________________
માણસ પ્રમાણનું ભાન ભૂલીને ખાવા લાગે છે. આના જ કારણે લોકોમાં અજીર્ણગેસની ટ્રબલ વગેરે ખૂબ પ્રમાણમાં જોવામાં આવે છે. ગેસ અને અજીર્ણ વગેરેને મટાડવા માટેની આયુર્વેદિક અને એલોપેથિક દવાઓની થતી જોરદાર જાહે૨ખબરો અને તેની અતિ વિપુલ ખપત, આની પૂરતી સાબિતી છે.
જો માણસ એટલું બરાબર સમજી લે કે મારે જીવવું છે માટે જ ખાવાનું છે. ખાધા વગર જીવી શકાતું નથી માટે ખાવાનું છે. પરંતુ ખાવું છે માટે જીવવાનું નથી.
શરીરનું અસ્તિત્વ અને આરોગ્ય ટકાવવામાં ઊપયોગી હોય તેટલું જ ખાવું જોઇએ. પરંતુ એ જ ભોજન જો બેહદ પ્રમાણમાં ખાવામાં આવે તો શરીરનું આરોગ્ય તો ખતમ થાય, પરંતુ તેનું અસ્તિત્વ પણ ક્યારેક જોખમમાં મુકાઇ જાય છે.
એક નાનકડી સત્ય-ઘટના અહીં યાદ આવે છે. અમદાવાદમાં એક પ્રસિદ્ધ જૈનાચાર્યની નિશ્રામાં પર્યુષણ-પર્વની આરાધના કરવા એક રાજસ્થાની ભાઇ આવ્યા. તેમણે આચાર્યશ્રી સમક્ષ તેઓશ્રીની નિશ્રામાં અઠ્ઠાઇ-તપની સાથે પર્યુષણ ક૨વાની ઇચ્છા વ્યક્ત કરી...આચાર્યશ્રીએ સંમતિ આપી.
અઠ્ઠાઇ-તપ પૂરો થઇ ગયા બાદ પેલા ભાઇને બીજા એક ભક્તિવંત શ્રાવકના ઘરે પારણું કરવા મોકલાવ્યો. પેલા તપસ્વી ભાઇને પારણું કરતાં રસોડામાં પડેલો ચૂરમાનો લાડુ ખાવાની ઇચ્છા થઇ આવી. તેણે પેલા શ્રાવક પાસે લાડવો માગ્યો પરંતુ તે શ્રાવક ખૂબ અનુભવી અને સમજદાર હતા. તેમણે કહ્યું ‘ભાઇ ! તમારે આઠ દિવસના ઉપવાસનું અત્યારે પારણું છે. આઠ દિવસ સુધી કાંઇ ન ખાવાથી તમારી હોજરી સંકોચાઇ ગઇ હોય...આથી પારણામાં ચૂરમાનો લાડુ ન ખવાય. તમે જેમ બને તેમ પ્રવાહી જ વધુ લો. આજે લાડુ ન. લો. અઠવાડિયા બાદ તમે લાડુ જમવા જરુર મારા ઘરે પધારજો.''
આ શ્રાવકની વાત ખૂબ જ યોગ્ય હતી. પણ રસનેન્દ્રિયની લાલસાના તીવ્ર આવેગના કારણે આ વાત પેલા તપસ્વી ભાઇને જચી નહિ. આથી પેલા શ્રાવક આટલી વાતચીત કર્યા બાદ કોઇ કારણસર જેવા ઘરની બહાર નીકળી ગયા કે તરત જ પેલા શ્રાવકની ધર્મપત્ની પાસે આ તપસ્વી ભાઇએ ફરી લાડુ માગ્યો.
૨૭૨