________________
માર્ગાનુસારીના ગુણોમાં અઢારમો ગુણ છે અબાધિતપણે ત્રિ-વર્ગની સાધના.
પુરુષાર્થો ચાર છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
પુરુષાર્થ” શબ્દ બે શબ્દના સંયોજનથી બન્યો છે. (૧) પુરુષ અને (૨) અર્થ.
પુરુષ એટલે વ્યક્તિ | આત્મા. અર્થ એટલે કાર્યકર્તવ્ય અથવા પ્રયોજન. ધર્મ પુરુષાર્થ એટલે ધર્મ અંગેનું વ્યક્તિનું કાર્યકર્તવ્ય. અર્થ પુરુષાર્થ એટલે ધન અંગેનું માણસનું કાર્યકર્તવ્ય. કામ પુરુષાર્થ એટલે કામ અંગેનું વ્યક્તિનું કાર્યકર્તવ્ય. અને મોક્ષ પુરુષાર્થ એટલે મોક્ષ મેળવવો તે વ્યક્તિનું અંતિમ પ્રયોજન.
આર્યાવર્તની ગૌરવવંતી ધર્મ-ધરા ઉપર જન્મ પામેલા પ્રત્યેક આત્માનું સૌથી સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ કાર્ય તો એક જ છે કે અનંત પુણ્યરાશિના ઉદય બાદ પ્રાપ્ત થયેલા માનવજીવનની ફલશ્રુતિ મુક્તિની પ્રાપ્તિ દ્વારા હાંસલ કરી લેવી...
માનવજન્મને અતિ દોહિલો, અનેક દર્શનકારોએ, ધર્મોએ જે કહ્યો છે, તેનું કારણ એ જ છે કે આ માનવભવ દ્વારા જ સઘળાં સંસારનો ઉચ્છેદ કરીને સિદ્ધિનાં (મોક્ષનાં) શાશ્વત-સુખોને પામી શકાય છે. આ દ્રષ્ટિએ સાધકનું સર્વોત્તમ ધ્યેય સિદ્ધિની પ્રાપ્તિ જ છે. અને તેમાં માનવજીવન એ અનિવાર્ય સાધન-સ્વરુપ છે.
આવા માનવભવને પામીને શું કરવું જોઇએ ? મોક્ષ-મુક્તિને જ મેળવી લેવી જોઇએ ?
પણ શી રીતે પ્રાપ્ત થાય તે મોક્ષ ? એનો જવાબ છે ધર્મ પુરુષાર્થ.
સાધકના મોક્ષરૂપી અંતિમ ધ્યેયને સિદ્ધ કરી આપવામાં અમોઘ અને અનન્ય કારણ છે ધર્મ. આ દ્રષ્ટિએ વિચારતાં મોક્ષ જેમ પુરુષાર્થ છે તેમ ધર્મ પણ પુરુષાર્થ છે.
વ્યાખ્યા કરવી હોય તો આ રીતે થાય. સંસાર-ચક્રનાં સમસ્ત દુ:ખોનો જ્યાં અંત છે અને શાશ્વત આત્મસુખો