SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] [ જાણ્યું અને જોયું માંથી બચાવી લેવા માટે મારી ભૂલ જેવાને બદલે તમે સૌએ તે મને ધન્યવાદ આપવા જોઈએ !” મૃત્યુ અગાઉ પંદરેક દિવસથી મુ. ફત્તેચંદભાઈ જે પ્રવાહી લઈ શકતા હતા તેનું પ્રમાણ દિનપ્રતિદિન ઘટતું ગયું અને તેથી નબળાઈ વધતી ચાલી. એ પરિસ્થિતિમાં શરીરની શક્તિ જળવાઈ રહે એ માટે ટ્યુકેઝના બાટલા આપવાનું શરૂ કર્યું. આ દિવસોમાં હું તેમની પાસે દરરોજ જતા અને શ્રીમદ્ આનંદઘનજી, શ્રીમદ્ દેવચંદ્રજીના રચેલાં સ્તવનો તેમજ સઝા બેલતો હતો. આઠ પદની સજઝાય બેલતી વખતે કહે: “મારા પિતાશ્રી પણ તેની અંતિમ અવસ્થામાં આ સઝાય બહુ સાંભળતા તેમની શ્રવણ શક્તિ જરા ઓછી થવા લાગી હતી, એટલે તેઓ મોટેથી બોલવાનું સૂચન કરતા પણ તેમની માનસિક શક્તિ કે મનનાં અધ્યવસાયમાં કશે પણ ફેર પડે નહીં. એ અંત સમય સુધી તેવા ને એવા જ જળવાઈ રહ્યાં. મૃત્યુ અગાઉ દશેક દિવસ પહેલાં મને કહ્યું: “આવતી કાલે આવો ત્યારે શ્રીમદ્ આનંદઘનજીવાળું “કાયા-ચલ સંગ હમારે” વાળું પદ લખીને લેતા આવજે, મારે તે સાંભળવું છે અને તમારે પણ તે સમજવાની જરૂર છે. આ. બુદ્ધિસાગરજીના આનંદઘન પદસંગ્રહમાં આ પદ આપવામાં આવેલું છે અને તે નીચે મુજબ છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy