________________
મુખ્ય દરવાજેથી મોડી રાત્રે પ્રવેશ કરતાં તેમને શરમ આવી તેથી ઉપરના માળે જ્યાં રત્નાવલી સૂતી હતી ત્યાં બારીમાં લટકતા એક લાંબા સાપને દોરડું સમજીને તેને પકડીને સડસડાટ ઉપર ચડી ગયા.
જઇને રત્નાવલીને જગાડી. તે ચમકી ઊઠી “અરે ! તમે ! અહીં ક્યાંથી ? અને તેય આટલી મોડી રાત્રે ? નીચેનો મુખ્ય દરવાજો તો અંદરથી બંધ હતો. તો તમે ઉપર આવ્યા શી રીતે ?”
તુલસીએ કહ્યું “તારા પ્રત્યેનો અતિશય પ્રેમ મને અહીં ખેંચી લાવ્યો. તારો વિરહ મારાથી એક દિવસ પણ ખમાતો ન હતો. તેથી જ અહીં દોડી આવ્યો. હા.નીચેનો દરવાજો બંધ હતો તેથી હું આ બારીમાં લટકતા દોરડા વડે ઉપર ચઢયો.”
રત્નાવલીએ બારીમાં જોયું તો યે એકદમ ચીસ પાડી ઊઠી: “અરે ! આ તો દોરડું નથી, પણ સાપ છે. તો શું તમને એટલુંય ભાન ન રહ્યું કે આ સાપ છે કે દોરડું ?”
“ના...તારા પ્રેમે મને પાગલ બનાવી દીધો હતો, તેથી જ હું સાપ અને દોરડાનો ભેદ પારખી ન શક્યો.” તુલસીએ જવાબ આપ્યો.
ત્યારે અકળાઈ ઊઠેલી રત્નાવલી બોલીઃ “જેવી અને જેટલી પ્રીતિ તમે મારામાં કેળવી છે એવી અને એટલી જ પ્રીતિ જો ભગવાન રામમાં કેળવી હોત તો તમારી કાયાનું અને આત્માનું-બેઉનું-કલ્યાણ થઈ ગયું હોત.”
અને..સંસારી છતાં અંતરથી સંન્યાસિની જેવી રત્નાવલીરૂપી સંતની એ વાણી સાંભળીને કામાંધ તુલસીદાસે એ જ પળે સંસારને છેલ્લી સલામ ભરી દીધી...અને તેઓ “સંત તુલસીદાસ બની ગયા. આ જ સંત તુલસીદાસે રામચરિત માનસ' નામના મહાન રામાયણની (અજૈન ગ્રંથ) રચના કરી. સત્સંગથી સંતાનોય ધર્મસન્મકઃ
જીવનમાં બીજા ધર્મો હજી કદાચ ન હોય તો ચાલે...પરંતુ સંતપુરુષોનોસાધુજનોનો સત્સંગ તો અવશ્ય જોઇએ. . . જો જીવનમાંથી દુર્ગુણોને હાંકી કાઢવા હોય...જો સંતાનોને પણ-ધર્મવિમુખ હોય અને ધર્મસન્મુખ બનાવવાની ઝંખના હોય તો-કોઇક એવા ઉત્તમ સાધુપુરુષનો
13e
૧૩૯