________________
[ જાણ્યું અને જેવું આચાર્ય વિજયધર્મસૂરીશ્વરજી જૈન સમાજને મહુવાની પવિત્ર ભૂમિમાંથી સાંપડ્યા છે.
શ્રી. વીરચંદભાઈએ ૧૬ વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરી, અને વીસ વર્ષની ઉંમરે એનર્સ સાથે મુંબઈ યુનિવર્સિટીની બી. એ. ની પરીક્ષા પાસ કરી. બાલ્યાવસ્થાથી જ તેઓ જ્ઞાનપિપાસુ હતા. બી. એ. ની પરીક્ષા પાસ કર્યા બાદ મુંબઈની જાણીતી સોલીસીટરની પેઢી મેસર્સ લિટલ એન્ડ કંપનીમાં સોલીસીટરનું કામ શીખવું શરૂ કર્યું, અને તે માટે અભ્યાસ પણ ચાલુ કર્યો. પરંતુ એમનું આયુષ્ય ટૂંકું હતું. તેમ છતાં કુદરતે તેની પાસે મહાન કાર્યો કરાવવાનું નિર્માણ કરેલું, એટલે વીરચંદભાઈ સોલીસીટર ન થયા. બી. એ. પાસ થયા પછી, ખાસ કરીને એમની જ મહેનત અને પ્રયત્નોથી મુંબઈમાં “જૈન એસેસિયેશન ઓફ ઈન્ડિયા” સંસ્થાની સ્થાપના થઈ અને તેને તેઓ પ્રથમ મંત્રી નિમાયા. આ સંસ્થા આજે પણ ચાલે છે, પરંતુ એક રીતે તે આ સંસ્થા એ વીરચંદભાઈની પ્રથમ સંતતિ. તેમની જાહેર જીવનની કારકિર્દીની શરૂઆત આ સંસ્થાથી જ થઈ
શત્રુંજય તીર્થ અને સમેતશિખર તીર્થ સંબંધમાં પાલીતાણા દરબાર અને પાલગંજના રાજા સાથે મુશ્કેલીઓ ઊભી થઈ, અને શ્રી. વીરચંદભાઈએ આ બંને કેસોમાં ભારે જહેમત ઉઠાવી જૈન સમાજના લાભમાં ન્યાય મેળવ્યું. સમેતશિખર તીર્થને લગતા તામ્રપત્ર, દસ્તાવેજો વિ. બંગાળી ભાષામાં હતા, એટલે આ કેસના તમામ કાગળ અને હકીકત સમજવા માટે વીરચંદભાઈએ બંગાળી ભાષાને ખાસ અભ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org