________________
ગુણ-૩૩ : પરોપકારી બનીએ... કૃતજ્ઞતા ગુણના પાલનમાં બીજાએ આપણા પર કરેલા ઉપકારોનું સ્મરણ કરી. એનો યત્કિંચિત બદલો વાળી આપવાની તૈયારી પણ હોય છે. જ્યારે પરોપકાર ગુણના પાલનમાં બીજાએ આપણા ઉપર ઉપકાર ન કર્યો હોય તોય આપણે બીજા પર ઉપકાર કરતા રહેવું. નાનકડી જિંદગી અનેકોના સાથ અને સહકારથી વ્યવસ્થિત ચાલે છે. પરોપકાર એ તો પ્રાપ્ત પુણ્યશક્તિઓનું રસાળ વાવેતર છે. સૂર્ય રજા પાડતો નથી...નદી મર્યાદા ઓળંગતી નથી...વરસાદ બારે મહિના પડતો નથી. આવી અનેક વ્યવસ્થાઓના કારણે અનેકોના જીવન ટકી રહ્યા છે. આખુંય જગત એક યા બીજી રીતે એકબીજાને સહાયક બની રહ્યું છે. ઉપકારક બની રહ્યું છે. આ ગુણનું પાલન સ્વાર્થ રસિકતા અને નિષ્ફળતા પર કાપ મૂકે છે. પુણ્યના ઉદયે મળેલી તન-મન-ધનની સઘળીય શક્તિઓ બીજાના સદઉપયોગમાં આવે જેથી આપણે અને એ સામગ્રી પણ ધન્ય બને આવો વિચાર પરોપકારના મૂળમાં રહેલો છે. જગતના જીવો સાથે સંબંધ આત્મીયતાભર્યો બનાવવા હશે તો સ્વાર્થ ઉપર કાપ આપવો જ પડશે. કોઇપણ ક્ષેત્રમાં ઘસારો વેઠવો જ પડશે. આપણી અપેક્ષા અને માન્યતાને ગૌણ કરવી પડશે. પરોપકાર પ્રસન્નતાની ભેટ આપે પરલોક અને પરલોકની ભૂમિકા બનાવી આપે છે. “એણે શું કર્યું એ વિચારવા કરતા મેં શું કર્યું ? એ વિચાર ને જ પ્રાધાન્ય બનાવી દેજો. જીવનોપયોગી ઉપકાર એ દ્રવ્ય ઉપકાર છે જ્યારે આત્મહિતકર ધર્મદાન, ધર્મસ્થિરીકરણ ગુણ શિક્ષણ, ચિત્તને સમાધિ, શુભ ભાવની પ્રેરણા એ ભાવ ઉપકાર છે, સામાને કષાય કષાય ન થાય, ન વધે એ બુદ્ધિથી સ્વાત્મનિયંત્રણ એ પણ ભાવ ઉપકાર છે.
ધર્મનું સર્વસ્વ આ છે.
પરોપકારથી પુણ્ય થાય, અને પરને પીડા કરવાથી પાપ થાય. દિલથી...ખરા અંત: કરણાથી દ્રવ્ય-ભાવ ઉપકારો વધારતા જાઓ...
જીવનની ઊંચાઇ કાંઇ એમને એમ નથી આવતી. ભોગ આપીએ, ભાગ્ય ઘડીએ..!
૩૮૩