________________
ખર્ચાઓથી બને એટલા દૂર રહેવું. પરંતુ તમે જીવદયાના જે ઉત્તમ કામ માટે આવ્યા છો તેમાં તો મારે સારી રકમ લખાવવી તે મારું કર્તવ્ય હતું અને તે મેં નિભાવ્યું.’
ખોટા ખર્ચા કુબેરના ભંડારનેય ખાલી કરે :
ઉચિત-વ્યસનોનો અર્થ આ છે : આપણી પોતાની અંગત જરુરિયાત વખતે ખર્ચ કરતાં હાથ ટૂંકો રાખવો. જેમ બને તેમ ઓછાથી ચલાવવું પણ જ્યારે બીજાની-અન્ય સાધર્મિક અથવા સુપાત્ર મુનિ તથા જીવદયા વગેરેની જરુરિયાત વખતે હાથ ટૂંકો ન ક૨વો પણ સમ્યક્ રીતે ઉદારતાપૂર્વક ધન વ્યય કરવો.
એક વાત સારી રીતે સમજી લો કે જીવનને જીવવા માટે તો ઘણા ઓછા પૈસાથી ચાલી શકતું હોય છે. પરંતુ જો જીવનને શણગારવું હશે તો અઢળક. સંપત્તિ પણ તમને ઓછી પડશે.
પોતાના અહંકારને પોષવા ખાતર, સમાજની અંદર પ્રતિષ્ઠા અને મોભો જાળવવા ખાતર, ‘બીજા કરતાં હું કાંઇ કમ નથી' આવો મિથ્યા થમંડ પોષવા ખાતર કરાતા ખર્ચાઓ કુબેર ભંડારીના ભંડારને ખાલી બનાવી દે છે. બીજા કરતાં સારા દેખાવાની કે સારા કહેવડાવવાની મનોવૃત્તિમાં તણાઇ જઇને પૈસાનું આંધણ કરવું એ નરી મૂર્ખતા છે.
માણસ ધારે તો કેટલા બધા ઓછા ખર્ચમાં જીવી શકે છે અને સાથે ‘બચત’ કરીને બીજાને સહાયક પણ બની શકે છે. એની એક સત્ય-ઘટના ‘શિક્ષણ-પત્રિકા’ ના સપ્ટેમ્બર-૧૯૮૬ના અંકમાં વાંચવામાં આવેલી.
સુદામા જેવું જીવન જીવનારા મહાનુભાવ :
સુદામા જેવું જીવન જીવનારા તે મહાનુભાવ કર્ણાટક રાજ્યમાં કેનેરા બેંકના તાજેતરમાં જ નિવૃત્ત થયેલા મેનેજર છે, જેનું જીવન અનુકરણીય અને અનુમોદનીય છે.
૬૦ વર્ષના આ જૈન મેનેજર બાળબ્રહ્મચારી છે. પોતાના ભાઇ-ભાંડુઓ વગેરે હોવા છતાં તેઓ એકલા જ રહે છે. ત્યાગ અને સંયમમય સાદું જીવન જીવે છે. આંધ્રમાં પૂર આવ્યું ત્યારે તથા દક્ષિણ ભારતના કુદરતી ખોફ વખતે તેમણે પોતાની નોંધનીય સેવા અર્પેલી. ત્યાર બાદ તેઓ સતત સેવા-કાર્યમાં રત રહે છે.
૨૦૧