SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ સિનેમાના પોસ્ટર સામે પણ નજર નાખશો નહિ ! માત્ર સાપ જ નહિ, સાપનું બિલ પણ જોખમી છે...સાપ હોય ત્યાં તો ન બેસાય પરંતુ સાપના બિલ પાસે પણ ન બેસાય ! બન્નેમાં મોતની શક્યતા છે ! અયોગ્ય સ્થાનના ત્યાગ પછી વાત આવે છે અયોગ્યકાળના ત્યાગની વાત...અયોગ્યકાળ એટલે કે રાતના બાર-એક-બે વાગ્યા સુધી બહાર ફરતા રહે ! આ રીતે બહાર ફરતા રહેવામાં ચોર-ડાકૂના ભોગ બનવું પડે, લોકમાંય. દુરાચારી તરીકેની ખ્યાતિ થાય ! એ દિવસ ભુલાતો નથી.. એક પ્રસંગ... સાહેબ ! લગભગ ૧૭-૧૮ વરસની ઉંમરે એક વાર રાતના બહાર આંટો મારવા નીકળ્યો...બે-ચાર મિત્રો રસ્તામાં મળી ગયા...લઇ ગયા કલબમાં...બસ, એ દિવસથી જુગાર રમવાનું ચાલુ કર્યું.. ધીમે ધીમે એમાં પારંગતતા આવતી ગઇ...પણ એ બાબતની મારા મોટા ભાઇને ખબર પડી ગઇ...કડક શબ્દોમાં મને જુગાર છોડી દેવાની સલાહ આપી. પરંતુ મેં એ સલાહને ગણકારી નહિ... અને એક દિવસ... કલબમાં જુગાર રમતો હતો તે વખતે જ મારા મોટા ભાઇ પોલીસને લઇને ત્યાં આવ્યા...મારી સામે આંગળી કરીને પોલીસને કહે, જુઓ, આ પેલો દેખાય છે એ મારો નાનો ભાઇ છે..જુગારી છે પાકો ! એને પકડીને પૂરી દો જેલમાં અને જ્યાં સુધી જુગાર છોડવાની કબૂલાત ન કરે ત્યાં સુધી એને છોડશો નહિ... એમ કહીને મારા મોટા ભાઇએ મને પકડાવ્યો... દસ-બાર દિવસ જેલની હવા ખાઇ આવ્યો..પણ બસ, એ દિવસથી મારા જીવનમાંથી જુગાર રવાના થઇ ગયો...આજે પણ એ દિવસ યાદ આવે છે ને મારું મસ્તક મોટાભાઇને નમી પડે છે, સામે ચડીને પોલીસને બોલાવીને પકડાવી દીધો અને એ દિવસથી નાનોભાઈ સુધરી પણ ગયો... ::::: : :::
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy