________________
યમદૂત હોય તેવો લાગ્યો. રાજાએ હુકમ કર્યો: “અભીને અભી આ જોષીને રાજસભામાંથી બહાર કાઢી મૂકો.”
જોષી મહારાજ તો રાજાનો આવો અપાર ગુસ્સો જોઇને રાજસભામાંથી સડસડાટ બહાર નીકળી ગયા. પરંતુ તેમને હજી એ સમજાતું ન હતું કે, “પોતે જે સત્ય હતું તે જ કહ્યું હતું...પછી રાજાએ ગુસ્સો કરવાનો અર્થ શો હતો ?”
બીજા દિવસની સવાર ઊગી. રાજાનું મન ખૂબ બેચેન હતું. નિયત-સમયે રાજસભા ભરાણી.
એ દિવસે પણ બીજા એક જોષીરાજ રાજસભામાં આવ્યા. આ નવા જોષીરાજ રાજસભામાં આવ્યા એથી એમને પણ પોતાના આયુષ્ય સંબંધી પ્રશ્ન કરવાની લાલચ રાજા રોકી ના શક્યા.
રાજાએ સીધો પ્રશ્ન કર્યો: “જોષીરાજ ! તમે જો ખરેખર ખૂબ વિદ્વાન જ્યોતિષી હો તો મારું આયુષ્ય કેટલું? તેનો જવાબ આપો.”
આ નવા જોષીરાજ જ્યોતિષ-શાસ્ત્રમાં જેમ ખૂબ વિદ્વાન હતા તેમ ક્યા સમયે, કેવી વાત, કેવી રીતે કહેવી એના પણ જાણકાર હતા. અવસરજ્ઞ હતા. સૂક્ષ્મ બુદ્ધિના સ્વામી હતા.
તેમણે રાજાના પ્રશ્નની સામે કુંડલી માંડીને જોઈ લીધું કે રાજાનું આયુષ્ય તો અતિ ઓછું છે. પેલા જોષીએ કહેલી વાત સત્ય તો હતી. પરંતુ સત્યને સાવ ખુલ્લી રીતે કરવામાં બુદ્ધિમત્તા ન હતી.
જોષી મહારાજે ફરમાવ્યું “રાજન્ ! આપનું આયુષ્ય તો એટલું સરસ છે કે આપના આયુષ્યકાળમાં આપને આપના સગાઓમાંથી-પુત્ર, પુત્રી, રાણીઓ વગેરેમાંથી-કોઇનું મૃત્યુ જોવાનો અવસર નહિ આવે. આનાથી વધુ આનન્દની વાત બીજી કઇ હોઇ શકે ?” બીજા જ્યોતિષીએ રજૂ કરેલી વાત-એની રજૂઆતની પાછળ રહેલી બુદ્ધિની સૂક્ષ્મતાના કારણે-રાજાને ગમી ગઈ. અને એણે આ બીજા જોષીરાજને ઇનામ આપીને વિદાય કર્યા.
બુદ્ધિના ચમત્કારની બિરબલની વાતો ઘણી પ્રસિદ્ધ પામી છે. સૂક્ષ્મબુદ્ધિનો સ્વામિ બિરબલ : અકબરની સભામાં રહેલા નવરત્નોમાં બિરબલનો પણ એક નંબર હતો.
૨૪૦