________________
‘ચલ ને યાર !' કહી કહીને કુમિત્રો તમને દારુ-બિયરના ચસકે ચડાવતા હોય...હોટલો, કલબો અને જિમખાનાઓમાં લઇ જતા હોય...બ્લ્યુ ફિલ્મો જોવાનો મોહ લગાડતા હોય...અને કદાચ કોલગર્લ કે ફૂટણખાનાંઓના કુસંગે ફસાવતા હોય...તો એવા મિત્રોથી ચેતતા રહેજો. એ મિત્રો તમારા જીવનના...તમારી સજ્જનતાના...તમારા દ્રવ્ય-ધન અને ભાવ-ધનના અને તમારા સઘળા સદ્ગુણોના લૂંટારા છે. તમારા મિત્ર નહિ, તમારા ભયાનક શત્રુઓ છે. એવા શત્રુઓને તો સો ગજ દૂરથી સલામ કરીને દૂર સરકી જજો.
કાળા નાગની સોબત ક૨વા કરતાં વધારે ભયંકર-ખરાબ છે કુમિત્રોનોદુષ્ટ માણસોનો સંગ. કેમકે કાળો નાગ તો એક જ વાર આપણા દ્રવ્ય-પ્રાણ લૂંટી લે છે, જ્યારે દુષ્ટ મિત્રો તો આપણા આત્મ-ગુણો રુપી ભાવ-પ્રાણ હરી લે છે.
જેને ને તેને ‘જીગરજાન દોસ્ત' કે ‘અંગત સખી' બનાવતાં પહેલાં પુરુષોએ અને સ્ત્રીઓએ ખૂબ જ સાવધાન બનવું જોઇએ. આવાં આંધળા સાહસ ક્યારેક જીવનનું ભારે અધઃ પતન કરી નાખવા સમર્થ બની જાય છે કારણ કે વર્તમાન-કાળમાં મોટા ભાગના મિત્રોની નજર તમારી ધનસંપત્તિ ઉપર જ હોય છે. જેના મન પેલાં છે, જીવન અપવિત્ર છે, સ્વાર્થભરેલી મનોવૃત્તિઓ છે તેવા મિત્રો કે સખીઓ જીવનને શી રીતે લાભદાયી બનવાના ?
જેની વાણી, વૃત્તિ અને વર્તન ત્રણેય દૂષિત બની ચૂક્યાં હોય તેવા માણસોને મિત્રો બનાવવા કરતાં મિત્રો ન હોવા તે જ વધુ ઉત્તમ છે. ‘‘મામો ન હોવા કરતાં કાણો મામો સારો.'' એની જેમ ‘સારો મિત્ર ન હોય એ કરતાં ગમે તેવોય મિત્ર સારો'' એવો સિદ્ધાંત અહીં અપનાવી શકાય નહિ.
જેના જીવનમાં અનેક બદીઓ-દૂષણો ઘૂસી ગયાં છે એવા આજના યુવકયુવતીઓની જો ખરેખર ઊંડી તપાસ કરવામાં આવે તો એમ લાગે છે કે તેમના અધ :પતનના મૂળમાં પ્રાયઃ કોઇ ને કોઇ દુષ્ટ-મિત્ર કે દુષ્ટ-સખીનો કુસંગ જ કારણભૂત હશે, એ વાતની ખાતરી થયા વિના નહીં રહે.
સ્કૂલો-કોલેજો અને ખાસ કરીને હોસ્ટેલમાં માતા-પિતાના સાન્નિધ્યથી વંચિતપણે જીવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનાં જીવન અનેક જાતની બદીઓમાં ફસાઇ ચૂક્યાં હોય તો તેમાં કારણભૂત છે : કોઇનો ને કોઇનો કુસંગ.
૧૪૬