ્યું કે રાત્રે આ તપસ્વી ભાઇના પેટમાં આફરો ચડ્યો. એમને ભયંકર ગભરામણ થવા લાગી. તેમને તત્કાળ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા. ડોક્ટરે તેમનું પેટ જોયું તો તે અત્યંત કડક થઇ ગયેલું. ડોકટરે પૂછ્યું “આ ભાઇએ આજે શું ખાધું હતું ?” પેલા પારણું કરાવનાર શ્રાવકે જે હકીકત બની હતી તે તમામ ડોકટરને જણાવી દીધી.
ડોકટરે આ તપસ્વી રાજસ્થાની ભાઇને બચાવવા ખૂબ કોશિશ કરી...પરંતુ અંતે તે ભાઇ મૃત્યુ પામી ગયા...!
આ પ્રસંગ અહીં એટલા માટે યાદ આવ્યો કે જે લાડુ (ભોજન) શરીરમાં તાકાત, પુષ્ટિ અને રક્ષણ આપી શકે છે તે જ લાડુ જો અયોગ્ય સમયે ખાવામાં આવે તો મોતનું પણ કારણ બની શકે છે.
વિશિષ્ટ પ્રકારનો તપ કરનાર તપસ્વીઓએ ખાસ ખ્યાલ રાખવો જોઇએ કે પારણાના સમયે દિવસોથી મંદ પડી ગયેલી હોજરીમાં ઘનીભૂત અને વધુ પ્રમાણમાં આહાર નાંખવો ન જોઇએ. તેમ કરવાથી તબિયત બગડે છે અને પરિણામે, આપણી ભૂલના કારણે ઉત્તમ એવો તપધર્મ વગોવાય છે.
તપ તો શુદ્ધિકારક છે. આત્માની અને દેહની બન્નેની શુદ્ધિ કરનારો. એજ તપ પારણામાં કરેલી ગરબડના કારણે આત્મા અને દેહ-બેઉને-બગાડનારો થાય છે.
તપનું મુખ્ય ફળ તો આત્માનું કલ્યાણ જ છે. અથવા કર્મનિર્જરા છે. પરંતુ તેની સાથે સાથે આનુષંગિક ફળ શરીરનું વાચ્ય પણ છે.
ખેડૂત ખેતી કરે છે તે શાના માટે ? કોઇ ખેડૂતને પૂછે કે તમે ખેતી કેમ કરો છો ? તો ખેડૂત શો જવાબ આપે ? એ કહે કે, “ભાઇ ! અનાજ ઉગાડવા ખેતી કરું છું...” પણ અનાજની સાથે સાથે ઘાસ પણ સ્વાભાવિક ઊગી જ જાય છે. આથી ઘાસ એ આનુષંગિક ફળ કહેવાય.
પણ જેઓ વિશિષ્ટ તપ નથી કરતા કે નથી કરી શકતા તેઓ પણ ઊણોદરી જેવો સરળ તપ પણ જો નિયમિત કરે તો તેનાથી મનમાં જાગતા
(૨૭૩