________________
[ ૭૩
૧૭. અવિસ્મરણીય સ્મરણો ] કદી મારી મશ્કરી કરે નહિ, એટલું જ નહિ, પણ મારી મશ્કરી થાય એવું કોઈ વતન મેં કર્યું હોય અગર એવા પ્રકારનું બે હોઉં તો પણ તેઓ હંમેશાં મારી ભૂલને બચાવ જ કરે. તેથી, તેમની આવી વાત સાંભળી મને જરા આશ્ચર્ય થયું, પણ ત્યાં તે તેમણે તરત જ કહ્યું : “આ અમારા હિમ્મતભાઈ કાલે આમ વાત કરતા હતા, તે તેના મનનું સમાધાન કરો.”
મુ. ફત્તેહચંદભાઈની વાત સાંભળી શ્રી હિમ્મતભાઈ જેઓ પણ ત્યાં જ હતા, તેમણે કહ્યું : “આજે પણ તમારા શરીરની પરિસ્થિતિ જોતાં, વિધુર થયા એ વખતે લગ્ન કર્યા હત તે કશું ખોટું તો ન જ કહેવાત. વૃદ્ધાવસ્થામાં ઘરની સ્ત્રી વિના પરાધીન બનવાનો વખત આવે છે. એવા સમયે ઘરનું માણસ હોય તો બહુ ફેર પડે. તમારા સંતાનના હિતાર્થે તમે લગ્ન ન કર્યા...”
અધવચ્ચેથી જ એમની વાતનો જવાબ આપતાં કહ્યું : “લગ્ન ન કરવામાં સંતાનોના હિતની કઈ વાત જ ન હતી, પણ મારા પિતાના સ્વાર્થ–સુખ-શાંતિ અર્થે જ લગ્નની વાતથી હું દૂર રહ્યો છું; તેમાં સંતાન કે અન્ય કોઈના હિતને પ્રશ્ન જ ન હતા. સ્વભાવથી અત્યંત લાગણીવશ અને પ્રકૃતિથી વધુ પડતો કોમળ હોવાને કારણે બીજા લગ્ન કર્યા હેત તો આપઘાત કરી મરવાને પ્રસંગ મારા માટે ઊભે થયે હોત, અને કદાચ તેમ ન થયું હોત તો, મારી થનાર પત્નીને તે અવશ્ય આપઘાત કરવો પડ્યો હેત.” પછી હસીને મેં કહ્યું: “એટલે એક સ્ત્રીને આવા અપમૃત્યુ અને આપત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org