________________
નફફટ નારીને અહીંથી લઈ જાઓ. એ મારી દીકરી હોઇ જ ના શકે અને હમણાં જ તેને જલાવી દો.”
અલબત્ત, અહીં ઔરંગઝેબનો તે નારીને જલાવી દેવાનો કરેલો હુકમ જરાયે સારો ન હતો, પરંતુ પોતાની દીકરી પણ અશિષ્ટતાથી ભરેલો ઉદભટ વેશ પહેરે તે તેને જરાયે માન્ય ન હતું. આ દષ્ટિએ ઔરંગઝેબની શિષ્ટાચાર પ્રિયતાને તે અંશમાં પ્રશંસવી જોઇએ. દુકાળોથી પીડિત માનવોનો પણ ઉત્તમ શિષ્ટ-ગુણ :
આઠ આઠ વર્ષથી જ્યાં પાણીનું ટીપુ નહોતું પડ્યું, રાજસ્થાનના જેસલમેર જેવા સૂકા-ભટ પ્રદેશમાં લોકોને ખાવા ધાન ન હતું. આઠ આઠ કારમાં દુકાળોએ લોકોની કમર ભાંગી નાંખી હતી, પણ તેઓ હિંમત હાર્યા ન હતા. “જેવાં આપણાં કર્મ !' આમ બોલીને તેઓ ભૂખના દુઃખને સહન કરી રહ્યા હતાં. | દીન-દુઃખિયાના સહારા જેવા બે ઉદાર પુરુષો એક દિવસ એ પ્રદેશમાં આવી ઊભા, સાથે એક મોટો ખટારો હતો, જેમાં ખીચોખીચ બાજરો ભરેલો હતો. એ પ્રદેશના લોકોને બોલાવીને એ ઉદર પુરુષોએ કહ્યું “અમારે ઘણા પ્રદેશોમાં હજી ફરવું છે. આ બાજરો અમે અહીં ખડકી દઇએ છીએ. બાજરાના આ ઢગલામાંથી સહુ પોત-પોતાની જરૂરિયાત પ્રમાણે લઇ જ્જો. અમે સાત દિવસ બાદ અહીં પાછા આવીશું ત્યારે આપણે બીજી વાતો કરીશું.”
સાત દિવસ પસાર થઈ ગયા. પેલા ઉદાર પુરુષો પાછા ફર્યા ત્યારે તેમણે જ્યાં એ આશ્ચર્ય જોયું તે માનવા ઘડીભર તેમનું મન તૈયાર ન થયું.
બાજરાનો આખો ઢગલો જેમનો તેમ પડ્યો હતો. તેમના અંચબાનો કોઇ પાર ન રહ્યો. તેમણે જ્યારે ત્યાંના લોકોને આમ થવાનું કારણ પૂછ્યું ત્યારે લોકોએ જણાવ્યું એ “અમે ગરીબ જરુર છીએ. અમારે અનાજની સખત જરુરત પણ છે, પણ અમે મફતિયું લેવા નથી માગતા. તમે અમને કામ આપો. મજૂરી આપો. અમે મજૂરી કરીશું અને તેના બદલામાં તમે અમને બાજરી આપજો. બાકી સાવ મફતમાં લેવા અમે જરાયે તૈયાર નથી.”
પેલા બે ઉદાર પુરુષો, ધનથી ગરીબ પણ મનથી મહાન અમીર એવા એ લોકોની હિંમત અને અજબની ટેકને જોઇને ખરેખર નમી પડ્યા.