Book Title: Janyu ane Joyu
Author(s): Mansukhlal T Mehta
Publisher: Jain Atmanand Sabha
Catalog link: https://jainqq.org/explore/005249/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જાણ્યું અને જોયું લેખક : મનસુખલાલ તારાચંદ મહેતા : પ્રકાશક શ્રી જૈન આત્માનંદ સભા ખારગેટ, ભાવનગર. Page #2 -------------------------------------------------------------------------- ________________ મોક્ષનું મૂળ C અનુભવોની પર પરાથી જ્ઞાન મેળવવું એવી મનની પ્રકૃતિ છે. શરૂઆતમાં જે વિચાર સમવાય નહી અને મનન થાય નહી', તે મનમાં વારંવાર ધારણ કર્વાથી, આખરે સહજ સ્વાભાવિક અને પ્રકૃતિરૂપ થઈ જાય છે. એક ધંધા શીખવાની શરૂઆત કરતા છોકરાને, જેમ તેનાં હથિયાર ઝાલતાં પણ પુરું આવડતું હોતું નથી, એટલે તેના બરાબર ઉપયેાગ યુવા જ મુકેલ. તે છોકરી લાલ ‘અભ્યાસ અને મહાવરા પછી જેમ પૂર્ણ ચપળતાથી અને ‘સર્વોત્કૃષ્ટ ચતુરાઈથી તેને વાપરે છે, તેમજ મનની સ્થિતિ પ્રથમ આત્માનુભવ કરાવવો જ મુશ્કેલ દેખાય તે રિથતિ ખત અને અભ્યાસથી આખરે મેળવી શકાય છે, અને તે સ્થિતિ પ્રકૃતિજન્ય અને સ્વાભાવિક ચારિત્રરૂ પે અંધાય છે. પોતાની વે, પાતાની સ્થિતિ ચવાની અને તેને સુધારવાની મનની આ શક્તિમાં મનુષ્યના મોક્ષનું મૂળ છે અને અહંભાવ પર કાબૂ આવેથી પૂર્ણ સ્વાતંત્ર્યનો માર્ગ ખુલ્લે થાય છે.?? મલ્હાત્મા જેસ એલન, Page #3 -------------------------------------------------------------------------- ________________ , પિકા , , , શ્રી આત્માનંદ જેન ગ્રંથમાળા-પુષ્પ ૯૮, જાણ્યું અને જોયું : લેખક : મનસુખલાલ તારાચંદ મહેતા ': પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા ખારગેટ, ભાવનગર, Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ખીમચંદ ચાંપશી શાહ . થી જેને આત્માન સભા બાર મેર, ભાવનગર @ સર્વ હક લેખકને સ્વાધીન મૂલ્ય રૂપિયા જ0/ સં. ૨૦૨૭ – ઈસ. ૧૯૭૧ પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૨૫૦ મુદ્રક : શ્રી જગદીશચંદ્ર અંબાલાલ પટેલ, એન. એમ. પ્રિન્ટીંગ પ્રેસ, દરિયાપુર, ડબગરવાડ, અમદાવાદ-. Page #5 -------------------------------------------------------------------------- ________________ "The truly wise and good man sees good in all, evil in none. He has abandoned the folly of wanting others to think and act as he thinks and acts, for he sees that men are variously constituted, are at different points in their spiritual evolution, and must, of necessity, think and act differently. Having put away hatred, condemnation, egotism, and prejudice he has become enlightened, and sees that purity, love, compassion, gentleness, patience, humility, and unselfishness are manifestations of light and knowledge: while impurity, hatred. cruelty, passion, anger, pride, and selfishness are manifestations of darkness and ignorance; and that whether men are living in light or darkness they are one and all doing that which they think is necessary. are acting in accordance with their own measure of light or darkness. The wise man understands. and understanding. he ceases from all bitterness and accusation." James Allen. Page #6 -------------------------------------------------------------------------- ________________ વિષ યાનું કામ પપ 199 ૧ કુદરતી ઉપચાર વિષે | ૧૪ ક્ષમાપના મારે અનુભવ ૧ ૧૫ દીર્ઘદ્રષ્ટા આ. વિજય ૨ સંવત્સરીની કરુણ કહાણી ૬ વલ્લભસૂરીશ્વરજી ૬૧ ૩ ધર્મકળા ૧૧ | ૧૬ સુવર્ણસિદ્ધિ ૬૫ ૪ સહશિક્ષણું ૧૭ અવિસ્મરણીય સ્મરણે ૬૭ ૫ સિમલાનું મંદિર અને ૧૮ પરિવર્તન શ્રમણ બળગળ ૨૧ ૧૯ વર્તમાન જૈન શ્રમણ ૬ નિસ્પૃહી વૈદ્યરાજ ૨૭ સંઘની અવનતિ ૮૨ ૭ ગુનેગાર કે નિર્દોષ? ૩૦ ૨૦ क्रोघो ज्ञानवतां कुतः ८६ ૮ આપણું આદર્શો અને જીવન વ્યવહાર વચ્ચેની २॥ त्वमेव भर्ता न च અસંગતતા વિથોr: ૯૨ ૯ ભગવાન મહાવીરના ૨૨ માનવ અને દેવ ૧૦૦ એક સાચા ઉપાસક ૩૫ ૨૩ લક્ષ્મીપૂજન ૧૦૯ ૧૦ ધાર્મિક ઉત્સવ ૨૪ ભાવના-ભવનાશિની ૧૧૩ ૧૧ સ્વધર્મે નિધનું શ્રેય: ૪૪ | ૨૫ જીવન ઘડતરમાં ૧૨ ઉપદેશ અને આચરણ 89 સાહિત્યનું સ્થાન ૧૨૦ १३ परं वा परसंगं वा છે. ૨૬ નીતિ અને ચારિત્રમન નો નવો પ૧ | ભ્રષ્ટતા ૧૨૭ = = = = == == Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ સાવરકુંડલા નિવાસી સંઘવી વીરજીભાઈ ગોપાલજી જન્મ : સાવરકુંડલા સંવત : ૧૯૩૯ દેહોત્સર્ગ સાવરકુંડલા સં. ૨૦૨૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ સાવરકુંડલા નિવાસી ધર્મનિષ્ઠ સંઘવી વીરજીભાઈ ગોપાલજીનું સંક્ષિપ્ત જીવનવૃત્તાંત - સદગત શ્રી. વીરજી ગોપાલજી સંઘવીની જન્મતિથિને એ કસ દિવસ તો માલૂમ નથી, પરંતુ તેઓ ૮૬ વર્ષની ઉંમરે ઈ સ. ૧૮માં સ્વર્ગવાસ પાગ્યા એટલે તેમનો જન્મ ઈ. સ. ૧૮૮૩ની સાલમાં થયો હતો એમ કહી શકાય. તેમના પિતાનું નામ સંઘવી નેપાલજી હંસરાજ. શ્રી ગોપાલજી સંઘવીને પાંચ પુત્રો અને ચાર પુત્રીઓ હતી. તેમના પુત્ર શ્રી રામચંદભાઈ શ્રી. વિરજીભાઈ શ્રી. હરજીવનભાઈ, શ્રી. મણિભાઈ અને શ્રી. દલીચંદભાઈ. ચાર પુત્રીઓમાં સૌથી મોટો કસ્તૂરબહેન જેઓ આજે પણ લગભગ ૯૭ વર્ષની વયે તન્દુરસ્ત જીવન જીવે છે તેમનાથી નાનાં જડીબહેન અને અજવાળીબહન પણ હયાત છે જ્યારે સંતોકબહેન સ્વર્ગવાસ પામ્યાં છે. આ રીતે શ્રી. ગોપાલજી સંઘવીનું બહોળુ કુટુંબ હતું. પાંચેય પુત્રોમાં આજે સૌથી નાના પુત્ર શ્રી. દલીચંદભાઈ હયાત છે ત્યારે અન્ય સો ભાઈઓ સ્વર્ગવાસ પામ્યા છે. સૌ ભાઈ-બહેનોને ત્યાં વિશાળ કુટુંબ પરિવાર છે. " શ્રી. વીરજી સંઘવીનાં માતાનું નામ શ્રી. જમકુબહેન. શ્રી. જમકુમાં અત્યંત દયાળુ, વ્યવહારકુશળ, ભારે પ્રતાપી અને જાજરમાને નારીરત્ન હતાં. નિમિત્ત અને શુકનશાસ્ત્રનું તેઓ સરસ જ્ઞાન ધરાવતાં અને તેમનું વિશાળ કુટુમ્બ આજે જે જાહોજલાલી જોગવી રહ્યું છે, તે બધું જમકુમાનાં પુણ્ય પ્રતાપને આભારી છે એમ તેમને સઘળે પરિવાર આજે પણ માને છે. અતિથિદેવો મત એ એમનું જીવનસત્ર હતું. કોઈ પણ અતિથિ એમને ત્યાં જાય એટલે ભાવપૂર્વક તેમને સત્કાર થતો. સાધુ કે સાધ્વી જ્યારે પણ ગામમાં હોય ત્યારે ન્મકુમા તેમની અપૂર્વ વૈયાવચ્ચ કરતાં. • : આતિયસત્કારના આ મહાન ગુણને પૂરેપૂરે વારસો શ્રી. • વીરજી બમ્પાને પણ પ્રાપ્ત થયો હતો. કુંડલામાં કઈ પણ શ્રાવક ગમે Page #10 -------------------------------------------------------------------------- ________________ તેને ત્યાં અતિથિ બનીને જાય પણ શ્રી. વીરજીબાપા તેમનો આતિથ્યસત્કાર કર્યા વિના ન રહે. અતિથિસંવિભાગ એ શ્રાવકનાં બાર વ્રતો પૈકીનું એક મુખ્ય વ્રત છે અને તેનું માહામ પણ સવિશેષ છે. સાચે શ્રાવક સ્વધર્મીને સંવિભાગ કર્યા પછી જ આહાર લાઈ શકે, અને આ નિયમનું પાલન શ્રી. વીરજી બાપાને ત્યાં જ્યારે જ્યારે કુંડલા જવાનું બનતું ત્યારે થતું જોવામાં આવતું હતું. જ્યારે જુઓ ત્યારે કઈને કઈ મહેમાન તેમને ત્યાં હોય જ. આ રીતે શ્રી. વીરજી બાપાનું કુંડલાનું નિવાસસ્થાન એક પ્રકારનું સાધર્મિક_અતિથિગૃહ જેવું જ હતું. ( ઈ. સ. ૧૯૪૭માં તેઓ તેમના ધંધાના કાર્ય અંગે અમરેલીમાં ધ્રુવ દલીચંદ હેમચંદને ત્યાં પધાર્યા હતા, ત્યારે મને તેઓશ્રીને સૌથી પ્રથમ પરિચય થયો. શ્રીમદ્ આનંદઘનજી, શ્રીમદ્ દેવચંદ્રજી અને શ્રીમદ્દ યશોવિજયજીનાં કેટલાંયે સ્તવનો તેમને કંઠસ્થ હતાં. એ વખતે, એમની પાંસઠ વર્ષની ઉંમરે આ સ્તવનોને ગૂઢાર્થ અને રહસ્ય સમજાવવાની તેમની શૈલી જોઈ હું ભારે પ્રભાવિત બન્યો. તે પછી તો મારે તેમની સાથે પરિચય વધ્યો અને તેમના મોટા પુત્ર શ્રી. કપુરચંદભાઈની પુત્રીનું લગ્ન મારા મોટા પુત્ર સાથે થતાં અમે વેવાઈ સંબંધે જોડાયા, અને વધુ નિકટમાં આવવાનું શક્ય બન્યું. ઈ. સ. ૧૯૫૦ ના એકબર માસમાં મારી બંને નાની પુત્રીઓ સાથે શ્રી. વીરબાપાના સંગાથમાં આપણું પૂર્વના મહાન તીર્થો સમેતશિખરજી, પાવાપુરી વગેરે તીર્થોની જાત્રાએ જવાનું બન્યું. અમારા યાત્રા સંઘમાં હું, મારી બંને પુત્રીઓ, શ્રી. વીરજીબાપા અને તેમનો એક માણસ મોહનલાલ હતા. આ જાત્રા નિમિત્તે લગભગ એક માસ સુધી શ્રી. વીરજીબાપા સાથે રહેવાનું બન્યું અને તે વખતે તેમના જીવન વિષે વિશેષ જાણવા મળ્યું. શ્રી. વીરજીબાપાને વ્યવહારિક શિક્ષણ તો નહિવત હતું પણ ભણતર કરતાં તેમનું ગણતર અનેકગણું હતું. નાની ઉંમરે જ તેમનાં લગ્ન આંબાનિવાસી શાહ હરિચંદ જસરાજનાં પુત્રી બી. જીણાબહેન સાથે થયાં હતાં. કુટુંબ મોટું એટલે કૌટુંબિક વ્યવહાર પણ મટે. Page #11 -------------------------------------------------------------------------- ________________ (3) ધંધાદારી જવાબદારીને બદલે કૌટુમ્બિક વ્યવહારની મેાટી જવાબદારી શ્રી. વીજ્બાપા પર રહેતી. બહેાળા સગાસંબંધી સમુદાયના લગ્ન પ્રસ ંગે હાજરી આપવી, બહેનેા, દીકરીઓના સાસરે સારેમાઠે પ્રસગે જવું તેમજ કૌટુમ્બિક સભ્યાના વેશવાળ, લગ્ન વગેરે કાર્યાની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ અત્યંત કુશળતાપૂર્વક તેઓ સંભાળતા. જ્ઞાતિમાં મરણ થાય ત્યારે સ્મશાને જવું, સાદડીમાં જવું, ખરખરા નિમિત્તે અહાર ગામ જવું, લગ્ન વગેરે પ્રસંગમાં હાજરી આપવી વગેરે જવાબદારી પણ હતી, એટલે યુવાવસ્થા થતાં સુધી ધંધામાં શ્રી. વીજી બાપાનુ લક્ષ અને ધ્યાન બહુ ઓછુ હતુ.. તેમની જીભમાં અમૃત હતું અને વળી વ્યાવહારિક કાર્યામાં અત્યંત નિપુણ અને નિષ્ણાત. માણસની કસેટી કરી પરખી લેવાની તેમનામાં અપૂર્વ શક્તિ હતી, કારણકે બાલ્યાવસ્થામાં અનેક ગામેાની મુસાફરી કરી હતી અને ભિન્નભિન્ન પ્રકૃતિ ધરાવતી અનેક વ્યક્તિએના પરિચયમાં પણ આવ્યા હતા. મેટા થયા પછી પેઢીની ઉધરાણી પ્રતાવવાનું કાર્ય પણ તેમના શિરે આવ્યુ. સામા માણસને વાતચીતમાં આનંદ પમાડવાની તેમનામાં અજબ શક્તિ હતી એટલે ધધાદારી કુનેહથી પેાતાનું કાર્ય વિના તકલીફે સાધી લેતા. સામા માણસના પ્રેમ જીતી લઈ પેાતાનું ધાર્યું કામ કરાવી લેવાની ભારે આવડત અને તેથી જ બહારગામની ઉઘરાણી વસૂલ કરવાનું કામ પણ તેમના જ ફાળે આવેલું. સં. ૧૯૭૫ની આસપાસ શ્રી. ગેાપાલજી સંધવીએ પેાતાના પાંચેય પુત્રો વચ્ચે મજિયારા વહેંચી આપ્યા. ન્યાયના કાઈ અટપટા કેસમાં સાચા નિર્ણય પર આવવાનું કામ એક બાહેાશ ન્યાયાધીશ માટે પણ જેમ મુશ્કેલ હાય છે, તેમ કુટુંબના વડીલ માટે સંતાને વચ્ચે મજિયારા વહેંચવાનુ કામ પણ મુશ્કેલ હોય છે. કૌટુમ્બિક સોંપત્તિનું પ્રમાણ જેટલા અંશે વધુ, તેટલા અંશે આ કાર્યની કઠિનતા પણ વધારે. મહાભારતનું યુદ્ધ પણ સ ંપત્તિની વહેંચણીના કારણે જ થયુ હતુ તે ! તેથી જ કોઈ વિદ્વાને સાચું જ કહી દીધું છે કે—The greatest humbug in the world is the idea that Page #12 -------------------------------------------------------------------------- ________________ ·money can make a man happy yaich uail Hlolaat સુખી કરી શકે છે, એ માન્યતા દુનિયામાં મોટામાં મોટી ભ્રમણ જ છે. શ્રી. વીરજીબાપાના શબ્દોમાં કહું તો, ભજિયારાની વહેંચણીમાં (ભૌતિક દૃષ્ટિએ તેમને શું પ્રાપ્ત થયું એ વાત બાજુએ રાખી આધ્યાત્મિક દૃષ્ટિએ તેમને મોટામાં મેટે જે હિરસો પ્રાપ્ત થયો તે પિતાના શુભ આશીર્વાદ. શ્રી. વીરજીબાપાના સુપુત્રોને આ વાતની ખબર હશે કે કદાચ નહિ પણ હોય, પરંતુ આજે તેઓ જે રિદ્ધિસિદ્ધિ ભોગવી રહ્યા છે, તે તેમના પિતામહે તેમના પિતાને આપેલા. આવા શુભ આશીર્વાદના કારણે જ છે. કારણ વિના કેઈકાર્ય નિપજતું નથી. સંતાનો માટે માતા અને પિતા એ જીવન્ત તીર્થંકર રૂપ જ છે અને માતાપિતાની સેવા કરી તેમને સંતોષ આપનાર સંતાને આ જગતમાં કદી પણ દુઃખી થતાં જ નથી. મજ્યિારાની વહેંચણી બાદ થોડા થોડા સમયને આંતરે પ્રથમ શ્રી. જમકુમ અને પછી શ્રી. ગોપાલજીદાદા સ્વર્ગવાસ પામ્યા અને શ્રી. વીરજીબાપાએ બહુ નાના પાયા પર દેશી કાપડના વણાટકામનું કાર્ય શરૂ કર્યું. એક નાનકડી દુકાન ભાડે લઈ સંઘવી વીરજીભાઈ ગોપાલજીના નામે સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી. શરૂઆતનાં વરસોમાં અનેક મુશ્કેલીઓ ભેગવવી પડી અને ગરીબાઈ પણ વેઠવી પડેલી. પંદર વરસો સુધી તેમણે ગીર (ઉના જુનાગઢની આસપાસના ગામડાઓ) ખેડી હતી અને એ વિભાગને ગામડાઓમાં ધંધા અર્થે તેમને અવારનવાર જવું પડતું. તેઓ એક ઉતમ કોટિના ઘડેસવાર હતા. એ જમાનામાં મુસાફરી માટે બસ કે એવાં અન્ય સાધનો ન હતાં. એ સમયે વેઠેલી ગરીબાઈનું તેમના એક પુત્રે ખ્યાન આપતાં મને કહેલું કે એક વખત હરિકેના ફાનસને પોટો ફૂટી ગયો અને તાત્કાલિક નવો પોટ લઈ આવવાની અશક્યતાના કારણે ઘરમાં આખી રાત સૌએ અંધારામાં જ વીતાવવી. પડી. હતી. શ્રેષ્ઠ માણસનું ઘડતર ધનની રેલમછેલ વચ્ચે નહીં પણ ગરીબાઈમાં જ થાય છે, એ વાત શ્રી. વીરજીબાપાના જીવન પરથી - સમજાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ (૫) શ્રી. વીરજ્બાપાએ વણાટકામની સાથેાસાથ ઉનનું કામ પણ શરૂ કર્યું. પછી તેા સારાયે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ વિભાગમાં પણ નાના પાયા પર શરૂ થયેલી દુકાન, સંધવી વીરજી ગેાપાલજી ધાબળાવાળાના નામથી એક મશહૂર પેઢી બની ગઈ. હવે આજે એ જ પેઢી સંધવી વિનયચંદ વીરજીભાઈના નામે કુંડલામાં ધમધાકાર ચાલે છે. શ્રી. વીરજીબાપાને પાંચ પુત્રો. શ્રી. કપુરચંદ, શ્રી. જયતિલાલ, શ્રી. જગુભાઈ, શ્રી. મનુભાઈ અને શ્રી. વિનયચંદ. પછી તે પુત્રો ઉંમરલાયક થતાં તેએએ પણ અમદાવાદ, સુરત અને મુબઈમાં મોટા પાયા પર ધંધાની જમાવટ કરી. હવે તેા સૌ ભાઈ એ પેાતપેાતાને સ્વત ંત્ર ધંધા કરે છે અને પિતા તરફથી પ્રાપ્ત થયેલા સંસ્કાર અને ધર્મના વારસા સાથે ધનના વારસાને પણ અનેકગણે ગુણિત કર્યા છે. શ્રી. કપુરચંદભાઈ મુંબઈમાં, શ્રી. મનુભાઈ સુરતમાં, શ્રી. જયતિલાલ અને જગુભાઈ અમદાવાદમાં અને શ્રી. વિનયચંદ કુંડલામાં, પાતપેાતાના સ્વતંત્ર ધંધા કરે છે. શ્રી. વીરબાપાને એક જ પુત્રી અને તે બધા સંતાનેામાં સૌથી મેટાં. તેમનાં પુત્રી શ્રી. કમળા બહેનનાં લગ્ન સ. ૧૯૮૦ માં શિહેારવાળા શ્રી. ત્રિભાવનદાસ કેશવજી સાથે કર્યાં હતાં. શ્રી. ત્રિભોવનદાસભાઈ, શ્રી. વીરજ્બાપાની છેલી માંદગી દરમિયાન સ્વવાસ પામ્યા. શ્રી. વીજ્બાપાના સમગ્ર જીવનમાં તેમના તમામ પુત્રો-પુત્રવધૂએ અખંડ હતાં. માત્ર આ એક જ દુઃખદ બનાવ તેમને જોવા પડ્યો અને તેને આધાત પણ તેમને મોટા પ્રમાણમાં થયેા. શ્રી. વીર આપાએ ઈ. સ. ૧૯૩૦ માં આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું. હતું. શ્રી. સુયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે તનેેતુ વા ઇત્તમ પંમાં અર્થાત તપમાં સર્વશ્રેષ્ઠ તપ બ્રહ્મચર્ય છે. સમેતશિખરજીની તી યાત્રા વખતે મે' તેમને સ્વાભાવિક રીતે જ પૂછ્યું કે વનપ્રવેશના ( એકાવનમું વર્ષ વનપ્રવેશનુ વર્ષ કહેવાય છે) સમય પહેલાં વૈરાગ્યનું એવું તે શું નિમિત્તે મળ્યું કે જેથી આવુ મહાત તપ સ્વીકાર્યુ ? એ વ્રતની પાછળના ઇતિહાસની વાત કહેતાં તેમણે Page #14 -------------------------------------------------------------------------- ________________ (૬) : કહ્યું કે કપુરચંદનાં માતુશ્રી ( શ્રી. જણીએન) ને ઇ.સ.૧૯૩૦ની સાલમાં bleeding ( લોહીવા ) નું થયું અને એ વખતે એ દર્દીની સારવારનાં અદ્યતન સાધના ન હતાં. દર્દીના કારણે શરીરમાંથી લાહી ઊડી ગયું અને દર્દીનું જીવન ભયમાં મૂકાઈ ગયું. તે વખતે શ્રી. વીરજીબાપાએ મનમાં સ`કલ્પ કર્યો કે ણીબહેન જો દર્દીમુક્ત થશે તે આજીવન બ્રહ્મચર્ય વ્રતને સ્વીકાર કરશે. તેના સંકલ્પના કારણે અગર તેા ભવિતવ્યતાના કારણે એ વખતે તેમને એક આડતિયા તેમને ત્યાં જઈ પહોંચ્યા અને લેાહીવા માટેની સાદી આયુર્વેદિક દવા બતાવી. યેાગાનુયેાગે એ ક્વાથી તે રાગ ગયા અને સંકલ્પ મુજબ બ્રહ્મચર્ય વ્રતને સ્વીકાર કર્યાં. માનવીમાં જો ભાવનાનું બળ હાય તે। સંયમી વનનાં નિમિત્તો એવા માનવીને આપે!આપ મળી જ રહે છે. આ રીતે શ્રી. વીરબાપા ઈ. સ. ૧૯૩૦ (વિ. સ’. ૧૯૮૬) થી વંદનીય બની ગયા. તેઓ અત્યંત આનંદી, રમુજી, હસમુખા અને નિષ્પાપ હતા. એમના દી અને તન્દુરસ્ત જીવનનું મુખ્ય કારણ પણ એ જ હતું. કલકત્તામાં અમે સૌ મ્યુઝીયમ જોવા ગયા હતા. શ્રી. વીજ્બાપા તે અત્યંત થાકેલા હતા, એટલે પથ્થરના એક લાંબા બેન્ચ પર પેાતાને ફૅટા માથે એઠી સૂઈ ગયા. અમે બધું કરીને તેમની પાસે પહોંચ્યા એટલામાં એક યુરેોપિયન કુટુંબ ફરતું ફરતું ત્યાં આવ્યું અને બાપાને માથે એઢી સૂતેલા જોઈ મને પૂછ્યું : ‘શું આ પણ કાઈ ઈન્ડીયન પ્રાણી છે?' બાપા જાગી ગયા અને મેં પેલા યુરેોપિયનને પક્ષે બાપાને સમજાવી શુ જવાબ આપુ' તેમ પૂછ્યું. બાપાએ હસતાં હસતાં મને કહ્યું કે, તેમને કહેા કે વૃદ્ધાવસ્થામાં નિવૃત્ત થતુ ં એ પગ અને એ હાથવાળુ` ભારતનું આ એક વિચિત્ર પ્રકારનુ માનવપ્રાણી છે. પેલા ગૃહસ્થને બાપાએ આપેલા જવાબ અંગ્રેજી ભાષામાં સમજાવ્યે એટલે પેલા લેાકેા તે પેટ પકડીને હસવા જ લાગ્યા અને બાપાએ પણ તેમાં સાથ પુરાવ્યેા. નિર્દોષ મજા અને આનંદ માણવાની તેમનામાં અદ્ભુત શક્તિ અને આવડત હતાં. Page #15 -------------------------------------------------------------------------- ________________ (૭) લગભગ બાલ્યાવસ્થાથી જ તેઓ હંમેશાં નિયમિત સામાયિક કરતા અને પોતાના નિવાસસ્થાનની અગાશીમાં આ કાર્ય માટે એક અલાયદે રૂમ પણ રાખ્યો હતો. ગમે ત્યાં જાય પણ સામાયિક કર્યા વિના કદી ન રહે. આ રીતે શ્રાવકનાં બાર વ્રત પૈકી ચોથા (બ્રહ્મચર્ય), નવમા (સામાયિક) અને બારમા (અતિથિ સંવિભાગ) વ્રતને શ્રી. વીરજીબાપાએ પોતાના જીવનમાં વણી લીધાં હતાં. પોતાના ધંધામ વ્યવસાયમાં મદદરૂપ થતા કારીગરો પ્રત્યે તેમને અત્યંત લાગણી હતી અને શુભ અવસરના પ્રસંગે તેના માટે જુદો ભેજનસમારંભ ગોઠવી અપૂર્વ પ્રેમથી ભોજન કરાવતા. - ઈ. સ. ૧૯૬૫માં એટલે કે મૃત્યુ અગાઉ ચારેક વરસ પહેલાં તેમને લકવાને નરમ હુમલે થયો હતો. શરીરના અન્ય અંગો પર તેની નવી અસર થયેલી પણ જીભ પર વધુ અસર થઈ હતી. તેથી તેમનું બોલવાનું લગભગ બંધ થઈ ગયું. મૌન વ્રત ફરજિયાત બની ગયું. મૌનથી ચિત્તમાં નિરવ શાંતિ ઉત્પન્ન થાય છે અને અંદર કલેશ ઉત્પન્ન થવા પામતા નથી. તેમની છેલ્લી માંદગી દરમ્યાન જ્યારે જ્યારે તેમની પાસે જવાનું બનતું ત્યારે ત્યારે હું તેમને રમુજમાં કહેત કે મૌનવ્રતના કારણે કુદરતે તમારા માટે ઉત્પન્ન કરેલે ઉપાધિયોગ પણ તમને તો સમાધિયોગ રૂપે પરિણમ્યો છે. પાટીમાં પેનથી લખી પ્રથમ માફક જ સૌને હસાવતા અને નિર્દોષ આનંદ પ્રાપ્ત કરી અન્ય સૌને પણ આનંદ પમાડતા. - ઈ. સ. ૧૯૬૬ ના મે માસમાં તેમના સુપુત્ર શ્રી. મનુભાઈએ પિતાના બંધુઓ સાથે મળી સાવરકુંડલાથી શત્રુંજ્ય તીર્થનો સંધ અત્યંત ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક બસ રસ્તે કાવ્યો હતો. શ્રી. મનુભાઈ અને તેમનાં પત્ની સૌ. શાંતાબહેને તે વખતે પાલીતાણું તલાટી બાબુના દેરાસરમાં ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવને અપૂર્વ લાભ લીધો હતો અને શ્રી. વીરજીબાપાએ નાદુરસ્ત તબિયત હોવા છતાં સિદ્ધગિરિની છેલ્લી યાત્રાને અપૂર્વ લહાવો લઈ શત્રુજ્ય પર સંઘપતિની માળા પહેરી હતી. સાવરકુંડલા-પાલીતાણા તીર્થયાત્રા સંધના યાત્રિકોએ, એ પ્રસંગે શ્રી. વનમાળીદાસ ઝવેરચંદ મહેતાના પ્રમુખપદે એક ભવ્ય સમારંભ યેજી, સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં Page #16 -------------------------------------------------------------------------- ________________ (4) - શ્રી વીરજીબાપાનું અપૂર્વી સન્માન કરી અભિનંદન પત્ર એનાયત કર્યું હતું.. આ સંધયાત્રાના પ્રસ ંગે એક વાતનું સ્મરણ થઈ આવ્યું. શ્રી. વીરબ્બાપાના સુપુત્રોએ જેમ તેમની છેલ્લી માંદગીમાં અપૂર્વભાવ, ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક શત્રુંજય તીર્થની જાત્રા કરાવી, તે જ રીતે શ્રી. વીર આપાએ પણ તેમના પિતાશ્રી શ્રી. ગેાપાલજ્બાપા અને કાકીને પણ ભક્તિભાવપૂર્વક કેસરીયાજી અને અન્ય તીસ્થાનાની જાત્રા કરાવી હતી. માણસ જેવુ વાવે છે તેવુ જ લણે છે એ વાત આ હકીકત પરથી સમજી શકાય છે. શ્રી. વી આપાના હાથે અનેક ધર્મ અનુષ્ઠાને થયાં હતાં.કુંડલાના ભગવાન શાંતિનાથના મંદિરમાં જે મંડપ છે, તેની ઉપરના ઘુમ્મટ પર શિખર ચડાવવાના આદેશ ઈ. સ. ૧૯૪૨ માં તેમના સુપુત્ર ભાઈ જયંતીલાલે લીધા હતા અને પૂ મુક્તિવિજય મહારાજશ્રીના સાંનિધ્યમાં આ શુભ ક્રિયા બાપાના વરદ હસ્તે થઈ હતી. . શ્રી. વીરબાપાના અંતિમ દિવસેામાં યાગાનુયાગે સાધ્વીશ્રી સદ્ગુણાશ્રી કુડલામાં હતાં. સાંસારિક સંબધની દૃષ્ટિએ આ સાધ્વીજી તેમનાં ભાણેજી થાય. છેલ્લા દિવસેામાં આપાની પાસે રહી તેમણે અપૂર્વ ધર્મ આરાધના કરાવી, અને સં. ૨૦૨૫ ના ખીજા આષાઢ વદી ૫ શનિવાર તા. ૨-૮-૧૯૬૯ નારેજ ૮ ૬ વર્ષની પાકટ ઉ ંમરે અત્યંત શાંતિપૂર્વક નવકાર મંત્રના જાપ કરતાં કરતાં તેમને જીવનદીપ મૂઝાઈ ગયે. જેણે જીવનમાં સદૈવ સૌનું કલ્યાણ કયુ" છે, તેવા જવા માટે નિઃશંક સદ્ગતિ જ હેાય છે. Death is natural, but life is an accident. અર્થાત્ મૃત્યુ સ્વાભાવિક છે, પણ જીવન એક અકસ્માત છે. જ્ઞાતસ્ય દિ ધ્રુવં મૃત્યુ: જે જન્મે છે તેનુ મૃત્યુ નિશ્ચિત હાય છે . એમના સ્થૂલ દેહને જો કે નાશ થયેા, પણ તેમના દી કાળપ તના જીવનની સુવાસ અને સુગંધ સૌના અંતરમાં વસીને આપણને ચિરકાળ સુધી પ્રેરણા અને પ્રાત્સાહન આપશે. એમની જેવા પુણ્યાત્માઓની યશ કાયાને જરા અને મૃત્યુના ભય રાતે નથી. શ્વિર એનના આત્માને ચિરશાંતિ આપે! એ જ અભ્યર્થના ! મનસુખલાલ તા મહેતા Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન જાણ્યું અને જોયું” એ સૂચક નામ જે આ પરસ્પર અસંકલિત–વિરલિત લેખોના સંગ્રહરૂપ પુસ્તકનો વસ્તુનિર્દેશ કરી જાય છે. લેખકે જીવનમાં જોયું અને જાણ્યું તે અત્ર આલેખ્યું છે, એમ અત્ર અનુભૂત પ્રસંગોનું આલેખન છે. પોતાના અંગત જીવનમાં કેટલાક પ્રસંગમાં તેમજ કેટલાક સામાન્ય સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં પિતાને જે દૃષ્ટિગોચર થયું અને તે પરથી જે વિચારફુરણું પોતાને થઈ તેનું તાદ્રશ્ય શબ્દચિત્ર લેખકે અત્ર આલેખ્યું છે. મનુષ્યમાં જ નિરીક્ષણ શક્તિ (observation power) અને સમીક્ષણ શક્તિ (Thinking power) હોય તો સાવ સામાન્ય (Common place) દેખાતા પ્રસંગોમાંથી પણ સુવિચારણાના ફલરૂપ બેધ તારવી શકે છે. આ નિરીક્ષણ શકિત અને સમીક્ષણ શક્તિ લેખકમાં વિપુલ પ્રમાણમાં દગગોચર થાય છે, તેને લઈને જ અત્ર લેખકે સાવ સામાન્ય દેખાતા અંગત જીવનપ્રસંગો આદિ પરથી ફલિત થતો બોધ તારવવાનો શક્ય પ્રયત્ન કર્યો છે. પ્રાચીન કથાનકને અર્વાચીન સ્વાંગમાં ઉપન્યાસ કરવાની કળા જેમ શ્રી. મનસુખલાલભાઈ એ સાધી છે, તેમ સામાન્ય દૈનંદિન પ્રસંગો પરથી ફલિત થતે બોધ રજૂ કરવાની કળા પણ તેમણે હરતગત કરી છે, તે અભિનંદનને પાત્ર છે! તેમજ કેટલાક સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં અને તદંતર્ગત આનુષંગિક કથાનકના ઉલ્લેખોમાં પણ તેમની આ કળા તે તે પ્રસંગને બેધક અને રોચક બનાવે છેતે પણ પ્રશંસનીય છે. જો કે મહાન શ્રી હરિભદ્રસૂરિએ દર્શાવેલી યોગદષ્ટિ-જેનું સવિસ્તર દિગદર્શન આ પ્રાફિકથન લેખકે યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ વિવેચનમાં કરાવ્યું છે, તે જગતમાં વિરલ દેખાતી અલૌકિક યોગદષ્ટિનું–અધ્યાત્મ દૃષ્ટિનું દર્શન અત્રે પ્રસ્તુત નથી; અત્ર તો જગતમાં વ્યાપકપણે પ્રવર્તી રહેલી ઓઘદૃષ્ટિનું દર્શન મુખ્યપણે વિવક્ષિત છે, કારણ કે અત્ર લૌકિક પ્રસંગોનું પ્રાયઃતદનુરૂપ લૌકિક - દૃષ્ટિથી બોધદર્શક અવલોકન કરાયું છે, Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૦) કેટલાક લેાકા જુએ છે છતાં જાણતા નથી.. પચન્નતિ ન પતિ; કેટલાક લેાકેા નહિ જોતાં છતાં જાણે છે,. કેટલાક લેાકેા શ્વેતા નથી અને જાણતા નથી; કેટલાક લેાકેા જુએ છે અને જાણે છે. અત્ર તે લેખકે દૃષ્ટિ ખેાલીને દેખનાર અને વિચારથી જાણનાર એ અમાં · જાણ્યુ` અને જોયું ' કર્યુ છે. મનુષ્ય જો વિવેકદૃષ્ટિ ખેાલીને દેખે તે જગતમાં ડગલે ને પગલે મેધ પ્રાપ્ત કરી શકે છે. અરે! ધૂળ ને કાંકરા જેવી તુચ્છ નિર્માલ્ય ગણાતી વસ્તુ પેાતાની મહત્તાને ફ્રાંકા રાખનારા મનુષ્યને ખેાધ આપી શકે છે. અત્રે લેખકે પણ દૃષ્ટિ ઉન્મીલિત રાખી કેટલાક અંગત જીવનપ્રસંગેાનું તટસ્થ અવલાકન કર્યું છે અને તે પરથી સ્વદૃષ્ટિ અનુસાર ફલિત થતા મેધ તારવવાને પ્રયત્ન કર્યાં છે. તેમાં કવચિત પેાતાની ભૂલ ને ક્ષતિ માટે જાણે પાતે પેાતાને ઠપકે આપતા હોય કે શમી દા બનતા હોય એવી હૃદયની સત્યતા દર્શન દે છે, ક્વચિત્ દુ:ખી–અનુકંપા યેાગ્ય પ્રત્યેની સહજ સહૃદયતા ન દે છે; કવચિત્ તે અવલેાકન માર્મિક કટાક્ષનુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે, કવચિત્ તે સમાજહિતચિંતનનુ સૌમ્ય સ્વરૂપ ધારણ કરે છે. અત્ર સત્ર સ્વદૃષ્ટિ અનુસાર લેખકની શબ્દ સૃષ્ટિ “ જાણ્યું અને જોયું ને સાર્થક કરે છે. ૫, ચાપાટી રાડ, \ મુંબઈ-૭. તા. ૧૦–૧–૧૯૭૧. ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. ખી બી. એસ. Page #19 -------------------------------------------------------------------------- ________________ લેખકનું નિવેદન . “ જાણ્યું અને જોયું” નામના આ લઘુ ગ્રંથમાં જીવનમાં જે કેટલાક પ્રસંગે જાતે અનુભવ્યા, જેયા અને જાણ્યા છે તેનું આલેખન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પૈકી મોટા ભાગના પ્રસંગે જેના સામયિકોમાં અને બાકીના અન્ય સામયિકમાં છપાઈ ગયેલા છે. જે જે સામયિકમાં તે છપાયેલા છે તેના નામે તેમ જ સમયને નિર્દેશ દરેક પ્રસંગના અંતે જણાવવામાં આવેલ છે. આ પ્રસંગો અંગે વિવેચન કરવાનું અત્રે જરૂરી નથી કારણકે પ્રસંગો પોતે જ જે વાત કહેવાની છે તે કહી જાય છે. આ ગ્રંથના પ્રાફકથનમાં તેના વિદ્વાન અને આત્માથી લેખક ડો. ભગવાનદાસભાઈ એ સાચી જ વાત કહેતાં લખ્યું છે કે અહીં આલેખેલા બધા પ્રસંગોમાં મારા મનની ભિન્ન ભિન્ન વૃત્તિઓનું દિગદર્શન થાય છે. જેમ તળાવના પાણીમાં પથ્થર નાખીએ છીએ ત્યારે પાણી મજાનું સ્વરૂપ લઈને પથ્થરની સામે પ્રતિક્રિયા કરે છે, તેમ માનવ મનમાં પણ કોઈ બાબત વિષે આઘાત થાય છે ત્યારે મન પ્રતિક્રિયા કરે છે, જેને આપણે ઘર્ષણ કહીએ છીએ. આવી. આઘાત પ્રત્યાઘાતની લાગણીઓના કારણે મારા ચિત્તે જે ઘર્ષણ અને સંવેદના અનુભવ્યાં તેનું ચિત્ર આ ગ્રંથમાં શબ્દો દ્વારા રજૂ કરવા. મેં નમ્ર પ્રયત્ન કર્યો છે. માનવમનથી વધુ વિચિત્ર આ જગતમાં બીજું કાંઈ જ નથી. મહાસાગરમાં તરતા બરફના પહાડનો માત્ર ઉપલો ભાગ તરતો આપણે જોઈ શકીએ છીએ, પણ પાણીમાં રહેલે ભાગ જોવામાં આવતા નથી. એવું જ આપણું મનની બાબતમાં છે. અને તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે જેણે પિતાની જાતને જાણ એણે સઘળું જાણ્યું. જ્યાં આપણે આપણા મનને જ ઓળખી શકતાં નથી, ત્યાં જાતને ઓળખવાની તે વાત જ ક્યાં રહી? મનને સાચા. અર્થમાં સમજવા માટે તો જન્મજન્માંતરની સાધના પણ ઓછી. પડે એ સાચું, પરંતુ તેમ છતાં આ દિશામાં પ્રયત્ન કરવાની તા. માનવ માત્રની ફરજ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૯ (૧૨) એક વિમા કંપનીના મુખ્ય સંચાલક તરીકેની ત્રીસ વર્ષ સુધીની કારકિર્દીમાં અનેક તીર્થસ્થાન અને સુપ્રસિદ્ધ રમણીય સ્થાન જોવાનાં મળ્યાં, અને ભિન્નભિન્ન પ્રકૃતિ અને સ્વભાવના માનો તેમ જ સંત પુરુષોના પરિચયમાં આવવાનું બન્યું. આ બધામાંથી જે સાર કાલ્યો તે એ છે કે માનવજીવન જેમ દુર્લભ છે તેમ કષ્ટમય પણ છે. ઊંચામાં ઊંચું વૃક્ષ પણ ગગનને તો સ્પર્શી શકતું જ નથી. આ જગતમાં કોઈ પણ માણસ માત્ર ગુણોથી (Perfect) ભરેલ નથી તેિમ માત્ર દોષોથી પણ ભરેલું નથી. કોઈમાં ગુણનું પ્રમાણ વધારે છે તો કેઈમાં દોષનું પ્રમાણ વધારે છે. પરંતુ આપણે જેમ ફળોના રસનું જ ગ્રહણ કરીને છાલ ગોટલાની ઉપેક્ષા કરીએ છીએ, કડવા ઔષધે પણ જેમ કડવાશની ઉપેક્ષા કરી દર્દના વિનાશ અર્થે પી જઈએ છીએ, તેમ ગુણદષ્ટિ કેળવી જે માણસમાં રહેલા ગુણોને જ જેતા થઈ જઈએ તો આપણા પોતાના જીવનમાંથી ઘણી કડવાશ ઓછી થઈ જાય છે અને જીવન આનંદરૂપ બની જાય છે. ' સારામાં સારા માણસમાં પણ કોઈને કોઈ જાતની નબળાઈ રહેલી હોય છે, તેમ અધમમાં અધમ માનવીના હૈયામાં પણ કોઈ અગોચર ખૂણે દેવી શકિતનો વાસ રહેલે જ હોય છે. અને તેથી જ, એક વખતના મહાપાપી અને અધમ એવા દર પ્રહારી, અર્જુનભાળી તેમજ ચિલાતી પુત્ર જેવા પણ પોતાના સ્વભાવનું પરિવર્તન કરી સંત મહાત્માની કેટથી પણ અધિક આગળ વધી શક્યા હતા. એટલે આ જગતમાં એકાન્ત કોઈને પાપી કે અધમ માની લે તે યથાર્થ નથી. ગઈ કાલના પાપી જે આજે સંત બની શક્યા છે, તો આજના મહાપાપીઓ પણ આવતી કાલે સંત કેમ ન બની શકે! મનુષ્ય દેવ અને દાનવનું મિશ્ર સ્વરૂપ છે એ વાત એક દષ્ટિએ તદ્દન સાચી છે. માણસ જ્યારે પોતાની વૃત્તિ અને વાસનાને ગુલામ બને છે ત્યારે તે પશુથી પણ વધુ નપાવટ બની જાય છે. કૂતર, ઘોડો, ગાય વગેરે પ્રાણીઓ જ્યારે તેઓનું પેટ ભર્યું હોય ત્યારે તેની પાસે ખાદ્ય પદાર્થ મુકાય તો પણ ખાતાં નથી. એથી ઉલટું રામન Page #21 -------------------------------------------------------------------------- ________________ એમ્પાયરની જાહોજલાલીના દિવસોમાં ત્યાંના અમીરે પેટ ભરી ખાઈ લીધા પછી તરત જ નો સ્વાદ માણવા ખાધેલા ખોરાકનું ઈરાદાપૂર્વક વમન કરી નાખતા. એટલે માનવજન્મ પ્રાપ્ત થયા પછી માનવે પશુ બનવું કે મહામાનવ બનવું તે વાત તેના પિતાના હાથની જ છે. તે ધારે તો પશુથી પણ અધમ કેટિને બની શકે અને છે તો દેવ કરતાં પણ વધુ મહાન બની શકે છે. આ પુસ્તકનું પ્રકાશન કરનાર શ્રી જૈન આત્માનંદ સભાને હું અત્યંત ઋણી છું તેમજ સંસ્થાને આ પુસ્તક પ્રકાશનના અર્થે આર્થિક સહાય આપનાર મારા કુટુંબી જેવા શ્રી. કપુરચંદ વીરજી સંધવીને પણ હું અત્યંત આભારી છું. - મારાં સદગત પત્ની અને હું આ પુસ્તકમાં પ્રાક્કથન લખી આપનાર “યોગ દષ્ટિ સમુચ્ચય”, “લલિત વિસ્તરા અને અધ્યાત્મ રાજચંદ્ર જેવા મહાન ગ્રંથના વિદ્વાન અને આત્માથી લેખક ડે. ભગવાનદાસ મહેતાના અનેક રીતે જ છીએ. સંયુક્ત રીતે કરેલા કરજને ભરપાઈ કરવાની જવાબદારી પણ સંયુક્ત રીતે જ રહેલી હોય છે, એટલે એમના ઋણને ભાર આ જન્મે હવે ઓછો કરવાની તો શક્યતા જ નથી રહી. આવા સામાન્ય પુસ્તકનું પ્રાણથન ડોક્ટર સાહેબ જેવા પાસે લખાવવું એ એક પ્રકારની મારી બાળચેષ્ટા છે એ વાતથી હું અજાણ નથી. પરંતુ તેમની જેવા આધ્યાત્મિક અને આત્માથીનું દેવું વધારવામાં પણ એક પ્રકારની લાલચ જ રહી છે આવા ઋણભાર સંબંધના કારણે અન્ય જજોમાં પણ તેમના જીવાત્મા સાથે સંબંધ ચાલુ રહી શકે એવી તીવ્ર ઈચ્છાથી મારા પરના એમના ઋણભારને વધારે કર્યો છે. આ માટે માત્ર તેમનો આભાર કે ઉપકાર માની એમની દેવામાંથી મુક્ત થઈ શકાય તેમ નથી અને એમ મુક્ત થવાનું હું પસંદ પણ ન કરું, તેથી એવી ધૃષ્ટતાથી દૂર રહું છું. 