SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ] [ જાણ્યું અને જોયું Beauty lies partly in him who sees it is પિતે જ દુર્ગધથી ભલે હોઉં તે ચારે તરફથી મને દુર્ગધની જ વાસ આવવાની. હું વિકૃત મનેદશા ધરાવતે હોઉં અને જાતિય વાસનાથી પીડાતો હોઉં, તો મને પણ એમજ લાગશે કે રામાયણનું પાત્ર લક્ષમણ વાસનાયુક્ત હોવાના કારણે, માતા સમાન ભાભી સામે અવિકારી દષ્ટિએ જોઈ જ શકતો ન હતો. રાવણ જ્યારે જ્યારે સીતાની સમક્ષ જઈ ઊભો રહેતો, ત્યારે ત્યારે તેને સીતામાં પિતાની માતાની આકૃતિનાં દર્શન થતાં અને વિલે મેંઢે તે પાછો ફરી જતો, એવી વાત રામાયણમાં આવે છે. હવે આ નવી રામાયણ શોધનારાઓનાં મેંની રેખાઓ અને આંખોના ભાવે બારીકાઈથી અભ્યાસની દૃષ્ટિએ જોવા પ્રયત્ન કરજે, તો ત્યાં વિકૃતિનું એક વિરાટ સ્વરૂપ તમારી નજર સમક્ષ આવીને ઊભું રહેશે. ભારતના માજી રાષ્ટ્રપતિ અને પ્રખર વિદ્વાન ડે. રાધાકૃષ્ણને તેમના એક પુસ્તકમાં એક સુંદર વાત કહેતાં સાચું જ કહ્યું છે કેઃ “એક રીતે આપણે આપણા પૂર્વજો કરતાં ઊતરતા છીએ એમ ચોક્કસપણે કહી શકાય. આપણે રૂઢિઓને અનુસરતા નથી એ મુશ્કેલી નથી. પણ આપણે બહુ જ સામાન્ય શક્તિના માણસો છીએ એ મુશ્કેલી છે. આપણું જીવન અને વિચારણામાં ભુલક્તા સ્પષ્ટ દીસી આવે છે. આ ભયંકર ઉણપમાંથી જે આપણી પેઢીને બચાવવી હોય તે આપણે જે માર્ગ પસંદ કરીએ તે માગે વીરતાપૂર્વક પુરૂષાર્થ કરવા મંડી જવું જોઈએ. ખડતલપણું, તિતિક્ષા, સંયમ, ત્યાગ, માનવભાવ, સહિષ્ણુતા-ટૂંકમાં સ્વીકાર અને સાહસના નિયમને સ્વીકાર્યા વિના વીરત્વ ન સંભવે.” (“જેન શિક્ષણ સાહિત્ય પત્રિકા ” સપ્ટેમ્બર ૧૯૭૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy