________________
નાખવાની પ્રવૃત્તિ એ ક્રૂરતા નથી તો બીજું શું છે ?
એમાંય આ તો અસીમ ઉપકારી માતા-પિતાને (બીમાર હોવાથી) મારી નાખવાની વાત ! દુષ્ટતાની પરાકાષ્ટા ન કહેવાય તો બીજું શું કહેવાય ? સાચી હકીકત તો એ છે કે માતા-પિતાને રિબામણમાંથી કે દર્દમાંથી મુક્તિ અપાવવાની વાતને આગળ કરીને, તેમને મોતના મુખમાં ધકેલી દઇને, તેમની સેવા-ચાકરી કરવાની ઝંઝટમાંથી આપણે જ છૂટકારો મેળવી લઇને શાંતિનો અનુભવ કરતા હોઇએ છીએ.
બે યુવાનોએ પોતાની કેન્સરની પીડાતી માતાને, તેને કેન્સરની પીડામાંથી મુક્તિ અપાવવાને માટે તેની જ સાડીનો ગાળિયો બનાવીને, તેના જ ગળામાં નાખી દઇને, તેને ગુંગળાવીને મારી નાંખી હતી.
રે ! ભારતના સંતાન ! કેવી તારી અધમ મનોદશા ! જગતને માતાપિતાની પૂજા કરવાનો ઉપદેશ આપનારા સંતો જે ધરતી ઉપર પાક્યા તે જ ધરતી ઉપર માતાને મોતને ઘાટ ઉતારનારા નરરાક્ષસ પુત્રો પણ પાકે છે તે કેટલી આઘાત-જનક ઘટના છે ! પિતાને હાંકી કાઢતો દુષ્ટ પુત્ર :
માતા-પિતાના ઉપકારોને ધમરોળી નાંખનારા બીજા એક પુત્રની વાત યાદ આવે છે.
કાળી-મજૂરી કરીને બાપે પૈસા ભેગા કર્યા અને તેણે દીકરાને પરદેશ મોકલ્યો. દીકરો સારું ભણીને સારું કમાઇને ઘડપણમાં પોતાની આંતરડી ઠારશે એ આશાએ...
દીકરો પરદેશ ગયા પછી ભણતાં ભણતાં કોઇ અંગ્રેજ રૂપાળી કન્યાના પ્રેમમાં પડ્યો અને તેણે ત્યાં જ લગ્ન કરી લીધાં અને ત્યાં જ “સેટ' થઈ ગયો.
શરુઆતમાં તો પુત્રના પત્રો બરાબર આવતા રહ્યા...પણ પછી ધીરે ધીરે પત્રો આવતા બંધ થયા...આથી માતાના હૃદયમાં ફાળ પડી કે દીકરો ક્ષેમકુશળ તો હશે ને ? પ્રતિપળે દીકરાના મંગલની ચિંતા કરતી માતાએ પોતાનાં ઘરેણા વેચીને, પરદેશ જવાની ટિકિટના પૈસા આપીને પોતાના પતિને પુત્રની ખબર કાઢવા પરદેશ મોકલ્યા.