1. અંતમાં આ ગ્રંથમાં જે પ્રસંગે આપેલા છે તેમાંથી જે કાંઈ મનન કરવા યોગ્ય, આદરણીય અને ઓચરણીય લાગે તે ક્ષીર નીર ન્યાયે વિવેકપૂર્વક સુજ્ઞ વાચકે ગ્રહણ કરે એ જ અભ્યર્થના ! " ૧૧, પારસી બજાર સ્ટ્રીટ ) કેટ, મુંબઈ ૧૫–૧૭૦, '' ' } . મનસુખલાલ તારાચંદ મહેતા Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન - શ્રી જૈન આત્માનંદ સભાનો એક ઉદ્દેશ એ છે કે જેને -સમાજમાં ધાર્મિક, નૈતિક, વ્યાવહારિક જ્ઞાનને પ્રચાર કરવો અને આ ઉદ્દેશ લક્ષમાં રાખી છેલ્લાં સિત્તેર ઉપરાંત વર્ષોથી આ સભા વિવિધ પ્રકારનાં પુસ્તકો પ્રકાશન કરતી આવી છે. (૧) શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા (૨) શ્રી આત્માનંદ જૈન ગ્રંથ રત્નમાલા (૩) શ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સીરીઝ (૪) પ્રવર્તક કાંતિ વિજયજી ઐતિહાસિક ગ્રંથમાળા ઈત્યાદિ ગ્રંથમાળાઓ દ્વારા ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત–-અર્ધમાગધી, અંગ્રેજી વગેરે ભાષાઓમાં લગભગ ૨૧૦ જેટલાં પુસ્તક પ્રગટ કર્યા છે, જેમાંનાં કેટલાંક પૂજ્ય સાધુ-સાધ્વી મહારાજેને તથા સભાના પેટ્રને, લાઈફ મેમ્બરે અને અન્ય સભ્યોને ભેટ આપવામાં આવ્યાં છે. અને આ રીતે સભાએ પિતાને ઉદ્દેશ સિદ્ધ કરવા પુર્ણ કરેલ છે. સાવરકુંડલા નિવાસી જૈન સમાજના એક કુશળ વ્યાપારી ધર્મનિષ્ઠ શેઠ શ્રી વીરજી ગોપાલજી સંઘવી સ્વર્ગવાસી થતાં તેમના -સુપુત્ર શેઠ શ્રી કપુરચંદભાઈએ પોતાના સ્વર્ગસ્થ પિતાના પુણ્ય મરણ નિમિત્તે કાંઈક જ્ઞાનસાધના થાય તેવી શુભ ભાવનાથી આ સભાને રૂ. ૧૦૦૦ એક હજાર આપવા ઇછા દર્શાવી. સભાએ તે દરખાસ્ત આભાર સહિત સ્વીકારી અને શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળાના ૯૮ મા પુષ્પ તરીકે એક પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવાનું ઠરાવ્યું. ( આ પુસ્તક શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાના લેખોને સંગ્રહ છે. શ્રી મનસુખલાલભાઈ એક સિદ્ધહસ્ત લેખક છે. તેમની લેખનશિલી સીધી અને સરળ છે. પિતાને જે કાંઈ કહેવું છે તે કઈ પણ પ્રકારના અલંકાર કે ચમત્કૃતિને ઓપ આપ્યા સિવાય તદન સાદી લ ગ્ય શૈલીમાં તેઓ કહી જાય છે. આમ છતાં તેઓ પ્રસંગોને માનસશાસ્ત્રની દૃષ્ટિએ માપે છે અને તેનાં જુદાં જુદાં પાસાંની નિષ્પક્ષપાત ચર્ચા કરી આપણને વિષયનું સ્પષ્ટ દર્શન કરાવે છે અને Page #23 -------------------------------------------------------------------------- ________________ IT (૧૫) વિચારની ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ જાય છે. તેમણે ધર્મના જુદા જુદા અંશોને ફૂટ કરતી કથાઓ લખી છે, જેમાંની કેટલીક “શીલ ધર્મની કથાઓ ભા. ૧-૨’ નામના પુસ્તક રૂપે પ્રસિદ્ધ થઈ છે -અને આ બધી કથાઓ વાચક વર્ગમાં આદરપાત્ર બની છે. કથાઓ ઉપરાંત સામાન્ય માણસને ઉપયોગી થાય તેવા વ્યાવહારિક વિષયો ઉપર પણ તેમણે નાના નાના લેખો લખ્યા છે, જે જુદા જુદા સામયિકોમાં જુદે જુદે સમયે પ્રસિદ્ધ થયા છે. આ બધા લેખોને એકત્ર કરી પુસ્તકરૂપે છપાવ્યા હોય તે તે કાયમી બને અને સમાજને વધુ ઉપયોગી થાય તેમ અમને લાગવાથી અમે તે માટે શ્રી. મન-સુખલાલભાઈની અનુમતિ માગી અને તેમણે સહર્ષ આપી. અમે તે માટે તેમના ઋણી છીએ. આ પુસ્તકનું નામ “જાયું અને જોયું” રાખવામાં આવ્યું છે. આમાં લેખકે પોતાના જીવન દરમિયાન જે બાબતો જોઈ, જાણી અને અનુભવી, તેમાંથી છવીસ બાબતો ઉપરનું તેમનું મનન અને વિવેચન આપવામાં આવેલ છે, અને સ્વ. શેઠ શ્રી વિરજીભાઈ સંઘવીના નામ સાથે જોડી પ્રસિદ્ધ કરવામાં આવે છે. * આજે જ્યારે નવસર્જન અને નવનિર્માણનો પવન ચારે બાજુ કુંકાય છે, ત્યારે આ લેખ આપણું ઊગતી પ્રજાને માર્ગદર્શક નિવડશે એવી અમે શ્રદ્ધા રાખીએ છીએ. જેન આત્માનંદ સભા | ભાવનગર તા. ૧૦-૧-૭૧ ) ખીમચંદ ચાંપશી શાહ પ્રમુખ Page #24 -------------------------------------------------------------------------- ________________ જીવનને કલહ છે, જીવન બહલાવવા, કલહ વિણ જીવનની હેય પૂર્તિ દુઃખ દર્શન પછી થાય સર્જન સદા, દુઃખ છે શક્તિની પરમ મૂર્તિ. જગતમાં જીવન જે મધુરમાં મધુર છે, તે અધિક દુઃખમાં રહે દળાતું; મિષ્ટમાં મિષ્ટ ફળ વૃક્ષ પર હોય તે, કીટને પક્ષીને ભક્ષ થાતું ! કે - દર્શનિકા” (વિકાસની વેદના) કવિ ખબરદાર Page #25 -------------------------------------------------------------------------- ________________ Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી. પ્રાણજીવનદાસ ગાંધી [ બી.એ. ] सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः એ સૂત્રને પેાતાના જીવનમંત્ર બનાવી જૈન સમાજની શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંસ્થાએ ને પેાતાનુ કાર્ય ક્ષેત્ર બનાવ્યુ` તેવા સૌજન્ય અને સેવાભાવી વડીલ અને આપ્તજન એવા શ્રી. પ્રાણજીવનદાસ હરગાવિદદાસ ગાંધી ખી. એ. ને સાદર સમર્પણ [ મનસુખલાલ તારાચંદ મહેતા ] Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧. કુદરતી ઉપચાર વિષે મારા અનુભવ દવાઓની નવી નવી શેાધેા થતી જાય છે, ડોકટરા અને વૈદ્યોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જ જાય છે અને તેમ છતાં ઈંના નવા નવા પ્રકારે અને દરદીઓની સંખ્યામાં વધારા જ થતા જોવામાં આવે છે. આનુ' કારણ એમ લાગે છે કે, દવાઓમાં દર્દીને બેસાડી દેવાની શક્તિ કદાચ હશે, પણ દર્દીને નાશ કરવાની શક્તિ નથી. ને મૂળમાંથી કાઢવા માટે કુદરતી સારવાર જેવા બીજો કેાઈ સરળ માર્ગ નથી. દવાથી એક રાગ મટે છે, અને ખીર્જા ઉત્પન્ન થાય છે. ટાઈફાઈડ તાવમાં ક્લેરામાઇસેટીનની ગેાળીએ આપવામાં આવે છે. એ દવા એવી જલદ છે કે તેનાથી તાવ તેા ઊતરી જાય છે, પણ શરીરમાં એટલી બધી અશક્તિ આવી જાય છે કે ગુમાવેલી શક્તિ પાછી મેળવવા માટે દરદીને ચાર છ માસ સુધી હેરાન થવું પડે છે. કરજ કરીને મેળવેલાં નાણાંથી તાત્કાલિક કામ પતે છે, પરંતુ પાછળથી વ્યાજ સાથે તે રકમ પાછી આપવી પડે છે, તેવું જ લગભગ દવાઓની બાબતમાં છે. મહાત્મા ગાંધીજીએ તેમના પેાતાના તેમ જ આશ્રમન વાસીઓનાં સંબંધમાં કુદરતી સારવારના અનેક સફળ પ્રયાગે કર્યા છે, અને તેના પરિણામે પૂનાથી સેાલાપુરના રસ્તે, પૂનાથી ૧૮ માઈલ દૂર આવેલા ઉરૂલીકાંચનમાં તેમણે નિસર્ગોપચાર આશ્રમની સ્થાપના ઈ. સ. ૧૯૪૬માં કરી. રેલવે રસ્તે, પૂનાથી ધેાંડ Page #28 -------------------------------------------------------------------------- ________________ [ જાણ્યું અને જોયું જતાં ત્રીજું સ્ટેશન ઉરૂલી આવે છે, અને સ્ટેશનથી માત્ર પાંચ મિનિટના રસ્તે, આ આશ્રમ આવેલ છે. અત્યારે આશ્રમમાં લગભગ ૪૦ દરદીઓ રહી શકે તે જાતની વ્યવસ્થા છે. આશ્રમમાં ગૌશાળાની વ્યવસ્થા છે, અને તેની સરસ દેખરેખ રાખવામાં આવે છે. આશ્રમમાં એક ડૉકટરની વ્યવસ્થા રાખવામાં આવી છે, પરંતુ દવા અગર ઈજેકશનને બિલકુલ ઉપગ કરવામાં આવતો નથી. દરદીઓને આશ્રમ તરફથી ચલાવવામાં આવતા રસોડેથી ડોકટરની સલાહ અને સૂચના અનુસાર તૈયાર રસોઈ આપવામાં આવે છે. દરદીઓના ખોરાકમાં મુખ્યત્વે તે દૂધ, દહીં, સુપ વગેરે આપવામાં આવે છે. ચા, કૉફી, કોકે, તમાકુ, તેમ જ આવા બીજા પદાર્થોને ઉપગ આશ્રમમાં કરવામાં આવતા નથી. દૂધ અને ફલાહાર કે રસાહાર પર રાખવામાં આવતા દરદીઓનાં માટે પણ તમામ પ્રકારની વ્યવસ્થા આશ્રમ તરફથી કરી આપવામાં આવે છે. સવારે અને સાંજે બંને વખત પ્રાર્થના થાય છે, અને તેમાં લગભગ તમામ આશ્રમવાસીઓ તથા દરદીઓ હાજરી આપે છે. આશ્રમમાં એક પુસ્તકાલયની પણ વ્યવસ્થા છે. આશ્રમમાં ટબસ્નાન, કટિસ્નાન, વરાળસ્નાન, માલીશ વ. બધી વ્યવસ્થા રાખવામાં આવી છે. આશ્રમના ડોકટર હમેશાં એક વખત તમામ દરદીઓની મુલાકાત લઈ જાય છે, અને દરદી વિભાગમાં વ્યવસ્થાપક દરદીઓની ખાસ સંભાળ અને કાળજી રાખે છે. સાધારણ રીતે ખેરાક પર રહેતાં દરદીઓને માસિક ખર્ચ રૂ. ૭૫ થી ૮૦ આવે છે. જ્યારે દુગ્ધાહાર, ફલાહાર Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧. કુદરતી ઉપચાર વિશે મારે અનુભવ ] કે રસાહાર પર રહેતાં દરદીઓને માસિક ખર્ચ રૂ. ૧૨૦૧૨૫ની આસપાસ આવે છે. હવા, પાણી અને વાતાવરણ એવાં શુદ્ધ અને સાત્વિક છે કે જેનાં અંગે દરદીઓને શારીરિક તંદુરસ્તી ઉપરાંત માનસિક તેમજ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ ભારે લાભ થાય છે. ગયા ડિસેમ્બર માસમાં મારા પગની સારવાર અર્થે હું ત્યાં ગયે હતો. મારા ડાબા પગ ઉપર સોજો આવવાનું કારણ જુદા જુદા ડોકટરોના અભિપ્રાય પ્રમાણે જુદું જુદું હતું. લીમ્ફઝાઈટીસ, હાથીપગે, પગમાં વાળે, એક જાતનું વા, પગની નસોમાં સોજો, આ પૈકી કઈ દર્દીને હું ભોગ થઈ પડ્યો છું, એમ ડોકટરોનું માનવું હતું. લગભગ એક માસ સુધી પેનીસીલીન, સ્ટ્રેપ્ટોમાઈસીનનાં ઇજેકશને, પગ પર ઇલેકટ્રીક શેક (Short Wave), મહાગરાજ ગુગળ, રાસકવાથ વગેરેના ઉપગ પછી, પગ ઉપર આરામ થવાને બદલે, પગ ઉપરના સજાએ પોતાનું મક્કમ સ્થાન જમાવ્યું, અને ચાલવામાં પણ અડચણ આવવી શરૂ થઈ આખરે કંટાળીને, તા. ૨૨ ડિસેમ્બરના હું ઉરૂલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમમાં દાખલ થયે. ખોરાક બંધ કરી મને માત્ર રસાહાર પર રાખવામાં આવ્યું. પગ ઉપર માલીશ ઉપરાંત લીંબડાનાં પાન સાથે ઉકાળેલા પાણીમાં પગ રાખવાનું, પગ પર કાળી માટીને લેપ, બે વખત કટિસ્નાન, અઠવાડિયામાં ત્રણ વખત વરાળ સ્નાન, આ બધા ઉપચાર શરૂ કરવામાં આવ્યા, અને પ્રથમ અઠવાડિયાના અંતે વગર દવાએ આપોઆપ મારા પગ પરને સેજે દૂર થયો. ચાર અઠવાડિયાં Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪ ] [ જાણ્યું અને જોયુ* સુધી હું આશ્રમમાં રહ્યો. રસાહારથી મારું વજન ૧૫ રતલ ઘટયું, ચરબી ઓછી થઈ, અને નિરોગી બન્યા. રસાહાર ઉપર રહેવા છતાં, સાંજ સવાર મળી હું દશ માઈલ ફરતા અને સરસ સ્મૃતિ રહેતી. રોગ માત્ર આપણે કરેલા કુદરતી નિયમેાના ભગની શિક્ષારૂપે છે, પરંતુ એ શિક્ષામાંથી છટકવા માટે દવા અને ઇન્જેશનાના આશ્રય લેવા, એ એક રીતે તા કુદરતના નિયમેાના તિરસ્કાર કરવા જેવું છે, અને એ માગે મેાટા ભાગના કિસ્સાએમાં દરદી દર્દમાંથી મુક્ત થવાને બદલે દથી ઘેરાઈ જાય છે. કુદરતી સારવારથી આપણા ના મૂળમાંથી નાશ થાય છે, ત્યારે દવાઓથી આપણા ને નાશ થયેા છે, એવે! માત્ર ભ્રમ આપણામાં ઉત્પન્ન થાય છે. નજીવાં અને સામાન્ય દર્દીની માખતમાં ડૉકટરે દવાએ માટેનું મેટું લીસ્ટ આપે છે. જમ્યા પછી અન્ન પચાવવા માટેની ગેાળીએ, જમ્યા પહેલાં ભૂખ લગાડવાની ગોળીઓ, રાત્રે સૂતી વખતે દસ્ત સાફ લાવવાની ગેાળીએ, સવારમાં વિટામીનની ગેાળીએ, સાંજના શક્તિ માટેની ગેાળીએ, અપેારના સ્મૃતિ રહે તે માટેની ગેાળીએ, અને આમ ઘણી વખત તે ભેજનની વસ્તુઓની સંખ્યા કરતાં દવાઓની સંખ્યાએના નખર વધી જાય છે. પછી તા ધીમે ધીમે દરદીએને દેવાનું વ્યસન લાગુ થાય છે. પરદેશની મેાંઘી દવાઓથી આપણા દેશના કરોડો રૂપિયાનું પાણી થાય છે, અને તંદુરસ્તીમાં ફાયદા થવાને બદલે પરિણામે આપણા દેશનાં સ્ત્રી પુરુષાનાં શરીર અને મન નાજુક, નખળાં અને વિકૃત થતાં જોવામાં આવે છે, Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧. કુદરતી ઉપચાર વિષે મારે અનુભવ [ પુ હિંસા, અસત્ય, ચારી, અબ્રહ્મચર્ય, અને પરિગ્રહની ક્રિયામાં આપણે જેમ પાપ માનીએ છીએ, તેમ માંદા પડવાની ક્રિયા પણ એક પ્રકારના પાપ રૂપે માનવી જોઈએ. ડૉકટર જૉનસને એક સ્થળે કહ્યુ` છે કે: Every sick man is a kind of rascal. ખીા એક વિદ્વાન પુરુષે કહ્યું છે કે : A man who does not take care of his health commits a fraud upon himself અર્થાત્ જે માણસ પેાતાની તંદુરસ્તીની કાળજી નથી રાખતા, તે પેાતાની જાત સાથે ઢંગે રમે છે. દવાઓથી કટાળેલા તેમજ દવાઓની પેાકળતાની જેને ખાતરી કરવી હાય, તેવાં દરેક સ્ત્રી--પુરુષાને નિસર્ગોપચાર આશ્રમ-ઉરૂલીકાંચનની એક વખત મુલાકાત લેવા મારી નમ્ર વિન'તી છે. [તંદુરસ્તી, માર્ચ ૧૯૫૪. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨. સંવત્સરીની કરુણ કહાણી આજથી લગભગ ૨૧ વર્ષ પહેલાની એટલે કે ઈ. સ. ૧૯૩૬ની આ વાત છે. એ વખતે હું મલાડમાં શેઠ દેવકરણ મુલજી જૈન દેરાસર વાડીમાં રહેતો હતો (આ વાડીમાં તે વખતે ભવ્ય જૈન દેરાસર અને ઉપાશ્રય હતા, પણ આજે તો દેરાસર અને ઉપાશ્રય વધુ ભવ્ય અને વિશાળ બની ગયાં છે). એ વખતે જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં પર્યુષણમાં કયા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરવું તે અંગે મેટે મતભેદ હતું, અને અમુક લેકેએ એક દિવસ પ્રતિક્રમણ કર્યું તો વળી બીજા લેકેએ તે પછીના દિવસે પ્રતિક્રમણ કર્યું હતું તેવું મને યાદ છે. એ માસામાં મલાડ જૈન સંઘના આમંત્રણ અને આગ્રહથી મુંબઈમાં બિરાજતા પૂ. આચાર્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના (હવે સ્વર્ગસ્થ) બે કે ત્રણ મુનિ મહારાજે ચોમાસા અથે મલાડ જૈન ઉપાશ્રયમાં પધાર્યા હતા. મલાડના જૈન ભાઈ બહેનને મેટો ભાગ બીજા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરવાની તરફેણમાં હતું, ત્યારે અમુક ભાઈ બહેન નેએ પ્રથમ દિવસે જ ત્યાં બિરાજતા મુનિ મહારાજે સાથે પ્રતિક્રમણ કરવાનો નિશ્ચય કર્યો હતો. મને પિતાને કયા દિવસે (પ્રથમ દિવસે કે બીજા દિવસે) સંવત્સરી પ્રતિક્રમણ કરવું તેની ખબર ન પડે અને હજુ પણ આ બાબતનું જ્ઞાન હું Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨. સંવત્સરીની કરુણ કહાણ ] ધરાવતું નથી. જેના કારણે રાગદ્વેષાદિ ઉત્પન્ન થાય તે જ્ઞાન જેનશાસ્ત્રોની દષ્ટિએ જ્ઞાન જ નથી, એટલે આ બાબતના અજ્ઞાનને એક રીતે તે હું આશીર્વાદ રૂપ જ માનું છું. સાધુ મુનિ મહારાજેને મલાડ પધારવા આમંત્રણ દેવા જવામાં હું સામેલ હતા, એટલે સ્વાભાવિક રીતે જ તેઓના પ્રત્યે મારી નૈતિક જવાબદારી હતી. તેથી મેં અને મારા પત્નીએ સાથે બેસી નિર્ણય કર્યો કે મારે પ્રથમ દિવસે મુનિ મહારાજેની સાથે જ સંવત્સરી પ્રતિક્રમણ કરવું અને મલાડ જૈિન સંઘના મોટા ભાગના ભાઈબહેને અવિનય ન થાય એ દષ્ટિએ મારાં પત્નીએ બીજે દિવસે એ લેકેના સમૂહમાં પ્રતિક્રમણ કરવું. પતિ-પત્ની એક બીજાના પૂરક જેવાં છે, એટલે અમુક અપેક્ષાએ અમારો નિર્ણય નિશ્ચય દષ્ટિએ ન હોવા છતાં વ્યવહારુ હતું અને કોઈના મનને દુઃખ ન થાય એ પ્રકારને હતે. સંવત્સરી પ્રતિક્રમણની વિધિ તો બંનેમાં એક સમાન હતી, પણ બેમાંથી કોઈને તેમાં રાગદ્વેષને અવકાશ ન હતા. આમ અમારે હેતુ તો ઉત્તમ હતો, પણ જે હેતુસર આ નિર્ણય લીધો હતો, તે હેતુ મારી બાબતમાં ન સર્યો અને હું સદંતર નિષ્ફળ પુરવાર થશે. ના પ્રથમ દિવસે મેં આનંદ અને ગૌરવપૂર્વક સંવત્સરી પ્રતિક્રમણ મુનિ મહારાજના સાંનિધ્યમાં કર્યું. બીજા દિવસે મેં પારણું કર્યું ત્યારે એ દિવસે મારાં પત્નીને ઉપવાસ હતે. બીજા દિવસે ચાર વાગે સંવત્સરી પ્રતિક્રમણ શરૂ થવાનું હતું તે પહેલાં, ત્યાં બિરાજતા મુનિ મહારાજેએ પ્રતિકમણ કરનાર ભાઈ બહેનની સગવડતા અર્થે એક નાના રૂમ સિવાય Page #34 -------------------------------------------------------------------------- ________________ 2 ] [ જાણ્યું અને જોયું બીજી તમામ જગ્યા ખાલી કરી દીધી. આમ છતાં ખાલી થયેલી જગ્યામાં પ્રતિક્રમણ કરનાર સ્ત્રી પુરુષાના સમાવેશ ન થયા એટલે એ લેાકેાના મેાડીઓએ મુનિ મહારાજવાળા નાના રૂમના પણ કબજો લેવા આગ્રહ રાખ્યો અને મુનિમહારાજને નીચે જવા માટે કહ્યું. આ બધા મુનિમહારાજેના નામે તે મને અત્યારે યાદ નથી, પણ તે સૌ અત્યંત સરળ અને નરમ સ્વભાવના હતા. સાધુઓને આપણે આપણા ગુરુદેવ માનીએ છીએ અને તેમની સાથેના વ્યવહાર, વન અને વર્તાવ પણ એને અનુરૂપ જ હોવાં જોઇએ. મેં અને મારા કેટલાક મિત્રોએ (એ મિત્રો પૈકી ઘણા તા કાળધમ પામ્યા છે, પણ એક શ્રી. પુરુષાત્તમદાસ ઝવેરચંદ સુરેન્દ્રનગરમાં છે) સાધુઓને નીચે મેાકલવાની ખાખત માટે વાંધા દર્શાવ્યા. કાઇ વ્યક્તિ પ્રત્યે આપણુને અણુગમા, નારાજી કે તિરસ્કાર હાય તે પણ વ્યવહારમાં તેની સાથેનું આપણું વન આપણે બહુ સલૂકાઈભયુ” રાખીએ છીએ, ત્યારે અહિં તેા પંચમહાવ્રતધારી સાધુએની વાત હતી. એક તરફથી આપણે દરરાજ નવકાર મંત્રના જાપ કરીએ અને ખીજી ખાજી જેનું નિત્ય સ્મરણ કરીએ તેની જ સાથે આવું બેહૂદું વન ચલાવીએ એ અત્યંત કઠોર અને માફ ન થઈ શકે એવું હીન કૃત્ય કહેવાય. મલાડના ભાઈ બહેનેાના સાધુઓને નીચે ઉતારવાના પગલામાં મને તાછડાઈ અને ઉધ્ધતાઈનાં દર્શન થયાં અને હુ' આવેશમાં આવી ગયા. શાંત મુનિરાજે આ તકરાર વિકૃત સ્વરૂપ ન પકડે એ દૃષ્ટિએ પેલે નાના રૂમ પણ ખાલી કરી નીચેના ભાગમાં ચાલી ગયા. મને આમાં મારે પરાજય લાગ્યા Page #35 -------------------------------------------------------------------------- ________________ છે. સંવત્સરીની કણ કહાણી ] ' [ ૯ અને તેથી ક્રોધના આવેશમાં આવી જઈ ત્યાંના પ્રતિક્રમણ કરનાર ભાઈ બહેનને કહી દીધું કે હવે શાંતિ થઈને તમને! તમે ભલે હવે ત્યાં સંડે નચાવો ! ' ' મારા ઉપરોક્ત કથનથી ત્યાં ખળભળાટ મચી ગયે. મારા બેલવાને એ અર્થ કરવામાં આવ્યો કે ત્યાં પ્રતિક્રમણ કરવા આવનાર બહેનોને મેં નાચનારીઓ કહી. રાતે મારા રૂમમાં હું સૂતો હતો ત્યાં મારી પત્ની પ્રતિક્રમણ કરી મને જ્યારે ખમાવવા આવી ત્યારે તેનાં ચક્ષુઓમાંથી અશ્ર ટપકી રહ્યાં હતાં. ઉપવાસી પત્નીને મેં ભારે અશાતા ઉપજાવી હતી તે હું જોઈ શક્યો. મેં મારા બેલેલા શબ્દોનો કે ઊંધો અર્થ ઘટાવાય છે તે તેને સમજાવ્યું અને આવેશમાં આવી જઈ કરેલા અપરાધ માટે અંતઃકરણપૂર્વક ક્ષમા માગી. જે પત્નીની નજરે હું સંયમી, અદ્વેષી અને અક્રોધી હતો, તેની જ સામે ગુનેગાર તરીકે ઊભા રહેતાં જે શરમ અને આઘાત મને થયા તે કરતાં અનેકગણી શરમ અને આઘાત મારા વર્તનના કારણે તેના અંતરાત્માને થયાં. વળતે જ દિવસે તે વખતના દૈનિકપત્ર “જયભારતમાં મારાથી થયેલા અપરાધની મેં જાહેર માફી માગી. આમ આ વાતને જે કે અંત આવી ગયે, પણ આ બનાવમાંથી મને જે બધપાઠ મળે તે તો જીવનના અંત સુધી પણ હું ભૂલી શકું તેમ નથી. તે પછીથી, ક્રોધ અને ગુસ્સાનું પ્રદર્શન થાય તે પહેલાં જ મારા સદુગત પત્નીની સંવત્સરી પ્રતિક્રમણ પછીની પેલી અશ્રુભીની આંખે મારી સમક્ષ ખડી થાય છે અને ક્રોધ અને Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] ન [ જાણ્યું અને જોયું ગુસ્સો કરતાં હું અટકી જાઉં છું. એક કવિની નીચેની પંક્તિ મારી ડાયરીમાં મેં નોંધી રાખી છે. કટુ વાણું સુણે જા તું, મીઠી વાણુ સદા કહેજે; પરાઈ મૂર્ખતા કાજે, મૂખે ના ઝેર તું લેજે. (“જૈન” તા. ૪–૨–૫૭ માં છપાયેલ લેખ પરથી સૂચિત.) Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩. ધ કળા મરીનડ્રાઇવ પર મારા એક મિત્રે સરસ બ્લૉક લીધા હતા, અને તે જેવા માટે તેઓ ઘણા વખતથી આગ્રહ કરતા હતા, એટલે એક રવિવારે સવારના ફરવા જતાં હું ત્યાં જઈ પહોંચ્યા. ખ્વાક સરસ હતા. ત્રણ-ચાર સ્નાનગૃહ અને તેમાં સ્નાન કરવા માટેનાં રંગબેરંગી મેટાં ટમે હતાં. બેડ રૂમા અને રસેાડાની વ્યવસ્થા પણ ઉત્તમ હતી. દિવાનખાનું સૌથી સરસ હતું. દિવાનખાનામાં મરીનડ્રાઇવના દરિયાની ઠંડી હવા આવતી હતી, પણ તેમ છતાં ત્યાં ત્રણ ચાર સીલીંગ ફેન હતા. દીવાલ પર સુંદર, સુÀાભિત, કળાયુક્ત અનેક ચિત્રા ટાંગવામાં આવ્યાં હતાં. બધાં ચિત્રામાં ક્ષમામૂર્તિ ભગવાન મહાવીરનું ચિત્ર સૌથી સરસ હતું. ઇટાલીના એક પ્રખ્યાત કળાકાર પાસે, માટી રકમ આપી, તે ચિત્ર તૈયાર કરાવવામાં આવ્યું હતું. ચડકૌશિક સર્પની આખી કથા એ ચિત્રમાં આવી જતી હતી. ચડકૌશિક સપ પૂર્વજન્મમાં ગેાભદ્ર નામે તપસ્વી સાધુ હતા. ક્રોધ કરવાના પરિણામે કનકખલ નામના સ્થાનમાં કુલપતિને ત્યાં પુત્ર તરીકે જન્મ લેવા પડ્યો. ત્યાં પણ ક્રોધ કર્યો અને પરિણામે એ જ સ્થાનમાં દૃષ્ટિવિષ (અર્થાત દૃષ્ટિ પડતાં જ ઝેર વ્યાપી જાય અને સામાના નાશ થાય તેવા ) સરૂપે ઉત્પન્ન થયા. ભગવાન મહાવીર એક વખતે એ સ્થાને જઈ પહેાંચ્યા Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] [ જાણ્યું અને જોયું અને ધ્યાનસ્થ થઈ ઊભા રહ્યા. ચંડકૌશિકે એ જોયું અને ફૂંફાડા મારી ભગવાનના પગ પર દંશ માર્યો. અમૃત અને વિષ–પ્રેમ અને શ્રેષનું મિલન થતાં વિષનું -અમૃતમાં પરિવર્તન થયું; દ્રષનું પ્રેમમાં રૂપાંતર થયું. ચંડકૌશિકના ઝેરની અસર ભગવાન મહાવીર પર થવાને બદલે પ્રેમરૂપી અમૃત જેવા રૂધિરના સ્પર્શ ચંડકૌશિકના શરીરમાં વ્યાપી રહેલા હળાહળ ઝેરનું અમૃતમાં રૂપાંતર થયું, અને તરત જ તેને પિતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું. પ્રેમમાં કેવી અદ્ભુત શક્તિ રહેલી છે, અને પ્રેમના જાદુથી કેવા ક્રૂર-હિંસક પ્રાણીઓ પણ પિતાનો સ્વભાવ છેડી સમતા અને સંયમને ધારણ કરવા પ્રેરાય છે, એ હકિકતને સમજાવતું આ સુંદર ભાવવાહી ચિત્ર જોઈ કેઈપણ માનવીને આનંદ થયા સિવાય ન રહે. મારા મિત્ર આ ચિત્રની કથાને સાર મને કહી સંભળાવતા હતા ત્યાં તેમને રસો અમારા માટે ચાની ટે અને બીસ્કીટ લઈ આવ્યું. ચામાં ખાંડ સહેજ ઓછી લાગી, એટલે મારા મિત્રને મિજાજ ગયે અને રસોયા પર ગુસ્સે થતાં બોલ્યા “તમે ચામાં ધાંધિયા કરે છે, અને રસોઈ પણ દમ વિનાની થાય છે. તમને માસિક રૂપિયા પચાસને પગાર શું આવી ચા પીવા માટે આપીએ છીએ? ચા તૈયાર કરવાની કળા પણ જાણવી જોઈએ, સમજ્યા કે?' એ આગળ બોલવા જતા હતા, પણ મેં એમને શાંત પાડ્યા અને કહ્યું મને પિતાને મીઠી પેશાબનું દરદ છે, એટલે મારા પૂરતી તે આ ચા કળાયુક્ત તૈયાર થયેલી ગણાય. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩. ધર્મકળા ] | [ ૧૩ મારા મિત્રે દલીલ કરતાં કહ્યું : “આપણું સરકારને દિ’ ફરી ગયો છે. એ વળી હવે ઘરના ઘાટી અને નોકરોના ઉત્કર્ષ અર્થે કાંઈ નવું બીલ પાસ કરવા માગે છે. આવી પરિસ્થિતિમાં, ઘરના કરો પર કાબૂ ન રાખીએ તો ઘરની વ્યવસ્થા ચલા-- વવી મુશ્કેલ થઈ પડે, એટલે મને તે જ્યારે જ્યારે તક મળે ત્યારે આ લેકોને ધમકાવ્યા વિના રહેતો નથી. મારા મિત્રની વાત સાંભળી મેં ધીમે નિશ્વાસ નાખે. સામેની દિવાલ પર ટાંગેલું ક્ષમામૂર્તિ ભગવાન મહાવીરનું ચિત્ર આ દિવાનખાનાને શરમાવે છે કે શોભાવે છે? એ વિચાર કરતો ત્યાંથી હું ઊઠયો. - જ્ઞાની પુરુષોએ સાચું જ કહ્યું છે કે જીવન ટકાવવું હેલું છે, પણ જીવન જીવવું સહેલું નથી. પિતાની જાતને કળાપ્રેમી તરીકે ઓળખાવતા આ મિત્ર જેવાઓને કણ કહે કે આવા મેટાં મોટાં અને બહુ મૂલ્યવાળાં ચિત્રો ઘરઆંગણે ટાંગવામાં કળાના વિકાસને બદલે કળાને વિલાસ પણ નિમિત્તરૂપ હોય. મહાત્મા ટોલસ્ટોયે સાચું જ કહ્યું છે કે “સારાય માનવસમાજને સત્યાનાશને પંથે લઈ જનાર આ કહેવાતા ઉચ્ચ વર્ગની વિલાસી ટેવે જ છે.” જીવન જીવવાની પણ શ્રેષ્ઠ કળા છે, અને એટલે જ સુપ્રસિદ્ધ વિદ્વાન અને સમર્થ વિચારક રોમા રોલાએ જગતના સર્વ શાસ્ત્રમાં “જીવનશાસ્ત્રને પ્રથમ સ્થાન આપ્યું છે. એની શ્રેષ્ઠતાના માપ વિષે લખતાં તે જણાવે છે કેઃ “જે પ્રમાણે જીવન ગાળવાથી જગતનું ઓછામાં ઓછું અકલ્યાણ થાય અને વધારેમાં વધારે કલ્યાણ સધાય તેજ ઉત્તમ જીવનશાસ્ત્ર. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪ ] [ જાણ્યું અને જોયું છે. તદ્દત જગતની સર્વ કળાઓમાં જ્ઞાન એ ઉત્તમમાં ઉત્તમ કળા છે. પણ એ જ્ઞાન એવું હોવું જોઈએ કે જેની પ્રાપ્તિથી ઓછામાં ઓછી મહેનતે જગતનું અકલ્યાણ દૂર કરી શકાય અને સાથે જ તેનું કલ્યાણ સાધી શકાય.” આપણાં શાસ્ત્રોમાં તેથી જ કહેવામાં આવ્યું છે કે, સર્વ કળા પર વિજય પામવા માટે ધર્મકળા જ સાચું -સાધન છે.” (જેન શિક્ષણ સાહિત્ય પત્રિકા, મે-૧૯૫૯) Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪. સહશિક્ષણ - ઉનાળામાં લાંબી રજાઓ પછી હવે કોલેજોની નવી ટર્મ શરૂ થશે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વખતે એસ. એસ. સી. ની પરીક્ષામાં ઘણી બહેને ઉત્તીર્ણ થઈ છે, અને તે પૈકીને મોટે ભાગ આગળ અભ્યાસ અર્થે કોલેજોમાં પણ દાખલ થશે. ' માર્ચ ૧૫૪ માં મારી નાની પુત્રી જે એ વખતે માત્ર પંદર વરસની હતી, તે એસ. એસ. સી. ની પરીક્ષામાં પાસ થઈ મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં દાખલ થઈ, પણ એ વખતે મને એક વિચિત્ર મૂંઝવણ ઊભી થઈ કોલેજમાં સહશિક્ષણના કારણે યુવાન વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ પરસ્પર છૂટથી હળે મળે, સાથે હરવા ફરવા જાય, અભ્યાસના નિમિત્તે એકાંતમાં બેસે–અને આમ છતાં તેઓ નિર્વિકારી રહે અને નાજુક પરિસ્થિતિમાં ન મુકાઈ જાય, એ વાત એ વખતે મને મુશ્કેલ લાગતી, અને હવે આજના નાટક-સિનેમાના યુગમાં એ વાત લગભગ અશક્ય લાગે છે. - જૈન દર્શન નિમિત્ત કારણને પણ ઉપાદાનના ઉત્તેજક માને છે, અને તેથી જ વ્યક્તિ માત્ર–પુરૂષ તેમજ સ્ત્રી બંનેના માટે નિમિત્ત કારણોથી સાવધ રહેવા શાસ્ત્રોમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે. - ઉત્તરાધ્યયન સૂત્રમાં કપિલ અને બ્રહ્મદત્તની બે જુદી જુદી કથાઓને ઉલ્લેખ છે. કપિલને વિદ્યાથી અવસ્થામાં Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] [ જાણ્યું અને જોયું તેના પિતાજીના મિત્રે કોઈ બાઈને ત્યાં જમવા માટેની સગવડતા કરાવી આપી, અને પરિણામે તે બાઈ સાથેના સહવાસના. કારણે તે લપસી પડ્યો. બ્રહ્મદત્તના પૂર્વ જીવનમાં જ્યારે તે સાધુ હતા ત્યારે સુનંદા રાણી તેને વંદન કરવા ગયેલાં, અને તે વખતે શરતચૂકથી તેના માથાના વાળની એક લટ સરી સાધુ પાસે જઈ પડી, અને તે નિમિત્તના કારણે સાધુએ એવી અનેક સ્ત્રીઓની સાથે ભોગે ભેગવવાનું નિયાણું બાંધ્યું. આના પરિણામે બ્રહ્મદત્તના જીવને અધમમાં અધમ યોનિ એટલે સાતમી નારકીમાં જવું પડયું. આવી રીતે નિમિત્ત બહુ બળવાન છે, અને જીવની ઉર્ધ્વગતિ તેમજ અર્ધગતિમાં તેનું સ્થાન મહત્વનું છે. સ્ત્રી-પુરૂષ વચ્ચેના સંબંધ બાબતમાં લખતાં સદ્દગત શ્રી કિશોરલાલ મશરૂવાળાએ કહ્યું છે કેઃ આધુનિક જીવનમાં બીજાંયે ઘણાં ભયસ્થાને વધી ગયાં છે. એ ભયસ્થાન એકાંતવાસથી ઊલટા પ્રકારનાં એટલે અતિ સહવાસનાં હોય છે. અનેક પ્રવૃત્તિઓ અને શહેરી જીવનને અંગે સ્ત્રી પુરૂષને એક બીજાનાં અંગોનો સ્પર્શ કોઈવાર અજાણતાં, કેઈ વાર અનિવાર્યપણે, અને કેઈવાર જોતજોતામાં થઈ જાય છે. ગાડીએમાં, મેટરમાં, સભાઓમાં, રસ્તામાં એક બીજા જોડે ભીંસાઈને બેસવું પડે છે. વાર્તાલાપ કરવો પડે છે. શિક્ષકોને છોકરીઓ કે બાળાઓને શીખવવું પડે છે–અને એ સર્વે બન્નેને માટે ભયસ્થાન છે. આ બધી પરિસ્થિતિમાં જે પિતાની પવિત્રતા માટે વધારે પડતું ગુમાન રાખે છે તે પડે જ છે; જે જાગ્રત રહે છે તે એ પ્રસંગોને સુખરૂપ નહીં, પણ આપત્તિરૂપ સમજે છે. એમાંથી જેમ બને તેમ તસુભાર પણ દૂર રહેવું પણ નજીક Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪. સહશિક્ષણ ] [ ૧૭ ન આવવું એવી મને વૃત્તિથી રહે છે–તે જ ઈશ્વરની કૃપાથી બચી શકે છે. હું પિતે પણ આવા વિચારોમાં માનું છું એટલે મારી પુત્રી સિદ્ધાર્થ કોલેજમાં દાખલ થઈ તે ન ગમ્યું. આ પુત્રીની માતા તેમ જ પિતાની બંને જવાબદારી મારા શિર પર હતી પણ તેમ છતાં હક્ક, સત્તા કે અધિકારને ઉપગ કરી સિદ્ધાર્થ કેલેજના બદલે એસ. એન. ડી. ટી. (માત્ર સ્ત્રીઓના માટેની કોલેજ) માં દાખલ કરાવવાનું મને ઉચિત ન લાગ્યું. તેમ છતાં મારા દિલમાં એક પ્રકારને ઉચાટ અને ઉકળાટ ચાલુ જ રહ્યો. મારૂં વલણ ગેરવાજબી અગર બેટું હોય એમ પણ બની શકે, એટલે આ સંબંધમાં મારા નિકટના સંબંધી અને હિતેચ્છ પંડિત બેચરદાસ દેશી જેઓ છેલ્લાં ૨૫ વરસથી અમદાવાદની એલ. ડી. આર્ટસ કોલેજના અધ્યાપક છે, તેઓને મારી મૂંઝવણ જણાવી મને માર્ગદર્શન આપવા વિનંતી કરી. એ પછી, પંડિતજીએ મારી પુત્રીને પત્ર લખી માર્ગદર્શન આપ્યું અને પરિણામે સિદ્ધાર્થ કૉલેજ છોડી તે પિોતે રાજીખુશીથી એસ. એન. ડી. ટી. કોલેજમાં દાખલ થઈ અને એમ. એ. સુધીનો અભ્યાસ કર્યો. ઘણાં માબાપો પિતાની છેકરીઓને આગળ અભ્યાસ કરાવવામાં મારી જેમ મૂંઝવણ અનુભવતાં હશે એમ માની, પંડિતજીના પત્રમાં લખેલી સૂચનાઓ તેઓને ઉપયોગી થઈ પડશે એ દષ્ટિએ આ પત્ર અક્ષરશઃ નીચે આપવામાં આવ્યું છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] [ જાણ્યું અને જોયું ૧૨, ૬-ભારતીનિવાસ સોસાયટી એલિસબ્રિજ, અમદાવાદ નં. ૬ તા. ૨–૬–૧૪. ચિ અરુણ, શુભ આશીર્વાદ. તારા બાપુજીના પત્રથી જાણ્યું કે તું ઘણું સારા ગુણ મેળવીને મૅટ્રિકની પરીક્ષામાં પાસ થઈ છે. આ જાણીને અમે બંને બહુજ રાજી થયાં છીએ, અને હવે પછી દિનપ્રતિદિન તારો અભ્યદય વધતો રહે એમ જગન્નિયંતા પરમેશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ. જે કે મેં તારા પર કદી પત્ર નથી લખ્યા. હા, તને અવારનવાર આશીર્વાદ મેકલવાનું ચાલુ રહ્યું છે. પરંતુ આ ટાંકણે તારા ઉપર પત્ર લખવાનું મને વિશેષ મન થઈ આવે છે, તેને રોકી શકતો નથી. મેટ્રિકમાં પહેલી જ વારને પ્રયાસે પાસ થઈ જવું અને તે પણ સારા ગુણ મેળવીને તે આ જમાનામાં ઘણું વિરલ બને છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં દત્તચિત્ત હેય, ખંતીલા હોય તેઓ જ પહેલીવાર જીતી જાય છે. તે પહેલી જ વારે જીતી ગઈ તે માટે તેને અમારા સેંકડો શુભ આશીર્વાદ છે. જીવનમાં આ એક વિકાસનું પ્રથમ પગથિયું છે. હવે બીજું પગથિયું કયું હોવું જોઈએ? તે વિષે તને થોડું સૂચન કરવાની મારી ફરજ સમજીને આ લખવા બેઠે છું. અહીંની એલ. ડી. આર્ટસ કોલેજમાં હું ૧૫–૧૬ વરસથી ભણાવું છું, તેથી કલેજ વિષે મારે જે પ્રત્યક્ષ અનુભવ છે તે જ તને Page #45 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ૪. સહશિક્ષણ ] જણાવું છું. તું દીકરે છે અને મારા જ શાસનમાં હેત તો તને તરત જ કહી દેત કે બાપુ! ધંધામાં ગોઠવાઈ જાઓ, કોલેજમાં જવાનું આપણું કામ નથી. જ્યારથી કોલેજમાં હું દાખલ થયે છું ત્યારથી દિવસે દિવસે તમામ કલેજે એટલે મુંબઈ પ્રાંતની કે બીજા પ્રાંતની તમામ કોલેજોનું વાતાવરણ હીન, હીનતર, હીનતમ થતું હું પ્રત્યક્ષ નજરે જોયા કરું છું અને કલાસમાં વિદ્યાર્થીઓને કહું છું પણ ખરે કે ભાઈ ! શા માટે વખત બગાડે છે અને પિતાને પણ શા માટે અપવ્યય કરે છે? ધંધા ઉદ્યોગમાં લાગી જાઓ તો તમને અને તમારા કુટુંબને જરૂર ફાયદો થશે. આ ઉપરથી તને કોલેજના હીનતમ વાતાવરણને ખ્યાલ આવશે. દુર્ગુણે, વ્યસન અને ઉદ્ધતાઈના સંસ્કારે વિદ્યાથીઓ પૈસા અને વખત બગાડીને મોટે ભાગે કોલેજોમાંથી ખરીદે છે, અને પરિણામે બેકાર બનીને જીવનની નિષ્ફળતા અનુભવે છે. તેમ છતાં તારું જે આગળ અભ્યાસ કરવાનું મન જ હોય અને તારા વડિલેની સંમતિ હોય તો તું ત્યાં કેવળ છોકરીઓની કૉલેજમાં જા તે ઉચિત કહેવાય. કોલેજ ત્યાં છે જ, તેમાં જે અભ્યાસક્રમ છે તે છેકરીઓને ભવિષ્યમાં વિશેષ ઉપયેગી નિવડે એ રીતે ગોઠવેલ છે. ગૃહવિજ્ઞાન, શીવણ, રાંધણ, બાળઉછેર વગેરે વિદ્યાઓ છોકરીઓનાં જીવનમાં વિશેષ લાભકારક નિવડે છે અને તે સાથે ભાષા, ઇતિહાસ, ભૂગળ અને ગણિત વગેરે ઉપયેગી વિષયે પણ હોય છે. વળી માનું છું કે તારા ઘરથી તે કલેજ દૂર પણ નથી. જે તારે કોલેજમાં જવું જ હોય તે મારી આ નમ્ર સૂચના–ભલામણ છે. આ સિવાય બીજી Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] [ જાણ્યું અને જોયું કૉલેજે આપણા જીવન માટે ભારે ખતરનાક અને જીવનના મંડપને વણસી નાખે એવી મને મારા પ્રત્યક્ષ અનુભવથી દેખાય છે. એકવાર પાલીતાણાવાળા નગરશેઠે તેમના પૌત્ર માટે કેલેજમાં દાખલ થવા વિષે પૂછેલું, તેને મેં જવાબ આપેલો કે ઘરને ધંધે હોય તો તેને તેમાં જ ગોઠવી છે, અને પૈસા વધારાના હોય તે છોકરાને બગાડવા કોલેજમાં મૂક હોય તે ભલે. તારા અભ્યાસ વિષે મારા તરફથી કેઈ સહાયતાની જરૂર હોય તે જરૂર તું મને લખજે. હું તે ઈચ્છું કે તું સારૂં સંસ્કૃત, ગુજરાતી અને અર્ધમાગધી તથા અંગ્રેજી શીખીને એક સારી લેખિકા અથવા સંપાદિકા બની જા, પણ આ જોગ તને ક કેલેજ સિવાય બીજે થવાને સંભવ જ નથી. આ પત્ર નિરાંતે વાંચજે અને ગંભીરપણે વિચારજે. –બેચરદાસ (જેન શિક્ષણ સાહિત્ય પત્રિકા, જૂન-૧૯૬૩) Page #47 -------------------------------------------------------------------------- ________________ ૫. સિમલાનું મંદિર અને શ્રમણ બળગોળ ૬ઠ્ઠી સપ્ટેમ્બર ૧૯૫૩ એટલે કે પર્યુષણ પર્વના બીજે દિવસે મારી કંપનીના એક અગત્યના કામ અર્થે મારે સિમલા જવું પડ્યું, અને હું ત્યાં તા. ૮મી સપ્ટેમ્બરે પહોંચે. એ દિવસો પર્યુષણ પર્વના હતા, અને સંવત્સરીના દિવસે તે મારો ઈરાદો પાછા મુંબઈ આવી પહોંચવાનું હતું. પરંતુ સરકારી કામ હતું, એટલે કદાચ બે દિવસ વધુ પણ રોકાઈ જવું પડે, એવી ગણતરી કરી જતી વખતે પયુંષણમાં જરૂર પડે એવાં ઉપકરણો સાથે લઈ લીધાં હતાં. તા. ૧૨ મી એ સંવત્સરીને દિવસ હતો, અને મારે સિમલામાં જ સંવત્સરી પ્રતિક્રમણ કરવું પડ્યું. સિમલામાં વેતામ્બર સંપ્રદાયનું કોઈ જૈન મંદિર નથી. પણ તપાસ કરતાં માહિતી મળી કે ત્યાંની ૬ઠ્ઠી ગલીમાં દિલ્હીવાળા મથુરાદાસ પ્રભુદયાળનું એક દિગમ્બર જૈન મંદિર છે. ભાદરવા સુદિ ચોથના વહેલી સવારના મારી હોટલના કમ્પાઉન્ડમાંથી પૂજા માટેનાં ફૂલે તથા મુંબઈથી લઈ ગયેલ સફરજનનું ફળ લઈ હું ત્યાં પૂજા કરવા ગયા. પૂજાનાં કપડાંની જોડ તે મારી સાથે હતી. મંદિરમાં જઈને ત્યાંના વ્યવસ્થાપકને હું વેતામ્બર જેન છું, અને પર્યુષણ હોઈ (દિગમ્બર સંપ્રદાયના પર્યુષણ આપણા પર્યુષણ પુરા થયા પછી શરૂ થાય છે) મારે મંદિરમાં Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] [ જાણ્યું અને જોયું પૂજા કરવી છે એમ કહ્યું, એટલે તરત જ તેમણે મારા માટે ગરમ પાણીની વ્યવસ્થા કરી આપી. મંદિરમાં મુખ્ય પ્રતિમા મહાવીર સ્વામી ભગવાનની છે, અને તે ધાતુની છે. આ સિવાય આરસની પણ બીજી બે પ્રતિમાઓ છે. કેશર, સુખડ ઘસવા માટે આપણા મંદિરે માફક ત્યાં પુજારીઓ રાખવામાં આવતા નથી, પણ પૂજા કરનારાઓ પોતાના હાથે જ ઘસી લે છે. ભગવાનની પ્રતિમાની મારે કઈ રીતે પૂજા કરવી એ વસ્તુ મને મૂંઝવતી હતી, કારણ કે હું જાણતો હતો કે દિગમ્બર સંપ્રદાયમાં આપણે માફક ન અંગે પર પૂજા કરવામાં આવતી નથી. મેં નમ્રતા પૂર્વક ત્યાંની વ્યવસ્થા કરતા ભાઈને પૂછ્યું: મારે તમારી પદ્ધતિ મુજબ પૂજા કરવી જોઈએ, તે આપની રીત મને બતાવશો? કારણ કે ઘણા દિગમ્બર તીર્થો અને મંદિર જોયા છતાં કોઈ પ્રતિમાની પૂજા કરવાને લહાવે હજુ સુધી મને માન્ય નથી. પેલા વ્યવસ્થાપક ભાઈ મારી મૂંઝવણ સમજી ગયા પણ ભારે ઉદારતા બતાવી તેમણે મને કહ્યું. આપણે બધા ભગવાન મહાવીરના ભક્તો છીએ, અને તમને રૂચે, અનુકુળતા રહે, તે રીતે તમે પૂજા કરી શકે છે. અમારી પદ્ધતિ મુજબ પૂજા કરવી જોઈએ એવું બંધન શા માટે હેવું જોઈએ ? તેમની વાત સાંભળી મારૂં મસ્તક તેમને નમી પડ્યું, અને તેમના સભાવને અત્યંત આભાર માનતાં, પ્રફુલ્લ અને સ્વસ્થ ચિત્તે નવે અંગે પૂજા કરી. આવો જ બીજો સુખદ અનુભવ શ્રમણ બેગિળના ચંદ્રગિરિ પહાડ પરના દિગમ્બર મંદિર છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૫. સિમલાનું મંદિર અને શ્રમણ બળગોળ ] [ ૨૩ ચંદ્રગિરિ અને વિધ્યગિરિની બે ટેકરીઓ વચ્ચે એક અતિરળિયામણું સ્વચ્છ ચોરસ તળાવ છે, આનું નામ બેગળ અથવા ધવલ સરોવર. ભૂતકાળમાં શ્રમણે અહિં આવીને રહેતાં તેથી જ આનું નામ શ્રમણ બળગોળ પડયું હોય એમ લાગે છે. એમ પણ કહેવાય છે કે ભદ્રબાહસ્વામી આ જગ્યામાં આવી રહ્યા હતા. - ચંદ્રગિરિ પહાડ પર દિગમ્બર સંપ્રદાયનાં કેટલાંક મંદિરો છે, અને ત્યાં અતિભવ્ય અને આહ્લાદક પ્રતિમાઓ છે. સંસારથી વિરક્ત બની સંલેખના કરવા માટે ઘણું સાધુઓએ આ રમણીય સ્થાન પસંદ કર્યું હતું. આ પવિત્ર તીર્થની જાત્રાએ હું તા. ૧૧મી એપ્રિલ ૧૯૯૪ના ગયેલે. વહેલી સવારમાં હું ચંદ્રગિરિ પહાડ પર ચડી ગયેલો. એની ઉંચાઈ આપણું તલાજાના પહાડ જેટલી છે. ત્યાંનું શાંત વાતાવરણ અને ભવ્ય પ્રતિમાઓ જોઈ હું મુગ્ધ બની ગયે. પાર્શ્વનાથ ભગવાનની એક પંદર ફિટ ઊભી પ્રતિમા ત્યાં છે, અને તેના દર્શન કરતાં એક આચાર્યે કહ્યું છે તેમ ચા ક્ષત્તિ અંદી કક્ષાચારચમ્ અર્થાત્ જેના કારુણ્યપૂર્ણ કૃપાદૃષ્ટિના જલપ્રવાહથી હદયના ભાવો ધોવાઈને શુદ્ધ થાય છે–આ વર્ણનની યથાર્થતાનો અહિં મને પૂરેપ અનુભવ થયો. ત્યાંના વ્યવસ્થાપકને હું વેતામ્બર સંપ્રદાયનું છું, પણ મારે અહીં પૂજા કરવી છે એમ કહ્યું, એટલે તેણે બધી તૈયારી કરી આપી. બહારના ભાગના તળાવના પાણીથી મેં સ્નાન કર્યું, અને સૌ પ્રથમ અભિષેકની ક્રિયા કરી. અભિષેક કરવા માટે મંદિરના અંદરના ભાગમાં ૨૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] [ જાણ્યું અને જોયુ ૨૨ ફીટ ઉપર ચઢવાનુ` હતુ`. ચઢવા માટે નિસરણી કે પગથિયાં ન હતાં; પણ કૂવામાં ઉતરવા માટે બે કે ત્રણ ફીટના અંતરે જેમ પગથિયાં મૂકવામાં આવે છે, તેમ અહિં પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ ચારે બાજુ પથ્થર પથરાયેલેા છે, એટલે ઊતરવા કે ચઢવામાં જરાપણ ભૂલ થાય તેા જીવલેણુ અકસ્માત સજાય. ત્યાંના એ માણસાએ મારા બંને હાથેા પકડી ભારે કાળજીપૂર્વક મને ઉપર ચડાવ્યેા, અને ઉપરના ભાગ પરથી મેં અભિષેકની ક્રિયા કરી. ચૈત્ર મહિના હતા એટલે ઉપર ચઢતાં હું પરસેવાથી રેબઝેબ થઈ ગયા, અને પછી નીચે ઊતરી પાર્શ્વનાથ ભગવાનની એ ભવ્ય પ્રતિમાની મે' પૂજા કરી. ચંદ્રગિરિ પહાડ પરનું વાતાવરણ, ત્યાંથી દેખાતાં કુદરતી દશ્યા, અને આસપાસનાં મદિરામાંની ભવ્ય પ્રતિમાએ એટલા બધા સુંદર અને સેાહામણા છે કે ત્યાંથી પાછા ફરવાનું મન ન થાય. જૈનેામાં દિગમ્બર, શ્વેતામ્બર, સ્થાનકવાસી, તેરાપ'થી ઇ. વિધવિધ સંપ્રદાયના ભેદો છે, પણ આ બધા ભેદ નામ માત્ર છે. આપણે બધા જેના ભગવાન મહાવીરના શાસનને અનુસરનારા છીએ; અને અહિંસા, સયમ અને તપ આપણા ધર્માંના મુખ્ય અંગે છે. કાઈ પણ સંપ્રદાયના સ્ત્રી-પુરુષમાં ધર્માંના મુખ્ય અંગેાની ખાખતમાં કશા મતભેદ નથી, તેથી આપણામાં ક્રિયા કે બીજી ક્ષુલ્લક ખાખતામાં જુદી જુદી માન્યતા પ્રવતી હોય તે પણ આવી બધી બાબતોને ગૌણુ માની, મુખ્ય ખાખતામાં આપણે બધા એક જ રૂપ છીએ એમ માની વતી એ, તેા જૈન ધર્મને! ડંકા માત્ર ભારતમાં નહિ પણ સકળ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫. સિમલાનું મંદિર અને શ્રમણ બળગળ ] [ ૨૫ વિશ્વમાં વાગે. ભગવાનની જુદા જુદા આકારની પ્રતિમાઓ આપણું તીર્થકરેના પ્રતીક રૂપ છે, એ માટે જ આપણે તેની ભાવપૂર્વક પૂજા કરીએ છીએ. પૂજા કે ભક્તિમાં સંપ્રદાયની સંકુચિત દષ્ટિ ન હોવી ઘટે, એટલે કે વેતાઅર કે દિગમ્બર સમાજની પ્રતિમા છે, એટલા જ માટે આપણે પૂજા કરવાનું હેતું નથી. આપણે બધાં આ દષ્ટિએ વિચારતાં થઈ જઈએ તે પ્રતિમાઓ સંબંધમાં દિગમ્બર–વેતામ્બર સંપ્રદાય વચ્ચે જે કલેશ અને કંકાસ થાય છે, તેનો નાશ થઈ જાય. આવી બધી તકરારો અને તેફાને એક જાતના દષ્ટિરાગને આભારી છે. આપણે યાદ રાખવું જોઈએ કે કામરાગ અને નેહરાગ કરતાં પણ દષ્ટિરાગ અતિ ભયંકર છે, અને દૃષ્ટિરાગમાંથી મુક્ત થયા સિવાય સાચા જેન બનવાનું અશક્ય છે. ચંદ્રગિરિના પહાડ પરની પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પૂજા કર્યા પછી, એ સંબંધમાં મારી ડાયરીમાં નેધ કરતાં મેં લખ્યું છે કેઃ “આજે ચંદ્રગિરિ પહાડ પરના મંદિરમાં પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમાનો અભિષેક અને પૂજા કરતાં ચિત્તમાં જે પ્રસન્નતા અને આનંદનો ઓઘ ઊલટો, તેનું વર્ણન શબ્દો કે વાણી દ્વારા કરવાનું કાર્ય મારા માટે અશક્ય છે. હૃદયના કેટલાક અલૌકિક ભાવને સાચા સ્વરૂપે શબ્દ દ્વારા પ્રગટ કરવાનું કાર્ય ઘણીવાર સુશ્કેલ હોય છે. પરંતુ આનંદ અને શેક એ બંને તે જેડકાં જેવા છે. બીજી જ પળે વિચાર આવ્યો કે આથી વધુ ભવ્ય અને વિશાળ પ્રતિમાઓ, આવું ઉત્તમ અને પવિત્ર વાતાવરણવાળું સ્થળ, અને ચિત્તના અશુદ્ધ ભાવેનું શુદ્ધિકરણમાં છેદ અને જાનું કામ ભાવોને Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] [ જાણ્યું અને જોયુ પરિવર્તન કરે એવી હવા, આજન્મે આ ક્ષેત્રમાં હવે શેષ જીવનમાં જોવા મળવાના નહિ, અને એ વિચારે ચિત્તમાં ગ્લાનિ ઉત્પન્ન થઈ. દક્ષિણ પ્રદેશની આ તીર્થ ભૂમિની સરખામણી બિહારના રાજગિરિના પહાડા પૈકી વૈભારગિરિના પહાડ સાથે કરી શકાય. આ અને તી ભૂમિ પર હું ભારે હૃદયે અને હળવા પગલે કર્યો છું. જીવનના અંતતા સૌ કોઇના માટે જન્મ થતી વખતે જ નિશ્ચિત થઈ ચૂકેલા હાય છે, પણ આપણે આપણી જીવન લીલા આપણી મરજી વિરૂદ્ધ સ`કેલી લેવાની ફરજ પડે છે, ત્યારે તીર્થોની ભૂમિ પર અનેક શ્રમણ ભગવતાએ અનશનવ્રત ધારણ કરી પેાતાની ઇચ્છા પ્રમાણે પેાતાની જીવનલીલા સ`કેલી લઈ સ્વર્ગ કે મુક્તિના પંથે વિચર્યાં છે. સ્વભૂમિ પરથી દેવાને જ્યારે તેને નવા જન્મ તિય ચચેાનિમાં થવાના છે તેની ખબર પડે અને જે આઘાત-પ્રત્યાઘાતાનુ તાફાન તેઓના મનમાં જાગે, તેની કાંઈક ઝાંખી આ તીર્થ - ભૂમિના પહાડો પરથી નીચે ઊતરતાં મેં અનુભવી છે. ‘દ્વારકાથી જગન્નાથપુરી” અને “હરદ્વારથી રામેશ્વર ’’ વચ્ચેના જૈન-જૈનેતર સંપ્રદાયાના લગભગ ઘણાં તીર્થમાં હું ફરી ચૂકયો છું, પરંતુ ચિત્તની જે પ્રસન્નતા અને વિશુધ્ધતા મેં આ બંને પહાડો પર અનુભવી, તેવી બીજા કાઈ સ્થળે નથી અનુભવી. અલબત, આ તીર્થભૂમિએ આપણા અનેક શ્રમણ ભગવતાની અંતિમ શય્યા રૂપે હતી, એ હકિકત પણ આમાં નિમિત્તરૂપ હોઈ શકે. (જૈન શિક્ષણ સાહિત્યપત્રિકા, ઑગસ્ટ-૧૯૬૩) Page #53 -------------------------------------------------------------------------- ________________ ૬. નિઃસ્પૃહી વૈદ્યરાજ ઈ. સ. ૧૯૪૨ માં મારાં પત્નીને હૃદયરોગની બીમારી લાગુ પડી, અને મુંબઈ-પૂનાના સારા સારા ડોકટરોની સારવાર નીચે તેને રાખ્યા છતાં તબિયતમાં સુધારો ન થયે. શરીરના બધા ભાગમાં સોજા આવવા શરૂ થયા અને રોગની અસર કિડની પર થતાં હદયરેગ સાથે જલદરને વ્યાધિ પણ શરૂ થયો. આખરે દવા–ઈનજેકશનથી કંટાળી અમે પચ્છેગામ. પહોંચી ગયાં, અને ત્યાંના એક વિદ્યરાજની સારવાર શરૂ કરી. એ ઋતુ શિયાળાની હતી અને વૈદ્યરાજે તબિયત સુધારવા અથે મારાં પત્નીને દૂધનો પ્રયોગ શરૂ કરાવ્યો. લગભગ સાડા ત્રણ માસ સુધી દદીને માત્ર દૂધ પર જ રાખવામાં આવ્યાં, અને સવારમાં પ્રથમ આદુનો રસ આપ્યા પછી જેટલું લઈ શકાય તેટલું દૂધ લેવાની રજા હતી. દવામાં માત્ર તામ્ર ભસ્મ આપતા. દ્વચ્છવટીના પ્રયોગના અંતે શરીરૂ માંથી સજા અને બીજી વિકૃતિઓ દૂર થઈ, અને ત્રણ વર્ષની સતત પથારીની મૈત્રી બાદ એકાદ માઈલ ફરી શકે તેવી તબિયત થઈ ગઈ. જૂન માસની શરૂઆતમાં મારી પત્નીની તબિયત ફરી પાછી લથડી, અને હું પચ્છેગામ દોડો. દવા ચાલુ કરી. ફરી આરામ દેખાય અને અમે વૈદ્યરાજની સલાહ મુજબ પચ્છેગામથી મુંબઈ આવવા રવાના થયાં. પચ્છેગામથી રવાના થવાના એક દિવસ અગાઉ બપોરના સમયે ત્યાંના મારા સ્નેહી સાથે દવાની ફીના રૂ. ૩૦૧ લઈ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] [ જાણ્યું અને જોયું હું વિદ્યરાજને આપવા તેમના ઘેર ગયે, અને એ રકમ ઓછી 'હેય તે જે વાજબી રકમ થાય તે આપવા માટે મેં વદ્યરાજને વિવેકપૂર્વક વાત કરી. વઘરાજે મારી વાત શાંતિપૂર્વક સાંભળી લઈ મને કહ્યું : અત્યારે તમારી પાસેથી દવા માટે મારાથી એક પાઈ પણ ન લઈ શકાય, પરંતુ તેમની તબિયત બરાબર સારી થયા બાદ તમે બંને અહીં જરૂર આવજે, અને તે વખતે તમે જે કંઈ આપશે તે બધું હું સ્વીકારી લઈશ.” વૈદ્યરાજની વાત સાંભળી હું આશ્ચર્યચકિત થયે અને કહ્યું: “તમને જે આપવાનું છે તે તે હું અને મારી પત્ની ફરી વખત આવશું ત્યારે જ આપશું, પરંતુ જે દવાઓ તમે આપી છે તેની મૂળ કિંમત પેટે ઓછામાં ઓછી ત્રણસો એક રૂપિયાની રકમ તો તમારે સ્વીકારવી જ પડશે.” મારી વાત સાંભળી વદ્યરાજ પ્રથમ તો હસી પડયા પણ પછી કહ્યું : “સ્થલ દષ્ટિએ પૈસા લેવાદેવાની આ બધી કિયાઓને અમે ભ્રમરૂપ માનીએ છીએ. આમાં આપનાર કોણ? લેનાર કોણ? હું અને તમે તે માત્ર સાક્ષીરૂપે જ છીએ. આપણું લક્ષ્યબિંદુ આવી તુચ્છ બાબત પ્રત્યે નહિ પણ માનવતા પર નિર્ભર હોવું જોઈએ. એટલે દવાના પૈસા લેવાની વાતને હું માનવતાના કલંક જેવી માનું છું.’ વૈદ્યરાજને લાગ્યું કે હું રડી પડીશ, એટલે ઊભા થઈ મારા હાથમાંથી સોસની ત્રણ નેટો સાથેની જે એક રૂપિયાની નેટ હતી તે લઈને કહ્યું : “બસ! હવે આ રૂપિયે સ્વીકારી - તમને અણુમુક્ત કરું છું.” Page #55 -------------------------------------------------------------------------- ________________ ૬. નિઃસ્પૃહી વૈદ્યરાજ ] [ ૨૯ બીજા દિવસે એમના આશીર્વાદ લઈ અમે મુંબઈ આવવા માટે પહેગામ છેડયું. વૈદ્યરાજની આ વાત યાદ કરું છું ત્યારે એમ લાગે છે કે આવા વિષમકાળમાં પણ દેવે સ્વર્ગ માંથી માનવરૂપે આ અવનિ પર આવી માનવતાના મધુર. પુષ્પની સુગંધ ફેલાવી જાય છે. કેવી નિઃસ્પૃહતા જ (“અખંડઆનંદ” સપ્ટેમ્બર, ૧૯૬૩), *પચ્છેગામના આ સુપ્રસિદ્ધ વૈદ્યરાજ શ્રી. નાગરદાસ બાપા હવે સ્વર્ગવાસ પામ્યા છે. મુંબઈમાં અનેક વૈદ્યરાજે છે અને બહારગામથી પણ ધંધાકિય દષ્ટિએ મુંબઈમાં અનેક વૈદ્યરાજો આવતા જતા હોય છે. પણ હવે તો વૈદ્યરાજોએ પણ કનસલટીંગ ચાર્જ–ફીના રૂપિયા લેવાનું શરૂ કર્યું છે અને એ દવાના પડીકાઓની કિંમત પણ એલોપથી દવાના કરતાં ઓછી હોતી નથી. આ માટે વૈદ્યરાજે પણ દોષિત નથી, કારણ કે લોકોને જે કાંઈ સસ્તુ મળતું હોય તેની કિંમત નથી અને તેમાં શ્રદ્ધા પણ નથી. આજે તો જ્યાં જુઓ ત્યાં અર્થની પ્રધાનતા છે એટલે જેના ભાવ વધુ તેને ત્યાં ગ્રાહકોની સંખ્યા પણ વધારે. તેથી હવે આ યુગમાં નાગરદાસ બાપા જેવા વૈદ્યરાજે ભાગ્યે જ જેવાના મળે છે. –લેખક Page #56 -------------------------------------------------------------------------- ________________ ૭. ગુનેગાર કે નિર્દોષ ? ૩૧ મી જુલાઈ ૧૫૧ ને મુંબઈની હાઈકોર્ટમાં જજ શ્રી. આર. બી. મહેતા પાસે કોલીવાડા રાઉલી કેમ્પ ખૂન કેસ શરૂ થયે. પુરીના બધા મળી નવ સભ્યમાં બે ગુજરાતી, ત્રણ પારસી, એક મદ્રાસી, બે મહારાષ્ટ્રીયન અને એક દક્ષિણી બહેન હતાં. આ જ્યુરીમાં હું પણ એક સભ્ય હતો. આ ખૂન કેસની બાબત આમ હતી : તા. ૧૧-૪-૧લ્પ૧ ના કોલીવાડા રાઉલી કેમ્પમાં એક સ્ત્રીની છેડતીના કારણે ગોવાનીઝ લેકોની એક ટોળીએ મદ્રાસી લેકોની એક ટેળી સામે ઝઘડે કર્યો, અને તેમાં એક મદ્રાસીનું ખૂન થતાં ચાર ગેવાનીઝ ભાઈઓ જેઓ બધા લગભગ ૨૨ થી ૩૦ વર્ષની વય વચ્ચેના હતા, તેમને પકડવામાં આવ્યા હતા. આ બધા આરોપીઓ ઉપર ગેરકાયદેસર ટેળી (Unlawful assembly) માં ભાગ લેવા માટે, હુલ્લડ મચાવવા માટે, હથિયાર રાખવા માટે તેમજ ખૂન અને ખૂનના કાર્યમાં મદદ કરવા માટેનો કેસ હતો. - સરકાર તરફથી આ કેસમાં મી. પંડિતને રોકવામાં આવ્યા હતા, જ્યારે આરોપીઓ તરફે મી. ગોડીવાળા હતા. તા. ૬-૮-૫૧ ના નામદાર જજે જ્યુરી સમક્ષ સમીગઅપ (કેસ પૂરો થયા પછી જજ જ્યુરીના સભ્યને જુબાનીના આધારે આખા કેસના મહત્વના મુદ્દાઓ કહી સંભળાવે છે, Page #57 -------------------------------------------------------------------------- ________________ ૭. ગુનેગાર કે નિર્દોષ ? ] [ ૩૧ જેને Summing up કહેવામાં આવે છે) શરૂ કયું; અને બીજા દિવસે પણ અઢી કલાક સુધી આ ક્રિયા ચાલુ રહી. જ્યુરીના સભ્યા અપેારના ૧ વાગે હાઇકોટના ઉપલા માળે નિય કરવા ગયા. આરોપી નં. ૨-૩-૪ ની ખમતમાં અંધા સભ્યોએ સર્વાનુમતે તેને નિર્દોષ ઠરાવ્યા. પણ આરેાપી ન’બર એકની બાબતમાં સભ્યા વચ્ચે તીવ્ર મતભેદ હતા, અને લંચના ટાઇમ સુધીમાં અમે નિર્ણય પર આવી ન શકયા. લંચ પછી બધા સભ્યાએ એકમત પર આવવા પ્રયત્ન કર્યો પણ તેમાં સફળતા ન મળી. જ્યુરીના નવ સભ્યા પૈકી પાંચ સભ્યાના મત એવા હતા કે પહેલા નખરને આરોપી મરનારના ખૂન માટે હંડુ એવી ઈજા કરવા માટે જવાબદાર હતા. જ્યારે ત્રણ પારસી સભ્યો અને હું આરોપીને શકના લાભ આપી નિર્દોષ ઠરાવવાના મતમાં હતા. દરેક વ્યક્તિને પાતપેાતાના સ્વતંત્ર મત હેાય છે, અને કોઈ એક બાબત પરત્વે જુદીજુદી વ્યક્તિએ જુદાજુદા અભિપ્રાયેા ધરાવી શકે છે. આમાં અકળાવાના કે કચવાટનો પ્રશ્ન ન હતા. આમ છતાં બહુમતી ધરાવનારા પક્ષના સભ્યાને અમારૂ' ષ્ટિબિન્દુ સમજાવવા મે કહ્યું : કાઇપણ વ્યક્તિના અઘટિત અગર દુરાચારભર્યાં આચરણ વિષે ન્યાય કરતાં પહેલાં કેવા સજોગો અને પરિસ્થિતિ વચ્ચે એ કાર્ય બનવા પામ્યું છે, એ કિકત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. સ્ત્રીના કારણે રામે રાવણને મારી નાંખ્યા, પણ તેમ છતાં આપણે રામની ગણુના આદર્શ પુરૂષ તરીકે કરીએ છીએ, આ ફેસ પણ રામ અને રાવણવાળી રામાયણની નાની આવૃત્તિ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] [ જાણ્યું અને જોયું નથી તો બીજું શું છે? પેલા દક્ષિણીબહેનના હૃદયમાં અનુકંપા અને દયા જાગ્રત થાય તે દૃષ્ટિએ મેં કહ્યું કે હકિકતમાં તો આ તોફાનના કારણે એક સ્ત્રી વિધવા થઈ છે, જ્યારે બીજી સ્ત્રીના ધણીને જેલમાં મોકલવાનું કામ કરી આપણે તેને પણ વિષમ પરિસ્થિતિમાં મૂકવાનું કાર્ય કરી રહ્યા છીએ. આ કેસ ચાલતો હતું ત્યારે કોર્ટમાં આરોપીની પત્ની તેના નાના બાળક સાથે આવી બેન્ચ પર બેસી રહેતી. પરંતુ આમ છતાં, બેઉ પક્ષના સભ્ય પિતાપિતાના અભિપ્રાયમાં મકકમ રહ્યા. લગભગ ચાર વાગે નામદાર જજ પાસે જઈ પુરીના ફેરમેને અમારા ભિન્નભિન્ન અભિપ્રાય તેમની સમક્ષ જાહેર કર્યા. તે જ સાંજના કેસનું જજમેન્ટ આવી ગયું, અને નામદાર જજે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી છેડી દીધા. લઘુમતીને બહુમતી ઉપર વિજય થયો કે આખરે સત્યનો જય થયે, એ કહેવું એ તે આજે પણ મારા માટે અશક્ય છે. (જેન શિક્ષણ સાહિત્ય પત્રિકા, નવેમ્બર ૧૯૬૩) Page #59 -------------------------------------------------------------------------- ________________ ૮. આપણું આદર્શો અને જીવનવ્યવહાર વચ્ચેની અસંગતતા મૃત્યુ પામેલા માણસની પાછળ કારજની તિથિ મુકરર થાય છે, અને તે માટે લખાતા પત્રમાં લખાય છે કેઃ “પંચમ કાળ ઘણે જ કઠણ છે, માટે ધર્મ કરશે તે સુખી થશે.” આમ લખવાની પ્રથા બહુ જૂના કાળથી ચાલી આવે છે, એટલે એક વાત તો સાબીત થાય છે કે જેમ જેમ કપ કાળ આવે તેમ તેમ માણસનું લક્ષ ધર્માચરણ તરફ વધુ ને વધુ વળવું જોઈએ, કારણકે કઠિન કાળમાં ધર્મ કરનાર જ સુખપૂર્વક જીવી શકે છે. - કેટલાક કેળવાયેલા અને શિક્ષિત માણસો પ્રશ્ન કરે છે કે વર્તમાન કાળે ધાર્મિક ક્રિયાઓ તો મોટા પ્રમાણમાં થતી જોવામાં આવે છે, ધાર્મિક અનુષ્ઠાને પણ ઘણા થાય છે, તપશ્ચર્યા વધી છે, જિનપૂજા-સામાયિક–પ્રતિક્રમણ કરનારાઓની સંખ્યામાં પણ વધારે થયેલો દેખાય છે. આમ છતાં, આ બધાના પરિણામે ચારિત્રની ઉજજવલતા–તેજસ્વીતા જે દેખાવા જોઈએ તેને અનુભવ કેમ નથી થતો ? આ પ્રશ્નને વિચાર કરતાં લાગે છે કે બાહ્ય ક્રિયાની દૃષ્ટિએ આપણે વિકાસ થચે છે. પરંતુ આવી બધી ક્રિયાને અનુરૂપ આચરણની બાબતમાં આપણે પછાત છીએ. જિનપૂજા અને બીજા ધર્મ અનુષ્ઠાને માણ કરે છે, તેમાં તેઓની દષ્ટિ જુદી જુદી હોય છે. ઘણું લેકે આ બધી ક્રિયાઓ તેમના વડીલે કરતા એટલે ગતાનુગતિક માફક તેઓ પણ કરે છે. બીજે વગ એ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] [ જાણ્યું અને જોયું T F પણ છે કે જેમને તેમના અપકૃત્યાના પસ્તાવેા થાય છે, અને પાપના એજો હળવા થાય એ દૃષ્ટિએ તેઓ ક્રિયા કરે છે. ત્રીજે વગ જીવનવ્યવહાર વ્યવસ્થાની જાળવણી અર્થે આવી અધી ક્રિયાઓ કરે છે, કારણ કે સમાજમાં તેમને રહેવું છે, સંતાનેાને વરાવવાં–પરણાવવાં છે, એટલે આવી બધી ક્રિયાઓ કરવાની તેમને જરૂર લાગે છે. અલખત્ત, એવા પણ વર્ગ છે કે જે સમજણ અને નિષ્ઠાપૂર્વક આવી બધી ક્રિયાઓ કરે છે, પણ આ વગ ની સ`ખ્યા અલ્પ છે. આમ ધાર્મિક ક્રિયાઓ ધમ અનુષ્ઠાના જીવનમાં જરૂરનાં છે, અને કોઈ માણસને આ બધાંના પરિણામે કાંઈ ફળ ન દેખાતું હેાય તે તે માટે ધમ અનુષ્ઠાનામાં દોષ જોવાને બદલે પાતાની જાતમાં દોષ જોવાની જરૂર છે. આપણી ધાર્મિક ક્રિયાઓ અને જીવનવ્યવહાર વચ્ચે કાઈ મેળ દેખાતા નથી. દાખલા તરીકે, અહી. આપણે બધા છીએ તે પૈકીના લગભગ સૌ દરરાજ ચૈત્યવંદન કરતાં જયવીયરાયનું સૂત્ર ભગવાનની પાસે ખેાલીએ છીએ, અને પ્રાર્થનાનું આ સૂત્ર ખેલતી વખતે સૌથી પ્રથમ ભગવાનની પાસે આપણે ભવ-નિવ્’ની માંગણી કરીએ છીએ. ભવ નિલ્વેના અથ સંસાર પ્રત્યેના અણગમા એમ થાય છે. પરંતુ વાસ્તવિક જીવનમાં આપણે તેથી તદ્દન ઊંધી રીતે વતી એ છીએ. સંસાર પ્રત્યે અણગમા આવે, તેને જન્મ-મરણની ક્રિયા દુ:ખ અને કંટાળારૂપ લાગે, એને બદલે આપણે વધુ ને વધુ ભવા કરવા પડે એ રીતનું જીવન જીવીએ છીએ. આમ આપણા આદેશ અને જીવનવ્યવહાર વચ્ચે કેાઈ મેળ ખાતા નથી, એટલે ચારિત્રની ઉજજવલતા કે તેજસ્વીતા જે દેખાવાં જોઈ એ તે જોઈ શકાતાં નથી. ( એક પ્રવચન આધારિત જૈન સેવક ૨૦–૮–૧૯૬૪.) < J Page #61 -------------------------------------------------------------------------- ________________ ૯. ભગવાન મહાવીરના એક સાચા ઉપાસક - જૈન સંસ્કૃતિ અને સાહિત્યમાં સંયમધર્મ તરફ વળતાં તેમજ સમાજસેવાને વરેલાં એવાં મનુષ્યનાં ચરિત્રની રૂપરેખા જાળવી રાખવાની પ્રથા છે. આર્યસંસ્કૃતિના સાહિત્યમાં પણ ઉપનિષદ, મહાભારત અને પુરાણ ગ્રંથમાં કર્મવેગ, જ્ઞાનયોગ તેમજ ભક્તિયેગને વરેલાં એવા અનેક મનુષ્યના ચરિત્રો આપણે જોઈ શકીએ છીએ. જેનધર્મના મૂળભૂત સાહિત્યમાંના સાતમા અંગમાં ભગવાન મહાવીરના દશ ઉપાસકોના જીવનની રૂપરેખા પણ બતાવવામાં આવી છે. વિકમની વીસમી સદીમાં ભગવાનના આ દશ ઉપાસકોની હરોળમાં મૂકી શકાય એવા જે ચેડા શ્રાવક થઈ ગયા, તેમાં શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધીનું નામ અગ્રસ્થાને આવે છે. એમની જન્મશતાબ્દિને ઉત્સવ તા. ૨૫–૮–૧૯૬૪ના દિવ્ય જ્ઞાન સંઘ સંચાલિત સ્વ. વીરચંદભાઈ રાઘવજી ગાંધી સ્મારક સમિતિએ મુંબઈના કોટ જેન ઉપાશ્રયમાં પૂજ્ય મુનિરાજ શ્રી ચિત્રભાનુની નિશ્રામાં ભવ્ય રીતે ઉજવ્ય. સગત વીરચંદભાઈ ગાંધીને જન્મ તા. ર૫-૮-૧૮૬૪ ના દિવસે સૌરાષ્ટ્રમાં મહુવા ગામે થયે. મહુવા અતિ પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે, અને મહુવાની ભૂમિમાંથી જૈન સમાજને અનેક રને સાંપડ્યાં છે. શાસનસમ્રાટ, તીર્થોદ્ધારક, તીર્થરક્ષક સદ્ગત શ્રી. વિજયનેમિસૂરીશ્વરજી તેમજ સદ્ગત Page #62 -------------------------------------------------------------------------- ________________ [ જાણ્યું અને જેવું આચાર્ય વિજયધર્મસૂરીશ્વરજી જૈન સમાજને મહુવાની પવિત્ર ભૂમિમાંથી સાંપડ્યા છે. શ્રી. વીરચંદભાઈએ ૧૬ વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરી, અને વીસ વર્ષની ઉંમરે એનર્સ સાથે મુંબઈ યુનિવર્સિટીની બી. એ. ની પરીક્ષા પાસ કરી. બાલ્યાવસ્થાથી જ તેઓ જ્ઞાનપિપાસુ હતા. બી. એ. ની પરીક્ષા પાસ કર્યા બાદ મુંબઈની જાણીતી સોલીસીટરની પેઢી મેસર્સ લિટલ એન્ડ કંપનીમાં સોલીસીટરનું કામ શીખવું શરૂ કર્યું, અને તે માટે અભ્યાસ પણ ચાલુ કર્યો. પરંતુ એમનું આયુષ્ય ટૂંકું હતું. તેમ છતાં કુદરતે તેની પાસે મહાન કાર્યો કરાવવાનું નિર્માણ કરેલું, એટલે વીરચંદભાઈ સોલીસીટર ન થયા. બી. એ. પાસ થયા પછી, ખાસ કરીને એમની જ મહેનત અને પ્રયત્નોથી મુંબઈમાં “જૈન એસેસિયેશન ઓફ ઈન્ડિયા” સંસ્થાની સ્થાપના થઈ અને તેને તેઓ પ્રથમ મંત્રી નિમાયા. આ સંસ્થા આજે પણ ચાલે છે, પરંતુ એક રીતે તે આ સંસ્થા એ વીરચંદભાઈની પ્રથમ સંતતિ. તેમની જાહેર જીવનની કારકિર્દીની શરૂઆત આ સંસ્થાથી જ થઈ શત્રુંજય તીર્થ અને સમેતશિખર તીર્થ સંબંધમાં પાલીતાણા દરબાર અને પાલગંજના રાજા સાથે મુશ્કેલીઓ ઊભી થઈ, અને શ્રી. વીરચંદભાઈએ આ બંને કેસોમાં ભારે જહેમત ઉઠાવી જૈન સમાજના લાભમાં ન્યાય મેળવ્યું. સમેતશિખર તીર્થને લગતા તામ્રપત્ર, દસ્તાવેજો વિ. બંગાળી ભાષામાં હતા, એટલે આ કેસના તમામ કાગળ અને હકીકત સમજવા માટે વીરચંદભાઈએ બંગાળી ભાષાને ખાસ અભ્યાસ Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭ . ૯. ભગવાન મહાવીરના એક સાચા ઉપાસક ] કર્યો, અને કલકત્તા હાઈકોર્ટમાં જેનસમાજની તરફેણમાં વિજય મેળવ્યું. બંગાળી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓ ઉપરાંત બીજી દશ ભાષાઓ તેઓ જાણતા હતા. પ્રાતઃ સ્મરણીય પૂજ્ય આત્મારામજી મહારાજની પ્રેરણા અને દેરવણ નીચે, ઈ. સ. ૧૮૯૩માં શિકાગોમાં વિશ્વધર્મ પરિષદમાં તેઓ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ગયા. ચિકાશે જતાં પહેલાં સતત છમાસ સુધી તેઓ આત્મારામજી મહારાજના સાન્નિધ્યમાં રહ્યા, અને જૈન આગમશાસ્ત્રો તેમજ તત્વજ્ઞાનને અભ્યાસ કર્યો. વિશ્વધર્મ પરિષદમાં જગતના જુદા જુદા દેશમાંથી જુદા જુદા ધર્મોના પ્રતિનિધિઓ આવ્યા હતા, અને આ પરિષદમાં જૈન ધર્મના સિદ્ધાંતે રજૂ કરી જેન ધર્મને ડું કે તેમણે વગાડ્યો. વિશ્વના જુદા જુદા દેશના પ્રતિનિધિઓ વીરચંદભાઈની વાણી અને જ્ઞાનથી મુગ્ધ થયા. ભારતની બહાર, યુરોપ અને અમેરિકા જેવા દૂર દેશોમાં ભગવાન મહાવીરે ઉપદેશેલા ધર્મને સફળતા અને સમજણપૂર્વક સૌથી પ્રથમ પ્રચાર કરવાના કાર્યને યશ સગત વીરચંદ ગાંધીના ફાળે જાય છે, અને તેથી જ તેમને આપણે ભગવાન મહાવીરના એક સાચા ઉપાસક તરીકે ભગવાન મહાવીરના દશ ઉપાસકોની હરોળમાં મૂકીએ તો તેમાં કશું અતિશયોક્તિ જેવું નથી. વિશ્વધર્મ પરિષદ તે સત્તર દિવસ જ ચાલી, પણ શ્રી વીરચંદભાઈની પ્રતિભા અને પ્રભાવ એ પરિષદના સભ્યો પર એવા જમ્બર પ્રમાણમાં પડ્યા કે પરિષદ પૂર્ણ થયા પછી અમેરિકા તથા ઇંગ્લેન્ડમાં તેમનાં સંખ્યાબંધ પ્રવચને થયાં. અને યુરેપ તેમજ અમેરિકાના લોકોને જૈન તત્વજ્ઞાન સમજ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] [ જાણ્યું અને જોયું - ' વાના આ સૌથી પ્રથમ અવસર મળ્યા. અમેરિકામાં એમણે ધી સ્કૂલ ઓફ એરિયેન્ટલ ફિલેાસેાફી અને ધી ગાંધી ફિલેાસેાફિકલ સાસાઇટી ' સંસ્થાની સ્થાપના કરી, અને તે દ્વારા જૈન ધર્મમાં યાગનું સ્વરૂપ’, ‘જૈનધર્મીમાં ધ્યાનનુ સ્વરૂપ ', ‘જૈન ધર્મોંમાં કનુ સ્વરૂપ' તેમજ અવધિજ્ઞાન, સ્વરાય, વિ. ગહન વિષયાનુ જ્ઞાન ત્યાંના લેાકાને આપ્યું. મુંબઈમાં પણ તેમણે હેમચંદ્રાચાય સત્ર' સ્થાપી તે દ્વારા શ્રમણ સંસ્કૃતિનું પ્રચાર કાર્ય કર્યુ હતું. ( શ્રી વીરચંદભાઈ માત્ર સાંપ્રદાયિક માનવી ન હતા, તેમના દેશપ્રેમ અને વિધવિધ ધર્મો પ્રત્યેના સદ્દભાવ અદ્ભુત હતા. તેમણે કહ્યું છે કેઃ કાઈ પણ ધર્મની નિંદા કરવી એ કંઈ એ ધર્મીનું વિરોધી પ્રમાણ બની જતુ નથી; એજ રીતે પેાતાના ધર્માંની પ્રશંસા કરવી એ આપણા ધર્મની સત્યતાનું પ્રમાણ અનતું નથી. આવા માનવીએ ઉપર મને તેા ઢયા ઉપજે છે.’ જૈનધમાં રહેલી વ્યાપકતા અને વિશાળતાને ખ્યાલ શ્રી વીરચંદ્રભાઈના આ કથનમાંથી મળી રહે છે. S ' શ્રી વીરચંદભાઈ ને દરેક ધર્મો પ્રત્યે સદ્દભાવ અને સમભાવ હતા, તે હકીકત વિશ્વધમ પરિષદમાં લંડનના પ્રતિનિધિ રેવરન્ડ પેન્ટકેસ્ટે ભારતના દક્ષિણ વિભાગના કેટલાંક હિન્દુ મદિરામાં તે વખતે ચાલતી દેવદાસીની પ્રથા પર કરેલા પ્રહાર સામે વીરચંદ્ઘભાઈ એ કરેલા બચાવ પરથી સમજી શકાય છે. શ્રી વીરચંદભાઈ જન્મે જૈન હતા અને જૈનધર્મના પ્રતિનિધિ તરીકે ગયા હતા, તેમ છતાં તેઓ પ્રથમ ભારતીય છે એ વસ્તુ તેમના ધ્યાન બહાર ન હતી. રેવરન્ડ પેન્ટકાસ્ટે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૯. ભગવાન મહાવીરના એક સાચા ઉપાસક ] [ ૩e કરેલા આક્ષેપથી તેમનુ લેાહી ઊકળી આવ્યું અને તેને સણુસતા જવાખ આપી તેની બીનજવાબદારી ભરી ટીકાને નિરર્થક બનાવી હતી. ઈ. સ. ૧૮૯૬માં યારે તેઓ અમેરિકામાં હતા ત્યારે ભારતમાં દુષ્કાળ પડ્યાની ખબર પડતાં તેમણે ભારતીય લેાકેાના હિતાર્થે ત્યાં દુકાળ રાહત સમિતિની સ્થાપના કરી, અને તે દ્વારા અમેરિકાની પ્રજા પાસેથી રૂ. ૪૦,૦૦૦ રોકડા તેમજ અનાજનું એક વાણ મેાકલાવ્યાં હતાં. શ્રી વીરચંદભાઈનું આ કાય રાષ્ટ્ર પ્રત્યેની તેમની ભક્તિનુ નિર્દેશન કરાવે છે. ઇ. સ. ૧૯૦૧માં જ્યારે તેએ ઇંગ્લેન્ડમાં હતા, ત્યારે તેમની તબિયત લથડી, અને ભારતમાં આવ્યા બાદ માત્ર ૩૭ વર્ષની નાની ઉંમરે તેમને દેહાંત થયેા. અંગ્રેજીમાં એક કહેવત છે કે જેની આપણે અહીં બહુ જરૂર છે, તેની સ્વલેાકમાં પણ જરૂર પડે છે, અને તેથી જ બુદ્ધિશાળી અને શક્તિશાળી વ્યક્તિઓનાં આયુષ્ય અલ્પ હોય છે.. આ કહેવત સદ્ગત વીરચંદભાઈની ખાખતમાં યથાર્થ પુરવાર થઈ, અને સેા વર્ષોંમાં પણ જે કાર્ય ન થઈ શકે, એ કાર્ય અલ્પવયમાં પતાવી યશસ્વી જીવન જીવી પાતે પેાતાના માર્ગે ચાલી ગયા. યુરોપ અને અમેરિકામાં બધા મળીને તેમણે પાંચસા ઉપરાંત વ્યાખ્યાનો આપ્યાં હતાં. જૈન સમાજનું ધ્રુવ છે કે આ વ્યાખ્યાનાના સગ્રહ રાખી શકાયા નથી. સ્વામી વિવેકાન≠ અને સદ્ગત વીરચંદ્ય ગાંધી બંને સમકાલીન હતા, અને અંનેનું આયુષ્ય અને કાર્ય ક્ષેત્ર લગભગ સમાન હતાં. આમ છતાં સ્વામી વિવેકાન’દનાં વ્યાખ્યાનેા જળવાઈ રહ્યાં છે, અને તેનું Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ]. [ જાણ્યું અને જોયું વિપુલ સાહિત્ય આજે જોવામાં આવે છે. સદૂગત વીરચંદ ગાંધીનાં વ્યાખ્યાને એ રીતે જળવાઈ રહ્યા હતા તે માત્ર ભારતની પ્રજા માટે નહિ, પણ જગતની તમામ પ્રજા માટે ભારે ઉપયોગી થઈ પડત. પુષ્પ ખીલે છે, તે કઈ સુવાસ લે તે હેતુથી જ નહિ, પરંતુ ખીલવું એ એની પ્રકૃતિ છે અને સુવાસ ફેલાવવી એ એને સ્વભાવ છે. વીરચંદભાઈ એમનું આયુષ્ય અલ્પ હોવા છતાં ભારે સુવાસ ફેલાવી ગયા. જેનસમાજ એ સુવાસને લાભ ન લઈ શક્યો એ જૈન સમાજની કમનસીબી છે. જે જમાનામાં શ્રી વીરચંદભાઈ પરદેશ ગયા તે જમાનામાં દરિયાપારના દેશમાં જવું અને અનાર્ય કે સાથે રહેવું એ પાપનું કાર્ય લેખાતું હતું. આજથી ૨૫૦૦ વરસ પહેલાં ભગવાન મહાવીર વિહાર કરી અનાર્ય પ્રદેશમાં ગયા હતા, એ હકીકત આજે આપણે સૌ જાણીએ છીએ. આજે તે પરદેશમાં જનારાઓ માન સન્માનને લાયક ગણાય છે, અને ભારતની પ્રગતિ પણ પરદેશનાં નાણું અને મદદથી જ થઈ રહી છે, એ હકીકત સૌ જાણે છે. પરંતુ તે વખતે પરિસ્થિતિ જુદી હતી. ભગવાન મહાવીરના ધર્મોપદેશના પ્રચાર માટે, ભગવાન મહાવીરના શાસનના ધર્મોપદેશક–એક મહાન શ્રમણની આજ્ઞા અને દોરવણી નીચે શ્રી. વીરચંદભાઈ પરદેશ ગયા હતા, તેમ છતાં, ભારતમાં પાછા ફર્યા બાદ રૂઢિચુસ્ત લેકેનું તેમની સાથેનું વર્તન અને વર્તાવ જૈન સમાજના માટે ભારે કલંકરૂપ હતાં. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૯. ભગવાન મહાવીરના એક સાચા ઉપાસક ] [ ૪૧ એમની જન્મશતાબ્દિના આ ભવ્ય પ્રસંગે જૈન સમાજે ભગવાન મહાવીરના એ ભવ્ય ઉપાસકનું તેને છાજે એ રીતનું ભવ્ય સ્મારક રચી, ભૂતકાળના એ કલંકને ભૂસી નાખવું જોઈ એ. એમની જન્મશતાબ્દિને શુભ અવસર ભૂતકાળની આપણી ભૂલનું પ્રાયશ્ચિત કરવાની ઉત્તમોત્તમ તક છે, એમ માની શ્રમણ સંઘ તેમજ ભારતના જુદા જુદા પ્રાંતના જૈન સંઘાએ એમના સ્મારકના કાર્યમાં સાથ અને સહકાર આપ જોઈએ, અને આમ થાય તે એમના ભવ્ય સ્મારકનું કાર્ય જરા પણ મુશ્કેલ નથી. (આત્માનંદ પ્રકાશ કટોબર, ૧૯૬૪) Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ધાર્મિક ઉત્સવો પૂ. કસ્તુરબાના સ્વર્ગવાસ પછી તેના સ્મારક માટે આખા દેશના ગામડાઓમાં વસતી સ્ત્રી જાતિના લાભાર્થે રૂ. ૭૫ લાખ ભેગા કરવાનું નક્કી કરવામાં આવ્યું, અને તે ફાળે તેનું લક્ષ્યબિંદુ વટાવી એક કરોડ વીસ લાખની આસપાસ પહોંચે. આ ફાળાની રકમ તા. ૨ જી ઓકટોબર ૧૯૪૪ ને દિવસે શ્રી. સરોજિનીદેવીને હાથે ગાંધીજીને અર્પણ કરવામાં આવી હતી. : - સેવાગ્રામમાં આ ભવ્ય મેળાવડાના અવસરે પૂ. વિનોબાજી હેઠળ કેળવણી પામેલા શ્રી. જમનાલાલજીના ઉત્સાહી પુત્રી મદાલસાએ થેલી સમર્પણની સાંજે મંડપમાં સુંદર રંગોળીઓ દેરી, કસ્તુરબાને મોટે ફેટ વચ્ચે મુકાવીને અને અગરબત્તીએના મઘમઘાટ વચ્ચે દીપમાળાઓ પૂરીને મંડપને ઝળાંઝળાં કરી મૂકવાનું ગોઠવેલું. પૂ. ગાંધીજીએ આવી બધી તૈયારીઓ જે કહ્યું: “ગામડામાં હજારો લાખે લેકોને તેલ ખાવાય નથી મળતું, ને તમે અહીં શભા શણગાર કરવા પાછળ આટલાં તેલ બાળ એ શું કહેવાય?” અને કોડિયાં ને દીપમાળો ત્યાં ન જ પ્રગટી. - જૈનસમાજ ધાર્મિક અનુષ્ઠાને વધુ અને વધુ પ્રમાણમાં ઉજવે, એ તે આનંદની વાત છે. એ ભલે ગમે તે સ્થળે ઉજવાય, પણ એ સાદી અને ગૌરવભરી રીતે દેશની પરિસ્થિતિને ખ્યાલ રાખી ઉજવાય એ જરૂરનું છે. બહારના ભપકા અને Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ધાર્મિક ઉત્સવા ] [ ૪૩ આડંબરો ઘણી વખત અંદરની ભક્તિની ન્યૂનતાના પ્રતીક રૂપે હાય છે. એટલે આવા બધા ઉત્સવા અને સમાર'ભામાં જેટલી વધુ સાદાઈ અને એછી ટાપટીપ હશે એટલા પ્રમાણમાં તે વધુ દીપી નીકળશે. દેશકાળ અને અન્ય બહાના નીચે આવા ધાર્મિક સમારશે.. અને અનુષ્ઠાનેાની અવહેલના અને ટીકા કરવી, તેમજ ગીચ ભાષામાં પત્રિકાએ બહાર પાડવી, એ આજે આપણા સમાજમાં એક પ્રકારની ફેશન થઈ પડી છે. પરન્તુ આવી પદ્ધતિ રચનાત્મક નથી અને તેથી અનુમેાદનને પાત્ર નથી. નિંદા અને માત્ર ટીકાએ કરવાથી લેાકસમાજ સુધરી શકતે નથી, પણ આવા ઉત્સવા અંગે દેશકાળને અનુસરી જરૂરી ફેરફારો કરવાની આવશ્યકતા સ`ખંધમાં શાંતિપૂર્વક લૈકમત કેળવવા જોઈ એ.. સત્તાના બળથી અગર નિદાના પ્રહારથી આ કાર્ય સિદ્ધ ન થઈ શકે, પણ માત્ર પ્રેમ અને વિનમ્રતાના માર્ગે જ આ કાર સરળ અને શકય અને. (‘જૈન ’ ‘૨૩-૧-૬૫. ) Page #70 -------------------------------------------------------------------------- ________________ ११. स्वधर्मे निधनं श्रेयः ભગવદ્ગીતાના ત્રીજા અધ્યાય પર સ્વામી શ્રી ચિન્મયાનંદજી વિવેચન કરી રહ્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને પિતાના જ સંબંધીઓ, સ્નેહીઓ અને કુટુંબીજને સામે યુદ્ધ કરવામાં ક્ષોભ થતું હતું, ત્યારે શ્રીકૃષ્ણ તેને ઉપદેશ આપતાં કહ્યું: “આચરવામાં કઠણ છતાં પણ સ્વધર્મ, આચરવામાં સહેલા પરધર્મથી વધારે વખાણવા લાયક છે. સ્વધર્મમાં મરણ શ્રેષ્ઠ છે, પણ પરધર્મ ભયજનક છે. પરધર્મ–પારકાનું કર્મ શરૂઆતમાં તે સહેલું લાગી માણસને ભરમાવી મૂકે પણ છેવટે તેને પરાજય થાય છે. પ્રાણી માત્ર રાગ-દ્વેષ સિવાય પ્રવર્તવાનું છે, અને જ્યાં રાગ દ્વેષની શૂન્યતા હોય ત્યાં પરધર્મ માટે દુરાગ્રહ ન હોઈ શકે. સ્વામીજીએ આ સંબંધમાં એક દષ્ટાંત આપતાં કહ્યું? “હરદ્વારમાં એક વયેવૃદ્ધ સંન્યાસી હતા, અને તેની ઉંમર પણ ૮૦ વર્ષની આસપાસ હશે. હું પદયાત્રા દ્વારા કેરાળા પ્રદેશ તરફ જવાને હતો, એટલે તેમણે મને બોલાવી કહ્યું કે: અમુક ગામમાં અમુક સ્થળે મારે પુત્ર અને પત્ની રહે છે. પચાસ વર્ષો પહેલાં પુત્રને છ માસને મૂકી તેની માતાને રેતી કકળતી મૂકી મેં સંન્યાસ તે લીધે, પણ મને શાંતિ પ્રાપ્ત ન થઈ. જીવનના કાઠે આવ્યું એટલે મનમાં થાય છે કે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૨. સ્વયમ નિષનું શ્રેય: ] [ ૪૫ તેઓનુ શું થયું તે તે જાણી લઉં.' પચાસ પચાસ વર્ષોંના સન્યસ્ત પછી પણ ભૂતકાળમાં સન્યાસીએ કરેલી ભૂલ તેના અંતરાત્માને ડ*ખી રહી હતી. તપ, ત્યાગ અને સયમના આચરણથી સન્યાસીને અપૂર્વ શાંતિ અને આત્મદન થવાને બદલે તેના પુત્ર અને પત્નીની ફીકર થતી હતી. કહેવાનું તાત્પ એ છે કે મનુષ્ય માત્ર પાતે જેને લાયક છે, તેમજ પેાતાને ભાગે આવેલાં કતવ્ય ક`માં રાત દિવસ મડ્યા રહેવું જોઈ એ. પેાતાના કતવ્યમાં આચરણની દૃષ્ટિએ કઠિનતા હાય તે પણ તેના સામના કરી ઝઝુમવું જોઈ એ. છેવટે તે સ્વભાવ પ્રકૃતિ જ જીતે છે, કારણ કે અંતમાં જેના જે સ્વભાવ નથી તેને તે વફાદાર રહી શકતા નથી. તેથી કહેવાય છે કે આચરેલા પરધમ કરતાં તે કઠિનતાથી આચરાતા સ્વધમ વધારે પ્રશસ્ત છે. કાગડા હુંસની ચાલ ચાલી શકતા નથી, અને તેમ છતાં ચાલવા જાય તે પરિણામે તે પેાતાની ચાલ પણ ભૂલી જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ આવા જ પ્રકારની વાત કરતાં કહેવામાં આવ્યું છે કે કેાઈ માણસ માત્ર પેાતાનું મસ્તક મુડાવી લે, તેથી કાંઈ સાધુ ખની શકતા નથી, પણ સાધુ થવા માટે તે તેનામાં સમતા-સમભાવના ગુણા હેાવા જોઈ એ. માત્ર ૐકારના જાપ જપવાથી કેાઈ બ્રાહ્મણ બની શકતા નથી પણ બ્રાહ્મણ બનવા માટે તે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. નિર્જન વનમાં એકાન્ત સ્થળે રહેવા માત્રથી કાંઈ મુનિ થઈ શકાતું નથી, પણ મુનિ થવા માટે તે। જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરતું છે. વલ્કલનાં કપડાં શરીર પર ધારણ Page #72 -------------------------------------------------------------------------- ________________ | | જાણું અને જોયું કરવાથી કેઈ તપસ્વી બની જતો નથી, પણ તે માટે તે તપશ્ચર્યા કરવી જરૂરી છે. " માણસ પિતે પિતાના સ્વભાવ-પ્રકૃતિને બારીકાઈથી અભ્યાસ કરે, વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ સંશોધન કરે અને પછી જ પિતાને જીવનમાર્ગ નક્કી કરે. માણસ પિતાનું સાચું મૂલ્યાંકન સમજી શકે તો તે જ તેના જીવનની એક મોટામાં મોટી સફળતા છે. " (જૈન સેવક, ડિસેમ્બર, ૧૯૬૫.) Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ઉપદેશ અને આચરણ (કહેવા અને કરવામાં ફરક રહે, વાણી અને વનમાં ભેદ હાય, ઉપદેશ અને આચરણમાં ફેર હોય તે કથનનુ કાંઇ મૂલ્ય નથી. વાતાની કાઈ કિંમત નથી. ઉપદેશની કાઈ મહેત્તા નથી. ઉપદેશમાં જૈન સમાજ નાના હોવા છતાં સહુથી મેાખરે છે, પરતુ આચરણમાં આપણે પાછળ રહેલા છીએ તે હકીકત છે. જૈન ધર્મના સિદ્ધાંતેાને જીવનમાં ઉતારનાર અને પ્રખર અનુભવી વિદ્વદ્વ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા એક નાનીશી અનુભવ કહાની દ્વારા ઉપદેશ અને આચરણની જૈનસમાજે અપનાવવા જેવી મહત્ત્વની વાત કહી જાય છે. જૈન ધમની જ્યેાતિને વધુ જવલંત બનાવવી હેાય અને એના ધ્વજને વિશેષ ઉન્નત રીતે લહેરાવવા હાય તો ઉપદેશ અને આચરણની સમતુલા જાળવવી પડશે...........શ્રી.) ગિરનારજી તે। હું ઘણી વખત ગયા છું, પણ ૧૯૫૦ ના મે-જૂનમાં લગભગ એકાદ માસ સુધી કુટુમ્બ સાથે ગિરનારજી પર રહેવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. અંબાજીની જગ્યા પાસે આવેલી શેઠ નાનજી કાલિદાસની જગ્યામાં અમે રહ્યા હતા. ગિરનારની ભવ્યતાના સાચા ખ્યાલ તે ચાંદની રાતે જ આવી શકે છે. દેવલેાકનાં વર્ણન આપણે ધમશાઓમાં વાંચીએ છીએ, પણ તેમ છતાં ચાંદનીની રાતે ગિરનારજી' પર Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ]. [ જાણ્યું અને જોયું દેવલોકની ઝાંખી આપણને થઈ શકે છે. દેવલોકને પૃથ્વી પર સાકાર રૂપમાં જેવું હોય તેણે ગિરનારજી પર રહેવું જોઈએ. ઉપરકેટના જેન મંદિર, શેષાવન, ભરતવન, હનુમાનધારા, ગૌમુખી ગંગા, અંબાજી, ગોરખ ટૂંક, દત્તાત્રયની ટૂંક, સાત પડા, રાજુલ ગુફા, હાથી પગલા, પથ્થરચેટી, સેવાદાસની જગ્યા અને તેની ગુફાઓ, કમંડળ કુંડ અને પાંડવ ગુફા–આ બધાં પવિત્ર અને મનોહર સ્થાને જુદા જુદા પ્રકારનાં દેવવિમાન જેવાં લાગે છે. ગિરનારજી એટલે પૃથ્વી પરનું જીવંત-જાગ્રત દેવલોક ભાવિ ચોવીશીના બધા તીર્થકરોની નિર્વાણભૂમિ ગિરનાર છે, તેથી એક રીતે તે દેવકના દે માટે પણ ગિરનાર એ તીર્થભૂમિ છે. જે જગ્યામાં અમે રહેતા હતા તેની તમામ વ્યવસ્થા ત્યાં રહેતા સાધુ વશરામગિરિજી (હવે તો તેઓ કાળધર્મ પામ્યા છે.) કરતા હતા. તેઓ વૃદ્ધ, આનંદી અને મિલનસાર પ્રકૃતિના હતા. મારે મેટા ભાગને વખત હું તેમની સાથે ધર્મચર્ચામાં પસાર કરતો. જૈન ધર્મની વિશાળતા, તાત્ત્વિકતા અને ગહનતાની મોટી મોટી વાત હું તેમની પાસે કરતે. જૈન ધર્મ એટલે ત્યાગ-તપ-સંયમને ધર્મ એમ કહી હું જૈન ધર્મના સિદ્ધાંત તેમને સમજાવતે. અહિંસા-સત્યઅસ્તેય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિષે જેટલી ઝીણવટ અને ઊંડાણથી જૈન ધર્મશાસ્ત્રોમાં છણાવટ કરવામાં આવી છે, તેટલી ઝીણવટ અને ઊંડાઈ અન્ય ધર્મશાસ્ત્રોમાં જણાતી નથી, એવી મારી દલીલ સામે તેઓ માત્ર સ્મિત કરતા, પણ ચર્ચામાં ઉતરતા નહિ. તેઓ આવી ચર્ચા વખતે ચૂપ રહેતા તેથી મને આશ્ચર્ય Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ઉપદેશ અને આચરણ ] [ ૪૯ થતું. ખંડન કે મંડન કરે તે તે ચર્ચામાં આનંદ આવે, પણ તેઓ તો મૌન જ સેવતા. ગિરનારજી પર જૂન માસથી જ વર્ષાદનાં ઝાપટાં પડવાં શરૂ થાય છે. જે જગ્યામાં હું રહેતે હતો તે જગ્યાના બે સાધુઓ એક દિવસે જૂનાગઢ કઈ વસ્તુઓ ખરીદવા ગયા હતા અને પાછા ફરતાં રાત પડી ગઈ. ઉપરકેટ આપણાં જૈન મંદિર નજીક પહોંચતાં વરસાદ તૂટી પડ્યો અને મેલડી રાતે પલળતા તેઓ આવ્યા. બીજે દિવસે અમે સૌ નીચે ઊતરવાના હતા. મેં પલળી ગયેલા સાધુઓને કહ્યું : “આમ ભીંજાતા ભીંજાતા આવવાને બદલે તમારે રાત અમારી (જેની) ધર્મશાળામાં જ રહી જવું હતું ને!” બંને સાધુઓની પાસે જ વશરામગિરિજી ઊભા હતા અને મારી વાત સાંભળી મનમાં જ હસતા હોય એવું મને લાગ્યું. પછી મારી તરફ જોઈને બેલ્યા: “મનસુખભાઈ ! અમારી ધર્મશાળાઓમાં કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ ધર્મના લોકો આવીને રહી શકે છે. પથ્થરચેટીની જગ્યામાં જુઓને તમારા પરમાનંદદાસભાઈ (પ્રબુધ્ધ જીવનના તંત્રી શ્રી પરમાનંદદાસ કાપડિયા પણ તેમના કુટુંબ સાથે એ વખતે થોડા દિવસ માટે ગિરનારજી રહેવા આવ્યા હતા) પણ રહી ગયા. પણ જૈન ધર્મ તે બધા ધર્મો કરતાં મેટે એટલે તમારી (જૈન) ધર્મશાળાઓમાં તે અમારા જેવા અન્ય ધમીને ક્યાંથી આશરો મળી શકે? તમે તે જૈનધમી અને અમે તે અન્ય ધમ?” વશરામગિરીની વાત સાંભળી હું શરમાઈને નીચું જોઈ ગયે, એટલે જનધર્મ વિષે તેની સાથે કરેલી મોટી મોટી Page #76 -------------------------------------------------------------------------- ________________ | [ જાણ્યું અને જોયું વાતોનો એ કેમ જાણે પ્રત્યુત્તર આપી રહ્યા હોય તેમ લ્યાઃ “જૈનધર્મ મહાન ધર્મ છે એવા તમારા કથનમાં મને જશ પણ શંકા નથી, પરંતુ કથનની પાછળ તેને અનુરૂપ આચરણ ન હોય તો એવા કથન એક પ્રકારના પાખંડરૂપ બની જાય છે. ધમને ઉપદેશ આપ એ એક વસ્તુ છે અને ધર્મનું આચરણ કરવું તે જુદી વસ્તુ છે જેન ધર્મ વિશ્વધર્મ થવાને યોગ્ય છે તે સાચું પણ એ વિશ્વધર્મ થાય તે પહેલાં તમારા જુદા જુદા વાડાદિગમ્બર, વેતામ્બર, સ્થાનકવાસી, તેરાપંથી, લેકાગચ્છ, તપાગચ્છ, અંચળગચ્છ, ખડતલગચ્છ, આ બધાને તે એક કરો. જગતને સુધારવા નીકળ્યા હોવાનો દાવો કરનારાઓ સૌથી પ્રથમ તમારું ઘર તે તપાસ! તમે સૌ ભગવાન મહાવીરના અનુયાયીઓ હવાને દાવો કરે છે, પણ મહાવીરના અનુયાયી કહેવરાવવા માટેની તમારી લાયકાત શી છે તેને તો જરા વિચાર કરે !” વશરામગિરીજીની વાત સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો. જૈનધર્મ અને જૈન સમાજમાં પરિવર્તી રહેલી પરિસ્થિતિ વિષેના તેના જ્ઞાનથી હું ડઘાઈ ગયો અને મને કાપો તો લોહી ન નીકળે એવી મારી સ્થિતિ થઈ. બીજે દિવસે તો રજા લઈ અમે સૌ ગિરનારજી પરથી નીચે ઉતરી ગયા.' કે આપણે એ ભૂલી જઈએ છીએ કે ધર્મનું બીજ, ધર્મ શાસ્ત્રોમાં નહિ પણ માનવહૃદયમાં છે. જે એ બીજ માનવહદયમાં ન હોય તે ધર્મશા અને ધર્મગ્રંથોને એવા માણસ માટે કશે ઉપયોગ નથી રહેતું. (જૈન સેવક તા. ૨૦-૩-૬૬) Page #77 -------------------------------------------------------------------------- ________________ १३. परं वा परसंगं वा धम्म मन्नइ जो जडो થોડાં વરસો પહેલાંની વાત છે. વિદ્યાર્થીઓને સહાય આપવા માટે એક ટ્રસ્ટ તરફથી અરજીઓ માંગવામાં આવી હતી. તે અરજીઓમાં મારા એક નિકટના સંબંધી તેમજ દરેક રીતે સાધન સંપન્ન એવા એક વડીલ અને સ્નેહીજનના પૌત્રની અરજી જોઈ આશ્ચર્ય અને આઘાત થયાં. અરજદાર વિદ્યાર્થીના પિતા એટલે પિલા વડીલ અને સ્નેહીજનના પુત્રને બોલાવી અરજી કરવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે તેના પિતાથી છૂટા થઈને તે મુંબઈમાં સ્થાયી થયા છે, અને તેની કફોડી આર્થિક પરિસ્થિતિના કારણે અરજી કરવી પડી છે. પિતાને પિતાથી ફારેગ થવું પડયું અને પિતાની સંપત્તિ પર હવે તેને કોઈ હકક રહ્યો નથી એ બધી વાત જાણતાં દિલને સખત આંચકો લાગ્યા. પિલા સંબંધી અને સ્નેહી બારવ્રતધારી શ્રાવક છે અને તેના ગામમાં મુખ્ય શેઠ તરીકેની સારી પ્રતિષ્ઠા ધરાવે છે. ગામના તેમજ જ્ઞાતિના ફંડફાળામાં તેનું નામ મોખરે હોય છે. જિનમાર્ગની આરાધના પ્રત્યે અપૂર્વ પ્રેમ અને ચારિત્ર પણ ઉત્તમજ્ઞાન અને કિયા બંનેને એના જીવનમાં સુમેળ, એટલે મને વિચાર આવ્યો કે આ માણસ એક પિતા તરીકે પિતાના જ પુત્ર અને પૌત્રો સાથે આ બેહદે - વર્તાવ કેમ રાખતું હશે? Page #78 -------------------------------------------------------------------------- ________________ પર ] [ જાણ્યું અને જોયુ દેશમાં જવાનું થયું ત્યારે પેલા વડીલ સ્નેહીજનના ગામે ગયા અને તેને મહેમાન બન્યા. રાતે અમે એક જ રૂમમાં સૂતા હતા એટલે મેં મુંબઈમાં તેના પુત્રની કઢ’ગી આર્થિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરી તેથી તેમણે કહ્યું : મારા દ્વિતીય લગ્ન પછી ત્રણેક વરસે મારા પુત્રના લગ્ન કર્યાં. મારી મૃત પત્નીનાં સ્મરણુ રૂપે તે એક જ પુત્ર હતા એટલે તેના પ્રત્યે મને ઘણા પ્રેમ હતા. પણ સુનંદા (તેમની પુત્રવધૂ ) ને તેની સાસુ સાથે ન બન્યુ. દરરાજ ઝઘડા થવા લાગ્યા અને પરિણામે અમારા–પિતાપુત્રનાં મન પણ ઊંચાં રહેવા લાગ્યાં. સુનંદા તેની સાસુની સ્પર્ધા કરતી અને જે વસ્તુ તેની પાસે હાય તે વસ્તુ તેની પાસે પણ હાવી જ જોઇએ એવા આગ્રહ ધરાવતી. તેની આવી વર્તણૂકથી ઘરની શાંતિ લુપ્ત થઈ અને પુત્રને મારી મિલકતના અમુક હિસ્સા આપી ફારગતી લખાથી છૂટા કર્યાં. ત્યાં ધધામાં મારી આપેલી સઘળી રકમ તેણે ગુમાવી અને ભીખ માગતા થયા તેમાં મારા શે। દ્વેષ ? પુત્ર પ્રત્યેના ધર્મની માફક પત્ની પ્રત્યેના પણ ધ હોવા જોઇએ. મારા ધન મિલકત પર હવે તેને કશે। કાયદેસર હુ રહેતા નથી. પુત્રવધૂના દોષને આગળ કરતા અને પત્નીના પક્ષ ખેચતા માણસ પ્રત્યે મને નફરત થઈ, અને તેની બધી વાતે સાંભળી હું મનમાં સમસમી રહ્યો. વહેલી સવારમાં શેઠ ઊઠીને પ્રાથના કરતા મેલી રહ્યા હતાઃ હું પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારા મેક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. મારામાં વિવેક શક્તિ નથી, હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ! હવે હું તમારૂ, તમારા Page #79 -------------------------------------------------------------------------- ________________ १३. परं वा परसंगं वा धम्मं मन्त्रइ जो जो ] [ ૧૩ મુનિનું શરણુ હું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સ પાપથી મુક્ત થાઉ' એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપાના હું હવે પશ્ચાત્તાપ કરૂ છું.’ કોઈપણ સત્ય વાત હુંમેશાં મધુર ભાષામાં જ કહેવી જોઇએ, તેમ છતાં કેટલાંક સત્ય એવાં હાય છે કે જે કહેતાં સ્વાભાવિક રીતે જ તેમાં કટૂતા-કડવાશ આવી જાય છે. શેઠ વરસેાથી નિયમિત સવારના તેની પ્રાથના એાલતા એની મને જાણુ હતી. એટલે પથારીમાંથી બેઠા થઇને તેની પ્રાથનાને આગળ જતી અટકાવતાં મે તેમને કહ્યું : ‘ભૂતકાળનાં પાપાના પશ્ચાત્તાપ પ્રાથના દ્વારા તા દરરાજ કરી છે, પણ એને અનુરૂપ આચરણ કર્યા સિવાય પાપાના નાશ થઈ શકતા નથી. વાણી અને વતન વચ્ચે સુમેળ ન હેાય તે તેના માટે મેધાયિક પ્રાના ખેલવી એ પણ એક પ્રકારના ભરૂપ બની જાય છે. તમારા પુત્ર તેનાં કરેલાં કર્યાં ભાગવે છે એ તાત્ત્વિક દૃષ્ટિએ સાચું હોય તાપણું ન્યાય દૃષ્ટિએ તે તે તમારાં કરેલાં કર્મોનુ ફળ ભોગવે છે. મૃત પત્નીના સ્મરણ રૂપેના એકના એક પુત્રને તમે રસ્તાના રખડતા ભિખારી બનાવ્યો છે. તમને તેા મૃત પત્નીને બદલે જીવન્ત પત્ની મળી ગઈ, પણ પુત્રની સાચી માતા ગઈ એ કાંઇ તેને ફરી આછી મળવાની છે? મૃત પત્નીનું સ્મરણ નવી પત્ની લાવીને નથી જાળવી શકાતું, એનું સ્મરણ તેા એના પુત્રની માતા થઇને જ તમે જાળવી શકયા હોત ! ’ મારી દલીલની કશી અસર વ્રતધારી શેઠ સાહેબ પર ન થઈ. જે માણસ પેાતે એશઆરામ અને સુખ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫ ] [ જાણ્યુ અને જોયુ વૈભવમાં આન'દપૂર્વક રહેતા હૈાવા છતાં પેાતાની મજા અને કુટુબીજનાની સારસંભાળ ન રાખે, અને ઉપરથી વળી તેઓ તેમનાં કનુ ફળ ભોગવે છે એવી દલીલ કરે તે બેહૂદુ છે. આવેા માનવી ઈશ્વરભક્ત હાય તાયે શુ? ધર્મ અનુષ્ઠાના કરતા હાય તાયે શું? ખાર કે ખારસેા વ્રતધારી હાય તેાયે શું? દાનવીર કે મહાજ્ઞાની ગણાતા હાય તેાયે શું? માણસમાં ગમે તેવા સા હાવા છતાં જો તેનામાં વિવેક–વિનયની ઊણપ હાય તેા વિદ્વાન પાંડિત્ય જડ બને છે, તત્ત્વજ્ઞાની વાંકદેખા અને છે, સૈનિક હેવાન નીવડે છે અને ગમે તે માણસ અકારા બની જાય છે. આવા અવિવેકી અને જડ માણસા વિષે મહર્ષિં હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે :~ सुअवं सीलवं चाइ जिणमग्गायरणारई । परं वा परसंग वा घम्मं मन्नइ जो जडो ॥ અર્થાત શ્રુતજ્ઞાની, શીલવત, ત્યાગી અને જિનમાર્ગીની આચરણામાં પ્રીતિવાળા જે પરવસ્તુને કે પરવસ્તુના સંગને ધમ માનતા હોય તે તેને જડ-અવિવેકી સમજવા. (જૈન સેવક ૧૨-૯-૬૬ ) Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ક્ષમાપના મંત્રમાં નવકાર મંત્ર, તીર્થધામમાં શ્રી શત્રુંજય, દાનમાં અભયદાન, ગુણેમાં વિનય ગુણ, વ્રતમાં બ્રહ્મચર્ય વત અને સર્વ પર્વોમાં શ્રી પર્યુષણ પર્વ જેમ શ્રેષ્ઠ છે, તેમ શાસ્ત્રકારેએ તપમાં ક્ષમાને શ્રેષ્ઠ કહેલ છે. ક્ષમાને અર્થ સહન કરવું એવો થાય છે. આપણા સાધુ-મુનિરાજે તેમજ બૌદ્ધ ધર્મના ભિક્ષુઓને “ક્ષમણુક” પણ આજ અર્થમાં કહેવામાં આવે છે. શાસ્ત્રકારોએ પર્યુષણ પર્વની આરાધના અર્થે મુખ્ય પાંચ કર્તવ્ય બતાવ્યાં છે, તે આ પ્રમાણે છે – (૧) અમારી પ્રવર્તન (૨) સાધર્મિક વાત્સલ્ય (૩) પરસ્પર ક્ષમાપના (૪) અઠ્ઠમ તપ (૫) ચિત્ય પરિપાટી. - ક્ષમાને અર્થ દરગુજર કરવું અર્થાત માફી એવો થાય છે. પર્યુષણ પર્વ પણ એક રીતે ક્ષમાની આપ-લે માટેનું પર્વ છે. આખા વરસ દરમ્યાન જેની જેની સાથે મનદુઃખ, ઘર્ષણ કે કલેશ કંકાસ થયા હોય, દ્વેષભાવના જાગી હોય અગર મનમાં અન્યના આપણું સાથેના વર્તાવ બાબતમાં કટુતા ઉત્પન્ન થઈ હોય તે, તેઓ સૌ સાથે પર્યુષણ પર્વમાં ક્ષમાપના કરવી જોઈએ અર્થાત અરસપરસ માફી માગીને મનમાંથી એ શલ્યને દૂર કરવું જોઈએ. , બાહ્ય વસ્તુઓ મલિન થઈ ગઈ હોય તો તેને સ્વચ્છ કરવા આપણે પુરતું લક્ષ આપીએ છીએ. કપડાં મેલાં થઈ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] [ જાણ્યું અને જોયું જાય કે તરત જ ધોવા માટે આપણે શીંગ કંપનીમાં મોકલી આપીએ છીએ. એક દિવસ પણ નહાવાનું ન બને તે આપણને શરીર ગંદુ ગંદુ લાગે છે અને સ્નાન કર્યા પછી જ આપણે સ્કૃતિ અનુભવીએ છીએ. પિટમાં કચરો જામતાં આપણને બેચેની થાય છે. એક જ દિવસ માટે પણ આપણને દસ્ત સાફ નથી આવતો તે અકળામણ થાય છે અને જલદીથી ડોકટર પાસે દોડી જઈએ છીએ. કબજિયાત થાય ત્યારે ભૂખ મરી જાય છે, કારણ કે પેટમાં કચરો જામી ગયેલ હોય છે અને તેને દૂર કર્યા વિના ખાવાનું મન નથી થતું. નિત્ય જીવનમાં આપણે આ બધી વસ્તુઓ સારી રીતે સમજીએ છીએ. તનના રોગોની બાબતમાં બધું સમજવા છતાં મનના રોગોની બાબતમાં આપણને ભાગ્યેજ વિચાર આવે છે. ક્રોધ, કામ, ઈર્ષ્યા, અહંકાર, કપટવૃત્તિ, અન્ય પ્રત્યે ધિકકાર, નફરત, તિરસ્કાર, વિરભાવ, શ્રેષવૃત્તિ આ બધાં જ મનના રોગ છે. આ રોગના જંતુઓ જ્યાં સુધી આ બધા શ દૂર નથી કરવામાં આવતાં ત્યાં સુધી આપણને ચોંટી જ રહે છે. દેહના રોગો કરતાં પણ મનના રોગો ભારે ખતરનાક હોય છે, એટલું જ નહિ, પણ વિજ્ઞાને હવે પૂરવાર કર્યું છે કે માણસ માત્રને જે શારીરિક રોગ થાય છે તેના માટે મનની અસ્વસ્થતા, કલુષિતતા અને અવ્યવસ્થા જ મોટા ભાગે જવાબદાર હોય છે. પર્યુષણ પર્વ મહાપર્વ ગણાય છે તેનું કારણ એ છે કે આ પર્વમાં ઉપવાસ દ્વારા દેહની શુદ્ધિ થાય છે, ક્ષમાપના દ્વારા મનની શુદ્ધિ થાય છે અને જેટલા પ્રમાણમાં દેહ અને મન વિશુદ્ધ બને છે તેટલા પ્રમાણમાં આત્મા પણ નિર્મળ બને છે. તે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ક્ષમાપના ] [ ૫૭ " જે યુગમાં આપણું ભાગે જીવન જીવવાનું આવ્યું છે તે સંઘર્ષને યુગ છે. આજે એક બીજા વચ્ચે સંઘર્ષ અને કલેશનું ચક્ર ચાલી રહ્યું છે. વેપારીઓ ગ્રાહકોને અને ગ્રાહકે વેપારીએને, મુનિમ શેઠને અને શેઠ મુનિમને, શિક્ષકે વિદ્યાર્થીઓને અને વિદ્યાથીઓ શિક્ષકોને, પત્ની પિતાના પતિને અને પતિ પત્નીને, સાસુઓ પુત્રવધૂઓને અને પુત્રવધૂએ સાસુઓને, પુત્રે પિતાને અને પિતા પુત્રોને, ભાભીઓ નણંદેને અને નણંદે ભાભીઓને અરસપરસ હેરાન કરે છે. આમ આખા સમાજમાં પરસ્પર એક બીજાનું એક બીજા વચ્ચે હેરાનગતિનું વિષચક્ર ચાલી રહેલું જોવામાં આવે છે. દરેક વ્યક્તિને અન્ય વ્યક્તિની બાબતમાં કોઈ ને કોઈ ફરિયાદ કરવાની હોય છે. ધર્મસૂત્ર બેલતી વખતે “શ્રી બ્રહ્મ લેકસ્ય શાંતિર્ભવતુ” એમ બેલીએ છીએ ખરાં, પણ પ્રત્યક્ષ રીતે તે સમસ્ત જીવલેક અશાંતિથી જ પીડાઈ રહેલે જોવામાં આવે છે. આ પરિસ્થિતિના ઉકેલ માટે સાચો માર્ગ એ છે કે પ્રત્યેક માણસે પિતાની ખલનાઓ, દો અને ભૂ પ્રત્યે સતત દષ્ટિ રાખવી–સજાગ રહેવું અને પરિચયમાં આવતી તમામે તમામ વ્યક્તિઓના દેશ–અપરાધ પ્રત્યે મેટું મન રાખી ક્ષમા અને ક્ષમાપના માગે, ચકલાએ જેમ આપણા માથેથી ઊડી ચાલી જાય છે, પણ તેને આપણું માથા ઉપર માળો બાંધવા નથી દેતા તેમ, તેઓના દેને આપણા મનમાં ઘર કરવા ન દેવું. જે આ રીતે નહિ વર્તશું તે આપણું મનના કચરામાં દિનપ્રતિદિન વધારે થતે જશે અને પરિણામે મન અને તનના ગેમાં વધારો થશે. તેથી જ જીવનના કર્તવ્ય ઉપર લખતાં આપણાં એક વિદ્વાન કવિરાજે Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] [ જાણ્યુ અને જોયુ " કહ્યુ 'હું છે કેઃ સર્વ અન્યાય ને જુલમ સહેવા જંગે, સ અપરાધને દોષ ક્ષમવા.’ પર્યુષણ પર્વના અંતે સગા સંબધીઓ, મિત્રો અને સ્નેહીજના પાસે આપણે ‘મિચ્છામિ દુક્કડ'' માગીએ છીએ અને ક્ષમાપના માટે પત્રો પણ લખીએ છીએ. વ્યવહારથી લેાકેા ખમે અને ખમાવે છે, પણ આ મ માત્ર ઔપચારિક બાહ્ય દેખાવ પૂરતું જ છે. ક્ષમા અને ક્ષમાપનાના હેતુ માત્ર વ્યવહાર નથી, આ ક્રિયા તે આંતરિક શુદ્ધિ અર્થે કરવાની છે. ક્ષમાપનાના સાચા ઉદ્દેશ જીવન સુધારણા-જીવનશુદ્ધિ કરવાના છે, મનને શલ્ય રહિત બનાવવાના છે. પગમાં એક નાનકડા કાંટા લાગ્યા હાય તે વખતે પણ આપણને ચાલવામાં મુશ્કેલી થાય છે અને આપણું મન કાંટામાં જ વળગી રહે છે. જે નાનકડા કાંટો આપણને આવી હરકત કરી શકે તેા અન્ય વ્યક્તિ પ્રત્યેના તિરસ્કાર, ધિક્કાર, ઘણા આપણી જાતને કેટલું નુકસાન કરી શકે તેના આપણે વિવેક દૃષ્ટિએ વિચાર કરવા જોઈ એ. ક્ષમાની વ્યાખ્યા આપતાં આપણા એક વિદ્વાન આચાય મહારાજશ્રીએ કહ્યું છે કે જો કેાઈ ક્રેાધાવેશમાં આવી જઈ શત્રુની માફક વિચિત્ર વિરૂપ ચેષ્ટા કરે અને નહિ સાંભળી શકાય તેવાં કશ વચના મેલે; ગાલીપ્રદાન કરે, ત્યારે પણ તેના પ્રતિ કાપેાત્પાદક કારણ છતાં મનનાં પરિણામેાને કલુષિત ન થવા દે, તેને જ ક્ષમા કહેવામાં આવે છે.’ મહિષ પત જલીએ પણ આવી આધ્યાત્મિક શાંતિ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેને ઋતભરા પ્રજ્ઞાત્' અર્થાત્ સત્યથી ભરપૂર જ્ઞાન' એમ : * ઘુ છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ક્ષમાપના ) ; [ ૫૯. આ સંસાર અને જીવન વિષે જેઓ ઓછામાં ઓછું જાણે છે તેઓ જ અન્ય વ્યક્તિઓ અને સંબંધીઓની મોટામાં મોટી ફરિયાદ કરતા જોવામાં આવે છે. સંસાર અને જીવન વિષે જેઓ વધુમાં વધુ સમજતા હોય છે, તેઓને કોઈની વિરૂદ્ધમાં ભાગ્યે જ ફચિાદ કરવાની હોય છે, કારણ કે તેઓ જાણતા હોય છે કે વ્યક્તિ માત્ર તેની પ્રકૃતિ અનુસાર જ વર્તતી હોય છે અને પ્રકૃતિ કર્માનુસાર પ્રાપ્ત થયેલી હોય છે, પછી એ બાબતની ફરિયાદ-ગુસ્સો-ક્રોધ કરવાનો અર્થ શું છે?" ઉપકારી, અપકારી, વિપાક, આજ્ઞા અને ધર્મોત્તર એવા પાંચ ક્ષમાના પ્રકારો છે. “આ મારે ઉપકારી છે, તે તેના દુર્વચનાદિ સહન કરવા ગ્ય છે.” એમ સમજી ઉપકારીને વિશે ક્ષમા રાખવી તે ઉપકારી ક્ષમા. “હું તેના દુર્વચનાદિ નહિ સહન કરૂં તો તે મારે અપકાર કરશે” એ ભાવનાથી જે ક્ષમા રાખવામાં આવે તે ક્ષમાના પરિણામને અપકારી ક્ષમા કહેવાય. “નરકાદિ દુર્ગતિમાં કર્મના ફળને અનુભવ કરે પડશે” એવા વિચારથી દુઃખથી ભીરુ હોવાને લીધે ક્ષમાના પરિણામ થવા, તેને વિપાક ક્ષમા કહેવામાં આવે છે. કાધ ન કરવો” ઈયાદિ આગમને અવલંબીને ક્ષમાના પરિણામ થાય તેને આજ્ઞાક્ષમા કહેવાય છે. શરીરને છેદ, દાહ વગેરે થાય તે પણ બીજાને ઉપકાર કરનાર-સહજભાવે સ્વાભાવિક રીતે થયેલાં ક્ષમાના પરિણામને ધર્મોત્તર ક્ષમા કહેવામાં આવે છે, અને આપણું ધ્યેય આ ધર્મોત્તર ક્ષમાનું હોવું જોઈએ. ધર્મોત્તર ક્ષમા એ જ ઉત્તમોત્તમ ક્ષમા છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] [ જાણ્યુ અને જોયું શ્રીમદ્ હેમચ ંદ્રાચાર્યે ચેાગશાસ્ત્રમાં (અ. ૨-૨૦) કહ્યું છે કે ‘ બાહ્મવત્ સવ મૂતેષુ ભુલવુ છે ત્રિયાપ્રિયે ’ અર્થાત્ જેમ ’ આપણને પેાતાનું સુખ વહાલુ છે તેમ આ સંસારમાં તમામ જીવેાને પણ સુખ પ્રિય હાય છે અને દુઃખ અપ્રિય હાય છે; એટલે આ સંસારમાં અન્ય જીવા સાથે આપણે એવુ વન રાખવુ' જોઈ એ કે જે વતનથી સામા જીવને દુઃખ કે પરિતાપ ન ઉપજે. આમ કાળજીપૂર્વક જીવવા છતાં આપણાથી જાણતાંઅજાણતાં કોઈ જીવ પ્રત્યે અપરાધ થઈ જાય તા ક્ષમા માગવાને આપણે! ધર્મ છે. આમ ક્ષમાપના માર્ગે માણસનું જીવન શુદ્ધ અને દોષરહિત બની જવુ જોઈ એ. ‘આગે સે ચલી આતી હૈ'ની માફક માત્ર ક્ષમાપનાનાં સૂત્રેા ખેલવાથી કે લખવાથી તે માત્ર એક પ્રકારનો દંભ કેળવાય છે. ક્ષમાપનાનુ મૂલ્ય ઓછું ન આંકતાં જીવનશુદ્ધિ અને જીવન સુધારણા માટે એ એક સર્વોત્તમ રસાયણ છે તે આપણે સમજી "લેવુ" જોઈ એ. ( સેવા સમાજ ૧૮-૯-૬૬ ) Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૫. દીર્ઘદ્રષ્ટા આ. વિજયવલ્લભસુરીશ્વરજી જેમ ઋતુઓ અને સમય બદલાય છે તેમ જીવનવ્યવહારમાં પણ ફેરફાર કરવા પડે છે. આ રીતે ધર્મનાં મૂળત ત્રિકાલાબાધિત હોવા છતાં તત્ત્વોને નિરૂપતા અર્થોમાં ફેરફાર કરવા પડે છે. પ્રત્યેક સજીવ વસ્તુ ફેરફારને પાત્ર છે. જીવનને અર્થ જ પરિવર્તન છે. આપણા શરીરની અમુક ગ્રંથિઓ ઘસાઈ નકામી થતાં બીજી નવી તેજ પ્રમાણમાં ગોઠવાઈ જાય છે. આ રીતે ફેરફાર કરવા જરૂરી થાય ત્યારે તેમાં ફેરફાર કરવાના કારણે દિલગીર થવાની જરૂર નથી, પણ એવા ફેરફારે આપણે ન કરી શકીએ તે એ સ્થિતિ દુઃખદ. છે, કારણ કે ફેરફાર તે જ જીવન છે. ' દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મહત્વતા જૈન સમાજ જાણતે હેવા છતાં, જૈન સમાજ તેને વર્તનમાં ઉતારી શકો નથી. કદાચ આ વસ્તુ આ સમાજ માટે એક શાપરૂપ છે. સિદ્ધસેન દિવાકર, આચાર્ય હરિભદ્રસૂરિજી અને આનંદઘનજી જેવા જ્ઞાની મહાત્માઓને પણ આ કારણે જ સહન કરવું પડ્યું છે. સમાજના હિતાર્થે શ્રમણ સંઘ ઘણું ઘણું કરી શકે તેમ છે, પણ સમાજ અને રાષ્ટ્રનાં કામમાં આરંભ-સમારંભ છે અને તેથી આ માર્ગ બંધનરૂપ છે-મેક્ષમાર્ગ તેથી જુદે છે, આવી સંકુચિત સમજણ જૈન સમાજમાં પ્રવર્તે છે. તેમ છતાં સમયને ઓળખનારા અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને Page #88 -------------------------------------------------------------------------- ________________ _.. તે ૬૨ ] { જાણ્યું અને જોયું અનુસરનારા ઘણા સાધુઓ અને સાધ્વીઓ વર્તમાનકાળે પણ આપણું સમાજમાં જોવામાં આવે છે તે જૈન સમાજનું એક મહાન સદ્ભાગ્ય છે. કેળવણું અને સમાજના રચનાત્મક કાર્યમાં છેલ્લી સદીમાં જે કાર્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ કર્યું છે તે કાર્ય સમસ્ત શ્રમણ સંઘના માટે માર્ગદર્શનરૂપ થઈ શકે તેવું છે. તેમનામાં અપાર દીર્ધદષ્ટિ હતી એટલું જ નહિ પણ તેઓ તેમના જમાના કરતાં પચાસ વર્ષ આગળ હતા, તે બાબત નીચેની હકીકત પરથી દેખાઈ આવે છે. વંથળી(સોરઠ) નિવાસી શેઠશ્રી દેવકરણ મૂલજી, આચાર્ય મહારાજશ્રીના એક પરમ ભક્ત હતા. કેન્સરની અસહ્ય બીમારીથી તેઓ પીડાતા હતા અને ભાગ્યયોગે એ વખતે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ સાહેબ મુંબઈમાં હતા. શ્રી દેવકરણશેઠે એમનું છેલ્લું વીલ મે, ૧૯૨૯માં તૈયાર કર્યું અને તેમાં જેને માટે એક હોસ્પિટલ કરવા માટેની વ્યવસ્થા રાખવામાં આવી હતી, તેમજ સસ્તા ભાડાની ચાલ માટે એક લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. - શ્રી દેવકરણ શેઠે એ વીલ પૂ. આચાર્ય મહારાજશ્રીને માર્ગદર્શન અર્થે વાંચવા મોકલાવ્યું. પૂ. આચાર્યશ્રીએ એ વીલ વાંચ્યું. એ જમાનામાં મુંબઈમાં જગ્યાની તંગીને કઈ પ્રશ્ન ન હતું. પરંતુ આચાર્યશ્રીએ માત્ર વર્તમાન ન જોતાં ભવિષ્યમાં શી પરિસ્થિતિ આવવાની છે તેને પણ ખ્યાલ કર્યો અને આ બાબતમાં તેઓશ્રીએ સદૂગત શ્રી દેવકરણ શેઠ પર નીચે મુજબને એક પત્ર લખ્યા - દાનવીર શેઠ શ્રી દેવકરણ મુળજી જગઃ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૫. દીર્ધદ્રષ્ટા આ. વિજ્યવલભસુરિજી ] : “ધર્મલાભની સાથે માલમ થાય જે ગઈ કાલે અમારી સાથે તમારી જે વાત થઈ હતી તે મુજબ અને અમુક વિશ્વાસુ આદમીની સાથે થયેલી વાતચીત મુજબ અમારે વિચાર નીચે મુજબ જણાય છે.” હોસ્પિટલની વાત ઘણી મોટી અને અશક્ય જેવી અમને લાગે છે, તે એના બદલામાં હેસ્પીટલની જલદી જરૂરત ન પડે એવી રીતે આપના સાધર્મિક ભાઈ ઓની તંદુરસ્તીને માટે ખાસ સગવડ મોટા પાયા ઉપર થાય તે વધારે સારૂ. આ કામ જૈન સમાજમાં આજસુધી થયું નથી. આપનું નામ પ્રથમ નંબરે આવશે અને હંમેશને માટે કાયમ રહેશે, માટે ઘણાં નાનાં નાનાં કામ કરવા કરતાં એક જ મોટું અને સંગીન કામ થાય તો કોઈ પણ કામ કર્યું કહેવાય. આ બાબત પ્રથમ પણ કઈક વખતે પત્રોમાં તમને જણાવેલ યાદ હશે–એ ઉપરાંત શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં આપનું અમર નામ અમદાવાદવાળા શ્રી વાડીલાલ સારાભાઈની માફક થવાની જરૂરત છે એ આપ પોતે જાણે છે. કારણ કે પ્રથમથી જ આપે શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું કામ માથે લીધું છે. આ બે કામ ખરાં આપની જીંદગીમાં લહાવો લેવાનાં સમજવામાં આવે છે, તે આશા છે કે આપ જરૂર ઉદારતા દાખવી વિચારી એક મક્કમપણે જણાવશે–મેતીચંદભાઈ આવશે ત્યારે બની શકશે તો હું આવીશ. હાલ એજ દા. વલ્લભ વિના ધર્મલાભ 9––૨૯ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૪] [ જાણ્યું અને જોયું - સદ્ગત દેવકરણ શેઠે તુરત જ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની ઈચ્છાનુસાર વલમાં ફેરફાર કર્યો. હોસ્પીટલ માટે માત્ર બે લાખ રૂપિયાની રકમ જુદી રાખી અને સસ્તા ભાડાની ચાલ માટે એક લાખને બદલે ચાર લાખ રૂપિયાની રકમ જુદી રાખવામાં આવી. વીલની શરતો મુજબ બધી રકમે અપાઈ ગયા પછી બાકીની તમામ સ્થાવર-જંગમ મિલકત મહાવીર વિદ્યાલયને મળે એવી વ્યવસ્થા કરવામાં આવી અને તઅનુસાર પ્રિન્સેસ સ્ટ્રીટ પરનું મોટું મકાન “દેવકરણ મેન્શન” જેની વાર્ષિક આવક રૂપિયા સવા લાખથી પણ વધુ છે તે મહાવીર વિદ્યાલયને મળ્યું. સસ્તા ભાડાની ચાલ ટ્રસ્ટની વ્યવસ્થા અનુસાર માટુંગાની દેવકરણ શેઠની ચાલીઓમાં આજે પચાસથી પણ વધુ કુટુઓ લાભ લે છે અને મુલુન્ડમાં પણ આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જૈન દેરાસર સામે ચાર હજાર વારને પ્લેટ ચાલી બંધાવવા અર્થે લીધે છે. આચાર્ય મહારાજશ્રીએ આ રીતે પિતાની દીર્ઘ દ્રષ્ટિ વાપરી જૈન સમાજના હિતાર્થે એક મહાન કામ કર્યું. આપણું મુનિ મહારાજે અને સાધ્વીઓ પણ શ્રી વિજયવલ્લભસૂરિજીને પગલે ચાલી સમાજનું કલ્યાણ થાય એવાં રચનાત્મક કાર્યોમાં વિશાળ દ્રષ્ટિ રાખી દેરવણી આપે એજ અભ્યર્થના ! (સેવાસમાજ તા. ૯-૧૦-૬૬ ) * આ જગ્યામાં ૪૦ કુટુઓ રહી શકે તેવા બે મકાન “દેવકરણ ભવન” અને “પૂતળીબાઈ ભવન” નામે ટ્રસ્ટીઓએ બંધાવેલા છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૬. સુવર્ણ સિદ્ધિ શ્રીમદ્ આનંદઘનજી મુક્તિ પંથ-નિર્વાણપદ્મના પ્રવાસૉ હતા અને આવી મહાન વિભૂતિએ કેાઈ સિદ્ધિમાં કદી અટવાઈ જતી નથી. તેએ આબુ પહાડ અને મંડળાચળ પર્વતની ગુફાઓ, સિધ્ધાચલ, તલાજા, ગિરનાર, ઈડર, તારંગા વગેરે સ્થળેએ એકાન્ત સ્થાનમાં રહી ધ્યાન ધરતા. વળી ત્યાંના કેટલાક ચેાગીના આનદઘનજીના મિત્ર થયા હતા અને તે સૌ તેમની અવારનવાર મુલાકાત લેતા હતા. એક વખત એક ચેાગી મિત્રે અનેક પ્રયત્ના અને પ્રયાગાના અંતે સુવર્ણ`સિદ્ધિ પ્રાપ્ત કરી અને સુવર્ણ અનાવવા માટેના રસાયણના એક સીસા ભરી પેાતાના શિષ્ય સાથે આનદઘનજીને મેકલાળ્યેા. શિષ્યે આનંદઘનજી પાસે આવી પેાતાના ગુરુએ પ્રાપ્ત કરેલી મહાન સિદ્ધિની વાત કરી પેલા રસાયણના સીસે આપ્યા અને પથ્થર પર તે રસાયણના છંટકાવથી, પથ્થરતુ સેનાની શિલામાં રૂપાંતર થઈ ય છે તે વાત સમજાવી. શ્રીમદ્ આનંદઘનજીએ તે! પેલા સીસાને હાથમાં લઇ પહાડ પરથી નીચેની ખીણમાં ફેકી દીધે. શ્રીમદ્ન આવા વિચિત્ર વર્તાવ જોઈ પેલા શિષ્યને ભારે આદ્યાત થયા અને શ્રીમની સાથે ગુસ્સાપૂર્વક યદ્વાતઢા વાત કરવા લાગ્યા. શ્રીમદ્ આન ધનજીએ શિષ્યને શાંત કરતાં કહ્યું : ભાઈ ! સુવર્ણ સિદ્ધિના રસાયણ દ્વારા કાંઈ આત્મસિદ્ધિ પ્રાપ્ત થતી નથી. મનને નિળ બનાવવું-ચિત્તને સ્ફટિક જેવું શુદ્ધ કરવું Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ] [ જાણ્યું અને જોયું એજ મોટામાં મોટી સિદ્ધિ છે. ચિત્તના મેલ અનેક પ્રકારના હોય છે. સફેદ કપડાં પર કાળા ડાઘ પડે તો તે જેમ મેલું કહેવાશે, તેમ, લાલ પીળા-ગુલાબી ડાઘ પડે તો પણ તે વસ્ત્ર મેલું જ ગણાશે. જીવનમાં આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવી તે એક રીતે ચિત્તને મેલું બનાવવાની ક્રિયા છે. મન અને ચિત્તને મેલ રહિત બનાવવા અર્થે સાધકે કામ ક્રોધાદિ વિકાર ન ઉઠે તે સ્થિતિએ પહોંચવું જોઈએ. સાધક આ સ્થિતિ પ્રાપ્ત કરે તો તેજ મોટામાં મોટી સિદ્ધિ છે અને તેમાં જ માનવજીવનની સાર્થક્તા છે. અલબત્ત, ગીજનો માટે પણ આ એક અત્યંત મુશ્કેલ પ્રક્રિયા છે, કારણ કે એમ ન હોત તે તારા ગુરુદેવને આ સુવર્ણ સિદ્ધિની માથાકૂટમાં પડવાનું મન ન થયું હેત. તારા ગુરુદેવને મારા વતી કહેજે કે ચિત્તને સ્થિર કરે. જ્યાં સુધી ચિત્ત સ્થિર નથી થતું ત્યાં સુધી જ સાધકનું મન આવી ત૭ બાબતને વશ થાય છે. પણ ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કર્યા વિના સાચી શાંતિ કદાપિ પ્રાપ્ત થઈ શકતી નથી. શ્રીમદ્ આનંદઘનજીની આવી વાત સાંભળી પેલા શિષ્યને મિજાજ ગયે અને આવેશમાં આવી જઈ બોલ્યો: ફિલસૂફીની આવી વાત કરતાં તો મને પણ આવડે છે, પણ આવા રસાચણનું એક જ ટીપું માત્ર તૈિયાર કરી બતાવે તે આપની વાતને મને પરચે થાય. શિષ્યની આવી વાત સાંભળી આનંદઘન મુક્ત મને હસ્યા અને થોડે દૂર જઈ પથ્થરની એક શિલા પર લઘુ શંકા કરી. શિષ્ય દૂરથી જોયું કે એ આખી શિલા સુવર્ણની બની ગઈ હતી. પછી તો પેલા શિષ્યની અજાયબીને પાર ન રહ્યો અને આનંદઘનજીના ચરણે પડી તેની માફી માગી પિતાના ગુરુદેવ પાસે જવા પાછો ફર્યો. (જૈન સેવક ૨૫–૮–૧૭) Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૭. અવિસ્મરણીય સ્મરણે. સ્વ. ફત્તેહચંદ ઝવેરભાઈ સાથેના કેટલાક ન ભૂલાય એવા પ્રસંગે મારી નિત્ય નૈધના આધારે તેમની સ્મૃતિ અંક માટે લખી મોકલાવું છું. તા. ૧૪ નવેમ્બર ૧૯૬૪ના દિવસે વાલકેશ્વર ઉપાશ્રયમાં પૂ. આ. વિજયધર્મસૂરિજીના આશીર્વાદ લઈ અમે આઠ–દશ ભાઈઓએ એક “અધ્યાત્મ મંડળની સ્થાપના કરી. મુ. ફત્તેહચંદભાઈએ મંડળના પ્રમુખ હતા. મંડળને મુખ્ય હેતુ મંડળના સભ્યોએ મુંબઈમાં બીરાજતાં મુનિરાજેનો સંપર્ક સાધી યોગ અને અધ્યાત્મ વિષય પર વાર્તાલાપ કરે અને વરસમાં એક વખત બધા સભ્યોએ સાથે મળી તીર્થયાત્રા કરવાનો હતો. સભ્યની ફી કશી ન હતી પણ સભ્યોએ અમુક સંખ્યામાં નવકારમંત્રનો જાપ કર, વરસમાં એક વખત પૂજા ભણાવવી, દરેક માસમાં એક વખત સૌ સભ્યએ જુદા જુદા સભ્યોના નિવાસસ્થાને ભેગા થવું અને ધાર્મિક ચર્ચા કરવી– આવા બધા નિયમે રાખ્યા હતા. ફાળા અને ફંડની લપથી દૂર રહેવું એ પણ આ મંડળને એક મુખ્ય હેતુ હતો. આ મંડળની કાર્યવાહી પ્રથમ વરસે તે બરોબર ચાલુ રહી. વરસના અંતે પાયધૂની પર નમિનાજીના મંદિરે સરસ પૂજા ભણાવવામાં આવી. પૂ. આ. ધર્મસૂરિજી તથા પૂ. શે Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] [ જાણ્યું અને જોયું વિજયજી મહારાજ સાહેબ પણ પૂજામાં પધાર્યા હતા. પૂજાના ખર્ચને (પ્રભાવને સહિત) બધે મળીને રૂ. ૩૦૦ને આંકડો આવેલે, અને અમે પાંચ છ સભ્યએ એ રકમ પચાસ પચાસ રૂપિયાના ફાળામાં વહેંચી લીધી હતી. મુ. ફત્તેહચંદભાઈએ પણ તેમાં પિતાના ફાળાની રકમ આપી હતી. માતાની પાસે પુત્ર પિતાના મનની ગમે તેવી શંકા જેમ બેધડક રીતે પૂછી શકે તેમ મારા મનની શંકાઓ વિષે હું તેમની સાથે ખુલ્લા દિલે ચર્ચા કરો. એમ કરવામાં ઘણી વખત મારી અજ્ઞાનતાનું પ્રદર્શન થતું, પણ તે સંબંધમાં કઈ પણ વખત કશી પણ ટીકા કર્યા વિના માતા જેમ નાના બાળકને સમજાવે તે રીતે તેઓ મારા અજ્ઞાન અને શંકાને દૂર કરતા. પૂજામાં થયેલા ખર્ચની રકમનો ફાળે આપતાં મેં તેમને પૂછ્યું: “જે દેશમાં ભયંકર ગરીબાઈ પ્રવર્તી રહેલી હોય તેમ જ જે સમાજનો મોટો ભાગ દુઃખમાં રીબાઈ રહ્યો હોય, તે દેશ અને સમાજમાં પૂજા નિમિત્તે આવા ખર્ચા કરવા એ આપણું માટે કે આપણું મંડળના ધ્યેયને બંધબેસતું છે ?” | મુરબ્બી ફત્તેહચંદભાઈએ મને સમજાવ્યું કે બીજી રીતે માણસને તેને ધનની મૂછ ન જતી હોય અને ભાવ તેમજ ઉલ્લાસપૂર્વક આવી રીતે પૂજા ભણાવવામાં તેને આનંદ પ્રાપ્ત થતો હોય, તો તેમ કરવામાં કશું અગ્ય કે ખોટું તો નથી જ. આવી પૂજાએ પણ ભક્તિના એક પ્રતીક રૂપ છે. તેમની વાત પાસે મારી અન્ય દલીલ તો ઉભી રહી શકે તેમ ન હતી, એટલે મેં મૂળ વસ્તુને મારીમચડી બીજી રીતે રજૂ કરતાં કહ્યું. “હું અને તમે બેઉ તો નિવૃત્ત બની ગયા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૭. અવિસ્મરણીય સ્મરણો ] [ ૬૯ છીએ. ધનપ્રાપ્તિ પ્રત્યે આપણી દષ્ટિ જ નથી, અને તે અર્થે આપણે કોઈ પ્રવૃત્તિ કે શ્રમ કરતા નથી. આવાં શુભ કાર્યોમાં આ રીતે જે આપણે આપણું મૂડીમાંથી–બચાવેલી રકમમાંથી ખર્ચ કરતા હોઈએ તો તે બરોબર છે, પરંતુ આપણી અંગત મૂડી જેવું તે કાંઈ છે નહીં, તેથી આવા કપરા અને કઠિન કાળમાં જે આવી રકમ માટે આપણે આપણા સંતાન પાસે હાથ લંબાવવો પડતો હોય તો, એક રીતે આપણાં સંતાનોને આપણે મદદરૂપ થવાને બદલે બેજારૂપ નથી બની જતા ?' મારી આ વાત સાંભળી મુ. ફત્તેહચંદભાઈ મુક્ત મને હસી પડ્યા અને મને થયું કે આવી વાત કરવામાં મેં ક્યાંક કાચું કાપ્યું છે. તેમણે મને સામો પ્રશ્ન કર્યો “તમારા પુત્ર અને પુત્રીઓને ઉછેરવામાં, કેળવણી આપવામાં અને ધંધાસર કરવામાં જે કાળજી અને મહેનત તમે લીધેલાં, તે બધું તે વખતે તમને બોજારૂપ લાગેલું ?” પછી વળી કહ્યું: “તમારી પુત્રીઓની તમામ જવાબદારી તે તમારા એકલાને શિરે પડેલી, એટલે એ બાબત કદાચ તમને ભારરૂપ લાગી હશે?” એકદમ ઉતાવળે જવાબ આપતાં કહ્યુંઃ “આ તે તમે કેવી વાત કરો છો? પુત્રપુત્રીઓને ઉછેરવામાં તો બેજાને બદલે મને આનંદને જ અનુભવ થયે છે, અને વળી કઈ પિતાને પિતાના સંતાનોને ઉછેરવાનું કામ તે બોજારૂપ લાગતું હશે?” આમ જવાબ આપી હું હસવા લાગે એટલે તેમણે કહ્યું. “જે પિતાને પિતાના સંતાનોને ઉછેરવામાં તેમજ તેમની જરૂરિયાત પૂરી પાડવામાં બે ન લાગ્યું હોય, તે જ પિતાના સંતાનોને-પિતાની વૃદ્ધાવસ્થામાં તેની જરૂરિયાત પૂરી પાડી Page #96 -------------------------------------------------------------------------- ________________ છ0 ] [ જાણ્યું અને જોયું વામાં બજે લાગી શકે એમ વિચારવું, એ સંતાનનું અપમાન કરવા બરાબર નથી લાગતું?” હું તેમની વાત સાંભળી ચૂપ થઈ ગયે અને શરમપૂર્વક નીચું જોઈ ગયે. મુ. ફત્તેચંદભાઈએ જૈન સમાજની અનેક સંસ્થાઓની અપૂર્વ સેવા કરી છે, પરંતુ બધી સંસ્થાઓમાં ભાવનગરની જેન આત્માનંદ સભાનું સ્થાન સૌથી મોખરે આવી શકે. છેલ્લાં વીસથી વધુ વર્ષો કરતાં તેઓ આ સંસ્થાના ઉપપ્રમુખ હતા. છેલ્લાં ત્રણ ચાર વર્ષો દરમ્યાન આ સભાના તેઓએ ત્રીસથી ચાલીસ દ્રિને કરાવી આપ્યા અને એ રીતે સભાને આર્થિક દષ્ટિએ સદ્ધર કરવામાં અપૂર્વ ફાળો આપે. આ સભાને મણિમહોત્સવ ચાલુ વરસના ઍપ્રિલ-મે માસમાં ભાવનગર મુકામે બહુ ભવ્ય રીતે ઉજવાયે. તે પ્રસંગે સભાએ મુ. ફત્તેહચંદભાઈ એ સંસ્થા માટેની કરેલી સેવા અથે માનપત્ર આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આ પ્રસંગે ભાવનગર હાજર ન રહી શક્યા, એટલે એ માનપત્ર તૈયાર કરી મુંબઈ મોકલી આપવામાં આવ્યું, અને મને તેમજ શ્રી પ્રાણજીવનદાસ હ. ગાંધી અને શ્રી હીરાલાલ જુઠાલાલ શાહને વિધિપૂર્વક એ માનપત્ર શ્રી ફત્તેહચંદભાઈને અર્પણ કરવાનું જણાવવામાં આવ્યું. એ વખતે મુ. ફત્તેહચંદભાઈના લઘુબંધુ શ્રી જાદવજીભાઈ જેઓ જેન આત્માનંદ સભાના મંત્રી છે, તે પણ મુંબઈમાં હતા. તેઓ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૭. અવિસ્મરણીય સ્મરણો ] [ ૭૧ તા. ૫–૯-૬૭ના રાતની ટ્રેઇનમાં ભાવનગર જવાના હતા. તેથી સંસ્થાના મંત્રીની હાજરીમાં એ વિધિ પતી જાય તો સારૂં એમ વિચારી મેં મંગળવાર તા. ૫–૯-૬૭ના એ માનપત્ર મુ. ફત્તેહચંદભાઈ સમક્ષ વાંચી સંભળાવ્યું. એ માનપત્રમાં પૂ. આ. વિજ્યધર્મસૂરીશ્વરજીએ તેમની બાબતમાં કરેલ ઉલ્લેખની પંક્તિઓ આ મુજબ લખી હતી ? ગુણાનુરાગની દષ્ટિએ વિચારવામાં આવે તે ભારતનાં નાનાં મેટાં શહેરોમાં અનેક શ્રદ્ધાસંપન્ન વ્રતધારી પ્રથમ પંક્તિના શ્રાવકે છે, તેમાં આપણા ફત્તેહચંદભાઈનું સ્થાન પણ વિશિષ્ઠ શ્રાવકોમાં મૂકવામાં આવે તે જરાય અનુચિત નથી.” આ વાક્ય મેં વાંચ્યું કે તરત જ તેમણે કહ્યું: “આ બધું મારા વિષે વધારે પડતું છે.” મૃત્યુ અગાઉના ૧૯ કલાકની આ વાતચીત છે, જે પરથી તેમની માનસિક શક્તિ અને સમજુતિ અંતિમ કાળે પણ કેવી શુદ્ધ અને સબળ હતી તે સમજી શકાશે. મેં તેમના મનનું સમાધાન કરતાં કહ્યું કે આ શબ્દો સભાએ તે પૂ. આ. વિજયધર્મસૂરિજીના તમારા વિષેના ઉલ્લેખમાંથી લીધા છે, એટલે તેમાં સભા કશો ફેરફાર કેમ કરી શકે ? માનપત્ર પૂરૂં વંચાઈ રહ્યું એટલે કહેઃ “જ્યારે મારી બાબતમાં આ બધી વાતો કહેવામાં આવી છે ત્યારે તેમાં એમ પણ ઉમેરવું જોઈએ કે હું છદ્મસ્થ છું અને મારામાં અનેક ત્રુટીઓ પણ છે. મેં હસતાં હસતાં કહ્યું. સભા તરફથી તમને માનપત્ર અર્પવાનું નક્કી થયું છે, અને માનપત્રમાં આવી વાતને ઉલ્લેખ ઉચિત ન લાગે. મારી વાત તો તેઓ બરો Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] | [ જાણ્યું અને જોયું બર સમજ્યા, પણ મેં ધારેલું તેવું મિત ન જોતાં માત્ર ગંભીરતા અને મૌન જ તેમણે જાળવ્યાં. તેઓ કેટલા અને કેવા નિરભિમાન અને નિર્મળ હતા તે હકીકત આ બનાવ પરથી સમજી શકાશે. મંગળવારે ટ્રેઇનના ટાઈમે જ ભાવનગરથી આત્માનંદ સભાનો તાર આવ્યું કે સભાના પ્રમુખ શ્રી ખીમચંદભાઈ શાહ બુધવારે સવારના મુંબઈ પહોંચશે અને તેથી જાદવજીભાઈએ રોકાઈ જવું. તદનુસાર શ્રી જાદવજીભાઈ રોકાઈ ગયા અને મુ. ફત્તેહચંદભાઈએ તેમના પુત્રવધૂને બોલાવી બુધવારે ભાવનગરથી આવતા મહેમાને અર્થે દૂધપાક પૂરીનું ભોજન બનાવવાની આજ્ઞા કરી. પરન્તુ બુધવારે ભજન સમયના ટાઈમે તે તેમનો પવિત્ર આત્મા આ નશ્વર દેહ છોડી ઉચ્ચ ગતિમાં ચાલી ગયે. હંસ ઊડી ગયે અને ખાલી બેખું અહીં રહી ગયું. ૨૩ મી જૂન ૧૯૬૭ના દિવસે સાડા ત્રણ વાગે હું મુ. ફત્તેચંદભાઈની પાસે ગયે ત્યારે તેમના પુત્ર શ્રી હિમ્મતભાઈ અને શ્રી પ્રાણજીવનદાસ ગાંધી ત્યાં જ બેઠેલા હતા. એ દિવસમાં અમે તેમના ઘરની લીફટ શરૂ થવાના ટાઈમ પહેલાં પહોંચી જતાં, કારણ કે લીફટ શરૂ થયા પછી તો તબિયત જેવા આવનારની સંખ્યા મોટી રહેતી. હું બેઠે કે તરત જ મુ. ફત્તેચંદભાઈએ આછા સ્મિતપૂર્વક મારી તરફ જોઈ કહ્યું: “તમારાં પત્ની ગુજરી ગયાં પછી તમે ફરી લગ્ન ન કર્યા તે ભૂલ કરી છે. આમ તો તેઓ Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ૧૭. અવિસ્મરણીય સ્મરણો ] કદી મારી મશ્કરી કરે નહિ, એટલું જ નહિ, પણ મારી મશ્કરી થાય એવું કોઈ વતન મેં કર્યું હોય અગર એવા પ્રકારનું બે હોઉં તો પણ તેઓ હંમેશાં મારી ભૂલને બચાવ જ કરે. તેથી, તેમની આવી વાત સાંભળી મને જરા આશ્ચર્ય થયું, પણ ત્યાં તે તેમણે તરત જ કહ્યું : “આ અમારા હિમ્મતભાઈ કાલે આમ વાત કરતા હતા, તે તેના મનનું સમાધાન કરો.” મુ. ફત્તેહચંદભાઈની વાત સાંભળી શ્રી હિમ્મતભાઈ જેઓ પણ ત્યાં જ હતા, તેમણે કહ્યું : “આજે પણ તમારા શરીરની પરિસ્થિતિ જોતાં, વિધુર થયા એ વખતે લગ્ન કર્યા હત તે કશું ખોટું તો ન જ કહેવાત. વૃદ્ધાવસ્થામાં ઘરની સ્ત્રી વિના પરાધીન બનવાનો વખત આવે છે. એવા સમયે ઘરનું માણસ હોય તો બહુ ફેર પડે. તમારા સંતાનના હિતાર્થે તમે લગ્ન ન કર્યા...” અધવચ્ચેથી જ એમની વાતનો જવાબ આપતાં કહ્યું : “લગ્ન ન કરવામાં સંતાનોના હિતની કઈ વાત જ ન હતી, પણ મારા પિતાના સ્વાર્થ–સુખ-શાંતિ અર્થે જ લગ્નની વાતથી હું દૂર રહ્યો છું; તેમાં સંતાન કે અન્ય કોઈના હિતને પ્રશ્ન જ ન હતા. સ્વભાવથી અત્યંત લાગણીવશ અને પ્રકૃતિથી વધુ પડતો કોમળ હોવાને કારણે બીજા લગ્ન કર્યા હેત તો આપઘાત કરી મરવાને પ્રસંગ મારા માટે ઊભે થયે હોત, અને કદાચ તેમ ન થયું હોત તો, મારી થનાર પત્નીને તે અવશ્ય આપઘાત કરવો પડ્યો હેત.” પછી હસીને મેં કહ્યું: “એટલે એક સ્ત્રીને આવા અપમૃત્યુ અને આપત્તિ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] [ જાણ્યું અને જોયું માંથી બચાવી લેવા માટે મારી ભૂલ જેવાને બદલે તમે સૌએ તે મને ધન્યવાદ આપવા જોઈએ !” મૃત્યુ અગાઉ પંદરેક દિવસથી મુ. ફત્તેચંદભાઈ જે પ્રવાહી લઈ શકતા હતા તેનું પ્રમાણ દિનપ્રતિદિન ઘટતું ગયું અને તેથી નબળાઈ વધતી ચાલી. એ પરિસ્થિતિમાં શરીરની શક્તિ જળવાઈ રહે એ માટે ટ્યુકેઝના બાટલા આપવાનું શરૂ કર્યું. આ દિવસોમાં હું તેમની પાસે દરરોજ જતા અને શ્રીમદ્ આનંદઘનજી, શ્રીમદ્ દેવચંદ્રજીના રચેલાં સ્તવનો તેમજ સઝા બેલતો હતો. આઠ પદની સજઝાય બેલતી વખતે કહે: “મારા પિતાશ્રી પણ તેની અંતિમ અવસ્થામાં આ સઝાય બહુ સાંભળતા તેમની શ્રવણ શક્તિ જરા ઓછી થવા લાગી હતી, એટલે તેઓ મોટેથી બોલવાનું સૂચન કરતા પણ તેમની માનસિક શક્તિ કે મનનાં અધ્યવસાયમાં કશે પણ ફેર પડે નહીં. એ અંત સમય સુધી તેવા ને એવા જ જળવાઈ રહ્યાં. મૃત્યુ અગાઉ દશેક દિવસ પહેલાં મને કહ્યું: “આવતી કાલે આવો ત્યારે શ્રીમદ્ આનંદઘનજીવાળું “કાયા-ચલ સંગ હમારે” વાળું પદ લખીને લેતા આવજે, મારે તે સાંભળવું છે અને તમારે પણ તે સમજવાની જરૂર છે. આ. બુદ્ધિસાગરજીના આનંદઘન પદસંગ્રહમાં આ પદ આપવામાં આવેલું છે અને તે નીચે મુજબ છે – Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૭. અવિસ્મરણીય સ્મરણ ] [ ૭૫ અબ ચલે સંગ હમારે, કાયા ચલે સંગ હમારે, હાંયે બહોત યત્ન કરી રાખી, કાયા અબ ચલે છે તાંયે કારણ મેં જીવ સંહારે, બેલે જૂઠ અપારે; ચોરી કરી પરનારી સેવી, જૂઠ પરિગ્રહ ધારે. કાયા. એ પટ આભૂષણ સુંઘા ચૂઆ, અશનપાન નિત્ય ન્યારે; ફેર દિને ખટરસ તો યે સુંદર, તે સબમલકર ડારે. કાયા છે જીવ સુણે યા રીત અનાદિ, કહા કરત વારંવારે; મેંન ચલુંગીત સંગ ચેતન, પાપ પુણ્ય દે લારે. કાયા. છે જિનવર નામસાર ભજ આતમ, કહા ભરમ સંસારે; સુગુરુ વચન પ્રતીત ભયતા, આનન્દઘન ઉપગારે. કાયા. ચેતન અને કાયા વચ્ચે આ અભુત સંવાદ છે. કેન્સર જેવા ભયંકર વ્યાધિ અને પીડાજનક રોગમાં મુ. ફત્તેચંદભાઈ પિતાના ચિત્તની સ્વસ્થતા, મગજની સમતુલા અને શાંતિ કઈ રીતે જાળવી શક્યા તેનું રહસ્ય ઉપલા પદમાંથી સમજી શકાય છે. આત્મા અને કાયા બંનેની ભિન્નતાનું અભુત જ્ઞાન એમને હતું અને તેથી આ ભયંકર વ્યાધિ પણ તેના ચિત્તને કદી પણ અસ્વસ્થ ન બનાવી શકયે. છેલ્લા દિવસોમાં નબળાઈના કારણે ડોકટરોએ શક્તિ આવે તે માટે લેહી આપવાનું નક્કી કર્યું અને શક્તિ આવ્યા બાદ પિટના માગે ખોરાક આપવાનું વિચારેલું. એક વખત નહિ પણ બે વખત તેમને લેહી આપવામાં આવ્યું હતું, પરંતુ તે તેમની જાણ બહાર. ગ્લેઝ આપવામાં આવે છે એમ તેમને સમજાવવામાં આવેલું કારણ કે લેહી લેવા માટે તેઓ કદાપિ પણ સંમતિ ન આપે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] [ જાણ્યું અને જોયું એમની બેલવાની શક્તિ દિનપ્રતિદિન ઘટતી જતી હતી, પણ જ્ઞાનતંતુઓ પહેલાંની જેવા જ શક્તિશાળી રહ્યા હતા. સ્તવન અને સઝાય બેલતી વખતે જરા પણ થાશું અગર એકાદ શબ્દની પણ ભૂલ કરું તો તરત જ તેનો નિર્દેશ કરતા અને હું આશ્ચર્યમુગ્ધ બની જતો. ખરેખર! એમની સ્મરણશક્તિ અદ્દભુત હતી. કાયાનું સાચું સ્વરૂપ એમને સમજાઈ ગયું હતું, પણ એ જ્ઞાન સેવા કરનારાઓને ક્યાંથી હોય ? તેઓ રાગમુક્ત થઈ ગયા હતા પણ અન્ય સૌ તો રોગયુક્ત હતા. એમ કહેવાય છે કે કાળ માનવીને ઝડપી લે છે, પરતુ મુ. ફત્તેચંદભાઇની બાબતમાં તો તેથી ઉલટું બન્યું. તેમની અંતિમ અને છેલ્લી ઇચ્છા તેમના પૌત્ર અજીતકુમારને અમેરિકાથી અહીં બોલાવી તેના લગ્ન તેમની હાજરીમાં કરી નાખવાની હતી. તેમની આ ઇચ્છા પૂર્ણ થઈ એટલું જ નહિ પણ તા. પ-૯ એટલે મૃત્યુ અગાઉ એક જ દિવસ પહેલાં પૌત્ર અને પૌત્રવધૂને હસ્તા મુખડે અમેરિકા વિદાય કર્યા. તે પછી તેમની એક પણ ઈચ્છા બાકી ન રહી એટલે કાળ તેને ઝડપવા આવે તે પહેલાં જ કાળને તેણે ઝડપી લીધે. કાળને તેણે બોલાવી કહી દીધું કે અકુદરતી માગે આ શરીરને ટકાવી રાખવા મારી ઈચ્છા નથી અને મારું અહીંનું કામ સમાપ્ત થયું છે, માટે મારા માટે હવે વિલંબ કરવાની જરૂર નથી. ખરેખર ! તેઓ ભવ્ય જીવન જીવી ગયા અને ભવ્ય રીતે સમાધિ મરણ પ્રાપ્ત કરી ગયા. (આત્માનંદ પ્રકાશ ઓકટોબર, ૧૯૬૭) Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૮. પરિવર્તન સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું, અને સ્વામી વિવેકાનંદના નામથી જાહેર થયા પહેલાં તેઓ. નરેન્દ્ર અગર નરેનના ટૂંકા નામથી ઓળખાતા હતા. નરેન્દ્રમાં બાલ્યવયથી જ ભેગીમાં જે ગુણો હોવા જોઈએ તેવા ગુણો હતા. સામાન્ય રીતે સ્થળ અને વાતાવરણની અસર માનવી પર થાય છે, તેમ બીભત્સ દો, ઉત્તેજિત કરે તેવા પ્રકારનું સંગીત અને સિનેમા-નાટકના દશ્ય પણ માનવી પર ખરાબ અસર ઉત્પન્ન કરે છે. એથી યેગીજને આવાં દૃશ્યથી હંમેશાં દૂર ભાગે છે. વીસ વર્ષની ઉંમરે પણ કલકત્તામાં જ્યારે તેઓ કોઈ સિનેમા થિયેટર પાસેથી પસાર થતા ત્યારે, તેની ફૂટપાથ પર ચાલવાને બદલે સામી બાજુએ જઈ ચાલતા હતા. ઈ. સ. ૧૮૯૩માં જ્યારે તેઓ અમેરિકા ગયા તે વખતે જયપુરની નજીક આવેલા ખેતરીના મહારાજાએ તેમને “વિવેકાનંદ”નું નામ સૂચવ્યું, ને ત્યારથી જ નરેન્દ્ર વિવેકાનંદ ના નામથી ઓળખાવા લાગ્યા. ખેતરીના રાજાએ આ નામ સૂચવ્યું તેની પાછળ પણ એક નાનકડે રમૂજી ઇતિહાસ છે. ઈ. સ. ૧૮૯૧માં સ્વામી વિવેકાનંદ ખેતરી રાજ્યના મહેમાન બન્યા હતા. ખેતરીને રાજાને સ્વામીજી પ્રત્યે અપૂર્વ માન અને પ્રીતિ હતાં. એક રાતે રાજમહેલમાં જ્યારે સ્વામીજી અને Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] [ જાણ્યું અને જોયું ખેતરીના રાજા વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતેા, ત્યારે નૃત્યકલાકારાની એક પાટી ત્યાં જઈ પહાંચી અને તેની મુખ્ય નતિકા, કાનને અતિપ્રિય લાગે એવા મધુર અવાજે એક ભજન ગાવાની તૈયારી કરવા લાગી. નરેન્દ્ર તા એ વખતે પણ સંન્યાસી વેશમાં જ હતા, અને તે તેના નિયમપાલનમાં ભારે ચુસ્ત અને અત્યંત કડક હતા. તે સમજતા હતા કે વિકારાત્તેજક શબ્દોના પડનથી કે શ્રવણથી પતન થવાના પૂરો સંભવ છે, એટલે સંન્યાસીએ હરહંમેશ પ્રસુપ્ત કામવાસના જગાડે એવા સ‘ગીત વાજિંત્રથી દૂર જ રહેવું ઘટે. નૃત્યકારોની પાર્ટીનું કામ શરૂ થાય તે પહેલાં જ નરેન્દ્રે ત્યાંથી ઊભા થઈ ચાલી જવાની તૈયારી કરી. ખેતરીના રાજા નરેન્દ્રના સ્વભાવથી સારી રીતે પરિચિત હતા, પણ તેના આમ એકાએક ચાલી જવાને કારણે નૃત્યકારનું ભારે અપમાન થતું લાગ્યું, અને તેથી એક ભજન સાંભળીને જવા વિનંતિ કરતાં કહ્યું : ‘આપણે લેાકેાના એ ભાગ પાડીએ છીએ, પાપી અને પુણ્યશાળી. પરંતુ તેમ કરવામાં ઘણી વખત ગભીર ભૂલ કરી બેસીએ છીએ. લેાકેા જેને સભ્ય અને પ્રતિષ્ઠિત માને છે એવી સ્ત્રીઓમાં આપણને કલ્પના પણ ન આવે એવી નિળતા-ઈર્ષા -પાપવૃત્તિ હાઈ શકે છે, ત્યારે વધારે આશ્ચય કારક હકીકત તે એ છે કે લેકે જેમને પતિત-પાપી-અધમ માને છે, એવી સ્ત્રીઓમાં પણ પશ્ચાત્તાપ, ભલમનસાઈ અને હૃદયની સાચી ઉદારતા ભારાભાર ભરી હેાય છે. માનવજીવનનાં મૂલ્ય એની ખાદ્ય રીતભાત Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૮. પરિવર્તન ] [ ૭૯ દ્વારા નહિ, પરંતુ અત્યંતર વૃત્તિઓના આધારે અંકાવાં જોઈએ, એ હકીકત તમારા જેવા સંન્યાસીએ તે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.” વિવેકને લેપ ન થાય તે અર્થે નરેન્દ્ર ચાલી ન જતાં ત્યાં બેસવાનું કબૂલ તો રાખ્યું, પણ તેઓ આંખ મીંચીને લગભગ ધ્યાનસ્થ થઈ ગયા. નરેદ્રની પ્રતિભા, પવિત્રતા ને વિશુદ્ધતાની પેલી નર્તકી પર ભારે અસર થઈ. આ સંન્યાસી તેનું ભજન સાંભળે તેમાં તેને તેના જીવનની ધન્યતા લાગી. મહારાજાના આગ્રહને વશ થઈ નરેન્દ્ર ત્યાં બેઠા, એટલે મધુર અને સુકોમળ કંઠે પેલી નર્તકીએ ભક્ત સૂરદાસનું નીચેનું ભાવવાહી ભજન શરૂ કર્યું - પ્રભુ મેરે અવગુણ ચિત્ત ન ધરો, સમદશ હૈ નામ તિહારે, ચાહે તો પાર કરે. કઈ નદિયા કઈ નાવ કહાવત, મેલ હિ નીર ભરે, જબ મિલ કરકે ઇક વર્ણભ, સુરસુરિ નામ પડ્યો. ઈક લેહા પૂજામેં રાખત, ઈક ઘર બધિક પડ્યો, પારસગુણ અવગુણ નહિ ચિંતવે, કંચન કરત ખરો. (હે પ્રભુ! મારા અવગુણ પર તમે ધ્યાન ન આપશે; કારણ કે, તમે તે સમદશી છે, એટલે કે બધા જ જીવે તમારી દષ્ટિએ તે સમાન છે. વરસાદનું એક ટીપું નદીમાં પડે છે, બીજું ગંદા પાણીથી ભરેલા નાળામાં પડે છે, પણ જ્યારે આ ટીપાંઓ ગંગા નદીના શુદ્ધ પવિત્ર જળમાં એકઠાં થાય છે, ત્યારે તે તે પવિત્ર થઈ જાય છે. લોખંડના એક ટૂકડામાંથી મંદિરની મૂતિ બને છે અને લેકે તેને પૂજે છે, Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] [ જાણ્યું અને જોયું જ્યારે બીજા ટૂકડાની છરી બનીને તે કસાઈનું હથિયાર બને છે, પરંતુ પારસમણિને સ્પર્શ થતાં એ બંને કંચન સ્વરૂપમાં ફેરવાય છે.) નરેન્દ્ર જેમ જેમ ભજન સાંભળતા ગયા તેમ તેમ તેના અંતરાત્મા પર ન પ્રકાશ પડવા લાગે. પેલી નર્તકીની અપાર આંતરિક સમૃદ્ધિ ને સૌદયને તેને સરસ ખ્યાલ આવ્યા. તેને ખાતરી થઈ કે ભવભ્રમણની દષ્ટિએ જીવમાત્ર સમાન છે. ભજન દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનમાંથી તેને લાગ્યું કે કોઈ પણ માનવ ઉચ્ચ નથી કે કોઈ નીચ નથી. ઉચ્ચતાના અભિમાનથી આત્મા કલંકિત બને છે. નરેન્દ્ર તો વિદ્વાન, બુદ્ધિશાળી અને સંયમી સંન્યાસી. હતા, પણ આ ભજનના ઉપદેશથી તેમના જીવનમાં ભારે પરિવર્તન થયું. ભજન દ્વારા જે પ્રાપ્ત થયું તેની અસર તેના હદય પર એટલી તો સચોટ થઈ કે તેઓ ગદ્દગદ કંઠે પિલી નર્તકીને ઉદ્દેશી બોલી ઊઠયા : “માતા મેં ઘણને ઉપદેશ આપ્યો છે, પણ આજે તારી પાસેથી આ પરમ પવિત્ર ઉપદેશ સાંભળી હું ખરેખર પાવન થયો છું. ઉચ્ચપણાનો હર્ષ તેમજ નીચપણનો કેપ કરવો એ બુદ્ધિમાન પુરુષનું લક્ષણ નથી, તેની મને આજે ખાતરી થઈ ગઈ.” તે પછી તે પાપીઓ પણ સંત હોઈ શકે છે એ ઉક્તિ મુજબ નરેન્દ્રને ઘણી હલકી પંક્તિના ચેરો અને લૂંટારાઓના સહવાસમાં પણ સંકોચ ઊડી ગયે. મધ્યભારતના પ્રવાસ વખતે ત્યજી દેવાયેલાં અને ઝાડુ કાઢનારાઓનાં કુટુંબમાં પણ તેઓ નિસંકેચપણે રહ્યા હતા અને તિબેટિયન જાતિના એક ક્ષણ નથી, તે જણાનો છે ઉન થશે Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૮. પરિવર્તન ] [ ૮૧ કુટુંબમાં છ ભાઈ એ વચ્ચે એક પત્ની હતી તેવા કુટુંમ પ્રત્યે ધિક્કાર દર્શાવવાને બદલે તેની સાથે મહેમાન તરીકે રહેવામાં નાનપ નહિ અનુભવેલી, નીચલા થરના હેરાન થતાં લેાકેાનાં કષ્ટ અને અપમાન માટે તેએ લડ્યા અને કોઈપણ જાતિના–પ્રકારના માનવીએ પ્રત્યે ધિક્કાર, સૂગ કે તિરસ્કાર સેવવાને બદલે દયા અને અનુકંપા સેવતા થઈ ગયા. નરેન્દ્રમાં થયેલ પરિવતન જોઈ તેના વિવેક-વિનય માટે ખેતરીના રાજાને અપૂર્વ માન ઉત્પન્ન થયું અને તેથી ઈ. સ. ૧૮૯૩માં અમેરિકા જતી વખતે તેમણે નરેન્દ્રને ‘વિવેકાનંદ’ નામ રાખવા સૂચવ્યું અને નરેન્દ્ર તેને સ્વીકાર કર્યાં. આ રીતે ભારતને નરેન્દ્રમાંથી એક મહાન વિભૂતિ સ્વામી વિવેકાનંદની પ્રાપ્તી થઈ. (‘ જનકલ્યાણ ' વિશેષાંક-૧૯૬૯ ) Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૯. વર્તમાન જૈન શ્રમણ સધની અવનતિ આપણા અનેક પૂર્વાચાર્યેના દાનિક, સાંપ્રદાયિક, વ્યાકરણ, છંદ, અલંકાર, જ્યાતિષ, નિમિત્ત, લક્ષણ, આયુવેદ, ચેત્ર-ઈત્યાદિ વિષયક પરના સખ્યાબંધ ગ્રંથૈાની સરખામણીમાં આપણા વર્તમાન કાળના આચાર્ય ભગવંતાની કૃતિઓને જ્યારે આપણે વિચાર કરીએ છીએ, ત્યારે આપણી સમક્ષ એક અત્યંત નિરાશાજનક ચિત્ર ખડું થાય છે, જે હકીકત ધણી ખેદજનક છે. આપણા વમાનકાળના આચાર્ય ભગવંતે અને વિદ્વાન મુનિ મહારાજોની જાણ બહાર આ વસ્તુ છે એવું નથી, એથી ઉલટું આ વિદ્વાન મુનિરાજોએ આ વસ્તુ પર જૈન સમાજનુ' અનેકવાર લક્ષ પણ ખેચ્યું છે. પરંતુ ખેદની વાત એ છે કે જૈન સમાજને આવી ગભીર વાતાની કાંઈ પડી નથી, કારણ કે આપણેા સમાજ આજે શાસન પ્રભાવનાના નામે માત્ર મેાટા મેાટા વઘેાડા, તીસ ઘે, પ્રતિષ્ઠા અને ઉપધાન કાર્યમાં એટલે બધા રત બની ગયા છે, કે તેને આડે તેએ ખીજુ કશુ વિચારી શકતા નથી આજથી પાંત્રીસ વરસે અગાઉ આગમપ્રભાકર પૂજ્ય શ્રી મુનિવર્ય પુણ્યવિજયજી મહારાજ સાહેબે તેમના એક લેખમાં સાચું જ કહ્યું છે કે : “ આજે આપણા શ્રમણ વર્ગોની સ્થિતિ જેટલી સાધનસંપન્ન છે, તેટલી જ આજે એમની જ્ઞાન વિષયક Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૯. વર્તમાન જૈન શ્રમણ સંઘની અવનતિ ] [ ૮૩ દશા સંકુચિત તેમજ સુપ્ત, મત્ત અને મૂછિત છે. આ સ્થિતિ દૂર કરવા માટે આપણે એગ્ય પ્રયત્ન કરવા જોઈએ. આજે આપણે ક્યાં ઘસડાઈ રહ્યા છીએ? જ્ઞાનાગાર અને ધર્માગાર તરીકેનાં આપણા ઉપાશ્રય, જેન મંદિર આદિ જેવાં ધર્માલય કેવાં કલેશના સ્થાન રૂપ બની રહ્યાં છે? આપણું વિદ્યાવિષયક અને ચારિત્ર વિષયક કેવી દરિદ્ર સ્થિતિ છે? આજે જૈન તરીકે ઓળખાતી પ્રજા જૈન ધર્મથી કેવી અને કેટલી વિમુખ થતી જાય છે એનાં કારણે અને ઉપાયે કયા?” ૧ સ્વ. ગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજે પણ આજથી લગભગ પચાસ વરસે પર આ બાબત પર લખતાં જણાવ્યું છે કે : “સાધુઓને પૂર્વની પેઠે ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવે તો સાધુઓનું જ્ઞાન વધે અને તેથી તેઓ ઉપદેશ દઈને લાખ કરોડો મનુષ્યનું કલ્યાણ કરી શકે. હાલમાં પ્રાચીન પઠન-વ્યવસ્થા કમ જોઈએ તે રહ્યો નથી. પૂર્વે ગૃહસ્થ ગૃહસ્થાવસ્થામાં સંસ્કૃત આદિ ભાષાના જાણકાર હતા, તેથી તેઓ સાધુ થતા ત્યારે હાલની પેઠે પંચ સંધિથી અભ્યાસ શરૂ કરાવો પડતો નહતો એમ પ્રાયઃ દેખાવમાં અનુભવવામાં આવે છે. પ્રાચીન અને અર્વાચીન એ બે જમાનાના અભ્યાસનું યોગ્ય એવું મિશ્રણ કરીને સાધુઓને અભ્યાસ કરાવવાની આવશ્યક્તા છે. જમાનાને ઓળખવો જોઈએ.” ૨ આપણા શ્રમણ સંઘમાં વર્તમાન કાળે પ્રવતી રહેલી પરિસ્થિતિનું અત્યંત કલુષિત અને દુઃખદ છતાં હકીકતની દ્રષ્ટિએ તદ્દન સાચું એવું ચિત્ર રજૂ કરતાં આપણા આચાર્ય શ્રી વિજય લક્ષ્મણસૂરીજીએ થોડા વખત પહેલાં કહ્યું હતું ૧. “જેન જ્યોતિ” શિક્ષણક-કારતક સં. ૧૯૯૦ ૨. “યોગનિષ્ઠ આચાર્ય” લેખક : જ્યભિખુ. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] [ જાણ્યું અને જોયું કેઃ “આજે આપણે શ્રમણ સંઘ છિન્નભિન્ન થઈ ગયા છે. એકએકના મન બદલાઈ ગયાં છે. સૌના દિલ જુદાં છે, એને લઈને સંગઠ્ઠન તૂટી ગયું છે. એટલે કોઈ પણ કાર્ય આપણે સકલના પૂર્વક નથી કરી શક્તા. આજે ધર્મના માર્ગે પ્રતિ વર્ષે લાખ રૂપિયાને વ્યય થાય છે. નિંદા, ટીકા અને ઈર્ષ્યા એ ભયંકર દુર્ગુણોએ શાસનના અંગને ફેલી ખાધું છે. ૪૦ -૫૦ વર્ષ પૂર્વે સાધુ પ્રત્યે જે પ્રેમ હતો, જે સભાવ હતો, તે આજે નથી. પરસ્પરની બેદણું અને પરસ્પરના મતભેદો, એને લઈને આજે ભયંકર દુર્દશા જોઈ રહ્યા છીએ૩ શ્રીમદ્ આનંદઘનજીએ તેમના સમયમાં પ્રવર્તતા ગચ્છના ભેદે માટે એક સુંદર પણ તમતમતી ટકર ભગવાન અનંતનાથજીના સ્તવનમાં કરી છે. પણ આજે તે આપણું (સુ?) શ્રાવકે એક સંઘાડાના સાધુઓના ભક્ત હોઈ અન્ય સંઘાડાના સાધુઓને વંદન કરવામાં પણ મિથ્યાત્વપણું જુવે છે. અરે!! વંદન કરવાની વાત તે બાજુએ રહી પણ દર્શન કરવામાં પણ પાપ થઈ જાય એવું માનનારા કોઈ કોઈ મહાનુભાવો વર્તમાન કાળ જૈન સમાજમાં હસ્તિ ધરાવે છે. આને સાંપ્રદાયિક ધર્મ કહે કે ઝેર ? એક વિદ્વાન મુનિરાજે જ્યારે મને કહ્યું કે જેને સમાજમાં આજે “નમે એ સવ્વ સાહૂણંને બદલે “નમો લેએ સંઘાડા સાહૂણં'ની પરિસ્થિતિ પ્રવર્તી રહેલી છે ત્યારે શરમપૂર્વક હું નીચું જોઈ રહ્યો. ચતુર્વિધ સંઘની શુદ્ધિ અને શક્તિ કેળવવા આજથી છ વર્ષ પહેલાં અખિલ ભારતીય જેન વેતાંબર મૂર્તિપૂજક શ્રી સંઘ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ એ ૩. સાપ્તાહિક “જૈન” તા. ૨-૧૨-૬૭. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૯. વર્તમાન જૈન શ્રમણ સંઘની અવનતિ ] [ ૮૫ સમિતિનું વિસર્જન કરવું જરૂરી બન્યું, જે હકીકત સમગ્ર જૈન સમાજ માટે શરમ અને કલંકભરી છે. આમ કેમ કરવું પડ્યું તેનાં કારણે દર્શાવતાં એક સુપ્રસિદ્ધ વિદ્વાન લેખકના શબ્દોમાં કહું ત–આ સમિતિનું વિસર્જન, એ શ્રમણ સંઘની સત્તાપ્રિયતા, નિષ્ક્રિયતા અને અગુણજ્ઞતા તેમજ અદૂરદર્શિતાની કરૂણ કથા રૂપ છે. (સેવાસમાજ ૭ ૮-૬૯) Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૦. “શોધો જ્ઞાનવતાં પુતઃ” જ્ઞાનીઓને વળી ક્રોધ કે? એમ કહેવાય છે ખરું, પણ વાસ્તવિક જીવનમાં આપણે જોઈએ છીએ કે મહા જ્ઞાનીજને પણ ઘણી વખત કેધને વશ થઈ જાય છે. ધર્મશા તે ત્યાં સુધી કહે છે કે કામ જીત દુષ્કર છે, પણ ક્રોધ પર વિજય મેળવવાનું અત્યંત દુષ્કર છે. આપણા એક વિદ્વાન મુનિરાજે સાચું જ કહ્યું છે કે કિયા સુસાધ્ય છે, તપ સુસાધ્ય છે, જ્ઞાનસુસાધ્ય છે, નિયમે સુસાધ્ય છે; પણ એક વસ્તુ દુ:સાધ્ય છે અને તે કોનો નિરોધ. કોધ ઉત્પન્ન થવાનાં અનેક કારણે હોય છે. માણસ માત્રમાં “અહમ” પડેલું હોય છે. આ “અહમ' જ્યારે ઘવાય છે ત્યારે માણસ ઉશ્કેરાય છે અને તેનામાં કોધ ઉત્પન્ન થાય છે. ક્રોધ થવાના કારણે માણસના શરીરમાં એક એવા પ્રકારની પ્રક્રિયા થાય છે કે જેનાથી એક “એડ્રીનાલીન' નામને પ્રવાહી પદાર્થ ઉત્પન્ન થાય છે, અને તે પદાર્થ લેહમાં મળતાં, લેહી ગરમ થાય છે. આ લેહી શરીરમાં ઝેરનું કામ કરે છે. આજના વિજ્ઞાને આ શોધ કરી છે. ધર્મશાએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જેને તું હણે છે, પડે છે, તે અન્ય કોઈ નથી પણ તું પિતે જ છે. આજના વિજ્ઞાનના નિયમો અને ધર્મશાસ્ત્રોએ કહેલી વાતમાં કેટલું બધું સામ્ય છે તે આ હકીકતપરથી સમજી શકાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨૦. “કોશો જ્ઞાનવતા પુતઃ ”] [ ૮૭ મને વિશ્લેષણશાસ્ત્રના અભ્યાસીઓ કહે છે કે આપણે કોઈ પ્રત્યે કશાથી કંધે ભરાઈએ છીએ, ત્યારે એવા વખતે જે કારણે ક્રોધ ચડ્યો હોય, તેના જેવું જ આચરણ કરવા આપણે અજ્ઞાત મને વ્યાપાર પ્રવૃત્ત થાય છે. મહાન સિદ્ધાંતકાર અને પ્રખર દાર્શનિક વિચારક જેણે જૈન યુગ સાહિત્યમાં એક નવો જ યુગ સ્થાપિત કર્યો છે, એવા શ્રી હરિભદ્રસૂરિજીના જીવનમાં બની ગયેલી એક વાત પરથી આ હકીકત સરસ રીતે સમજી શકાશે. હંસ અને પરમહંસ બંને હરિભદ્રસૂરિજીના પ્રખર વિદ્વાન શિષ્ય હતા. સંસારી સંબંધની દષ્ટિએ તે બંને ભાઈએ હરિભદ્રસૂરિજીના ભાણેજે હતા. બંને શિષ્ય યુવાન હતા, અને બૌદ્ધ વિદ્યાપીઠની કીતિ સાંભળી બૌદ્ધ શાના અભ્યાસ અર્થે આચાર્ય ભગવંતની મનાઈ છતાં ચાલી નીકળ્યા. હંસ અને પરમહંસ ડા સમય માટે મુનિમાંથી બૌધભિક્ષુ બન્યા અને વિદ્યાપીઠમાં દાખલ થઈ કુલપતિ પાસે બૌદ્ધ શાન અભ્યાસ કર્યો. બુદ્ધિમાં બંને ભાઈઓ ભારે તેજસ્વી હતા. ટૂંક વખતમાં તેઓએ અભ્યાસ પૂર્ણ કર્યો અને સાથોસાથ બૌદ્ધ શાસ્ત્રોમાં આવેલા જૈન મતના પ્રતિવાદનો પણ પ્રતિવાદ લખી તૈયાર કર્યો. આ લખાણ તો તેઓએ અત્યંત ગુપ્ત રીતે રાખ્યું હતું, પણ દુર્ભાગ્યે તે કુલપતિના હાથમાં ગયું. કુલપતિને શંકા પડી કે આ ભિક્ષુઓ બૌદ્ધ નથી પણ જેન છે, અને વેશપલટો કરી આવ્યા છે. આ બાબતની ચકાસણી અર્થે બંને ભાઈઓની ઓરડી બહાર શ્રી જિન પ્રતિમા આલેખાવી, અને Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] [ જાણ્યું અને જોયુ તેના પર તેઓ પગ દઈ ને ચાલે છે કે નહિ તેનું છૂપી રીતે ધ્યાન રખાવ્યું. પ્રભાતે બહાર નીકળતાં હુંસ અને પરમહ ંસે ચાકથી ચિતરાયેલી પ્રતિમા જોઈ, અને તેના પર પગ દીધા સિવાય બહાર નીકળવાનું શકય ન હતું એટલે બંને મૂંઝાયા. અનેના હૃદયમાં અપૂર્વ જિનભક્તિ હતી અને બુદ્ધિનું તેજ પણ અલૌકિક હતું. હંસ અને પરમહંસે યુક્તિપૂર્વક ચાકના ઉપયાગ કરી પ્રતિમાના કંઠે ઉપર ત્રણ રેખા કરી જેથી જિનપ્રતિમા બુદ્ધ પ્રતિમામાં ફેરવાઈ ગઈ અને પછી તેના પર પગ મૂકી બહાર નીકળ્યા. વિદ્યાપીઠના કુલપતિએ આ જાણ્યું અને મને ભાઈ એ ભગવાન મહાવીરના ઉપાસક છે એમ ખાતરી થતાં ધમ ઝનૂની ખની ખનેને છૂપી રીતે મારી નાખવાનું કાવત્રુ રચ્યું. હુંસ અને પરમહંસને આ વાતની ખખર પડતાં તરતજ ત્યાંથી નાસી છૂટ્યા. બૌદ્ધ ધર્મના અનુયાયી રાજાનું લશ્કર તેઓની પાછળ પડયુ, તેથી હુંસે પેાતાના નાના ભાઈ પરમહંસને હરિભદ્રસૂરિ પાસે પહોંચાડવાની વ્યવસ્થા કરી. હુ'સ સહસયેાધી હતા અને લશ્કરની સામે અભિમન્યુ માફક ઝઝુમ્યા અને મૃત્યુ પામ્યા. પરમહંસ પણ મરતાલ હાલતમાં હરિભદ્રસૂરિ પાસે પહેાંચ્યા અને બૌદ્ધ વિદ્યાપીઠમાં બનેલી તમામ હકીકત જણાવી તરતજ મૃત્યુ પામ્યા. પણ આ બધી કિકત જાણતાં હરિભદ્રસૂરિજીના કાપનેા પાર ન રહ્યો. તેના ક્રાધાગ્નિ ભભૂકી ઊઠ્યો અને બૌદ્ધ ભિક્ષુએ પર તેઓએ કરેલા અત્યાચાર માટે વેર લેવાનેા દૃઢ નિશ્ચય કર્યો. Page #115 -------------------------------------------------------------------------- ________________ રૂ બધી જ્ઞાનવતા જત: ” ] [ ૮૯ હરિભદ્રસૂરિજીએ બૌભિક્ષુઓ સાથે વાદવિવાદ કરવાની વ્યવસ્થા ગોઠવી, અને એક રાજવીની રાજસભામાં આ વાદવિવાદમાં જેની હાર થાય તે ધગધગતા તેલના કડાયામાં પડે એવી શરત નક્કી થઈ, અને વાદવિવાદમાં બૌદ્ધભિક્ષુઓ હારી ગયા. બૌદ્ધવિદ્યાપીઠના કુલપતિ ઉકળતા તેલના કડાયામાં પડતાં જ ભડથું થઈ ગયા. પછી તો શરત મુજબ એક પછી એક બધા જ બૌદ્ધભિક્ષુઓને તેલની ઉકળતી કડાયમાં પડવાનું હતું. આ વાત હરિભદ્રસૂરિ ગુરુ શ્રી જિનદત્તસૂરિજીના જાણવામાં આવતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા. ગુરુદેવે હરિભદ્રસૂરિજીના ક્રોધના ઉપશાંત અર્થે સુલે નિરમા તેમજ ૩વરમેન રુઝહું ઈ. ની ગાથાઓ મોકલાવી. પછી તો હરિભદ્રસૂરિજીને કોપ શપે અને બૌદ્ધભિક્ષુઓને જીવતદાન મળ્યું. આ બનાવમાંથી જ “સમરાઈથ્ય કહાની મહાન કથાને જન્મ થયે. હજારથી પણ વધુ વર્ષો આ કથા લખાયાને થયા છતાં તેની મહત્ત્વતા અને લોકપ્રિયતા એવી ને એવી જ રહી છે. યોગીઓ અને મહામુનિઓ પણ ધના આવેશમાંથી નથી બચી શક્યા, એવા અનેક દાખલાઓ ધર્મશાસ્ત્રોમાં જોવામાં આવે છે. ગૌતમ ઋષિની પત્ની અહલ્યા ઘણી સુંદર હતી, અને એક વખત ઇન્દ્રદેવે છળકપટ કરી ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરી તેની સાથે મિથુન ક્રિયા સેવી. ન્યાય દષ્ટિએ આમાં અહલ્યાને દોષિત ગણી શકાય તેમ ન હતું, છતાં ક્રોધના આવેશને વશ થઈ ગૌતમ ઋષિએ અહલ્યાન શાપ આપી શિલા (પથ્થર) બનાવી દીધી. જે વ્યક્તિના શીલ, સદાચાર Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] [ જાણ્યુ અને જોયું અને નીતિના આદર્શોનુ ધેારણુ ઉચ્ચ હેાય છે, તેને તેનાથી વિરૂદ્ધ પ્રકૃતિ ધરાવતા અન્ય માણસે પ્રત્યે ધિક્કાર અને ક્રોધ ઉપજે છે, પણ આ રીત ખરાબર નથી. એક અંગ્રેજ વિદ્વાને કહ્યું છે કે : ‘Never does the human soul appear so strong as when it forgoes revenge, and dares to forgive an injury.' અર્થાત્ થયેલી ઇન્ત કે નુકસાન ખાખતમાં તે કરનાર પર વેર લેવાની વાત જતી કરી માનવીને આત્મા જ્યારે ક્ષમા આપે છે, ત્યારે તે જેટલેા સબળ દેખાય છે તેવા કાઈ વખતે દેખાતા નથી. કાઈ એ સાચું જ કહ્યું છે કે : Under all circumstances keep an even mind, take it, try it, walk with it, lean on it, believe in it, for ever.' અર્થાત્ સ સોગેામાં એક સરખું મન રાખે!–આ શિક્ષા લ્યા; તેને અજમાવે।; તેની સાથે ચાલે; તેની સાથે વાત કરે; તેના ઉપર જ આધાર રાખેા અને હમેશાં તેમાં શ્રદ્ધા રાખેા. " અપરાધી પ્રત્યે પણ ક્રોધ કરવાના માણસને અધિકાર નથી. કારણ કે ક શાસ્ત્રના સિદ્ધાંત અનુસાર તા આપણી પ્રત્યે અપરાધ કરનાર માણસ આપણા અમુક પ્રકારના કર્મના ઉદયના કારણે જ આપણા અપરાધ કરતા હેાય છે. દરેક આત્મા તેના મૂળ સ્વભાવની દૃષ્ટિએ તે નિળ છે. આપણને જો કોઈ દોષ જણાય તે તે તેની પ્રકૃતિના છે. પ્રકૃતિના આધાર તેના કમ પર અવલંબે છે. તેથી તેના કર્મો કે પ્રકૃતિના વિચાર ન કરતાં તેની પાછળ રહેલા આત્માના ખ્યાલ લાવીએ તે આપણને દરેક જીવ ઉપર પ્રેમ થાય અને દ્વેષ માત્ર આપણા હૃદયમાંથી નાશ પામે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨૦ “ઘો જ્ઞાનવતાં શત:” ] [ ૯૧ સંગમદેવે કરેલાં અનેક ઉપસર્ગો પછી સમાધિમાંથી ભગવાન મહાવીર જાગ્રત થયા, ત્યારે સંગમ પ્રત્યે ભગવાનને ક્રોધ કે તિરસ્કાર ન આવ્યો, પણ અનુકંપા વડે તેમની આંખની કીકીઓ અ૫ અશુ વડે ભીની થયેલ છે. કઈ પણ કાર્ય કારણ વિના બની શકતું નથી એવી દ્રઢ શ્રદ્ધા થયા પછી, એ માણસ ગમે તેવા વિષમ કે કોત્પાદક બનાવે વખતે પણ પિતાના મગજ પર સંપૂર્ણ કાબૂ રાખી સમતા રાખી શકે છે. અન્યના દોષ કે અપરાધ પ્રત્યે કોધ કર, એ એક રીતે તે અન્યના દેષ કે અપરાધની આપણી જાત પર શિક્ષા કરવા જેવું મૂર્ખાઈ ભરેલું કૃત્ય છે. (આત્માનંદ પ્રકાશ, નવેમ્બર '૬૫.) Page #118 -------------------------------------------------------------------------- ________________ २१. त्वमेव भर्ता न च विप्रयोगः રાવણ પર વિજય મેળવી રામ, લક્ષમણ અને સીતા નંદીગ્રામ જઈ ત્યાંથી સૌ અયોધ્યા આવ્યાં અને ત્યાં રામચંદ્રનો રાજ્યાભિષેક થશે. બરાબર ચૌદ વર્ષ ઉપર જે અધ્યાથી તાપસના વેશમાં રામચંદ્ર પગપાળા વિદાય થયા હતા, તે અયોધ્યામાં રામચંદ્ર સિંહાસન પર બેઠા અને આખાય કોશલમાં તેમની આણ વર્તાવા લાગી. ત્યારપછી થોડે જ વખતે રામે સીતાને ત્યાગ કર્યો. અયોધ્યાવાસીઓની છૂપી માન્યતા હતી કે રાવણના મહેલમાં સીતા રહ્યાં એટલું જ તેમની પવિત્રતાનો નાશ કરવા માટે બસ છે, અને અયોધ્યાના મેલને દેનારા ધબીના મુખમાંથી આવી વાણું નીકળી ત્યારે રામચંદ્રજીને ભારે આઘાત થયો અને સીતાને અરણ્યમાં છેડી આવવાની એમણે લક્ષ્મણને આજ્ઞા કરી. લક્ષ્મણે સીતાને તમસ નદીને કાંઠે વાલમીકિના આશ્રમ પાસે છોડી દીધાં ત્યારે સીતાએ લમણ સાથે રામને સંદેશ મોકલાવતાં કહ્યું કેઃ “મૂથો વથાને ગમતાજ મેવ મ ન જ વિષયો ” અર્થાત જન્માન્તરે સાથ રહો તમારો, વિભક્ત નાહે કદી સાથે આપણે. સ્થૂલ દેહદૃષ્ટિએ તેઓ વિખુટા પડ્યાં પણ આંતરદષ્ટિએ કઈ તત્ત્વ તેમને વિખુટા પાડી શકે તેમ ન હતું. સીતામાતા થઈ ગયાને તો અનેક સૈકાઓ વીતી ગયા, પણ વર્તમાન જેવા ભિષણ કાળમાં પણ સીતામાતાની નાની નાની આવૃત્તિઓ Page #119 -------------------------------------------------------------------------- ________________ २१. त्वमेव भर्ता न च विप्रयोगः ] [ ૯૩ આપણી વચ્ચે વહી રહી છે, તેની આપણને ભાગ્યે જ ખબર પડે છે. આવા જ પ્રકારની એક સ્ત્રીની આ સાચી કહાણી છે. ઈ. સ. ૧૯૫૫ના જૂન માસમાં નેપચુન વિમા કંપનીના એક પિોલીસી હેલ્ડર શ્રી. એસ. ગુરુસ્વામીના મૃત્યુ બાબતમાં તપાસ કરવા હું મદુરા ગયો હતો. ઈસ. ૧૯૪૯માં આ માણસે તેના બાળકનો વિમે કંપનીમાં લીધો હતો, પણ એ વિમાની પિોલીસીનો પ્રકાર માત્ર બચત એજનાનો હતો. ઈ. સ. ૧૯૫૪ સુધીમાં આ પિલીસી પર કુલ રૂ. ૩૦૦૦ની પ્રિમિયમની રકમ કંપનીને પ્રાપ્ત થઈ હતી અને આ તમામ ભરેલી રકમ મજરે આપવાની શરતે ગુરુસ્વામીએ કંપનીમાં રૂપિયા દશ હજારની પિોલીસી લીધી. પિોલીસી અગાઉના વરસમાં લીધી હોય તે રીતે પાછલી તારીખમાં ઈસ્યુ કરી આપી અને આ હિસાબ પેટે થેડી રકમ ગુરુસ્વામીએ કંપનીને આપવાની હતી. ૧૯૫૪ના ઓગસ્ટ માસમાં આ રકમ ભરવાને બદલે તા. ર૭–૧૨–૫૪ના તેણે આ રકમ ભરી અને ડૉકટરનો સારી તંદુરસ્તી માટેને રીપોર્ટ પણ આપે. આ ગુરુસ્વામી અચાનક તા. ૧૯-૩-પપના મરણ પામ્યો અને પોલીસી લીધા. પછી ત્રણ જ માસમાં મૃત્યુ થવાના કારણે કંપની માટે તપાસ કરવાનું જરૂરી બન્યું. તા. ૧૨મી જૂન ૧૫૫ના દિવસે હું મદુરા પહોંચે. અમારી મદુરાની ઓફિસને માણસ પણ કદાચ આ કેસમાં સંડોવાયેલે હેય એમ માની મદ્રાસથી એક અનુભવી માણસ મી. બાલક્રીપ્શન મેનનને પણ મેં મારી સાથે રાખે. ડોકટરે પાસેથી તેમજ બીજી કરેલી તપાસમાં મરનાર ગુરુસ્વામી Page #120 -------------------------------------------------------------------------- ________________ : ૯૪ ] [ જાણ્યું અને જોયું લાંબા સમયથી બીમાર હતા તેવી માહિતી મળવા છતાં, તેને લગતે કઈ સંતોષકારક કે મજબૂત પુરાવા ન મળી શક્યો. વિમા માટે કરેલી અરજીમાં વારસદાર તરીકે મરનારની પત્નીનું નામ હતું. માણસ ઠીકઠીક પૈસાદાર હતો અને તેને પિતાની માલિકીનું મકાન પણ હતું. આમ છતાં બાલકીષ્ણનની તપાસમાં એક બીજી મહત્ત્વની વાત જડી આવી. મરનાર ગુરુસ્વામી તેની છેલ્લી માંદગીમાં તેને ઘેરે ન રહેતાં તેની રખાત એક મીના નામની સ્ત્રીને ત્યાં રહેતા અને તેને જ ત્યાં મૃત્યુ પામેલે. મરનારે તામિલ ભાષામાં પિતાનું વીલ કરેલું અને તેમાં આ વિમાની પિલીસીની રકમ મીનાને મળે તેનો ઉલ્લેખ હતો. મને આ વીલની સત્યતા માટે શંકા હતી, પણ તેમ છતાં એક સાધન તરીકે તેનો ઉપયોગ આ કેસની પતાવટમાં થઈ શકે એવું લાગ્યું. મરનારની પત્ની તરફે મદુરાના વકીલ મી. નાગાસ્વામી કામ કરતા હતા. હું તેમને મળવા ગયે અને પિલીસી લીધા પછી ત્રણ જ માસમાં મૃત્યુ થયું છે, એટલે મરનારે વિમે લીધે ત્યારે તેની તબિયતની સાચી હકીકત છુપાવી રાખી લાગે છે અને તેથી ભરેલી તમામ રકમ પાછી લઈ આ કેસમાં સમાધાન કરાવી અપાવવા મેં તેમને સમજાવ્યું. મી. નાનાસ્વામીએ આ કેસની સચ્ચાઈ અંગે એક મહત્ત્વની વાત કહી. તેણે કહ્યું કે મરનાર જે લાંબા સમયથી બીમાર રહેતો હોત અને તેનો ઈરાદો કંપનીને છેતરવાને જ હોત, તો તેણે વિમાની અરજી પાસ થયા બાદ તરત જ પ્રિમિયમની રકમને તફાવત ભરી આપ્યા હતા. અહીં તો ચાર માસ મોડી રકમ Page #121 -------------------------------------------------------------------------- ________________ २१ त्वमेव भर्ती न च विप्रयोगः ] [ ૯૫ ભરવામાં આવી છે. વળી મરનાર સાધન સંપન્ન માણસ હતો અને વરસોથી તે નિયમિત ઇન્કમટેક્ષ પણ ભરે છે. મને લાગ્યું કે મરનારની તરફેણમાં આ એક મહત્ત્વનો મુદ્દો હતો અને ન્યાય કોર્ટમાં કંપનીને કેસ ઊભું રહી શકે તેમ ન હતું. પરંતુ આમ છતાં બનતા પ્રયત્ન કરી ઓછી રકમથી પતાવટ થતી હોય તો સારું એમ માની એ દિશામાં મેં પ્રયત્ન શરૂ કર્યા. અમે મીનાબાઈ પાસે કોર્ટમાં એક કબૂલાતનામું કરાવ્યું કે મરનાર ગુરુસ્વામી તેના પતિની માફક તેની સાથે રહેતો હતું અને તેનાથી તે એક પુત્રની માતા પણ બનેલી છે. મરનારનું મૃત્યુ પણ તેના જ ઘરમાં થયું હતું. મરનારના વલની શરત મુજબ પૅલીસીની રકમ પર તેને જ હક લાગે છે અને તે રકમ કંપનીએ તેને જ આપવી જોઈએ વગેરે. મી. બાલકણને આ બધી વ્યવસ્થા તો કરી, પણ મીનાબાઈની ભાષા ન જાણવા છતાં તેના દેદાર અને મોઢાના હાવભાવ પરથી મને લાગ્યું કે એ બાઈ સદંતર જુઠ્ઠી અને લુચી છે, તેમજ મરનારની પત્નીની બદનક્ષી કરી પિોલીસીની રકમ હજમ કરવાને એક તાગડો રચ્યો છે. મરનારે વિમાની અરજીમાં વારસદાર તરીકે પોતાની પત્નીનું નામ લખ્યું હતું, એટલે કાયદાની પરિસ્થિતિ અનુસાર પણ મીનાબાઈને દાવો પિકળ અને જો જ હતો. પણ અમારે તે સમાધાન કરવાની સામેની પાર્ટીને ફરજ પડે તેવું કઈ સાધન જોઈતું હતું, અને આ પ્રકારના કબૂલાતનામાથી અમને તે પ્રાપ્ત થઈ ગયું. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] [ જાણ્યું અને જોયું : સૌથી છેલ્લે અમે મી. નાગાસ્વામી વકીલને લઈ મરનારની વિધવા પાસે તેને સમજાવવા ગયા. હું તો તામિલ ભાષા જાણું નહિ એટલે નાગાસ્વામી પાસે કહેવરાવ્યું કે, આ વિમાની પિલીસીને રૂપિયા માટે મીના નામની બાઈએ પણ પિતાનો હક આગળ કર્યો છે અને ન્યાયર્કેટમાં આ બધી બાબત ચૂંથાતાં કુટુંબની આબરુને લાંછન લાગવા જેવું થશે. પ્રૌઢ ઉંમરની પેલી બાઈએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી તેની ભાષામાં વકીલને જે કહ્યું તેને સાર એ હતું કે “આ માણસે જે મારા પતિની બદનક્ષીની વાત મારી સમક્ષ કરી રહ્યા છે, તેમને મારા ઘરમાંથી દૂર કરે. હું આ લેકેનું મેટું જ જેવા નથી માગતી અને વિમાની પિલીસીના રૂપિયા પણ મારે જોઈતા નથી.” આ રીતે અમારો પ્રયત્ન એક દષ્ટિએ નિષ્ફળ ગયે તે બીજી રીતે સફળ પૂરવાર થયે, પણ સફળતાનો માર આનંદ લુપ્ત થયે. એ બેનનું આવું તોછડું વર્તન મારી સાથેના લોકોને અપમાન રૂપ લાગ્યું, પણ હું તે માતાની માફક તેને મનોમન વંદી રહ્યો. મને સીતામાતા યાદ આવ્યાં. સગર્ભાવસ્થામાં વનમાં જ્યારે વાલ્મીકિના આશ્રમમાં તેઓ રહેતાં હતાં, ત્યારે પ્રાત:કાળે રામના નામની માળા ફેરવતા જઈ તેની પાસે રહેલી એક વૃદ્ધ તાપસીએ ઠપકે આપતાં તેને કહ્યું : “વિના અપરાધે તારા પતિ શમે તારી આવી નાજુક સ્થિતિને ખ્યાલ કર્યા વગર તને જંગલમાં મોકલી દીધી, અને એમ છતાં પણ રામના નામની માળા ફેરવવાને અર્થ શું છે? સીતાએ હસીને તેને કહ્યું “માજી! જીવનમાં Page #123 -------------------------------------------------------------------------- ________________ २१. त्वमेव भर्ता न च विप्रयोगः ] [ ૯૭ જેને પ્રેમ પ્રાપ્ત થયેલ હોય તેવી વ્યક્તિને આ વિચાર કદી ન આવી શકે. મને મારા રામને પ્રેમ પ્રાપ્ત થયું છે. પ્રેમ એ સ્થૂલ આપવા દેવાની વસ્તુ નથી. પ્રેમ પ્રાપ્ત થાય તેના માટે જીવન અને જગતમાં કશું પ્રાપ્ત કરવાપણું રહેતું નથી. હા, એક મનીષા માત્ર બાકી રહે છે. પણ તેના કેવળ સમર્પણની–પિતાના પ્રેમ પાત્ર માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની, માત્ર દેહજ નહિ, આત્મા સુદ્ધાં! પ્રેમને ખાતર દુઃખ વેઠવામાં દુઃખ એ દુઃખરૂપ લાગવાને બદલે ઐશ્વર્યરૂપ બની જાય છે.” સીતાની વાત તાપસી ન સમજી શકી એટલે મનેમન બબડી પણ ખરી : “મૃત્યુલોકના માનમાં પ્રેમનો રોગ મહા હઠીલે છે, અને વળી તેની કઈ દવા પણ નથી.” કવિઓ અને જ્ઞાનીઓએ પણ પ્રેમને અંધ કહ્યો છે. એને અર્થ એ જ છે કે જ્યાં સારો પ્રેમ છે ત્યાં પ્રેમી પોતાના પ્રેમપાત્રને દેષ જોઈ શકતું જ નથી. આમ છતાં સ્ત્રી અને પુરુષ બંનેની પ્રકૃતિમાં એક મૂળભૂત ભેદ છે. સ્ત્રીના પ્રેમ અને સમર્પણ ભાવમાં જે ઊંડાણ, સહિષ્ણુતા, અભિનિવિછતા, અભિન્નતા અને એકરૂપતા જોવામાં આવે છે, તે પુરુષમાં ભાગ્યે જ જોવામાં આવે છે. પુરુષ દારુડિયે, જુગારી, વ્યભિચારી, ચેર, ગુંડે, લફંગે કે રક્તપિત્તિ હશે, તે તેવા પતિમાં પણ ઈશ્વર સ્વરૂપ જેનારી ભારતમાં એક નહિ પણ અનેક નારીઓ થઈ ગઈ છે. સગર્ભાવસ્થામાં જંગલમાં મોકલી આપવામાં આવેલી સીતા તેમજ ભયંકર જગલમાં દમયંતીને એકલી મૂકી ચાલી ગયેલા નળમાં, સીતા કે દમયંતીએ પતિનો દોષ નથી જે. વિશુદ્ધ અને દૈવી પ્રેમનું આ અનોખું Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] [ જાણ્યું અને જોયુ તેથી ઊલટુ' કુલટા સ્રીએના પતિરાજો તેમની પત્નીએથી ત્રાસી જઈ સન્યાસી મની ગયાના અગર સીધા કે આડકતરી રીતે પત્નીઓના પ્રાણ લઈ લીધાના અનેક દાખલાઓ આપણે ત્યાં જોવાના મળે છે. આ વસ્તુ એમ પૂરવાર કરે છે કે નારી જાતની સહુન કરવાની અને દુઃખ પચાવવાની શક્તિ, પુરુષ જાતિ કરતાં ઉત્કૃષ્ટ કેાટિની છે. જેની ગણતરી આ વિશ્વના મહાન માણસામાં થઈ શકે એવા અબ્રહામલિકન, મહાત્મા ટાલસ્ટેય, સેાક્રેટીસ અને સંત તુકારામને કુભારા પત્ની પ્રાપ્ત થયેલી અને એવી સ્ત્રીએ સાથે પનારા પડવાને કારણે તેઓને અત્યંત સહન કરવું પડયું હેાવા છતાં, આ સ્ત્રીઓનાં પતિરાજ તેમની પત્નીઓનાં દ્વેષ! પ્રત્યે ભારે નજરે જોયા વિના તે નથી જ રહી શકયા. ટાલસ્ટેાય તે મૃત્યુ વખતે પણ સ્પષ્ટ રીતે કહી ગયા હતા કે ઈશ્વરની ખાતર મારા મૃતદેહની નજીક મારી પત્નીને આવવા ન દેજો.” પુરુષ અને સ્ત્રીની પ્રકૃતિના આવા મૂળભૂત ભેઢના કારણે જ આ સ’સારમાં કદાચ પુરુષ કરતાં સ્ત્રી વધુ વંદનાને પાત્ર છે. બાકી તેા સમગ્ર માનવ જાતના પરિપકવનું મૂળ સ્થાન તે આખરે સ્ત્રી જ છે ને! ' ગુરુસ્વામીની પત્નીએ દર્શાવેલા રાષ પછી સમાધાનનું કામ સહેલુ થઈ ગયુ. તેમના વકીલ નાગાસ્વામીને પણ લાગ્યુ કે તેની અસીલ ખાઈ વિમાની પૌલીસીની રકમ વસુલ કરવા ન્યાયકામાં તે જવાની જ નહિ. એટલે મે' વકીલને કહ્યું કે તમામ પરિસ્થિતિ પછી પણ, પોલીસીની રકમના પચાસ ટકા એટલે પાંચ હજાર રૂપિયા તેમજ તેના અસીલની Page #125 -------------------------------------------------------------------------- ________________ २१. त्वमेव भर्ता न च विप्रयोगः ] [ ૯૯ ફીની રકમના રૂપિયા પણ કંપની આપવા તૈયાર છે. મારી અંગત સલાહ આપતાં વળી કહ્યું કે, મને એ અનુભવ છે કે આવા ગૂંચવણ ભર્યા કેસમાં ઘરમેળે પતાવટ થાય એ જ ઈષ્ટ છે, કારણ કે કોર્ટમાં વળી નવા નવા ઈસ્યુ ઊભા થાય છે અને તેને અંત જ આવતો નથી. બીજે દિવસે અમારી મદુરાની ઓફિસે આવી મી. નાગાસ્વામી રૂપિયા પાંચ હજારનો ચેક તેમજ તેમની ફીના રૂપિયા અઢીસે લઈ ગયા. કંપનીને પાંચ હજાર રૂપિયાનો ફાયદો થયે તેના આનંદ કરતાં, પિલી પતિભક્ત બાઈને પાંચ હજાર રૂપિયા ઓછા મળ્યા તેનો મને ખેદ અને દુઃખ હતું. પરંતુ જે પરિસ્થિતિ અને સંજોગો ઊભા થવા પામ્યાં હતાં તેમાં આવી વ્યવસ્થા અનિવાર્ય હતી. મરનારે તબિયતની સાચી સ્થિતિ છૂપાવી કંપની સાથે ખરેખર છેતરપિંડી કરી હતી, કે કંપનીએ તકને લાભ લઈ પેલી બાઈને પાંચ હજારનું નુકસાન પહોંચાડ્યું, તે બાબત તે વખતે તેમજ આજે પણ મારા માટે કોયડા રૂપ જ રહી છે. તે પછીના બીજા દિવસે પેલી વિધવા સ્ત્રીનું તેના સદુગત પતિ પ્રત્યેના પૂજ્ય ભાવનું સ્મરણ કરતો મદુરાથી જ્યારે મદ્રાસ જવા નીકળ્યા, ત્યારે કોઈ એ કહેલી નીચેની પંક્તિ મારા સ્મરણ પટ પર રમી રહી હતી – - ઘેરી લીયે કંટક છે. ગુલાબને ? 