________________
બન્યો જેને મૃત દેવ-પિતા રોજ નવ્વાણું પેટી દેવલોકમાંથી મોકલતા હતાં. જે માખણ જેવો સુકુમાળ હતો અને જેની સમૃદ્ધિ મગધના મહારાજ શ્રેણિકના રાજભંડાર કરતાં ય ઝાઝેરી હતી.
| મુનિ-ભક્તિનો અદભુત ભાવ આપણને ય “સંગમ” મટાડીને “શાલિભદ્ર' સર્જી શકે છે અને અંતે સિદ્ધપદ પણ સમર્પી શકે છે...આવી મુનિ-ભક્તિ આપણા જીવનમાં આગવું સ્થાન-માન પામે એ જ અંતરેચ્છા. સાધુનો સત્કાર પણ શિષ્ટાચાર છે : ' અતિથિ તરીકે બીજા નંબરે જેમનું સ્થાન છે તેવા અતિથિઓને “સાધુ કહેવાય. “સાધુ” શબ્દથી અહીં પંચમહાવ્રતધારી નિર્ઝન્ય મુનિઓ કે શ્રમણીઓ નથી લેવાના. તે તો પહેલા નંબરના અતિથિમાં આવી ગયા.
“સાધુ' શબ્દથી અહીં ‘સજ્જનો' લેવાના છે. સાધર્મિકો એ ઊંચા સજ્જન છે. તે સિવાયના પણ જે સગુણથી ભરેલા છે. જેમની જીવન-પ્રવૃત્તિ ખૂબ સ્વચ્છ, સુંદર અને શુભ આચરણોથી યુક્ત છે. તેવા સજ્જનો અને સંતો-સગૃહસ્થો પણ “સાધુ' શબ્દથી લેવાના છે.
આવા સાધુ-સજ્જનો ઘરના આંગણે આવે ત્યારે તેમની ભક્તિ કરવી, તેમને ઉત્તમ વસ્ત્ર, પાત્ર કે ભોજન વગેરે આપવા દ્વારા તેમનો સત્કાર કરવો તે આર્યદેશના પ્રત્યેક માનવોનું કર્તવ્ય છે.
અતિથિનો સત્કાર આર્યદેશમાં એક સુંદર શિષ્ટાચાર ગણાતો હતો અને ગણાય છે. સાધર્મિક ભક્તિ કે અતિથિસત્કાર કરવામાં થોડો ધનવ્યય થાય છે. થોડીક બીજી તકલીફો પણ વેઠવી પડે છે. પરંતુ આની સામે જે લાભો છે તે પણ અપરંપાર છે. અતિથિ-સત્કાર દ્વારા અઢળક પુણ્યપ્રાપ્તિ, તેનાથી પરલોકમાં વિશિષ્ટ સુખાદિની પ્રાપ્તિ વગેરે તો જરૂર થાય છે. પરંતુ આ લોકમાં પણ માન-સન્માન, કીર્તિ, લોકપ્રિયતા વગેરે અનેક લાભો પણ જરૂર મળતા જ હોય છે. આ દષ્ટિએ પણ અતિથિ-સત્કારનો સુંદર ગુણ જીવનમાં આચરવો જોઇએ. - આર્યદેશની આ ધર્મધરાનો ઇતિહાસ એવા અનેક પ્રસંગોથી ઉભરાયેલો છે. જેનું અવલોકન કરતાં રોમરાજી વિકસ્વર બની જાય છે. આંગણે આવેલા અતિથિના પ્રાણની સંરક્ષા કરવા કાજે ભારતના રાજાઓએ શત્રુઓની સાથે રણ
રિ