________________
મોક્ષલક્ષી ધર્મપ્રધાન સંસ્કૃતિ :
૮ (આર્યદેશ આવા સદાચારી અને બ્રહ્મચારી વીર પુરુષોથી શોભતો હતો. આ દેશની ધરતી ઉપર સંતો બ્રહ્મચર્યના ગુણગાન ગાતા અને સંસારીઓ પણ શક્ય એટલા બ્રહ્મચર્યનુ સંસારી અવસ્થામાં પણ પાલન કરતા.
ભારતની આર્યપ્રજા મળેલા માનવજીવનનો સાર મોક્ષને પામવા જ તેનો સદુપયોગ ક૨વામાં છે એમ માનતી અને એથી એમના જીવનનું મુખ્ય લક્ષ મોક્ષ રહેતું અને તેને પામવા માટે ધર્મપ્રધાન સંસ્કૃતિનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે.
આજ સુધીમાં આ સંસ્કૃતિને ખતમ કરવા અને તેની સુવ્યવસ્થાને તોડી નાખવા અનેક પ્રકારનાં આક્રમણો-ઝંઝાવાતો આવ્યાં અને ગયાં, પરંતુ આ સુવ્યવસ્થા અનેક સંતો અને મહાસંતો દ્વારા આયોજિત છે અને એથી જ એ આજે પણ અવ્યાહતપણે ઊભેલી છે. એને ઊખેડી નાખવાના પ્રયત્નો જે જે માણસોએ કર્યા તે સહુ કાળની અકળ ગર્તામાં વિલીન થઇ ગયા. આ સુવ્યવસ્થાને ધક્કો ન મારશો :
આ સુવ્યવસ્થાને ધક્કો મારવાનું કૃત્ય આપણે કદી ન કરવું જોઇએ. આપણા વ્યક્તિગત સ્વાર્થો કે વાસનાઓને ખાતર તે વ્યવસ્થાને તોડી નાખવાની વૃત્તિ કે પ્રવૃત્તિ કદી ન કરવી જોઇએ. કદાચ એમ કરવાથી આપણને ક્યારેક તત્કાલીન લાભને બદલે અલ્પ લાભ અથવા નુકસાન પણ જણાતું હોય...પરંતુ તેનાં અંતિમ પરિણામો ચોક્કસ લાભદાયી જ બનવાનાં. તાત્કાલિક લાભોના વિચારને મુખ્યતા આપીને એ સુવ્યવસ્થાનાં આયોજનોને ધક્કો મારવાથી આપણું અને સમગ્ર આર્યપ્રજાનું ઘોર અહિત જ છે. તે આપણે બરાબર સમજી લેવું જોઇએ.
હવે મૂળ વાત ઉપર આવીએ. જેઓ જીવનભર પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરી શકતા નથી, તેવા આત્માઓને માટે લગ્ન કરવું અને તે રીતે કામપુરુષાર્થને સેવવો તે અનિવાર્ય બની રહે છે.
અર્થ અને કામ પુરુષાર્થ ક્યારે બને ?
જો કામ પુરુષાર્થ સેવવો જ છે તો તે પુશુઓની જેમ ગમે તેની સાથે અને ગમે તે રીતે ઉન્મત્ત બનીને ન સેવાય, પરંતુ તેમાં પણ ધર્મને જ પ્રધાનતા અપાય
૫૦