1 ના આંચ આવે કશી યે સુવાસને. (“આત્માનંદ પ્રકાશ ડિસેમ્બર ૧૯૬૯) Page #126 -------------------------------------------------------------------------- ________________ ૨૨. માનવ અને દેવ ઈ. સ. ૧૯૫૨ ના ૨૩મી ઓગસ્ટ અને શનિવારના દિવસની આ વાત છે. પર્યુષણ પર્વને સાતમો દિવસ હતો અને તે દિવસે મારે અઠ્ઠમને બીજે ઉપવાસ હતો. હું મારા નિવાસસ્થાનના પહેલા માળના અલાયદા રૂમમાં સવારના નવ વાગે વાંચી રહ્યો હતો ત્યાં મારી નાની પુત્રી ગભરાયેલી સ્થિતિમાં મારી પાસે આવી અને ગળગળા અવાજે કહ્યું: “બાપુજી! જલદી ઉપર ચાલે, શશીકાંતભાઈને કાંઈક થઈ ગયું છે. તરત જ તેની સાથે ઉપર ચોથા માળે જ્યાં અમારું રહેઠાણ છે ત્યાં ગયે અને જોયું તો મારા મોટા પુત્ર શશીકાંત જેની ઉંમર તે વખતે પચીસ વર્ષની હતી, તેના અંગે અંગે ખેંચાતાં હતાં અને પથારીમાં સુતો સુતો સખત રીતે પ્રજતો હતો. તાવ પણ સારા પ્રમાણમાં હતું. અમારી બાજુમાં જ ડે. હરિલાલ શાહ રહે એટલે તેમને તરત જ દવાખાનેથી લાવ્યા. તેણે આવીને પેનીસીલીન અને સ્ટ્રેપ્ટોમાઈસીનનું ઇજેક્ષન આપ્યું. ડોકટરે કહ્યું કે સખત શરદીના અંગે આમ એકાએક થઈ ગયું લાગે છે, પણ કશું ભય જેવું અત્યારે તે નથી. વળી અગિયાર વાગે તેને છાતીમાં સખત શૂળ નીકળવા લાગ્યું અને પરિસ્થિતિ બગડતી લાગી એટલે ડો. હરિભાઈની સલાહ લઈ એબ્યુલન્સ બોલાવી તેને તરત જ બોમ્બે હોસ્પિટલમાં ડે. કહિયારના વોર્ડમાં દાખલ કરી દીધે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૨૨. માનવ અને દેવ ] [ ૧૦૧ પાર્શ્વનાથ ભગવાનનાં અધિષ્ઠાયી દેવી શ્રી પદ્માવતી માતા પર મને અનન્ય શ્રદ્ધા, અને માતા કદી પુત્રનું અહિત ન થવા દે એવી અખૂટ આસ્થા, એટલે મુશ્કેલી અને મૂઝવણાના પ્રસંગે હું હુંમેશાં તેને શરણે જઈ નિશ્ચિંત અનું. મારી માતા તો મારી આલ્યવયે જ સ્વર્ગવાસ પામ્યાં. એટલે સમજણા થયે। ત્યારથી માતાની અવેજીમાં મે' પદ્માવતી દેવીને જ માતા રૂપે માની લીધાં. તે દિવસે મારે ઉપવાસ હતેા એટલે જ્યાં લગી શખેશ્વરજી પાર્શ્વનાથ જઈ ત્યાં પદ્માવતી માતાની મૂર્તિ પાસે અગિયાર શ્રીફળનું તારણુ ન ખાંધું ત્યાં સુધી, પુત્રના રોગ દૂર થાય એ અર્થે દૂધ તેમજ જેમાં દૂધ મિશ્રિત હાય તેવી તમામ વસ્તુઓના ત્યાગને મનમાં સંકલ્પ કર્યાં. એએ હૅાસ્પિટલના ડૉકટરને મેનીનઝાઈટીસના વહેમ ગર્ચા એટલે પાકી ખાતરી કરવા અપેારે ત્રણ વાગે પછવાડેના ભાગમાંથી પંકચર કરી પાણી કાઢવાની બધી તૈયારી કરી, પણ ત્યાં જ ડૉ. કહિયાર આવ્યા અને તેણે શરીર તપાસ્યા માદ કહ્યું કે દી'ની આવી પરિસ્થિતિના મૂળમાં શારીરિક દ કરતાં મહદ્ અંશે માનસિક અવસ્થા જ જવાબદાર લાગે છે, અને તેણે પંકચર કરવા માટે એક દિવસ થાભી જવા કહ્યું. ત્રણ ચાર દિવસ સુધી તાવ ૧૦૨-૧૦૩ વચ્ચે રહ્યો પણ ચેાથે દિવસે તાવ ઉતરી ગયા અને તા. ૩૦ મી ઑગસ્ટે તે તેને હૉસ્પિટલમાંથી ઘેર આવવાની ડૉ. કેાહિયારે રજા પણ આપી દીધી. ચાનું મને ભારે વ્યસન, આફિસમાં જે જે મળવા આવે તેને માટે ચા મગાવું અને હું પણ તેની સાથે ચા લઉ. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] [ જાણ્યું અને જોયું એમ આવનારને ચા આપી દઈએ અને આપણે તેની સાથે ચા ન લઈએ તે વિવેક વિનય ભંગ થાય એવો ટે ભ્રમ હું સેવત. માણસને સૌથી વધુ પ્રમાણમાં કોઈ છેતરતું હોય તો અન્ય કોઈ નહિ પણ તેનું પિતાનું મન જ છે. વિવેક અને વિનયના ખાટાં એઠાં નીચે મારું મન પણ મને છેતરતું. ભૂતકાળની એ વાત યાદ કરું છું ત્યારે આજે તે સ્પષ્ટ જોઈ શકું છું કે મને ચાની વારંવાર જે તલપ થતી, તેની તૃપ્તિ કરવા વિવેક વિનયના બહાના નીચે મારી પાસે આવનારાઓ માટે હું અચૂક ચા મગાવતો, અને એ રીતે આવનારની નહીં પણ મારી પિતાની જ ચાની તલપ તૃપ્ત કરતા. ફિસમાં જ એ દિવસેમાં હું ઓછામાં ઓછા પાંચ સાત કપ ચા પીતો. પણ દૂધ ન લેવાનો સંકલ્પ કર્યો હતો એટલે ચા પી. શકો નહિ. મારા એક મિત્ર ડૉકટરે દૂધ વિનાની ચામાં લીંબુ નીચોવી પીવાને માર્ગ બતાવ્યું, પણ તેથી ચાની મારી ઈચ્છા તૃત ન થતી. આ પરિસ્થિતિમાંથી મુક્ત થવા માટે છેવટે શંખેશ્વરજી જઈ આવવાનો નિશ્ચય કર્યો. તા. ૧૩-૯-પર ના દિવસે જ્યારે કંપનીના કેઈક કામ માટે પાટડી દરબાર સાહેબને મળવા આબુ ગયે, ત્યારે ત્યાંથી પાછા ફરતાં મહેસાણા ઉતરી ગયે અને હારીજ રાતે અગિયાર વાગે પહોંચ્યું. હારીજ પહેલી જ વખત જવાનો એ પ્રસંગ. રાતે ધર્મશાળામાં સૂઈ રહ્યો અને વહેલી સવારમાં ઉઠી ઉપાશ્રયમાં તે વખતે ત્યાં બીરાજતા શ્રી. મહેદ્રવિજય મુનિરાજને મળવા ગયે. ચોમાસાના ચારેક માસ દરમ્યાન વિરમગામથી કે હારીજથી શંખેશ્વરજી જવાની બસ તે વખતે બંધ રહેતી. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૨૨. માનવ અને દેવ ] [ ૧૦૩ પૂ. મુનિરાજને શંખેશ્વરજી જવા માટેની વાત કરી, તેથી તેઓએ કઈ છોકરા સાથે મને ત્યાંના શેઠ શ્રી. રમણીકલાલ જેચંદને ત્યાં મોકલાવ્યું, અને તેણે આવવા જવાના રૂપિયા દશના ભાડાથી એક ગાડાની સગવડતા કરાવી આપી. - હારીજથી સવારના આઠ વાગે ગાડામાં બેસી શંખેશ્વરજી જવા રવાના થયે અને લગભગ બપોરે એક વાગે ત્યાં પહોંચ્યા. મંદિરના કમ્પાઉન્ડમાં દાખલ થતાં પહેલાં જ એક દુકાને અગિયાર શ્રીફળનું તોરણ પદ્માવતી માતાની દેરીએ બાંધી શકાય એ રીતે તૈયાર કરવાનું કહી દીધું અને પછી પૂજા કરી, તોરણ બાંધવાની ક્રિયા પૂર્ણ કરી અનન્ય ભક્તિ ભાવે જ્યારે પદ્માવતી માતાની મૂર્તિ સામે બે હાથ જોડી ઉભે રહ્યો, ત્યારે મારા આંતર મનમાં કોઈ નો પ્રકાશ પ્રગટ્યો. પરંતુ એ પ્રકાશના કારણે મને મારી જાત માટે શરમ અને આઘાત થયાં. મને લાગ્યું કે પદ્માવતી માતા પ્રત્યે ભાવ અને ભક્તિ દેખાડવાના ઓઠા નીચે, આ તો માત્ર છેતરપિંડી જ કરી છે. શંખેશ્વરજી જવાની ભીતરમાં માતા પ્રત્યેની ભક્તિ નહિ પણ સાચી વાત ચાની તાલાવેલી હતી. પછી તો આ આખીયે વાત મને એક પ્રકારના સોદા જેવી લાગી. પદ્માવતી માતાએ મારા પુત્રને રોગમાંથી મુક્ત કર, તેના બદલામાં મારે શંખેશ્વરજી જઈ તેમની સમક્ષ અગિયાર શ્રીફળ ધરવાં, અને તેના બાન તરીકે એ ક્રિયા પૂર્ણ થતાં સુધી મારે દૂધને ઉપગ ન કરે, આ જ અર્થ મેં કરેલા સંકલ્પમાંથી નીકળતો હતો. મને થયું કે માતા અને પુત્ર વચ્ચે આવા પ્રકારના કરાર થતા કદી સાંભળ્યા છે ? માતા તો પુત્રની Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] [ જાણ્યું અને જોયું જરૂરિયાત શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ જાતની શરત વિના જ પૂરી પાડે છે. આમ છતાં પુત્ર જે કઈ પણ શરત કરવા તૈયાર થાય, તો તેને અર્થ એટલે જ કે પુત્રમાં માતા પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસનો અભાવ છે. આમ થશે તો આમ કરીશ એ વાત જ ધંધાદારી સોદા જેવી છે અને તેમાં ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસનો સદંતર અભાવ છે. આપણા દેવ-દેવીઓ જેને માટે આપણને સંપૂર્ણ માન, પ્રેમ અને ભક્તિ ભાવ હેય તેની સાથે આવા સોદા કરવા તે તે એક પ્રકારની ચકખી છેતરપિંડી જ કરવા જેવું છે. તાત્વિક દષ્ટિએ તો દેવ-દેવીઓની સહાય શોધવી એ પણ એક પ્રકારની પરાધીનતા અને કંગાલતા છે. ભ. મહાવીરના જીવનની એક વાત છે. દીક્ષાના પ્રથમ દિવસે કુમાર ગામે, ગામની બહાર ભગવાન મહાવીર ધ્યાનસ્થ દશામાં હતા ત્યારે, એક ગોવાળિયે બળદની રાશ ઉપાડી ભગવાનને મારવા દોડ્યો, એ વખતે ભગવાનને બચાવવા ઈન્દ્ર ત્યાં દેડી આવ્યા પણ ભગવાને તેને સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે : “હે ઈદ્ર! કર્મ ક્ષયના માર્ગમાં બીજા કોઈની મદદ કામ લાગતી નથી. મારા પૂર્વ કર્મોનો ક્ષય મારે તેના ફળ ભોગવીને જ કરવો પડવાને છે, માટે તારે આ પ્રકારે મારી પાછળ ફરવાનું કોઈ પ્રજન નથી.” વગર ઈચ્છાએ સામેથી દેવની આવતી મદદનો ભગવાને જ્યારે અસ્વીકાર કર્યો છે, ત્યારે ધંધાદારી દૃષ્ટિની માફક આપણે દેવની સહાય શોધવા જાત જાતના પૂજને અને વિધિ વિધાનો કરીએ છીએ, એ હકીકત ભગવાનના અને આપણું જીવન વચ્ચે કેવી કરુણ અસંગતતા બતાવે છે ! Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨૨. માનવ અને દેવ ] [ ૧૦૫ આપણે ત્યાં શાલિભદ્ર અને ભદ્રા માતાની બહુ પ્રચલિત કથા છે. માતા અને પુત્રને દેવલોકમાંથી દરરોજ નવ્વાણું પેટીઓ આવતી, પરંતુ તેમાં કોઈ જગ્યાએ એ ઉલ્લેખ નથી આવતો કે માતા અને પુત્ર દેવને પ્રસન્ન કરવા મહાપૂજન કે કઈ બીજી સાધના કરી હોય. કથા એવી છે કે શાલિભદ્રને પિતા જેને પત્ની અને પુત્ર પ્રત્યે અત્યંત રાગ હતો, તે મૃત્યુ બાદ દેવલેકમાં ગયે અને રાગના કારણે આવી પેટીઓ દરરોજ ત્યાંથી મોકલતો હતો. એટલે આમાંથી જે તત્ત્વ ગ્રહણ કરવાનું છે તે તો એ છે કે આપણે આપણું પુરુષાર્થ દ્વારા એવું શુભ કર્મ કરવું કે જેથી આપણને જરૂરી વસ્તુ માટે ભીખ માગવા જવાને બદલે એ વસ્તુ જ આપણા બારણું ખખડાવતી આપણે ત્યાં આવે. દેવો કે દેવીઓને પૂજન, મુદ્ર માનતા કે બાધા દ્વારા નથી રીઝવી શકાતાં. એમને રીઝવવા તે આપણે આપણું ચારિત્રનું ઘડતર ઉત્કૃષ્ટ કોટિનું કરવું જોઈએ. તેથી જ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે દેવે પણ નિર્મળ અને સુંદર (બ્રહ્મચર્ય પાલનના અર્થમાં) ઉત્કૃષ્ટ કોટિનાં ચારિત્રશીલ બ્રહ્મચારીને વંદન કરે છે અર્થાત્ તેઓના દાસ બને છે. આખરે દેવે પણ કર્માધીન છે. દેવલોકનું તેમનું આયુષ્ય પૂર્ણ થતાં એક સેકન્ડ પણ તેઓ દેવકમાં રહી શકતા નથી. કર્માનુસાર દેવ અને દેવીઓને પણ બીજી એનિમાં જન્મ લેવું પડે છે, કારણ કે દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ થતાં કોઈને મોક્ષ થઈ શકતો નથી. દેવ અને દેવીઓની સહાય વિના આપણે ન જ રહી શકતાં હોઈએ તે, દુઃખ અને Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] ( [ જાણ્યું અને જોયું આપત્તિના પ્રસંગે આપણે જરૂર તેમને પ્રાર્થના કરી શકીએ કે હે દેવ ! હું જે ભેગવી રહ્યો છું તે મારા પિતાના જ કર્મોનું ફળ છે. ઉદયમાં આવેલા કર્મના એ ફળને હવે આ કે શૈદ્ર ધ્યાન વિના સમભાવ અને શાંતિ પૂર્વક ભોગવવાની મને શક્તિ અને બુદ્ધિ આપો, કે જેથી નવાં કર્મ બાંધ્યા સિવાય મારા કર્મની નિર્જરા થઈ શકે. જીવલેણ માંદગીને આપણે આફત અને આપત્તિરૂપ માનીએ છીએ, પરંતુ તેમાંથી પણ માનવી બોધપાઠ લઈ શકે છે. દીનબંધુ એન્ડ્રુઝે એક ઠેકાણે લખ્યું છે કે : “શાંતિ નિકેતન હું હતો ત્યારે મને કોલેરા થયો હતો. હું મૃત્યુની એકદમ નજીક પહોંચી ગયો હતો, એમ જ કહે કે ઘણું દિવસો સુધી મૃત્યુનાં બંધ બારણા પર પડી રહ્યો. એ સમયે હું અંતર્મુખ બની આત્માની શાંતિને અદ્ભુત પાઠ ખુદ પરમ પિતા પાસેથી શીખે.” દુઃખ, આઘાત કે વેદનાની લાગણીથી ગભરાવાનું કે ભય પામવાનું કશું કારણ નથી. માનવી પર દુઃખના ઘા પડે. તેનું કારણ તેનામાં કાંઈક ખરાબ તત્ત્વ છે એમ માનવું યથાર્થ નથી. એકાને એમાં પાપનો ઉદય છે એમ પણ માની શકાય નહિ. માણસ જ્યારે અનિત્ય, નાશવંત અને અશાશ્વત વસ્તુની પાછળ દોડે છે, ત્યારે આ વાતનું તેને ભાન કરાવવા અને તેની સાન ઠેકાણે લાવવા આવું બધું બને તે તેમાં બેટું શું છે? તેથી જ ખલિલ જિબ્રાને કહ્યું છે કે: “તમારા જ્ઞાન ઉપર બાઝી ગયેલું જડત્વનું પડ દૂર કરવા માટે, તમને જે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૨૨. માનવ અને દેવ [ ૧૦૭ એક વસ્તુ કુદરત તરફથી આપવામાં આવે, એ તમારી વેદના છે.” જીવનને તેના યથાર્થ સ્વરૂપમાં સમજવાની બુદ્ધિ અને જીવન જીવવાની સાચી કળા માણસને સુખ દ્વારા નહિ પણ દુઃખના માર્ગે જ પ્રાપ્ત થાય છે. તેથી કાઈ એ કહ્યું છે કે દુઃરું સર્ચ, મુલ માયા, સુવું નÀ: વર્ષ ધનમ્ અર્થાત્ દુઃખ છે સત્ય, સુખ માયા; દુઃખ એ જંતુનું પરમ ધન છે. એટલે દુઃખના પ્રસંગેામાં દેવાના પૂજન દ્વારા તેમની સહાય શે।ધવા નીકળી પડવું એ માનવજાત માટે શેાભાર-પટ્ટુ નથી. જાતજાત અને ભાતભાતનાં પૂજનાની શેાધ કરી આપણા દેવદેવીએ પ્રત્યે અનુમાન અતાવવાને બદલે, આપણે તેને દુઃખ દૂર કરાવવા અગર સુખ માટેના મામુલી દલાલેા બનાવી રહ્યા છીએ, અને એ રીતે દેવાની ભક્તિ કરવાને બદલે એક રીતે તેઓ સાથે અપમાનજનક રીતે વતી રહ્યા છીએ. દુઃખથી દૂર ભાગનારા અને સુખ તથા આનંદની પાછળ દોડનારા માટે જમન કવિ ગેટેએ એક સુંદર વાત કહેતાં કહ્યું છે કે ‘સુખ એ તેા પ્રભુએ અજ્ઞાનીએને આપેલી અક્ષિસ છે, જ્યારે દુઃખ એ તેા જ્ઞાનીઓના વારસે છે.' સુખ મનુષ્ય સ્વભાવમાં જે કાંઈ નિળ અને અસ્થિર અશે છે તેને ઉત્તેજનાર વસ્તુ છે, જ્યારે દુઃખ માનવીમાં જે કાંઈ સમળ ને અચળ અંશે છે તેમને ઉત્તેજે છે. એક વિદ્વાન પુરુષે કહ્યું છે કે ‘આનંદ મનુષ્યની દુ:ખ સહન કરવાની શક્તિને નાશ કરી અંતે તે એને દુઃખમાં જ દુખાડે છે.' જૈન શાસ્ત્રામાં દેવલાકમાં દેવાનાં ચ્યવનકાળે તેને થતા આઘાત અને વેદનાનુ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] [ જાણ્યું અને જોયું -જે વર્ણન કરવામાં આવ્યું છે, તે આબેહૂબ આ પ્રમાણેનું જ છે. કોઈએ સાચું જ કહ્યું છે કે ઈશ્વર માણસને શોક એટલા માટે આપે છે કે, એના દ્વારા એ વધુ સુંદર, વધુ પવિત્ર બને. માણસ જાતને આનંદ કરતાં વધુ મેટી ભેટ શેકની મળી છે. પશ્ચિમના એક વિદ્વાન પુરુષે પણ આજ અર્થમાં કહ્યું છે કે Meritorious are those who experience grief. આપણે પણ કહીએ જ છીએ કે પુર્વ હિ માનો માનિત. એટલે દુઃખમાં દે કે દેવીઓની પાછળ પડવું એ જરાએ ઉચિત નથી. (“આત્માનંદ પ્રકાશ ફેબ્રુઆરી, ૭૦ ) Page #135 -------------------------------------------------------------------------- ________________ ૨૩. લક્ષ્મીપૂજન દિવાળીના દિવસે વેપારીઓ લક્ષ્મી પૂજન કરે છે અને નવા ચોપડામાં જૈન વેપારીભાઈઓ મથાળે લખે છે કે : ગૌતમસ્વામીની લબ્ધિ હેજે”, “શાલિભદ્રની સિદ્ધિ હો', અભયકુમારની બુદ્ધિ હો”, “કયવન્ના શેઠનું સૌભાગ્ય હેજે”, આમ આવી બધી માગણીઓ છે તો ઉત્તમ પ્રકારની પરંતુ કર્મશાસ્ત્રના નિયમ અનુસાર માનવીને માગવાથી કશું મળતું નથી. માનવીને તેના કર્માનુસાર બધું મળે છે, એટલે એને જેની જરૂર હોય તેને અનુરૂપ કર્મ કરવું જોઈએ. કર્મ એ યૌગલિક વસ્તુ છે. જે વસ્તુ જોઈએ, તેને અનુરૂપ પુરૂષાર્થ કરવાથી તે વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. પશ્ચિમના દેશની પ્રજા પણ હવે Law of cause and effect અર્થાત કાર્યકારણના નિયમમાં માનતી થઈ ગઈ છે. વસ્તુની પ્રાપ્તિ માટે ઇચ્છા નહિ પણ ઉપાસનાની આવશ્યકતા છે. ગૌતમસ્વામીએ અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી, પણ તેની પાછળ મહાન તપની આરાધના હતી. તપ કર્યા સિવાય ચોપડામાં “ગૌતમસ્વામીની લબ્ધિ હો” એમ લખવા માત્રથી કાંઈ લબ્ધિઓ પ્રાપ્ત થતી નથી. આવા શુદ્ધ તપની સાથોસાથ સ્વસ્થતા, પ્રસન્નતા અને વિશુદ્ધતા આપોઆપ આવતાં જ જાય છે. આવા તપસ્વીઓ ઈછે કે ન ઈ છે તો પણ લબ્ધિઓ તેને પ્રાપ્ત થાય જ છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] [ જાણ્યુ અને જોયું શાલિભદ્રની સિદ્ધિના મૂળમાં તેની દાનવૃત્તિ કારણરૂપ હતી. પૂર્વજન્મમાં જ્ઞાન અને સંસ્કાર ન હેાવા છતાં, માતા પાસે રડી રડીને ખાવા માટે તૈયાર કરાવેલી ખીર, જરાએ આંચકે ખાધા સિવાય મુનિરાજના પાત્રામાં ઉલ્લાસ અને ભાવપૂર્વક વહેારાવી દીધી હતી. રિદ્ધિ કે સિદ્ધિ પ્રાપ્ત કરવા અથે તેણે આ ક્રિયા કરી ન હતી. પણ ભક્તિભાવે તેણે આ કાર્ય કર્યું અને તેના ફળરૂપે રિદ્ધિ-સિદ્ધિ ન ઇચ્છી હાવા છતાં બીજા જન્મમાં તેને તે પ્રાપ્ત થયા. તમે જે ખી વાવા તેનાં ફળ તમને મળે છે જ. અભયકુમારની બુદ્ધિના મૂળમાં તેની પિતૃભક્તિ કારણ રૂપે હતી. જન્મથી જ વિરક્ત હેાવા છતાં તેના પિતા શ્રેણિક પ્રત્યે તેના ભક્તિ ભાવ અનન્ય અને અપૂર્વ હતા સયમી, તપસ્વી અને ત્યાગી હેાવા છતાં અભયકુમારે પેાતાના પિતાની કોઈ પણ ઇચ્છાને અતૃપ્ત રહેવા દૃીધી ન હતી. કયવના શેઠના સૌભાગ્યની માગણી કરનારાએમાંથી ઘણા વેપારીભાઈ ને તેના જીવનની માહિતી પણ નહીં હેય. રાજગૃહીમાં ધનેશ્વર નામના શેઠને ત્યાં પુત્રના જન્મ થયેા, અને તેનું નામ કૃતપુષ્પક પાડ્યું. પુણ્ય કરીને, પુણ્ય ભેાગવવા જ બાળક જન્મ્યા, એટલે તેનું કૃતપુણ્યક નામ યથાર્થ જ હતું. બાળક જન્મથી જ નિર્વિકારી અને નિષ્પાપી. એકના એક પુત્ર હાવાથી અને સાધુઓના સંગમાં રહેતા જોઈ માતાપિતાને ભય લાગ્યા કે રખેને પુત્ર સાધુ થઈ જાય! ભૌતિક સુખા અને વૈભવથી દૂર નાસતાં હોવા છતાં ભાગાવલી કર્મ તે ભેગવે જ છૂટકે. પિતાએ પુત્રને વૈભવ અને વિલાસના Page #137 -------------------------------------------------------------------------- ________________ ૨૩, લક્ષ્મીપૂજન ] [ ૧૧૧ માર્ગે દોરવવા વારાંગનાની સોબત કરાવી. ધનને નાશ થતાં વારાંગનાની પ્રીતિનો પણ અંત આવ્યું. પૂર્વજન્મના કર્મોદયના કારણે કૃતપુણ્યકને ધનાશેઠના મૃત્યુ પામેલા પુત્ર જિનદત્તશેઠની સંતાન વિહીન ચાર પત્નીઓના પતિદેવ તરીકે રહેવાનું થયું. બાર વરસના આવા દાંપત્ય જીવનના અંતે ચાર પુત્રોને પિતા થયે. પછી તો શ્રેણિકના રાજ્યને અમુક ભાગ મળે અને તેની પુત્રી મનોરમા સાથે લગ્ન પણ થયાં. પિતાના પૂર્વ જન્મની હકીકત અને સંસારની વિચિત્રતાનું સ્વરૂપ લાગવાન મહાવીર પાસેથી સમજાણું અને સંસાર પરથી દિલ ઉઠી ગયું. કૃતપુણ્યક શેઠે બધું છેડી દીક્ષા લીધી. ચોપડામાં લખાતાં કયવના શેઠ એ આ જ કૃત પુણ્યક શેઠ. એનું સૌભાગ્ય ઉત્તમ પ્રકારનું હતું તેમાં શંકા નથી, પણ અંતે તો એ સૌભાગ્યને છોડી તેમણે ત્યાગ-તપ-સંયમનો માર્ગ સ્વીકાર્યો. ચોપડામાં કયવન્ના શેઠનું સૌભાગ્ય માગનારાઓએ તેઓ કયવના શેઠના પૂર્વાધ કે ઉત્તરાર્ધ જીવનનું સૌભાગ્ય માગે છે તે જરા સમજી લેવું જોઈએ. કારણ કે ઉત્તરાર્ધ જીવનના સૌભાગ્ય પ્રાપ્ત કરવામાં કોઈ જાતનો અંતરાય નથી. દરેક વેપારી પિતે આજે પણ એ માર્ગે જવા મુક્ત છે. આવા મહાન આત્માઓએ રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરેલી, તેવી રિદ્ધિ સિદ્ધિની માગણી કરતી વખતે તેમના અને આપણા જીવન જીવવાની પદ્ધતિ વચ્ચે કેવી અને કેટલી સુસંગતિ રહેલી છે, તેને આપણે વિવેકપૂર્વક વિચાર કરવો જોઈએ. ઇચ્છા મુજબ વસ્તુઓની પ્રાપ્તિમાં સાચું સુખ નથી, પરંતુ સાચું સુખ તે ઈચ્છાના અભાવમાં જ રહેલું છે. મહાન લબ્ધિઓ, Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] [ જાણ્યું અને જોયું રિદ્ધિ સિદ્ધિ અને અપરિમિત સુખ મળ્યાં છતાં, એમના અધિકારીઓએ એ બધામાં ન રાચતાં, તેને છોડી ત્યાગ-તપસંયમનો માર્ગ સ્વીકાર્યો હતો. સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોવા છતાં, અને તે માટે દરેક દિવાળીએ માગણી કરવા છતાં શા માટે હંમેશાં આપણને દુઃખ, ચિંતા, ઉદ્વેગ અને અશાંતિ અનુભવવાં પડે છે? ચોપડાના સરવૈયામાંથી આ હકીકત ન સમજી શકાય. ધર્મ સંબંધમાં મોટી મોટી વાતો કરતા હવા. છતાં આપણે દિવસે દિવસે ધર્મથી વિમૂખ થતા જઈએ છીએ અને આ કારણે જ દુઃખ, ચિંતા, ઉદ્વેગ અને વ્યાકુળતા આપણે અનુભવવાં પડે છે. આ બધું આપણા જ કૃત્યનું પરિણામ છે અન્ય કાંઈ નથી. આ રીતે દિવાળી વખતે આવક જાવકનું સરવૈયું કરી ચોપડા પૂજન કરનાર વેપારી પિતાની જીવન પદ્ધતિનું પણ સરવૈયું કાઢે અને આ દ્રષ્ટિને ખ્યાલ રાખી અન્ય જનોને સાલ મુબારક” કરે એ જરૂરનું છે. (સેવાસમાજ, તા. ૧-૧૧-૭૦) Page #139 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ભાવના-ભવનાશિની દીક્ષા લીધા પછીના અગિયારમા વર્ષે ચાતુમાસ અર્થે ભગવાન મહાવીર વૈશાલીનગરીના સમર નામના ઉદ્યાન તરફ જઈ રહ્યા હતા. એ માગેથી ભગવાનના પસાર થયા બાદ વૈશાલીના જૂના નગરશેઠ જિનદત્ત તે જ રીતે કોઈ કામે પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે ભગવાન મહાવીરના ચરણની રેખાઓ જોઈ વિચાર્યું કે નકકી આ માર્ગેથી કોઈ મહાન ચકવતી અગર તીર્થકર હમણાં જ પસાર થયેલા દેખાય છે. એ મહામાનવની શેધ અર્થે જિનદત્ત શેઠ પગલે પગલે આગળ વધ્યા અને સમર ઉદ્યાનમાં ભગવાન મહાવીરને ધ્યાનસ્થ બેઠેલા જોઈ તેના ચિત્તમાં પ્રસન્નતા છવાઈ ગઈ જિનદત્ત શેઠને ખાતરી થઈ ગઈ કે અવશ્ય આ તીર્થકરને જીવ છે અને ભગવાનને ભાવપૂર્વક વંદન કર્યા. ભગવાન મહાવીરને એ સાધના કાળ હતો અને તે ઉદ્યાનમાં એ વખતે ભગવાને ચાર માસના ઉપવાસનું ઉગ્ર તપ કર્યું હતું. જિનદત્ત શેઠના જીવન પાછળ પણ એક ઈતિહાસ હતો. એક વખત તેઓ વૈશાલીના નગરશેઠ હતા. વિપુલ ધન વિના નગરશેઠ ન બની શકાય અને ધન પ્રાપ્ત કરવામાં અને તેને સાચવી રાખવામાં અનેક કાવાદાવા કરવા પડતા, જે જિનદત્ત શેઠના સ્વભાવ અને પ્રકૃતિ વિરૂદ્ધ હતું. જિનદત્ત શેઠે નગરશેઠાઈ છેડી દીધી અને નિષ્પાપ માર્ગે જે કાંઈ પ્રાપ્ત થતું Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] [ જાણ્યું અને જોયું તેમાં સંતોષ માન્ય. વિપુલ ધન ચાલી જતાં જિનદત્ત શેઠને લકે જીર્ણશ્રાવક તરીકે ઓળખવા લાગ્યા. ધન પ્રાપ્ત થતાં નાથિયામાંથી જેમ નાથાલાલ શેડ બની જવાય છે, તેમ ધન જતાં નાથાલાલ નામનું પરિવર્તન પણ નાથિયામાં જ થઈ જાય છે. જીર્ણશ્રાવકની બાબતમાં પણ લગભગ આમ જ બન્યું હતું. વિપુલ ધન અને વૈભવને ક્ષય થતાં નામને પણ ક્ષય થઈ જાય છે. આ રીત જગતમાં આજની નથી, અનાદિકાળથી આવી જ રીત ચાલુ રહેલી જોવામાં આવે છે. હવે જીર્ણશ્રાવક દરરોજ પ્રાતઃકાળે ધ્યાનમગ્ન બેઠેલા ભગવાન મહાવીર પાસે વંદના અર્થે જવા લાગ્યા અને પાછા ફરતી વખતે વિનંતી કરતા કેઃ “પ્રભુ! આજે મારા ઘેરે ગોચરી લેવા જરૂર પધારજો.” જીર્ણ શેઠને ભગવાન તરફથી તો કશે પ્રત્યુત્તર ન મળતો. પણ તેમ છતાં તેને ખાતરી થઈ ગઈ કે ભગવાનની ઉગ્ર તપશ્ચર્યા પૂરી થતાં પારણને દિવસ જરૂર મારૂં આંગણું પાવન કરશે. એક, બે, ત્રણ અને ચાર માસ પૂરા થયા. ચાતુર્માસનો અંત આવ્યે એટલે વળતે દિવસે પ્રાતઃકાળે વંદન કરી વિનંતી કરતાં જીર્ણશ્રાવકે ભગવાનને કહ્યું. “પ્રભુ ! મને લાગે છે કે આજે આપના પારણને દિવસ છે અને તેથી મારા પર અનુગ્રહ કરી આપ જરૂર મારે ત્યાં ભિક્ષા લેવા પધારજે.” જીર્ણ શ્રાવકનું હૃદય આજે અત્યંત પ્રસન્ન હતું. ભગવાન તેને ત્યાં ચોકકસ ગોચરી લેવા પધારશે એવા વિચારથી તેનું ચિત્ત આનંદવિભોર બની ગયું હતું. જે શેરીમાં પિતાનું મકાન હતું ત્યાં તેણે પાણી છટાવ્યું અને રસ્તામાં આસ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ભાવના – ભવનાશિની ] 1 [ ૧૧૫ પાલવનાં તારણ અંધાવ્યાં. ઘેરે અનેક પ્રકારના સ્વાદ્દિષ્ટ ખાદ્ય પદાર્થો તૈયાર કરાવ્યા અને ચાતક પક્ષી આતુર થઈ જેમ વર્ષોની રાહ જુવે છે, તેમ પેાતાના ઘરની પાસે ઉભા રહી જીણુ શ્રાવક ભગવાન મહાવીરના આવવાની રાહ જોવા લાગ્યા. જીણુ શ્રાવક પેાતાના મનેામનમાં વિચારી રહ્યા હતાઃ ‘અહાહા ! આજના દિવસ કેવા પવિત્ર ! આજે મારા ગરીબના આંગણે તીથંકર ભગવાન પધારશે, મારું આંગણું એમની ચરણરજથી આજે પવિત્ર થશે. ખરેખર ! આજે મારૂં મહાન સદ્ભાગ્ય જાગ્યું, નહિ તે આવા તીર્થંકર ભગવાનના પાતરામાં મારા હાથે ગેાચરીના પદાર્થો કયાંથી પડે ? ચાર ચાર માસ સુધીની વિનતીનું ફળ આજે પ્રાપ્ત થશે.' જીણુ શ્રાવક્ર આવી સુંદર ભાવના ભાવતા ભૂતકાળમાં સરી પડ્યા. ધનવાન હતા ત્યારે જમણા હાથની અનામિકામાં એક મહામૂલ્યવાન હીરાની મુદ્રિકા પહેરતા અને હીરાના તેજથી હાથ શેાભી ઊઠતા. જીણુ શ્રાવકે પેાતાના જમણા હાથ ઊંચા કરી મનેામન કહ્યું : અરે જીવ ! હીરા તે કાલસાની ખાણુમાંના કાલસાના સંગાથી. એવા એકેન્દ્રિય જીવ મારા જેવા પંચેન્દ્રિય માનવીને શું સુંદર બનાવી શકે ? આ હાથ તે આજે જ્યારે ભગવાન મહાવીરના પાતરામાં ગેાચરીના પદાર્થો મૂકશે ત્યારે ખરેખર સુંદર બની. જશે. અરે ! માત્ર મારા હાથ જ શા માટે ? મારે સમગ્ર દેહ અને આત્મા સુદ્ધાં સર્વાંગ રીતે સુંદર બની જશે!' આમ જીણુ શ્રાવકના આત્મા જ્યારે આનંદ વિભાર અની ભક્તિભાવમાં નાચી રહ્યો હતા, ત્યારે આકાશમાં દેવદુન્દુભીના નાદ થયા અને અહાદાન ' ના ધ્વનિ ગાજી ઊઠયો. દેવદુન્દુભીના C 6 Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] [ જાણ્યું અને જોયું નાદ સાંભળતાં જીર્ણશ્રાવકની આગળ અને આગળ વધતી શુભ ભાવધારા તૂટી પડી. એના આઘાતનો પાર ન રહ્યો, પણ તે તો સમ્યક્દષ્ટિ શ્રાવક હતો. પોતે જ પોતાના મનને સાત્વન આપતાં કહેવા લાગ્યાઃ” ભગવાન તો વીતરાગ કહેવાય, એને તે સર્વ જીવ સમાન ! ભગવાનને કાંઈ માનવી માનવી વચ્ચે વળી ભેદભાવ હોય ? એમાં ભગવાનની કૃપાદષ્ટિને દેષ નથી, દેષ તો મારા ભાગ્યનો છે. કોઈ પણ વસ્તુની ઈચ્છા કરીએ પણ એ ઈચ્છાને અનુરૂપ આપણું કામ ન હોય તો એવી ઈચ્છા કયાંથી ફળે?” [૨] ચાર માસનું ઉગ્ર તપ કરી ભગવાન તે દિવસે ભિક્ષા લેવા માટે નીકળ્યા હતા તો ખરા, પણ વચમાં વિશાલીના નગરશેઠ અભિનવની હવેલી આવી અને ભિક્ષા અર્થે ભગવાન ત્યાં ગયા. અભિનવ શ્રેષ્ઠિનું મૂળ નામ તે અભેચંદ હતું, પણ પાસે ધન થયા પછી એવું નામ તે કાંઈ શોભે? એટલે અભેચંદનું અભિનવમાં નામાંતર થયું હતું. પછી તો તેને નગરશેઠનું બિરૂદ પણ મળ્યું હતું. નગરશેઠ થવા માટે ત્યાગ– તપ–સંયમની જરૂર નથી પડતી, એમાં જરૂર પડે છે વિપુલ. ધનની. અભિનવ શ્રેષ્ઠિની પાસે ધનને કોઈ પાર ન હતો. તેની હવેલીમાં અનેક પ્રકારનાં સદાવ્રત ચાલતાં હતાં અને ઘર આંગણે અનેક ગરીબજને તેમજ ભિક્ષુકેની લાઈન લાગતી. આમ છતાં આ બધું માત્ર બાહ્ય દેખાવારૂપ હતું અને તેની પાછળનો મુખ્ય હેતુ તો પિતાની વાહવાહ બોલાવવાને હતે. દાન તો ઘણું કરતા પણ તેના હૃદયમાં અનુકંપાનું નામ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ભાવના- ભાવનાશિની ] [ ૧૧૭ નિશાન ન હતું. અંતર જુઓ તે કેરું ધાકર પણ બાહ્ય આડંબરને કઈ પાર નહિ. આવા શ્રેષ્ઠિને ત્યાં ભગવાન જ્યારે ભિક્ષા અર્થે ગયા ત્યારે અભિનવ શેઠ ગાદી તકિયા પર મોઢામાં પાન ચાવતા ચાવતા આરામથી બેઠા હતા. અનેક ભિક્ષુકોની માફક આ પણ ભિક્ષુક છે એમ શેઠશ્રીને પ્રથમ વિચાર આવ્યું, પણ ભગવાનના તેજની તેના પર અસર થઈ એટલે ગુસ્સે ન થતાં ઘરમાંથી દાસીને બેલાવી, આવેલા ભિક્ષુક એટલે ભગવાનને ઘરમાં જે કાંઈ હેય તે આપવા આજ્ઞા કરી. મોટા ધનવાનને ત્યાં જે નોકર ચાકરે હોય છે તે વળી ધનવાનને માથે પછાડવા જેવા હોય છે અને એવા નાલાયક હોવાના કારણે જ નોકરી માટે તેની પસંદગી થયેલી હોય છે. ભૂલેચૂકે કોઈ સારે કે સાચે માનવી તેમને ત્યાં નોકર તરીકે રહી જાય, તો પણ તે લાંબે ટાઈમ ટકી શકતો નથી. ધનનો કોઈ આવાજ પ્રકારને પ્રભાવ હોય છે. વેઠ ઉતારતી હોય તેમ દાસી રસોડામાંથી અડદના બાકળા જે તૈયાર હતા તે લઈ આવી અને પાતરામાં વહેરાવ્યાં. ભગવાન અડદના બાકળા વહોરી જેવા હવેલીની બહાર પગ મૂકે છે ત્યાં તરત જ ચમત્કાર થયે. આકાશમાં દેવદુન્દુભીને નાદ થયે અને “અહોદાન, અહેદાનને ધ્વનિ સંભળા. ત્યાં તો તરત જ પુષ્પઆદિ પાંચ વસ્તુઓની વૃષ્ટિ થઈ. અભિનવ શેઠને પછી તે તરતજ ભાન થયું કે આ કઈ સામાન્ય ભિક્ષુક નથી, આ તો કોઈ મહાન વિભૂતિ લાગે છે. અભિનવ શેઠને થયું કે આવી મહાન વિભૂતિને માત્ર Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] [ જાણ્યુ અને જોયું આકળા વહેારાવ્યા એવુ લેાકેા જાણશે તેા પેાતે ટીકાપાત્ર મનશે. તેથી દાસીને ખેાલાવી આજ્ઞા કરી કે કાઈ પૂછે કે શું વહેારાખ્યું તેા કહેવુ કે મે જાતે ખીર વહેારાવી છે. પછી તે લેાકા અભિનવોને ત્યાં ભગવાનનાં તેને ત્યાં પગલાં થયાં એ અર્થ અભિનંદન આપવા આવ્યા અને કહેવા લાગ્યા કે ઃ ભાઈ ! મેટાનાં નસીબ પણ મેાટાં હોય ને ! મહાપુણ્યના ઉદય વિના કાંઈ આવે લાભ પ્રાપ્ત થઈ શકે ? જીણુ શ્રાવક ભગવાનની રાહ જોતા ઘેરે ઊભા જ રહ્યો, પણ અકકીના પડિયા કાણાં શું કાંઈ અમસ્તુ' કહેવાયુ હશે ! ' અભિનવ રોડ પણ સૌના મેઢે કેવા અપૂર્વ ભાવથી પેાતે ભગવાનને પેાતાના હાથે ખીર વહેારાવી, તે વાત કહેતાં થાકતા જ નહીં. ' : અમારા થેાડા દિવસે બાદ ભગવાન પાર્શ્વનાથની પરંપરાના એક મહા જ્ઞાની મુનિને વૈશાલીમાં આવવાનું બન્યું, ત્યારે ગામલેાકેાએ અભિનવોડની બડાઈની વાતા કરતાં તેમને કહ્યું : ગામના નગરશેઠ કેવા ભાગ્યશાળી ! થાડા દિવસે પહેલાં ચાર માસના ઉપવાસી એવા મહા તપસ્વી ભગવાન મહાવીરને ગેાચરી વહેારાવવાના લાભ તેને પ્રાપ્ત થયા. જી શ્રાવકને એ લાભ લેવાની તીવ્ર ઇચ્છા હતી, પણ ગરીબના નસીમ ગરીબ જ હાય ને ! આવે! મહાન લાભ તે પુણ્યશાળીને જ પ્રાપ્ત થાય ને !' લેાકેાની આવી વાત સાંભળી જ્ઞાની મુનિરાજે ગભીર ભાવે કહ્યું : ‘મહાનુભાવા! અભિનવ શેઠે ભગવાન મહાવીરને આપેલી ભિક્ષા તે માત્ર દ્રવ્ય ભિક્ષા હતી, ભાવની દૃષ્ટિએ તે એ ભિક્ષાના લાભ જીણુ શ્રાવકને જ પ્રાપ્ત થયા છે!' Page #145 -------------------------------------------------------------------------- ________________ ર૪. ભાવના –ભાવનાશિની ] [ ૧૧૯ મુનિની આવી વાત સાંભળી લોકે દિમૂઢ બન્યા અને પૂછ્યું: “ભગવંત! એ કઈ રીતે!' જ્ઞાની મુનિરાજે આ વાતનું રહસ્ય ખુલ્લું કરતાં કહ્યું: ભગવાનને વહેરાવવાની જીર્ણશ્રાવકની ભાવના એટલી ઉચ્ચતમ ભૂમિકા પર હતી, કે જે દેવદુન્દુભી માત્ર થોડી પળ મેડી વાગી હોત તે, એવી તીવ્રતમ ભાવનાના ફળ રૂપે ત્યાં જ તેના ઘાતિ કર્મોને નાશ થઈ તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હત! પરંતુ દેવદુન્દુભીના કારણે તેની ભાવધારાનો ભંગ થયો અને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં રહી ગયું, પરંતુ આમ છતાં ભાવદષ્ટિએ ગોચરી વહોરાવવાનું ફળ તે તેને પ્રાપ્ત થઈ ચૂકયું જ છે! બીજી બાજુ અભિનવ શેઠે ભગવાનને ખીર વહોરાવી જ નથી અને આ વાતને જરાએ મહત્ત્વ આપ્યા સિવાય તેણે તો તેની દાસી પાસે માત્ર અડદના બાકળા જ વહેરાવ્યા છે. દ્રવ્યદાનનું મહત્ત્વ નહિવત્ છે, સાચું મહત્વ તે ભાવનું છે. ઉજજવલ અને નિર્મલ ભાવથી અપાયેલું દાન અગર માત્ર એવા દાનને દઢ સંકલ્પ પણ માણસના ઘાતિ કર્મોને નાશ કરવામાં નિમિત્તરૂપ બની શકે છે.” શ્રીમદ્ આનંદઘનજીએ તેથી જ કહ્યું છે કે :નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છેડે રે; ભાવઅધ્યાતમ નિજગુણ સાધે, તે તેહ શું ર૮ મંડેરે. (જેન શિક્ષણ સાહિત્ય પત્રિકા જાન્યુઆરી, ૧૯૭૦) છે કે Page #146 -------------------------------------------------------------------------- ________________ ૨૫. જીવનઘડતરમાં સાહિત્યનું સ્થાન ભારતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી શરદબાબુએ અનુભવેલા પ્રસંગની આ વાત છે. શ્રી શરદબાબુએ લખેલી અનેક નવલકથાઓમાં તેમની “ચારિત્રહીન” પણ એક પ્રખ્યાત નવલકથા છે અને આ રસમય ઘટના પણ આ ગ્રંથ અંગેની છે. એક વખત શ્રી શરદબાબુ કાશીની મુસાફરીએ ગયા હતા અને ત્યાં તેઓ “ઉત્તરા” પત્રના સંપાદક સુરેશ ચકવતીને ઘેર ઊતર્યા હતા. એક દિવસે વહેલી પ્રભાતે કાશીમાં રહેતા ચાર પાંચ બંગાળી ભાઈઓ તેમને મળવા ગયા અને તેઓએ શ્રી શરદબાબુના માનમાં ગોઠવેલા એક સમારંભમાં પધારવા માટે વિનંતી કરી. શરદબાબુએ પ્રથમ તો કહ્યું કે આવા સમારંભમાં હાજરી આપવી અને પ્રશંસાની અતિશયોક્તિભરી વાણી સાંભળવી તેમને પસંદ નથી અને વળી ક્યાંય ભાષણ કરવું એ પણ તેની પ્રકૃતિને અનુકૂળ નથી. આવેલા ગૃહસ્થોએ કહ્યું કે એ સમારંભમાં તેમણે માત્ર હાજરી જ આપવાની છે અને કશું ભાષણ કરવાનું નથી. અંતે શરદબાબુએ પેલા ગૃહસ્થોની આહભરી વિનંતીને વશ થવું પડ્યું અને સમારંભમાં મુકરર કરેલા ટાઈમે તેઓ ગયા. એ સભામાં શરદબાબુના અનેક પ્રશંસકેએ હાજરી આપી અને હારતોરાથી તેમનું ઉત્તમ સન્માન પણ કર્યું. ત્યાં આવેલા ભાઈઓની સ્નેહભરી લાગણથી શરદબાબુને Page #147 -------------------------------------------------------------------------- ________________ ૨૫. જીવનઘડતરમાં સાહિત્યનું સ્થાન ] [ ૧૨૧ અત્યંત આનંદ થયે। અને સમારભ પૂરા થતાં સૌ ભાઈ એ ચાલી ગયા. સૌથી છેલ્લે શરદખાજી પણ જવા માટે ઊભા થયા પણ તેવામાં એ વિધવા બહેને ત્યાં આવી પાંચી અને વંદન કરી શરદબાબુ નજીક ઊભી રહી. ખ'નેમાંથી એક પ્રૌઢા હતી જ્યારે બીજી બહેન પચીસ વર્ષ આસપાસની યુવતી હતી. પેલી યુવાન વિધવાએ શરદબાબુની નજીક જઈ ચરણસ્પર્શ કર્યાં અને શરદબાબુને સારી રીતે જાણતી હેાય તેમ ઊભી રહી, પણ શરદબાબુને તેની આળખાણ ન પડી. પેલી યુવતીને ચરણસ્પર્શ કરતી જોઈ શરદબાબુએ તેને કહ્યું : ૮ અહેન ! મને તમારી કશી એળખાણ નથી અને લાગે છે કે આપણે આ પ્રથમ વખત જ મળીએ છીએ.' પેલી યુવાન વિધવાએ ગદ્દગદિત સ્વરે કહ્યું : ‘શરદબાબુ ! આપ તા મારા ગુરૂ સમાન છે અને મારા માટે પૂજ્ય પણ છે. સીધી રીતે નહિ પણ આડકતરી રીતે આપે મારું રક્ષણ કર્યુ છે અને તેથી આપની તેા હું જીવનભર ઋણી છું.' . * યુવાન વિધવાની વાત સાંભળી શરદબાબુએ આશ્ચર્ય અનુભવ્યું અને કહ્યું : મેં તમારું રક્ષણ કર્યુ છે ? કાં અને કયારે રક્ષણ કર્યું ? મને તેા કાંઈ યાદ આવતું નથી. આપણું પરસ્પરનું આ પ્રથમ જ મિલન છે, તે પછી તમારું રક્ષણ મારાથી કઈ રીતે થયું તે તા તમે સમજાવા ત્યારે જ ખબર પડે.' યુવતીએ આછું સ્મિત કરી મૃદુ સ્વરે કહ્યું: પ્રત્યક્ષ રીતે આપણું આ પ્રથમ મિલન છે તે વાત સાચી, પરંતુ પરાક્ષ રીતે તમારી નવલકથાએ દ્વારા તે આપની સાથે મારી બહુ જૂની ઓળખાણુ છે.' " Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] [ જાણ્યું અને જોયું યુવતીની વાત સાંભળી શરદબાબુ હસ્યા અને પૂછ્યું : પણ તેથી હું આપનો ગુરુ, પૂજ્ય અને રક્ષક કેવી રીતે બની ગયે?” બંને વિધવાઓએ શરદબાબુને નીચે બેસાડ્યા અને પેલી યુવતીએ ગદ્ગદિત કંઠે પિતાના જીવનના રહસ્યની વાત કરતાં કહ્યું: “મારા પિતા બંગાળના એક શહેરની સુપ્રસિદ્ધ કોલેજના અધ્યાપક હતા અને બાલ્યવયથી જ તેમને મારા પ્રત્યે અનહદ પ્રેમ હતો. મારા કમભાગ્યે હું જ્યારે બે વર્ષની થઈ ત્યારે મારી માતાનું મૃત્યુ થયું અને પિતાએ મને પુત્રની માફક ઉછેરી. જો કે માતાનું સુખ ન મળ્યું પણ પિતાએ માતા બનીને માતાની ખોટ મને જરાએ ન જણાવી દીધી.” સત્તર વર્ષની વયે મારાં લગ્ન થયાં, પણ મારા ભાગ્યમાં જેમ માતાનું સુખ ન હતું તેમ પતિનું સુખ પણ ન હતું. લગ્ન પછી માત્ર છ માસમાં જ ત્રણ દિવસની માંદગીમાં મારા પતિનું દુઃખદ અવસાન થયું અને હું વિધવા થઈ. મારા દુઃખ અને સંતાપનો કોઈ પાર ન રહ્યો. મારા પિતાને પણ મારા પતિના મૃત્યુને અસહ્ય આઘાત થયે, પણ તેઓ ભારે જ્ઞાની અને સમજુ હતા. હું સાસરેથી મારા પિતૃગૃહે પાછી ફરી. અને વૈધવ્યના દુઃખને પચાવવા અને વિસરવા મારા પિતાએ મને પુનઃ અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું. અભ્યાસમાં મેં મારું મન ઓતપ્રેત કર્યું અને પિતાના રક્ષણ અને સહાય વડે મારું દુઃખ ભૂલવા હું પ્રયત્નો કરવા લાગી.” પિતા જે કેલેજમાં અધ્યાપક હતા તે કોલેજનો એક યુવાન વિદ્યાથી અમારે ત્યાં રહેતા અને ભણતો. અમારા ઘરનું Page #149 -------------------------------------------------------------------------- ________________ ૨૫. જીવનઘડતરમાં સાહિત્યનું સ્થાન ] [ ૧૨૩ બધું કામકાજ પણ તે કરતા અને પિતાને તેની પર પુત્ર માફકને રાગ હતો. મારા અભ્યાસની બાબતમાં હું કઈ કઈ વખત તેની સહાય લેતી. તેનું જ્ઞાન અને સમજાવવાની શૈલી અનુપમ હતા. આ રીતે અભ્યાસમાં સહાય લેવાના કારણે અમારે વધુ નિકટ આવવાનું બનતું અને પરિણામે અમારી વચ્ચે એક પ્રકારનું અનેખું આકર્ષણ ઉત્પન્ન થયું. અમે બંનેએ આ પ્રકારના આકર્ષણને શરૂઆતમાં તો ટાળવા પ્રયત્ન કર્યો, પરંતુ મારામાં કાંઈક વધુ પડતી નબળાઈ હતી. આ પરિસ્થિતિ લાંબે ટાઈમ ચાલુ રહે તો તેનું પરિણામ પતનમાં આવે એમ વિચારી પેલા છોકરાએ મને શીખવવા સ્પષ્ટ ના પાડી દીધી. પિતાને આ હકીકતને આ છે ખ્યાલ આવ્યા વિના ન રહ્યો અને દીર્ધદષ્ટિ વાપરી તેમણે મને મારા સાળ મેકલાવી દીધી. મોસાળ આવી અને પેલા છોકરાથી આ રીતે જુદી પડ્યા છતાં આકર્ષણ ઘટવાને બદલે ઊલટું વધતું ચાલ્યું. ઘણી વખત જેનું આપણે વિસ્મરણ ઈચ્છતા હોઈએ, તેની જ સતત યાદ આપણને પજવતી રહે છે. એ છોકરો મને સ્વપ્નમાં આવવા લાગ્યું અને તેની સાથે છૂપે પત્રવ્યવહાર શરૂ કર્યો. અંતે જે નબળાઈ મારામાં હતી, તેને ચેપ પેલા છોકરાને પણ લાગ્યો અને મોસાળમાંથી અમારે બંનેએ સાથે નાસી જઈ લગ્ન કરી લેવાં એવી એક પેજના કરી. મારા સાળના ગામમાં એ છોકરો આબે અને અમે બંનેએ છૂપી રીતે મળી એક રાતે નાસી જવાનો દિવસ નકકી કર્યો. અમારા બંનેની ટિકિટ તે લઈ આવ્યો અને વહેલી સવારના ત્રણ વાગ્યાની ગાડીમાં ચાલી જવાને પ્રોગ્રામ હતો. જે રાતે ચાલી Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ] [ જાણ્યું અને જોયું જવાનું હતું તે રાતે ઉંઘ ન આવી જાય તે માટે મારા મામાના દિકરાને એક રસમય નવલકથા પુસ્તકાલયમાંથી લઈ આવવા મે' કહ્યું. મામાના નિવાસસ્થાન નીચે પાછલી તરફના એરડામાં હુ' સૂતી, ત્યાં પેલા છેકરાએ રાતે બે વાગે આવવુ' અને બારણા પર બે ટકારા મારવા એટલે હું બારણું ઉઘાડીશ અને સામાનની બેગ સાથે તૈયાર રહીશ એવું અમે નક્કી કર્યું હતુ.’ તે રાત મને બરાબર યાદ છે. રખેને ઉંઘ આવી જાય એ ભયે નવલકથા વાંચતી હું પલંગમાં પડી રહી. એ નવલકથા તમારી લખેલી ‘ચારિત્રહીન' હતી. રાતે બે વાગે એ પુસ્તક પૂરું થવા આવ્યું. તમારી નવલકથાનું પાત્ર પેલી કિરણ્મયીએ, નાસી જવાના મારા નિર્ણયના ચૂરેચૂરા ઊડાવી દીધા. કિરણમયી અને દિવાકરની દુર્દશાનું આબેહૂબ જીવન્ત ચિત્ર મારી નજર સમક્ષ ખડુ થયું, અને હું કેવુ નિંદ્ય અને અધમ પાપકૃત્ય કરવા તૈયાર થઈ છું તે વાત મને સમાણી. રાતના ખરાખર અઢી વાગે પેલેા યુવાન શેરીના નાકે ટાંગાને ઊભા રાખી આવી પહોંચ્યા અને ખારણે ટકારા માર્યાં. એરડાનુ ઓરડાનું દ્વાર તો મે ન ઉઘાડ્યુ પણ મારી ઉઘાડી. આરી વચ્ચે સળિયા પણ દીવાના ઝાંખા પ્રકાશમાં અમે એક બીજાને ોઈ શકતાં હતાં. તેણે કહ્યુ` કે ટાંગેા રસ્તા પર રાખ્યો છે અને સમય થઈ ગયા હૈાવાથી વગર વિલ'એ આપણે રવાના થઈ જવુ જોઈએ.’મે આંખમાં અશ્રુ સાથે કહ્યુ' : “ ભાઈ ! આપણું આવુ' પગલુ સમાજ અને ધર્મ વિરોધી છે એટલું જ નહિ પણ જે પિતાએ મને પુત્રની માક ઉછેરી હતા, Page #151 -------------------------------------------------------------------------- ________________ ૨૫. જીવનઘડતરમાં સાહિત્યનું સ્થાન ] [ ૧૨૫. છે, તેના વિશ્વાસને ઘેર દ્રોહ કરનારું છે. અસત્ય અને બેટા માર્ગે જઈ કોઈ પણ વ્યક્તિ કાયમ માટે સુખી રહી શકે નહીં, આ વાત મેડી મેડી પણ મને બરાબર સમજાઈ ગઈ છે. આપણી વચ્ચે જે બની ગયું છે તે ભૂલી જઈ સંપૂર્ણ રીતે નિષ્પાપ જીવન જીવવાને મેં નિશ્ચય કરી લીધું છે. તે યુવાન ઘડી બે ઘડી તો નિરાશ અને હતાશ બની શૂન્યચિત્ત ઊભા રહ્યા, પરંતુ અંતે તો તેને પણ મારો નિર્ણય સાચો લાગ્યો અને મને વંદન કરી ચાલી ગયો. તે પછી, હું મારી વિધવા બહેન સાથે અહીં જ રહું છું. તે દિવસે જે આપની ચારિત્રહીને'ની કિતાબ મને ન મળી હેત, અને પિલા. છોકરા સાથે નાસી ગઈ હેત તો આજે મારી શી સ્થિતિ હત, તેની કલ્પના કરતાં પણ કંપી ઊઠું છું. પ્રત્યક્ષ રીતે નહિ, પણ પરોક્ષ રીતે મારા જીવન પર તમારો જે અપૂર્વ ઉપકાર થયું છે, તે માટે આ રીતે આજે તમારો આભાર માનવાની મને જે તક મળી છે તેને પણ પરમકૃપાળુ પરમાત્માની હું પ્રસાદી જ માનું છું !” યુવાન વિધવા બહેનની આવી વાત સાંભળી શરદબાબુ વિમિત થયા અને તેને આનંદ થયે કે તેની “ચારિત્રહીન” નવલકથાએ એક સ્ત્રીને અધઃપતનના માર્ગે જતી બચાવી લીધી. માનવ અને પશુ વચ્ચે મૂળભૂત ભેદ એ છે કે, પશુઓ પિતાની વૃત્તિ મુજબ જીવે છે જ્યારે માનવને વિચાર કરવાની અદ્ભુત શક્તિ પ્રાપ્ત થયેલી છે જે દ્વારા, એ પિતાની વૃત્તિ એનું શુદ્ધિકરણ કરી મુક્તિપદ પામવાનો અધિકારી પણ બની શકે છે. પરંતુ ધંધાના મેટા સોદામાં જેમ મોટા Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] [ જાણ્યું અને જોયું લાભની શક્યતા રહેલી છે તેમ મેટા નુકસાનની પણ શક્યતા રહેલી હોય છે. આ રીતે માનવને પ્રાપ્ત થયેલી આ અદ્ભુત વિચારશક્તિની બીજી બાજુ પણ છે. વૃત્તિઓનું શુદ્ધિકરણ કરવાને બદલે વૃત્તિઓને પિષી વાસનાતૃપ્તિના માર્ગે જે તે વળે, અને વિચાર શકિતને દુરૂપયોગ કરી અધમ પાપકૃત્ય કરતો થઈ જાય, તે મુકિતપદને બદલે સાતમી નરકને અધિકારી પણ તે બની જવા પામે છે. આ દ્રષ્ટિએ જોતાં, માણ સને પણ સંસ્કાર પામેલા પશુની ઉપમા આપી શકાય. નરક અને દેવયોનિ કરતાં માનવનિને શ્રેષ્ઠ માનવામાં આવી છે, પરંતુ તેમ છતાં નરક અને દેવેનાં જીવાત્માઓએ આયુષ્ય પૂર્ણ થતાં નરકમાં જ્યારે નથી જવું પડતું, ત્યારે માનવીને જીવન જીવતાં ન આવડે તો તેના પરિણામે અધમમાં અધમ ગતિ એટલે સાતમી નરકે પણ જવું પડે છે. સિંહ જેવા હિંસક પ્રાણીને પણ જ્યારે મૃત્યુ બાદ ચોથી ઉપરની નરકમાં નથી જવું પડતું, ત્યારે માણસને જીવાત્મા તેનાથી નીચેની ગતિમાં જવાની શકયતા ધરાવે છે, એ હકીકત માનવી તરીકે જીવવામાં કેટલું બધું સાવચેત રહેવું જરૂરી છે તેને નિર્દોષ કરે છે. માત્ર માનવનિ પ્રાપ્ત થવાથી જીવનમરણના ચકને અંત નથી આવી શકતો, કારણ કે એમ તો આપણે જીવાત્મા અનંતીવાર માનવજન્મ પ્રાપ્ત કરી ચૂકયો છે. જીવન-મરણના ચકમાંથી મુક્ત બનવા માટે તો માનવતા પ્રાપ્ત કરવાની રહે છે. તેથી જ ધર્મશાસ્ત્રોએ કહ્યું કે માગુરૂં હુ ટુટ્યરું માત્ર માનવનિ નહિ પણ મનુષ્યત્વ પામવાની બાબત જ દુર્લભ છે. આવી બાબતમાં સાધુઓ અને સંતોને સમાગમ તેમજ ઉચ્ચ કોટિનું સાહિત્ય બહુ મદદરૂપ બનતું જોઈ શકાય છે. (“જૈન શિક્ષણ સાહિત્ય પત્રિકા' જુલાઈ, ૧૯૭૦) Page #153 -------------------------------------------------------------------------- ________________ ૨૬. નીતિ અને ચારિત્રભ્રષ્ટતા છેલ્લાં ૫૦-૬૦ વરસમાં ચારિત્ર બળ અને નૈતિક બાબતમાં આપણી પ્રજાનું કેવું ઘેર પતન થયું છે, તે નીચેના એક પ્રસંગ પરથી સમજી શકાશે. ઈ. સ. ૧૯૧૩ ની આ વાત છે. એ વખતે મુંબઈ શહેરમાં સરકારી ન્યાયખાતાના ઉચ્ચ અધિકારથી નિવૃત્ત થયેલા શ્રી દયારામ ગિદુમલ રહેતા હતા. તે વખતે તેઓની ઉંમર સાઠથી વધુ વર્ષની હતી અને તેઓ નીતિ– ચારિત્રથી એક સંત મહાત્મા પુરુષ જે આદર લેકમાં પામેલા હતા. તેઓ અત્યંત વિદ્વાન, પ્રતિભાશાળી, પવિત્ર તેમજ સેવાભાવી હતા. મુંબઈની સામાજિક, શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓમાં તેઓ આગેવાનીભર્યો ભાગ લેતા હતા તેમજ મહાન સમાજ સુધારક હતા. સિંધની પ્રજાને તો તેમના ઉત્તમ ચારિત્ર વિષે શંકા કરવી એ પણ પાપ કાર્ય ગણાતું. શ્રી દયારામ સ્વ. સાક્ષર શ્રી નરસિંહરાવ ભેળાનાથ દિવેટિયાના અંગત મિત્ર હતા અને તેમને ઘેરે અવારનવાર જતા. શ્રી દયારામે મુંબઈમાં સોશિયલ સર્વિસ લીગની સ્થાપના કરેલી અને તે સંસ્થાના તેઓ મુખ્ય કાર્યકર હતા. શ્રી દયારામને શ્રી નરસિંહરાવને ત્યાં તેમની ર૬ વર્ષની પુત્રી ઉર્મિલા સાથે ઓળખાણ થઈ અને ઊર્મિલા પણ એ સંસ્થાના એક કાર્યકર તરીકે જોડાઈ. આ કારણે તેઓ બંનેને નિકટ પરિચયમાં આવવાનું બન્યું અને પરિણામે બંને વચ્ચે platonic love (પુરૂષ અને સ્ત્રી વચ્ચે જાતિય વાસનારહિત Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] [ જાણ્યું અને જોયું નિષ્કામ પ્રેમ દ્વારા જે મૈત્રી ઉત્પન્ન થાય છે તેને મનવિજ્ઞાનની પરિભાષામાં પ્લેટોનિક લવ કહેવાય છે. પરંતુ મનોવિશ્લેષણની એક વિચારદષ્ટિએ આવા પ્રેમની વાત એક અત્યંત વિવાદાસ્પદ હકીકત છે) થયે, જે પાછળથી પ્રણયમાં પરિણમે. પરિણામે ઊમિલાએ માબાપની રજા લીધા વગર તેમને અંધારામાં રાખી છૂપી રીતે દયારામ સાથે તા. ૩-૪-૧૯૧૩ ના રોજ લગ્ન કરી લીધાં. આ કિસ્સાની અત્યંત કરૂણ બાબત તો એ હતી કે આ લગ્ન વખતે શ્રી દયારામનાં પ્રથમ પત્ની હયાત હતાં અને દયારામ અને ઊમિલાની વય વચ્ચે મોટું અંતર હતું. બંને પાત્રો અત્યંત સંસ્કારી, અભ્યાસી, ઉચ્ચ કુટુંબનાં અને પ્રતિષ્ઠિત હતાં, એટલે જ્યારે આ લગ્નની વાત બહાર આવી ત્યારે એ સમાચારે મુંબઈ શહેરમાં ભારે ખળભળાટ મચાવી દીધો. શ્રી નરસિંહરાવની રોજનીશી પરથી એટલું તો નિઃસંદેહ પુરવાર થાય છે કે નરસિંહરાવને કે એમનાં પત્ની સુશીલાબહેનને લેશ પણ શંકા આવી નહોતી, કે ઊર્મિલા તરફ પિતાના જે ભાવ રાખનાર દયારામ એની જોડે લગ્ન કરશે, અગર તે દયારામ પ્રત્યે પુત્રીવત્ સંબંધ રાખનાર ઊર્મિલાના હૃદયમાં એ પૂજ્ય વ્યક્તિ પ્રત્યે લગ્ન સંબંધમાં પરિણમે તે સ્નેહ ઉત્પન્ન થશે. - ત્રીજી એપ્રિલે લગ્ન કરી લીધાં હોવા છતાં દયારામ અને ઊર્મિલાએ આ વાત બહાર પડવા ન દીધી અને માબાપથી પણ ખાનગી રાખી. નરસિંહરાવનું કુટુંબ તથા દયારામ અને ઊર્મિલા તા. ૧૬-૪-૧૯૧૩ના દિવસે દાર્જીલિંગ હવાફેર અર્થે ગયાં. ત્યાં તા. રપ-૪-૧૯૧૩ના દિવસે દયારામે એક પત્ર લખી નરસિંહરાવને આ લગ્નની વાત જણાવી છેલ્લે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૨૬. નીતિ અને ચારિત્રભ્રષ્ટતા ] [ ૧૨૯ Avaj 3: I admit I have violated the law of the world we move in; for that law gives no right to an old man-to love a young woman. And for that violation I am willing to be punished by the world and by you.” 244ick હું કબૂલ કરું છું કે જે જગતમાં આપણે રહીએ છીએ તે જગતના કાયદાનું મેં ઉલ્લંઘન કર્યું છે, કારણ કે એ કાયદે એક વૃદ્ધ માણસને એક યુવાન સ્ત્રી સાથે પ્રેમ કરવાને અધિકાર આપતું નથી, અને આવા ઉલ્લંઘન માટે હું ઈચ્છું છું કે જગત અને તમે (નરસિંહરાવ) મને શિક્ષા કરે. શ્રી દયારામને થયેલ આ અસહ્ય આઘાત પિકળ ન હતો. પિતાનાથી થઈ ગયેલી ભૂલને પશ્ચાતાપ કરી તરત જ તમામ જાહેર પ્રવૃત્તિઓમાંથી, સમાજજીવનમાંથી, તેઓ નિવૃત્ત થઈ ગયા અને પિતાની મિલકતની ફારગતી પાંચ રૂપિયાના સ્ટેમ્પના કાગળ પર લખી નાખી. પોતાના ટ્રસ્ટની મિલકત છેડી દીધી એટલું જ નહિ પણ વડીલોપાર્જિત સર્વ મિલકત પરથી પિતાને સંપૂર્ણ હકકે છોડી દીધું. દયારામ અને ઊર્મિલાને આધાર માત્ર દયારામના પેન્શન પર જ રહ્યો. આ લગ્નને એક મહાન અપરાધી કૃત્ય માની દયારામે સંપત્તિને ત્યાગ અને પોતે પોતાની જાતે જ પોતાને સમાજ બહિષ્કાર કરી, શેષ જીવન ખૂણે પાળનારી વિધવાની જેમ એકાંતવાસ અને શોક પાળ્યાં. માનવી માત્ર ભૂલને પાત્ર છે. પાપકૃત્ય માટે આઘાત થાય અને એ આઘાતમાંથી વેદના અને પશ્ચાત્તાપ ઉત્પન્ન થવા પામે, તો એવા પશ્ચાત્તાપરૂપી અગ્નિમાં ગમે તેવા પાપને નાશ કરવાની શક્તિ છે. બ્રાહ્મણ, સ્ત્રી, બાળક Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] [ જાણ્યું અને જોયું અને ગાયની હત્યા કરનાર દૃઢપ્રહારીના જીવાત્મા નરકમાં જવાને ખલે એજ ભવે મુક્તિપદ પામ્યા, એમાં કારણભૂત પાપ માટેને પશ્ચાત્તાપ અને વેદના જ છે. તેથી જ કહેવાય છે કે માનવજીવનની મેટામાં મેાટી સિદ્ધિ કોઈ દિવસ નિષ્ફળ નહિ જવામાં રહેલી નથી, પણ દરેક પ્રસંગે પડતી વખતે પાપકૃત્યને સમજી લઇ પશ્ચાત્તાપ દ્વારા તેમાંથી પાછા ફરી જવામાં રહેલી છે. આજથી ૬૦ વર્ષ પહેલાંના લેાકમાનસ અને વમાન લેાકમાનસ વચ્ચે મેાટા ભેદ દેખાઈ આવે છે. આજે તે અનેક રીતે પતન પામેલાં યુવાન, પ્રૌઢ અને મેટી ઉમરના સ્ત્રી પુરુષ! પેાતાના એવા કૃત્યા માટે ગૌરવ અને અભિમાન લેતાં જોવામાં આવે છે. તેઓને જ્યાં શરમ કે લજ્જા જ નથી, ત્યાં પશ્ચાત્તાપની તે વાત જ કથાં કરવી ? શિક્ષિત, સ’સ્કારી અને ઉચ્ચ ગણાતા કુટુંબની લગ્ન કરેલી યુવતીએ પતિ અને ખાળકાને પણ ત્યજી દઈ પરપુરૂષ સાથે આનંદપૂર્વક રહેતી જોવામાં આવે છે, તા બીજી બાજુ ઘેરે સુશીલ પત્ની અને સતાનેા હૈાવા છતાં એવા પુરૂષ ખુલ્લી રીતે અન્ય સ્ત્રી સાથે દુરાચાર સેવતા હેાય એવું પણ જોવામાં આવે છે. વિજ્ઞાન અને ભૌતિક બાબતામાં આપણે આગળ ને આગળ વધી રહેવાના દાવા કરી રહ્યાં છીએ, પણ ચારિત્ર ખળ અને નૈતિક દૃષ્ટિએ દિવસે દિવસે આપણે અધઃપતનના માર્ગે જ ઘસડાઈ રહ્યાં છીએ, એ અત્યંત દુઃખદ અને આઘાતજનક બાબત છે. રામન એમ્પાયરના જાહેાજલાલીના દિવસેામાં ચારિત્ર અને નૈતિક ખાખતમાં એ પ્રજાનું એટલું બધું અધઃપતન થવા પામ્યું હતું, કે તેવીસમી શ્રી અને એકવીસમેા પતિ કરનાર પુરૂષ અને સ્ત્રીનાં લગ્ન થયાંની નોંધ મળી આવે છે. વૈભવ, સમૃદ્ધિ અને વાસના તૃપ્તિમાં એ પ્રજા અંતે ડૂબી ગઈ અને રામનું ભવ્ય ગૌરવ નાશ પામ્યું. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૨૬. નીતિ અને ચારિત્રભ્રષ્ટતા ] [ ૧૩૧ પૂ. ગાંધીજી પિતાની પાસે ત્રણ વાંદરાની એક સુંદર કલાકૃતિ રાખતા હતા. આ ત્રણમાંના એકે પિતાનું મુખ હાથ વડે ઢાંકી રાખ્યું હતું, બીજાએ પિતાની આંખો પર હાથ દીધા હતા અને ત્રીજાએ પોતાના હાથ બે કાન પર રાખ્યા હતા. એને બોધપાઠ એ હતો કે બૂરું બેલીશ નહિ, બૂરું જોઈશ નહિ, બૂરું સાંભળીશ નહિ. આજે જમાને બદલાઈ રહ્યો છે, હવે પૂ. ગાંધીજી વાળા વાંદરાની કૃતિ જૂની થઈ ગઈ છે. વર્તમાન વાંદરાની કૃતિમાં મુખ પર હાથ ઢાંકવાને બદલે મુખ આગળ માઈક્રોફાન (માઈક) પકડી રાખ્યું છે. આંખ પર હાથ રાખવાને બદલે આંખે પર બાઈનેકયુલર ( દૂરબીન) રાખ્યું છે. કાન ઢાંકવાને બદલે પિતાની હથેલી કાન પાછળ લઈ જઈ કાનને સરવા કર્યા છે, એટલે કે “બૂરું બોલજે, બૂરૂ જેજે અને બૂરું સાંભળજે.” ગવિદ્યાનાં આજે હાટડાં મંડાવા શરૂ થયાં છે અને ત્યાં આ વિદ્યા ભાજીપાલાની માફક લીલામના ભાવે વેચનારા તત્ત્વજ્ઞાનીઓને પણ રાફડે ફાટવા લાગે છે. લુચ્ચે, બદમાશ, નાલાયક, હલકટ– કોઈપણ આવે, એને આ વર્તમાન તત્વજ્ઞાનીઓ માત્ર એક જ સેકંડમાં સમાધિને લાભ આપવાને દા કરે છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થમાં “મૈથુન અબ્રહ્મ સૂત્ર આપેલું છે, પણ વર્તમાન તત્વજ્ઞાનીઓ તો પેલા વાંદરાની નવી કૃતિ માફક આ સૂત્રને ઉલટાવી કહેવા - લાગ્યા છે કે મિથુન બ્રહ્મ, મૈથુનને પણ તેઓ સમાધિ સાધવા માટે ચેગની એક પ્રકિયા રૂપ જ માને છે. મહર્ષિ પતંજલિના પણ ગુરુ કહેવરાવતાં આજના આ ઢોંગી અને દંભી ઉપદેશકે પાછળ, દેશના યુવાનો અને યુવતીઓ ઘેલાં બને એ હકીકત આપણું યુવાન પ્રજા કેવા કરુણ અધ:પતનના માર્ગે જઈ રહી છે તે બતાવી આપે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] [ જાણ્યું અને જોયું Beauty lies partly in him who sees it is પિતે જ દુર્ગધથી ભલે હોઉં તે ચારે તરફથી મને દુર્ગધની જ વાસ આવવાની. હું વિકૃત મનેદશા ધરાવતે હોઉં અને જાતિય વાસનાથી પીડાતો હોઉં, તો મને પણ એમજ લાગશે કે રામાયણનું પાત્ર લક્ષમણ વાસનાયુક્ત હોવાના કારણે, માતા સમાન ભાભી સામે અવિકારી દષ્ટિએ જોઈ જ શકતો ન હતો. રાવણ જ્યારે જ્યારે સીતાની સમક્ષ જઈ ઊભો રહેતો, ત્યારે ત્યારે તેને સીતામાં પિતાની માતાની આકૃતિનાં દર્શન થતાં અને વિલે મેંઢે તે પાછો ફરી જતો, એવી વાત રામાયણમાં આવે છે. હવે આ નવી રામાયણ શોધનારાઓનાં મેંની રેખાઓ અને આંખોના ભાવે બારીકાઈથી અભ્યાસની દૃષ્ટિએ જોવા પ્રયત્ન કરજે, તો ત્યાં વિકૃતિનું એક વિરાટ સ્વરૂપ તમારી નજર સમક્ષ આવીને ઊભું રહેશે. ભારતના માજી રાષ્ટ્રપતિ અને પ્રખર વિદ્વાન ડે. રાધાકૃષ્ણને તેમના એક પુસ્તકમાં એક સુંદર વાત કહેતાં સાચું જ કહ્યું છે કેઃ “એક રીતે આપણે આપણા પૂર્વજો કરતાં ઊતરતા છીએ એમ ચોક્કસપણે કહી શકાય. આપણે રૂઢિઓને અનુસરતા નથી એ મુશ્કેલી નથી. પણ આપણે બહુ જ સામાન્ય શક્તિના માણસો છીએ એ મુશ્કેલી છે. આપણું જીવન અને વિચારણામાં ભુલક્તા સ્પષ્ટ દીસી આવે છે. આ ભયંકર ઉણપમાંથી જે આપણી પેઢીને બચાવવી હોય તે આપણે જે માર્ગ પસંદ કરીએ તે માગે વીરતાપૂર્વક પુરૂષાર્થ કરવા મંડી જવું જોઈએ. ખડતલપણું, તિતિક્ષા, સંયમ, ત્યાગ, માનવભાવ, સહિષ્ણુતા-ટૂંકમાં સ્વીકાર અને સાહસના નિયમને સ્વીકાર્યા વિના વીરત્વ ન સંભવે.” (“જેન શિક્ષણ સાહિત્ય પત્રિકા ” સપ્ટેમ્બર ૧૯૭૦) Page #159 -------------------------------------------------------------------------- ________________ શીલધર્મની થાઓ ભાગ ૧–૨ શીલ અને ધર્મના માર્ગ બતાવતી ભાત્રવાહક અને અત્યંત મનનીય -ચાલીસ કથા— ક્રાઉન સેાળ પેજી ૪૫૦ થી વધુ પાનાં સુ ંદર જેકેટ મૂલ્ય રૂપિયા પાંચ : લેખક : વ શ્રી. મનસુખલાલ તારાચંદ મહેતા : પ્રકાશક : શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મડળ ૭૭, મારવાડી મજાર, મુ`બઈ-ર. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શમણું સંઘના પૂજ્ય મુનિ મહારાજ સાહેબ અને પૂજય સાઠવીઓના મનનીય અભિપ્રાય ધર્માનુરાગી શ્રીયુત મનસુખલાલ તારાચંદ મહેતાની કલમથી ગુજરાતી ભાષામાં તૈયાર થયેલ આ “શલધર્મની કથાઓ” એ નામનો ગ્રંથ આજની ઊગતી પ્રજાના જીવનઘડતરમાં અત્યંત ઉપયોગી થાય તે ધર્મકથાનુગને સુંદર મળે છે.” પ. પૂ. આ. વિજયધર્મસૂરિજી મહારાજ ચેમ્બુર-મુંબઈ પોષ સુ. ૭ સં ૨૦૨૩. વર્તમાન પ્રજાને રૂચિકર બને એ હેતુને લક્ષ્યમાં રાખી આ લખેલી આ બેધક અને પ્રેરક કથાઓ આબાલગોપાલ વર્ગના યથાયોગ્ય કલ્યાણમાં યચિત ફાળે આપ્યા વિના નહિ રહે.” મુંબઈ ૬-૫-૭૦ શ્રી યશોવિજયજી મહારાજ પુસ્તક મેં વાંચ્યું. લેખકે ખૂબ સરસ બેધક ભાષામાં શીલધર્મની સુગંધ ફેલાવી છે. વર્તમાનકાળમાં સદાચારને ભીષણ દુષ્કાલ પડ્યો છે અને આ પરિસ્થિતિમાં આ પુસ્તક અમૃતવર્ષા સમાન ઉપયોગી સિદ્ધ થશે.” મુંબઈ, ૨૬-૪-૭૦ મુનિ શ્રી પદ્મસાગર-પંકજ.” આ પુસ્તક જેના ઘરમાં જશે એ પુસ્તક તરીકે નહીં પણ ઘરના એક આભૂષણ તરીકે જનતા અપનાવશે. આજના ભૌતિકવાદના જમાનામાં જ્યારે આત્મિક ધર્મને લગભગ લેપ થયે છે ત્યારે આવું સાહિત્ય બહુ જ કિમતી છે.” ફાગણ વદિ ૮, સં ૨૦૨૩ મુનિશ્રી પૂર્ણાનન્દવિજયજી મહારાજ (કુમાર શ્રમણ) Page #161 -------------------------------------------------------------------------- ________________ ૮ પ્રત્યેક કથામાં આપના લખાણની શૈલી રેચક, સુવાચ્ય (સામાને કંટાળે ન આપે તેવુ.) ને વિશેષ તે ટૂંકામાં રહસ્ય ગતિ દશિત કરેલુ' દેખી શકયો છું જે અન્ય વિરલ વ્યક્તિમાં સભવી શકે.’ ૧૩૫ વવાણીયા તા. ૪-૯-૭૦ મુનીશ્રી પુણ્યવિજયજી, માલાઓનાં સંસ્કાર – અધ્યયન – સત્રના નિર્માતા સાહિત્યરત્ન, ભાષાર પૂ. સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી એમ. એ. અમદાવાદથી લખે છે કે “ સાધનાના માર્ગે દઢતાપૂર્વક પ્રયાણ કરનારા મહાપુરૂષાના જીવન-વૃતાન્તથી પરિપૂર્ણ • શીલધ કથા ’ અર્વાચીન યુગમાં અતિ પ્રેરણાદાયી યશસ્વી કૃતિ છે. મનને વાસનામાંથી ઉપાસનામાં લઈ જવાનું, અંધકારમાંથી પ્રકાશને શેાધવાનું, અસત્યમાંથી સત્ય તરફ દોરવાનું અને સંસ્કારો તથા વિચારને ઉર્ધ્વગામી અનાવવાનું લેખકની વાર્તાઓમાં સારૂ બળ છે. લેખકને મારાં હાર્દિક ધમ લાભ. ’ ' પ્રવચન પ્રભાવક પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી ખેંગલેારથી લખે છે કે :-“ શીલધર્મોની કથાએ સચ્ચારિત્રવાન્ ધનિષ્ઠ શ્રી. મનસુખલાલભાઈ તા. મહેતાની સુલેખની દ્વારા તૈયાર થયેલ આ ગ્રંથ સૌ કેાઈના ચારિત્ર નિર્માણુ, માનવતાના ગુણાના વિકાસ અને ધમભાવનાની વૃદ્ધિમાં વિશેષ ઉપયાગી થાએ! એ જ શુભેચ્છા. સુપ્રસિદ્ધ લેખિકા અને વિદુષી પૂ. સાધ્વીશ્રી સૂર્ય શિશુશ્રીજી મદ્રાસથી લખે છે કે ઃ— “ સ'સારની કથા માનવીના જીવન ઘડતરમાં જ્યારે વ્યથા રૂપ બની જાય છે ત્યારે માનવી સ્વયં આ કથાઓના ,, Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કિનારાને વળગીને આગળ વધી શકે છે. કથાના પ્રસંગેા કડવા, ક્રુર કે કેામળ યા કરુણાસભર હાય ત્યારે ય પણ લેખકના આંતરિક ‘ કલ્યાણના શુભ ભાવ ’ના સાદ સંભળાતા જ રહે છે. તેથી વાચકહૈયાંને તે વધુ સ્પશી ‘જાય છે. ’’ શ્રી પાર્શ્વ ચંદ્ર ગચ્છીયા વિદ્વાન સાઘ્વીશ્રી સુનંદાશ્રીજી લખે છે કે :- “ કથાએ એવી સરલ અને સહેલી ભાષામાં છે કે સાધારણ બુદ્ધિવાળાને પણ તરત સમજ પડે, જીવનના ઘડતરમાં વિપત્તિમાં અને આત્મદૃઢતામાં પુસ્તક ઘણુ' જ ઉપયાગી નિવડશે. શાસ્ત્રીય, ઐતિહાસિક અને અર્વાચીન કથાએથી પુસ્તક સમૃદ્ધ અનેલુ છે. જનતા ઉપર મહાન ઉપકાર કર્યાં છે.” બાળ બ્રહ્મચારિણી અને વિદુષી પૂ. સાધ્વીશ્રી સદ્ગુણા શ્રીજી સાવરકુંડલાથી લખે છે કે:- શીલધની કથામાં લેખકનુ જીવન ખેલે છે. એમના જાગૃત જીવન્ત જીવનમાંને શીલ સંસ્કારને એમાં મધુર રણકે છે. સાથે શીલ સંસ્કારની મઘમઘતી સુગંધી છે. આ શીલ સુગંધ પવનની જેમ પ્રજા જીવનમાં પ્રસરાવવા રસમય પવિત્ર કથાસાહિત્ય આજના યુગની માંગ પૂરી પાડે છે. ” પરમ પૂજ્ય સાધ્વીશ્રી પ્રિયંવદાશ્રીજી, દોલતનગર –ખારી વલી ( મુંબઈ )થી લખે છે કેઃ- શીલધની કથાએ ભાગ ૧-૨ પુસ્તક સાદ્યંત વાંચ્યું. વાંચતાં ખૂબ આનંદ અનુભવ્યે ને થયું કે ખરેખર આ જડવાદના જમાનામાં અને સદાચારના ભયંકર દુષ્કાળમાં અમૃતની વર્ષાતુલ્ય આજની ઊગતી પ્રજાના જીવનઘડતરમાં અત્યંત ઉપયાગી નીવડે તેવે આ ગ્રંથ છે. વાંચતાં પુસ્તક છેડવાનુ મન થાય તેવું નથી. શીલધર્માંની કથા એટલે શીલની જ સુગંધ પ્રસરાવી છે. વધારે શું લખું ? ” Page #163 -------------------------------------------------------------------------- ________________ પાશવ વૃત્તિઓનું ઉચ્ચતર વૃત્તિઓમાં રૂપાંતર દરેક આમા અણવિકસેલી વ્યક્તિ છે. એ પારાવવૃત્તિઓથી પૂર્ણ પણે મુક્ત નથી, છતાં ઉચતર વૃત્તિઓમાં તેનું રૂપાંતર કરવાને એ શક્તિમાન છે. આત્માની જરૂરિયાતોને પ્રથમ સ્થાન આપવું જોઈ એ એ વસ્તુ જેને આપણે ન દેપૂર્વક સ્વીકારી લઈ એ અને તેના નિયમો અનુસાર આ પણી પ્રકૃતિને નિગ્રહ કરીએ તે આપણે વિકાસ સાધી હાઈએ. આપણે આપણી સંસ્કૃત્તિ બદલીએ અને આપણા સુ તુ માનસને નવેસરથી કેલીપે તો જ આપણે વાસના પ્રધાને મુટી આધ્યાત્મિક બની શકીએ. એનો અર્થ એ થયો કે આપણે સંચમ અને શિસ્ત પાળવાં જોઈ એ. એ પણી નૈસર્ગિક વૃત્તિથી પર થવાના પ્રયત્નમાં ડગલે ને પગલે ભારે પ્રભના અને તેની સામે ઝૂઝવાનું રહેલું છે. પરંતુ આપણા વ્યક્તિત્વની પરિપૂર્ણતા માટે રણે માવાચકે છે. જો કે આ પ્રયત્ન આપણી પાસે ભારે ભાગ માગે છે, છતાં તેના બદલે પણ એ જ મહાન છે.’ ડૉ. શ્રાધાકૃષ્ણન Jain Education internal Peale & Personal use on Page #164 -------------------------------------------------------------------------- ________________ શીલધર્મની કથાઓ ભાગ 1-2 અભિપ્રાય આજે ઢગલાબંધ પુરતઓ પ્રગટ થાય છે, વેચાય છે અને વંચાય છે, પૂણ એમાં સાચા ધર્મ પ્રત્યે અનુરાગ ઉપવનવનાર, પ્રાચીન સંસ્કૃતિ માટે નવી પેઢીમાં માનની લાગણી જન્માવનારા અને સંસ્કાર પ્રેરક પુસ્તકે કેટલાં ? એવે સવાલ પૂછવાથી નિરાશાજનક જવાબે જ મળવાનો. શીલધર્મનુ આવા તમયે અહોર પડેલું આ પુસ્તકકથાએ વધુ આવકારપાત્ર ઠરે છે. આપણા દેશમાં વૈદિક ઔદ્ધ તેમજ જેનધની દષ્ટાંત કથાઓનો વિપુલ ભ'ડાર છે. આમાંથી લેખકે ચોક્કસ દષ્ટિ રાખી અહિં દ્રષટીન્તકથાઓ રજૂ કરી છે. ચારિત્રનું ઘડતર થાય છતાં વાંચવામાં પણ રસ જાગે એવી સરળ શૈલીમાં આ પુસ્તક લેખવામાં આવ્યું છે. આજના ભૌતિકવાદના યુગમાં ભાતું પણ સુયડાયેલ છે અને તેની સાધન સંપત્તિ હોવા છતાં માનવી માટે સાચા સુખની આશા ઓછી છે. ત્યારે સાચા સુખના રસ્તે આ દૃષ્ટાન્તકથાઓ આપી જાય છે. આ દૃષ્ટોત્તકથાઓ માત્ર મનોરંજન અર્થે લખાયેલી આધુનિક વાત નથી પણ ઉચ્ચ જીવનના આશય વ્યક્ત કરતી કથાએ છે. આ કથાઓમાં સત્ય, પ્રેમ, દયા, ક્ષમા, ઉદારતા, સાનવતા આદિ (ગણાને બીરદાવતી સ્થાએ પસંદ કરવામાં આવી છે. આ દટાત્કાએ મૌલિક નથી પણ એની રજુઆત મૌલિક છે. તા. 20-12-70 * મુમ્બઈ સમાચાર ? For Private & Personal Use On