SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. ધાર્મિક ઉત્સવો પૂ. કસ્તુરબાના સ્વર્ગવાસ પછી તેના સ્મારક માટે આખા દેશના ગામડાઓમાં વસતી સ્ત્રી જાતિના લાભાર્થે રૂ. ૭૫ લાખ ભેગા કરવાનું નક્કી કરવામાં આવ્યું, અને તે ફાળે તેનું લક્ષ્યબિંદુ વટાવી એક કરોડ વીસ લાખની આસપાસ પહોંચે. આ ફાળાની રકમ તા. ૨ જી ઓકટોબર ૧૯૪૪ ને દિવસે શ્રી. સરોજિનીદેવીને હાથે ગાંધીજીને અર્પણ કરવામાં આવી હતી. : - સેવાગ્રામમાં આ ભવ્ય મેળાવડાના અવસરે પૂ. વિનોબાજી હેઠળ કેળવણી પામેલા શ્રી. જમનાલાલજીના ઉત્સાહી પુત્રી મદાલસાએ થેલી સમર્પણની સાંજે મંડપમાં સુંદર રંગોળીઓ દેરી, કસ્તુરબાને મોટે ફેટ વચ્ચે મુકાવીને અને અગરબત્તીએના મઘમઘાટ વચ્ચે દીપમાળાઓ પૂરીને મંડપને ઝળાંઝળાં કરી મૂકવાનું ગોઠવેલું. પૂ. ગાંધીજીએ આવી બધી તૈયારીઓ જે કહ્યું: “ગામડામાં હજારો લાખે લેકોને તેલ ખાવાય નથી મળતું, ને તમે અહીં શભા શણગાર કરવા પાછળ આટલાં તેલ બાળ એ શું કહેવાય?” અને કોડિયાં ને દીપમાળો ત્યાં ન જ પ્રગટી. - જૈનસમાજ ધાર્મિક અનુષ્ઠાને વધુ અને વધુ પ્રમાણમાં ઉજવે, એ તે આનંદની વાત છે. એ ભલે ગમે તે સ્થળે ઉજવાય, પણ એ સાદી અને ગૌરવભરી રીતે દેશની પરિસ્થિતિને ખ્યાલ રાખી ઉજવાય એ જરૂરનું છે. બહારના ભપકા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy