________________
૧૭. અવિસ્મરણીય સ્મરણ ]
[ ૭૫ અબ ચલે સંગ હમારે, કાયા ચલે સંગ હમારે, હાંયે બહોત યત્ન કરી રાખી, કાયા અબ ચલે છે તાંયે કારણ મેં જીવ સંહારે, બેલે જૂઠ અપારે; ચોરી કરી પરનારી સેવી, જૂઠ પરિગ્રહ ધારે. કાયા. એ પટ આભૂષણ સુંઘા ચૂઆ, અશનપાન નિત્ય ન્યારે; ફેર દિને ખટરસ તો યે સુંદર, તે સબમલકર ડારે. કાયા છે જીવ સુણે યા રીત અનાદિ, કહા કરત વારંવારે; મેંન ચલુંગીત સંગ ચેતન, પાપ પુણ્ય દે લારે. કાયા. છે જિનવર નામસાર ભજ આતમ, કહા ભરમ સંસારે; સુગુરુ વચન પ્રતીત ભયતા, આનન્દઘન ઉપગારે. કાયા.
ચેતન અને કાયા વચ્ચે આ અભુત સંવાદ છે. કેન્સર જેવા ભયંકર વ્યાધિ અને પીડાજનક રોગમાં મુ. ફત્તેચંદભાઈ પિતાના ચિત્તની સ્વસ્થતા, મગજની સમતુલા અને શાંતિ કઈ રીતે જાળવી શક્યા તેનું રહસ્ય ઉપલા પદમાંથી સમજી શકાય છે. આત્મા અને કાયા બંનેની ભિન્નતાનું અભુત જ્ઞાન એમને હતું અને તેથી આ ભયંકર વ્યાધિ પણ તેના ચિત્તને કદી પણ અસ્વસ્થ ન બનાવી શકયે.
છેલ્લા દિવસોમાં નબળાઈના કારણે ડોકટરોએ શક્તિ આવે તે માટે લેહી આપવાનું નક્કી કર્યું અને શક્તિ આવ્યા બાદ પિટના માગે ખોરાક આપવાનું વિચારેલું. એક વખત નહિ પણ બે વખત તેમને લેહી આપવામાં આવ્યું હતું, પરંતુ તે તેમની જાણ બહાર. ગ્લેઝ આપવામાં આવે છે એમ તેમને સમજાવવામાં આવેલું કારણ કે લેહી લેવા માટે તેઓ કદાપિ પણ સંમતિ ન આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org